વેમ્પાય્યાર - 4 Secret Writer દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વેમ્પાય્યાર - 4

 

 

અત્યાર સુધી....

 

વૈભવીના ગુમ થયાના સમાચાર સાંભળી અદિતિબેન અને પ્રકાશભાઈને તેની ચિંતા થવા લાગી. દુનિયાથી બેખબર વૈભવી એક જૂના ઘર આગળ આવી ઉભી રહી. જ્યાં તેનામાં બદલાવ આવવાના ચાલુ થઈ ગયા હતા. જ્યાં તેણે એક યુવાનને કેદ થયેલો જોયો. તેને આઝાદ કરવા જતાં કોઈના આવવાની આહટ સાંભળી તે એક અલમારીમાં છુપાઈ ગઈ.

 

હવે આગળ....

 

 

 

વેમ્પાય્યાર Part 4

 

 

તે વૃદ્ધ સ્ત્રી ફરી અંદર આવી અને યુવાન બેહોશ થયો કે નહી તેની ખાતરી કરી ફરી ચાલી ગઈ. થોડી વાર બાદ વૈભવી બહાર નીકળી. 

 

પાંચ ફૂટ નવ ઇંચની ઊંચાઈ ધરાવતા તે યુવાનનું શરીર કોઈ યોદ્ધાને શોભે તેવું હતું. હાથે અને પગે સાંકળના બંધનને કારણે થોડા ઝખ્મો જોઈ શકતા હતા. સહેજ ગૌરવર્ણ ધરાવતો તે યુવાન ખુબ જ સોહામણો દેખાતો હતો. વૈભવી તેને ટગર ટગર નિહાળી રહી હતી. 

 

થોડી વાર બાદ તે વાસ્તવિક જીવનમાં પાછી ફરી. જેવી તે યુવાનની નજીક ગઈ, તેવું જ ફરી તેની છાતીમાં દર્દ ઉપાડ્યો અને તેની પાછળ લીલા રંગના ઓરા રચાયા. દર્દ સહન ન થતાં તે યુવાનથી દૂર ખસી. જેવી તે દૂર ખસી તેનો દર્દ ગાયબ થઈ ગયો તેવું તેણે અનુભવ્યું. ફરી તે નજીક ગઈ તો તેને કોઈ દર્દ ના થયું. વિચારવાનું બાજુએ મૂકી તેના હાથ યુવાનના હાથે બાંધેલ સાંકળ તરફ વધ્યા. 

 

અચાનક તેને કઈ યાદ આવતા તેના હાથ થંભી ગયા. દરવાજો બહારથી બંધ કરેલો હોવાથી તે બારી વાટે બહાર નીકળી પાણીની તલાશમાં નીકળી પડી. નજીકમાં કોઈ ઝરણું વહેતું હોય તેવો અવાજ સંભળાઇ રહ્યો હતો. તે અવાજની દિશામાં આગળ વધવા લાગી. ઘરથી થોડે દૂર એક નાનકડું સુંદર ઝરણું વહી રહ્યું હતું. એક મોટા પાનનો ઉપયોગ કરી તેણે પાણી ભરી શકાય તેવું પાત્ર બનાવ્યું અને તેમાં પાણી ભરી તે ફરી તે ઘર તરફ જવા લાગી. આગળના દરવાજાથી જોયું તો અંદર કોઈ ના હતું. છતાં સતર્કતા ખાતર તે બારીમાંથી જ પ્રવેશી. 

 

તે યુવાન હજી બેહોશ જ હતો. પાનમાં સાચવીને લાવેલા પાણીમાંથી થોડું પાણી તેણે તે યુવાન પર છાંટ્યું. થોડી વાર બાદ તેના શરીરમાં હલચલન થઈ. તે ધીમે ધીમે હોશમાં આવી રહ્યો હતો. 

 

જ્યારે તે સંપૂર્ણપણે ભાનમાં આવી ગયો ત્યારે તે બંને એકબીજાને નીહાળી રહ્યા. અજાણ્યા વ્યક્તિને જોઈ તે યુવાન ચીસ ના પાડે એટલે વૈભવીએ મોઢા પર હાથ મૂકી શાંત રહેવા ઈશારો કર્યો. 

 

વૈભવી તેને આઝાદ કરવા તેની નજીક ગઈ. પણ ફરી તેની છાતીમાં દર્દ ઉપડતાં પાછી ખસી ગઈ. ફરી તેની આસપાસ એ જ લીલા રંગના ઓરા રચાયા જે જોઈ યુવાનનું પણ રૂપ બદલવા લાગ્યું. ગૌરવર્ણ ત્વચામાંથી તેનું શરીર એકદમ ફિક્કું પડી ગયું. ખૂણામાં બે દાંત લાંબા થયા અને નોર્મલ દેખાતી કીકીનો રંગ બદલાઈને ભૂરો થઈ ગયો. યુવાનનું આવી ભયાવહ રૂપ જોઈ વૈભવી ડઘાઈ ગઈ. તેના ચહેરા પર ડરની રેખાઓ ઉપસી આવી. તેણે તેના હાથ તરફ નજર કરી તેના હાથમાંથી નીકળતો લીલા રંગનો ધુમાડો તે યુવાન તરફ જઈ રહ્યો હતો. તેવામાં તેની નજર અલમારી પર લાગેલા કાચ તરફ ગઈ. તેની આંખોની કીકીનો રંગ પણ બદલાઈને લાલ થઇ ગયો હતો. અને ફરી તેણે તેની આંખો તે યુવાન પર અટકાવી. બંને એકબીજાને થોડી વાર સુધી નિહાળી રહ્યા. 

 

" અય્યારા? " તે યુવાન ખુબ ધીરેથી બોલ્યો અને વૈભવી તંદ્રામાંથી બહાર આવી. તે ઝડપથી તે યુવાન તરફ આગળ વધી અને તેની સાંકળ ખોલવા લાગી. 

 

" એક અય્યારા મારી મદદ શા માટે કરે છે? " વૈભવીને સાંકળ ખોલતા જોઈ તે યુવાન બોલ્યો. 

 

" અય્યારા?.. તમે શું કહો છો મને કઈ સમજાતું નથી." એક સેકન્ડ માટે તે યુવાન તરફ જોઈ પ્રશ્નાર્થ નજર સાથે તે બોલી અને ફરી સાંકળ ખોલવા લાગી. સાંકળ ખોલી બંને બારી મારફતે બહાર આવ્યા. 

 

" એક મિનિટ..." બોલી તે યુવાન ફરી અંદર રૂમમાં ગયો. વૈભવી એને પ્રશ્નાર્થ નજરે જોઈ રહી. પછી એની પાછળ પાછળ એ પણ રૂમમાં ગઈ. તે યુવાન તેની આંખો બંધ કરી અને હાથ હવામાં હલાવી કઈ ગણગણી રહ્યો હતો. એક બે સેકન્ડ બાદ હૂબહૂ તેના જેવો દેખાતો જ એક વ્યક્તિ તે બંધનમાં કેદ થઈ ગયો. તે યુવાન પાછળ ફર્યો. વૈભવી બિલકુલ એની પાછળ ઉભી આ દૃશ્ય જોઈ રહી હતી. 

 

" જાદુ..." મુસ્કુરાતો યુવાન વૈભવીની નજીક જઈ એકદમ ધીમા સ્વરે બોલ્યો. અને વૈભવીનો હાથ પકડી તેને બહાર લઈ ગયો. બંને જંગલમાં દિશાહીન થઈ ચાલવા લાગ્યા.

 

" અમમ... તમને જાદુ કરતા આવડે છે? " ઘણા લાંબા સમય સુધી મૌન રહ્યા બાદ વૈભવીએ પૂછ્યું. અત્યાર સુધી બંને પોતાના સામાન્ય સ્વરૂપમાં આવી ગયા હતા. 

 

" હા.... મને તો જાદુ આવડે છે. પણ તમને પણ તો જાદુ કરતા આવડતો હશે ને? તમે મને ખતમ કરી શકવાની શક્તિ ધરાવે છો તો પછી મને તે વિશાખાના બંધનમાંથી કેમ આઝાદ કર્યો? " ક્યારથી મનમાં ફરતો સવાલ તે યુવાને વૈભવીને પૂછી નાખ્યો. 

 

" મને અને જાદુ? " બોલી વૈભવી ખડખડાટ હસી પડી. " મને જાદુ નથી આવડતો. હું તો એક સામાન્ય માનવી છું." માસૂમ ચહેરે વૈભવી બોલી. " હા...., પણ આ લીલા રંગના ઓરા , લાલ આંખો અને હાથના ધુમાડા વિશે મને કઈ ખબર નથી. " માસૂમ ચહેરો બનાવી વૈભવી ફરી બોલી. 

 

"એક અય્યારાને કદાચ પોતાની તાકાતનો અંદાજો નથી." રહસ્યમય રીતે તે યુવાન બોલ્યો. 

 

" એટલે?.... ખરેખર તમારી વાતો ભૂલભૂલૈયા જેવી છે. મને તો કઈ સમજાતું નથી. હું માનું છું ત્યાં સુધી દુનિયામાં જાદુ જેવું કંઈ નથી હોતું. " પોતાનો જાદુ વિશેનો અભિપ્રાય જણાવતી વૈભવી બોલી પડી. " By the way, તમારું નામ શું છે? " તે યુવાન તરફ ફરી વૈભવીએ પૂછ્યું. 

 

" હમમ... કહું પણ પહેલા તમે કહો કે તમારું નામ શું છે?" વૈભવી તરફ ફરી તે યુવાને સામે પ્રશ્ન પૂછ્યો.

 

" સવાલ પહેલા મેં પૂછ્યો તો જવાબ પહેલા મને મળવો જોઈએ. પણ કઈ નહી. તમે કહો છો તો એક કામ કરીએ બંને એક સાથે પોતપોતાનું નામ લેશે.. બોલો મંજૂર છે? " માસૂમિયતથી છલકાતા ચહેરા સાથે વૈભવી બોલી. હકારમાં માથું ધુણાવી તે યુવાને સંમતિ આપી. 

 

" વૈભવી...." ..." વેદ..." બંને એકસાથે પોતપોતાનું નામ બોલી પડ્યા... ' વેદ..' નામ સાંભળી વૈભવી અવાચક બની તેની તરફ જોઈ રહી. તેનું નામ સાંભળી તો જાણે વૈભવીને કોઈ ઝટકો લાગ્યો હોય તેમ તે પથ્થરની મૂર્તિ જેવી બની ગઈ અને આઘાતમાં સરી પડી. વૈભવીની આવી હાલત જોઈ વેદ ગભરાયો ગયો.....

 

વેદ ખરેખર કોણ છે? 

શું સંબંધ છે વેદ અને વૈભવીનો?

શું વેદ વૈભવીને વિશાખાથી બચાવી શકશે? 

 

 

જાણવા માટે વાંચતા રહો..' વેમ્પાય્યાર '