Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

શ્રેણી
શેયર કરો

બ્રહ્મરાક્ષસ - તાંડવ એક મોતનું - 22

વાતાવરણ ધીમે ધીમે ગંભીર બની રહ્યું હતું એટલે ગુરૂમાં એ બધાને પોત પોતાના ઘરે જવાની આજીજી કરી...“ બસ આજે આટલું ઘણું કાલે આગળના શ્લોકોનું પારાયણ કરશું.”


“ પણ ગુરૂમા હું તો... ”ભૈરવી આજે કોઈ કારણ સર મોડી પડી હતી એટલે ગુરૂમાનો આમ અહીંથી જવાનો આદેશ સાંભળીને બોલી. ભૈરવી ને અઘ્ધ વચ્ચે રોકતા જ ગુરૂમા એ કહ્યું...

“ નંદિની તને આજના શ્લોકોની માહિતી આપી દેશે."


અચાનક ભૈરવી નું ધ્યાન નંદિની ની બાજુમાં બેઠેલી રાજેશ્વરી તરફ ગયું.


“ રાજેશ્વરી તમારી તબિયત ખરાબ છે એવું મને જાણવા મળ્યું હતું...!" ભૈરવી એ નવાઈ સાથે રાજેશ્વરી ને પૂછ્યું.( આજે સવારમાં જ્યારે ભૈરવી અને માનસિંહ મંદિરે આવી રહ્યાં હતાં, ત્યારે માનસિંહે રાજેશ્વરી ની તબિયત વિશે જણાવ્યું હતું.)


“ આતો ગુરુમાની જડીબુટ્ટીઓનો કમાલ..! " રાજેશ્વરી એ કહ્યું.

“ હવે તો તમારી તબિયત સારી છે ને..?"ભૈરવી એ વળતો પ્રશ્ન કર્યો.


“ હા, હવે એકદમ સારી છે. બસ હવે શાંતિથી ઘરે પહોંચી જાવ એટલે રાહત." રાજેશ્વરી એ કહ્યું.


ગુરૂમા પોતાની જગ્યાએ થી ઉભા થયા , તેમની સાથે ગામની અન્ય મહિલાઓ પણ ઊભી થઈ અને રાજેશ્વરી પણ ધીમે ધીમે પોતાની જગ્યાએ થી ઉભી થઇ અને ગુરુમા સાથે પોતાના ઘરે જવા માટે રવાના થઈ.


“ભૈરવી ચાલો હવે આપણે પણ હવેલી તરફ રવાના થઇએ. વાતાવરણ માં ધીમે ધીમે પલટો આવી રહ્યો છે કોઈ હવેલીમાંથી બોલાવા આવે એ પેલા જ આપણે પહોંચી જઈએ." નંદિની એ ભૈરવી ને કહ્યું.


ભૈરવી ની નજર મંદિરની આજુબાજુ ફરી રહી હતી. તેની આંખો કોઈ ને શોધી રહી હતી.


ત્યાંજ મંદિરના પગથીયા ઉપર વિરમસિંહ આવી રહ્યા હતા. તેમની સાથે એક અજાણ્યો વ્યક્તિ હતો જેને નંદિની ઓળખતી નહતી.


નંદિની એ વિરમસિંહ ને જેવાં આવતાં જોયા તેવીજ તે મંદિરની બહાર આવી પગથીયા પાસે આવી ઉભી રહી ગઈ. વિરમસિંહ ની સાથે આવેલા એ અજાણ્યા વ્યક્તિ તરફ નંદિની નું ધ્યાન જાય એ પેલા જ એ વ્યક્તિનું ધ્યાન મંદિરમાં ઉભેલી ભૈરવી તરફ ગયું.


એ વ્યકિતએ મંદિરમાં દોટ લગાવી. કોઈક ના ઉતાવળા પગલા ભૈરવી ને પોતાના તરફ આવતા લાગ્યા. ભૈરવી એ એક નજર એ વ્યક્તિ સામે કરી...


“ રક્ષિત...” ભૈરવી એ એક બૂમ પાડી ને એ વ્યક્તિ તરફ ભાગી.


ભૈરવી ભાન ભૂલી ગઈ તેને યાદ જ ના રહ્યું જે વિરમસિંહ ની સાથે નંદિની પણ ત્યાંજ હાજર છે.

નંદિની એ જે જોયું તેના ઉપર તેને વિશ્વાસ નહોતો આવી રહ્યો.

વિરમસિંહ નંદિની ને કંઈ પણ સમજાવે એ પેલા નંદિની પાછે પગે પાછળની તરફ ખસવા લાગી. નંદિનીને એક જોરદાર ઝાટકો લાગ્યો હતો. એ આઘાત સહન ના કરી શકી. અને ત્યાંથી મંદિરના પગથીયા ઝડપથી ઉતારવા ગઈ ત્યાંજ એ ગર્ભવતી નંદિની નો પગ લપસ્યો.


“ આઅઅઅઅ... ”. નંદિની ના મોં માંથી એકાએક ચીસ નીકળી ગઈ.

“ નંદિની..." વિરમસિંહે નંદિની નો હાથ પકડવાની કોશિશ કરી પરંતુ તે ચૂકી ગયો.


પરંતુ માનસિંહ ત્યાં અચાનક આવી પહોંચતા નંદિની ને સંભાળી લીધી.

“ નંદિની તું ઠીક તો છે ને..?" વિરમસિંહે પ્રશ્ન કર્યો.

નંદિની હજુ ચૂપચાપ જ ઉભી હતી, ત્યાં ભૈરવી અને રક્ષિત દોડતાં મંદિરની બહાર આવ્યાં. ગર્ભવતી ભૈરવી ને ટેકો આપીને રક્ષિત અને ભૈરવી ઉતાવળા પગે મંદિરની બહાર આવી પહોંચ્યા.


હજી કોઈ કહી બોલે એ પેલાં જ ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો. બધાં વરસાદ થી બચવા માટે મંદિરની તરફ ભાગ્યાં. પરંતુ રક્ષિત ચાલુ વરસાદમાં જ ત્યાંથી ચાલતો બન્યો. રક્ષિત જઈ રહ્યો હતો, ભૈરવી તેને રોકવા માંગતી હતી પરંતુ રોકી શકી નહિ. રક્ષિત એનું ભૂતકાળ હતો પરંતુ વર્તમાનમાં તો માનસિંહ ભૈરવી નું ભવિષ્ય છે. એટલે ના છૂટકે ભૈરવી મૂંગી જ રહી. નંદિની એ પણ જઈ રહેલાં રક્ષિત તરફ એક વાર નજર કરી. ક્ષણભર તો એ વિચારોમાં જ અટવાઈ ગઈ.


નંદિની ના વિચારોની સાથે સાથે ધીમે ધીમે પવન ફૂંકાવા લાગ્યો અને વરસાદે જોર પકડ્યું. સવારનું વાતાવરણ ખૂબ જ ભયંકર બની ગયું હતું. ધીમે ધીમે વરસાદ પોતાનું જોર પકડી રહ્યો હતો અને અંધારું પણ થવા આવ્યું હતું. હજી આ લોકો મંદિરમાં જ અટવાયેલા હતા.


એકાએક મંદિરની બહાર ગાડીનું હોર્ન વાગ્યું. માનસિંહે મંદિરની બહાર નજર કરી તો તેને એક ગાડી દેખાણી. વરસાદ મુશળધાર વરસી રહ્યો હતો એટલે સ્પષ્ટ પણે એ ગાડીને જોઈ શકાતી નહોતી. ત્યાતો ગાડીમાંથી એક પુરુષ મંદિરની તરફ આવતો દેખાયો. એ પુરુષ ઝડપભેર મંદિરના પગથીયા ચડી ગયો અને મંદિરમાં પ્રવેશ્યો.


“ રામુ કાકા તમે.....!?" માનસિંહે એ ગાડી લઈને આવેલા પુરુષને ઓળખી લેતા કહ્યું.

“ બેટા. વાતાવરણ ને ધ્યાનમાં લેતા મને તમારા માતાશ્રી એ અહીં મૂક્યો છે." રામુ કાકા બોલ્યાં.


બધાં રામુ કાકાની સાથે ગાડી માં બેઠા, રામુ કાકાએ ગાડીને હવેલી તરફ હંકારી મૂકી. રસ્તામાં ગાડીની ખુલ્લી બારીમાંથી ઠંડા પવન સાથે વરસાદના ઝીણા ફુવારા ગાડીની અંદર આવી રહ્યા હતા. બધાના મગજમાં અનેકો પ્રશ્ન હતા એજ પ્રશ્નોના લીધે બધાના મોઢા ઉપર વિચારોની લાંબી એવી લાઈન દેખાતી હતી. ગાડી હવેલી પાસે આવીને ઊભી રહી ગઈ.


બધાં ગાડીમાંથી નીચે ઉતરીને હવેલીમાં આવ્યાં. તેમને આવતાં જોઈને બકુલાદેવીએ રાહતનો શ્વાસ લીધો. આજે સવારથી બકુલાદેવીનો જીવ ગભરાઈ રહ્યો હતો. સંતાન ઉપર કોઈ મુશ્કેલી આવવાની હોય તો તેનો અણસાર સંતાનની માને સૌ પ્રથમ આવી જાય છે.


“ માતૃશ્રી તમે કેમ આમતેમ આંટા મારી રહ્યાં હતાં." બકુલાદેવી ને તેમના સંતાનોની ચિંતા સતાવતી હતી એટલે તેઓ આમતેમ આંટા મારી રહ્યા હતાં, પરંતુ જેવા માનસિંહ અને તેમની સાથે તેઓ ત્રણેયને જોયા એવી જ બકુલાદેવીએ રાહતનો શ્વાસ લીધો અને પોતાના પગોને એક જગ્યાએ સ્થિર કરી દીધા.


“ અરે , એતો તમારા બધાની ચિંતા થતી હતી. સવારનાં ગયા હતા તમે બધા મંદિરે અને હવે તો સાંજ પણ પડવા આવી ગઈ હતી અને વાતાવરણ પણ ભયંકર બની રહ્યું હતું એટલે જ મે રામુ ડ્રાઇવર ને તમને લેવા માટે મોકલ્યા હતાં. તમે બધા ભોજન ગ્રહણ કરી લો અને પછી નિરાંતે ઊંઘી જાજો." આટલું બોલીને બકુલાદેવી પોતાના શયનખંડ તરફ રવાના થયા.


બકુલાદેવી પોતાના શયનખંડમાં ચાલ્યા ગયા. નંદિની પણ ભોજન લીધા વગર જ પોતાના શયનખંડ તરફ જવા લાગી. વિરમસિંહ પણ નંદિની પાછળ પાછળ ચાલ્યા ગયા અને અંતે ભૈરવી અને માનસિંહ પણ પોતાના શયનખંડમાં ચાલ્યા ગયા. આજે ચારેયના પેટ વિચારોથી ભરાઈ ગયા હતા. કોઈએ ભોજન ગ્રહણ કર્યું નહિ. બધાં ચૂપચાપ ઊંઘી ગયા. એક નવી સવારનાં રાહમાં....



******


જંગલની બાજુમા આવેલી હવેલીમાં સવારનાં પહોરમાં પંખીઓ નો કલરવ સંભળાઈ રહ્યો હતો. આજની સવાર એક નવીજ તાજગી સાથે પ્રફુલ્લિત મને ખીલી રહી હતી. વરસાદના કારણે જંગલમાંથી આવી રહેલા ઠંડા પવનમાં ભીની માટીની સુગંધ હવેલીમાં ચોમેર પ્રસરી રહી હતી. એક પવનના સુસવાટા સાથે એ સુગંધ શયનખંડની ખુલ્લી બારી માંથી અંદર પ્રવેશી.


અરીસા માં પોતાનું મો દેખી રહેલી ભૈરવી ને ભીની માટીની સુગંધ પોતાની તરફ આકર્ષે છે. ભૈરવી ખુલ્લી બારી તરફ જવા પોતાના પગ ઉપાડે છે ત્યાં તેને બહારથી એક જાણીતો અવાજ આવે છે. કોઈ વ્યક્તિ ધ્રૂજતો ધ્રજતો બોલી રહ્યો હતો. ભૈરવી એ બારી તરફથી પોતાનું ધ્યાન પાછું ખેંચ્યું અને બહારથી આવી રહેલા અવાજ તરફ આગળ વધી.


ભૈરવી શયનખંડની બહાર આવી તો એક જાણીતો ચહેરો તેની સામે ઉભો હતો. તેના ચહેરા ઉપર ખુશીની સાથો સાથ દુઃખ પણ છલકાઈ રહ્યું હતું. જ્યારે એ વ્યકિતએ ભૈરવી ને શુરુઆત ની વાત જણાવી ત્યારે ભૈરવીના હોઠો હાસ્યથી મલકાઈ રહ્યા હતાં પરંતુ જ્યારે તેને સઘળી હકીકત જાણી તો તે ભાંગી પાડી...............




આખરે એવું શું થયું હતું જેનાથી ભૈરવી ને ખુશી અને દુઃખ બંને મળ્યા.......!? જાણવા માટે આગળનો ભાગ વાંચવાનું બીલકુલ પણ ના ચૂકતા ....😊🙏


વધુ આવતા અંકમાં....