ગીતા જ્ઞાન Abhishek Joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગીતા જ્ઞાન

આજે  ગીતાજી    જયંતિ  નિમિતે ગીતાજી  માં  દર્શાવેલી  અમુક  રોચક  વાતો  કયો તો  વાતો  અને  તથ્યો કયો  તો  તે  તેની  મારે  વાત  કરવી  છે .

પ્રથમ  તો  ગીતાજી માં  ભગવાને  એમ  કીધું  કે  ભૂતકાળ  માં  થયેલી  ઘટનાઓ  માટે  કે  ભવિષ્ય માં  બનનારી  ઘટનાઓ  માટે  પોતાને  જવાબદાર  ના  ગણાવીશ .

ઘણીવાર  વ્યક્તિ  એક કે  બે  સારા  કામ  કરી  લે  એટલે  ભૂલી જ  જાય  કે  પોતે પણ માનવી  છે .

અને ઈશ્વર  તત્વ જેવી  પણ વસ્તુ  છે  .

માત્ર  પોતાના જ  વખાણ  કરે  છે .

અને  પોતાનું  ધાર્યું  ના થાય  તો દોષ  નો  ટોપલો સીધા જ  ભગવાન  ઉપર  નાખી દે  છે .

આટલા પૂજા  , પાઠ કે  જપ - તપ કર્યા અને  તું  મારું  આટલું નાનું  કાર્ય  પણ  ના  કરી  શકે  .

 

યુદ્ધ  ના  મેદાન  માં  અર્જુન  વારી  ઘડીએ  ભગવાન ને  કહે  છે .

  મારાથી  આટલું  મોટું  પાપ  થશે  .

હું  મારા  સ્વજનો  ને  હળી કેમ  શકીશ  .

ત્યારે  ભગવાન  એને  સમજાવે  છે  કે  .

તું  કોઈ  ઘટના  કે  કાર્ય  માટે  જવાબદાર  નથી  .

બધું  પહેલે થી જ  નિયત  છે  .

બધું  હુજ  કરું  છું  .

તું  માત્ર  નિમિત  છે  .

માટે  આશક્તિ મુક્ત  થઇ  ને  કાર્ય  કર  .

 

તારો  અધિકાર  માત્ર  કર્મ  પર  છે  .

ફળ  ની  ચિંતા  છોડી  દે  .

 

અને  બીજી  જગ્યા એ  એમ  પણ  કીધું  છે  કે  .

કરેલું  ફોગટ  નથી  જતું .

હવે  સમજવું  શું  ?

 

તો  સમજવાનું  માત્ર  એટલું  છે  કે  કર્મ  કરવાનું  પણ  એવો  ભાવ  નાં  રાખવાનો  કે  એ  મારા  દ્વારા થાય  છે .

હરી ની  ઈચ્છા  થી  મને  નિમિત  રાખી ને  હરી દ્વારા આ  કાર્ય  થાય  છે .

આનું  જે  પણ  પરિણામ  હશે  તે  મારા  પ્રભુ  ની  દ્રષ્ટિ  એ  યોગ્ય  હશે  .

તેમ  , તેટલું  અને  તેવાજ  પ્રમાણ  માં  મને  મળશે .

 

તેના  થી  પહેલું  તો  અહમ  છૂટી  જશે  અને  બીજું  આશા  છૂટી  જશે  .

 

બીજું  ભગવાને  એમ  પણ  કહેલું  કે  શીના  વિષે  આસક્તિ  રાખવી  .

માત્ર  ભગવદ  સ્મરણ  અને ભગવદ  ચિંતન  માં જ  આસક્તિ  રાખવી  .

એના  શિવાય  ની  વસ્તુ  માં  આસક્તિ  ના  રાખવી  .

તો  શું  સંસાર  મૂકી  દેવાનો  ?

ના  ભાઈ  કોને  કીધું  ?

કર્મો  થી  પીછો  છોડી  દેવાનો  ઉદેશ  ક્યાય  ગીતા  માં  નથી  .

બસ એ  કર્મો  પાછળ  ના  ઉદેશ્ય  ઓળખવા નો  છે  .

કર્મ  પણ  ધર્મ  જ  છે  .

 

એટલે  જ  ભગવાને  અર્જુન  ને  કર્મયોગ  નો  માર્ગ  પણ  બતાવ્યો  છે .

કર્મ  માં  જો  ધર્મ  ના  હોય  તો  તે  કર્મ  નો ત્યાગ  કરવો  પણ  ઉતમ છે  .

 

ત્રીજું  ધર્મ  કોને  કહેવાય  .

ધર્મ  રૂઢીચુસ્ત  ના  હોવો  જોઈએ  .

સમય  આવ્યે  તેમાં  પરિવર્તન  પણ  જરૂરી છે  .

પણ  તેનો  ત્યાગ  કોઈ  સંજોગે  ના  કરવો  .

મહાભારત  માં  ઘણા  એવા  પાત્ર છે  .

જેને  સમય  ની  સાથે  ધર્મ  નો  મર્મ  સમજ્યો  હત તો  મહાભારત  ના થાત .

જેમાં  યુધિષ્ઠિર, કર્ણ , પિતામહ ભીષ્મ  , દ્રોણ  વિગેરે  ના  ઉદાહરણો  જાણીતા  છે  .

જો  એમને  દ્રોપદી  ના  વસ્ત્રાહરણ  વખતે  ધર્મ  નો  મર્મ  સમજ્યો  હત તો  મહાભારત  નું  યુદ્ધ  જ  ના  થાત .

 

 પ્રેમ  પણ  ભક્તિ  છે  .

ભગવાનને  સમયસર  યાદ  કરવું  ,

તેમને  જમાડવા  , સુવાડવા  વિગેરે  જો  પ્રેમ  થી  કરીએ  તો  કોઈ  મંત્ર  , ઋચા , કે શ્લોક  ની  આવશ્યકતા  નથી