અનુભવની સરવાણી - 2 Mahesh Vegad દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અનુભવની સરવાણી - 2


એકભાઇ ઓફિસકામમાં ગળાડુબ રહેતા હતા. વહેલી સવારે ઓફિસ જતા રહે અને છેક મોડી સાંજે ઓફિસથી પરત આવે. એક દિવસ આ ભાઇ કોઇ કારણસર વહેલા ઘેર આવી ગયા. એના 7-8 વર્ષના પુત્રને પોતાના પિતાને વહેલા ઘે૨ આવેલા જોઇને થોડુ આશ્વર્ય પણ થયુ.

પુત્રએ પોતાના પિતાને પુછ્યુ, " પપ્પા તમે આટલું બધું કામ કરો છો તો તમારી કંપની તમને શું પગાર આપે છે ?" પેલા ભાઇએ જવાબ આપ્યો કે બેટા મને કલાક પર પગાર મળે છે હું એક કલાક કામ કરું એટલે મને 500 રૂપિયા મળે.

પુત્રએ પોતાના પિતાને કહ્યુ," પાપા મને 300 રુપિયા આપોને મારે જોઇએ છે.” રૂપિયા આપવાની વાત તો દુર રહી પરંતું બાળકને તો ગાલ પર નાનો તમાચો મળ્યો. બાળક રડતા રડતા જતો રહ્યો. થોડા સમય પછી આ ભાઇને વિચાર આવ્યો કે મારા આ દિકરાએ કોઇદિવસ પાંચ પૈસા પણ નથી માંગ્યા અને

આજે આટલી મોટી રકમ કેમ માંગી હશે ?

એ પુત્ર પાસે ગયા એના માથા પર પ્રેમથી હાથ ફેરવ્યો અને પાકીટમાંથી 300 રૂપિયા કાઢીને તેના હાથમાં મુક્યા. પછી પુછ્યુ, " બેટા મને એ તો કહે કે તારે આ 300 રૂપિયાને શું કરવા છે ? " છોકરો ઉભો થયો પોતાની ગલ્લાપેટી ખોલીને તેમાથી બધુ પરચુરણ કાઢ્યુ અને આ પરચુરણનો ખોબો ભરીને તેમાં પિતાએ આપેલા 300 રૂપિયા ઉમેર્યા.

ખોબો પોતાના પિતા તરફ ધરીને એ બોલ્યો, " પપ્પા મારી ગલ્લા પેટીમાં 200 રૂપિયા ભેગા કર્યા હતા અને તમે 300 આપ્યા એટલે આ 500 રૂપિયા થયા. હમણા તમે એમ કહેતા હતા કે તમે એક કલાક કામ કરો એટલે તમને કંપની 500 રૂપિયા પગાર આપે. પપ્પા આ તમારા એક કલાકના 500 રૂપિયા હું તમને આપુ છું તમે મને તમારો એક કલાક આપો. મારી સાથે બેસો અને વાતો કરો."

સંતાનને માત્ર સુવિધાઓ જ નહીં સમય અને પ્રેમની પણ જરુ૨ હોય છે. રૂપિયા કમાવાની દોડમાં એ બાબતનો પણ વિચાર કરીએ કે રૂપિયા કમાવા જતા ક્યાંક કંઇક એવું ના ગુમાવી બેસીએ જેથી કમાયેલા રૂપિયા ખર્ચવા છતા પણ પેલું ગુમાવેલું પાછું ના મળે..!!

રાધે રાધે


સમુદ્ર કિનારે એક બાળક રમતું હતું. એક મોજું આવ્યું ને એનું ચપ્પલ તણાઈ ગયું બાળકે સમુદ્રની રેતી પર લખ્યું સમુદ્ર ચોર છે... થોડે દુર માછીમારો દરિયો ખેડીને માછલીઓ પકડી લાવ્યા હતા માછીમારોએ સમુદ્રની રેતી પર લખ્યું સમુદ્ર અમારો પાલનહાર છે... એક મા નો દીકરો સમુદ્રમાં ડૂબીને મરી ગયો એણે રેતી પર લખ્યું સમુદ્ર મારા પૂત્રનો હત્યારો છે. એક ભાઈને સમુદ્ર કિનારેથી છીપમાં મોતી મળ્યું એણે રેતી પર લખ્યું સમુદ્ર દાનવીર છે... અને એક મોટું મોજું આવ્યું, જે રેતી પરના આ ચારેય લખાણ ભૂંસીને ચાલ્યું ગયું આપણા માટે દરેક વ્યક્તિનો અભિપ્રાય અલગ-અલગ હોય છે..
 
પણ આપણે સમુદ્રની જેમ કોઈના અભિપ્રાયની ચિંતા કર્યા વગર પોતાની મોજમાં રહેવું...અને આપણું કાર્ય ક૨તા રહેવું...
 
રાધે રાધે
 
 
પ્રભુનો સ્ટોર.
 
રોડના કિનારે એક દુકાન પર લખ્યું'તું:
 
"પ્રભુનો સ્ટોર"
 
કુતુહલપૂર્વક ત્યાં જઈને, મેં ખખડાવ્યું'તું ડોર,
 
દરવાજે એક ફરિશ્તો ટોપલી લઈને આવ્યો! સ્ટોરનો આખો રસ્તો, એણે સરસ સમજાવ્યો,
 
હાથમાં ટોપલી પકડાવી એ બોલ્યો: "સાંભળ ભાઈ, જે જોઈએ તે ભેગું કરીને, લઇ આવ તું અહીં"
 
કદાચ પડે જો ટોપલી નાની, તો બીજો ફેરો કરજે,
 
નિરાંત જીવે ખરીદજે, ને ઘરને તારા ભરજે,
 
પ્રથમ સ્ટોલમાંથી ૨-૪ પેકેટ, ધીરજ મેં લીધી,
 
પ્રેમ અને ડહાપણ ની સાથે, સમજણ પણ ખરીદી,
 
૨ બેગો ભરી શ્રદ્ધા લીધી, માનવતા કેમ વિસરું?
 
થયું કે થોડી હિંમત પણ લઇને, પછી જ બહાર નીકળું,
 
સંગીત, શાંતિ અને આનંદ, ડિસ્કાઉન્ટ ભાવે મળતા,
 
પુરુષાર્થ ની ખરીદી પર, મફત મળતી'તી સફળતા,
 
ભક્તિ મળતી'તી સ્કીમ પર, પ્રાર્થના ના પેકેટ સાથે,
 
લેવાય એટલી લીધી મેં તો, વહેંચવા છુટ્ટે હાથે,
 
દયા-કરુણા લઇ લીધી, મળતી'તી પડતર ભાવે,
 
થયું કે બંને જો હશે, તો ક્યારેક કોઈને કામ આવે,
 
ટોપલી મારી ભરાઈ ગઈ'તી, જગ્યા રહી'તી થોડી,
 
રહેમ પ્રભુની મળતી'તી, એ કેમ દઉં છોડી?
 
કાઉંટર પર પહોંચીને પૂછ્યું, "કેટલા પૈસા થયા ?"
 
ત્યારે ફરિશ્તા ની આંખોમાં, પ્રેમના અશ્રુ આવી ગયા,
 
બોલ્યો: "વહેંચજે સૌને આ, કરતો ના સહેજે " ઢીલ",
 
પ્રભુએ પોતે હમણાં જ, ચૂકવી દીધું તારું "બિલ".
 
રાધે રાધે