સંતાન - ભાગ 1 Bipin Ramani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

શ્રેણી
શેયર કરો

સંતાન - ભાગ 1

સંતાન @ ભાગ 1..........................

રાજસ્થાન મા સિરોહી નામનું એક ગામ છે......અમદાવાદ રહેતાં પુનમ ભાયી શહેર ની સ્કુલ માં શિક્ષક હતાં ને શહેર માં જ રહેતાં હતાં પુનમભાઈ એક સાચાબોલા ને નિસ્વાર્થ હતા .....પણ સ્કુલ ના અમુક શિક્ષકો ને પુનમભાઈ આખ માં કૂણા ની જેમ ખૂંચતા.........મેઘાણી નગર ની સરકારી સ્કુલ મા મોટે ભાગે ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો ભણવા આવતાં.....સરકારી સકુલો માં આજે પણ વિદ્યાર્થીઓ ને મફત ભોજન .....નોટબુક.....ચોપડીઓ બધું મફત મડી રહેતું.......સ્કુલ માં ચાલતા મધ્યાહન ભોજન યોજના હેઠળ અનેક વિદ્યાર્થીઓ ને જમવાનું મડી રહેતું.......બાળકો ને પોષણયુક્ત ખોરાક મડી રહે એ માટે સરકારી મધ્યાહન ભોજન સમિતિ એ એ પ્રમાણે મેનું નક્કી કર્યું હતું.......

એક દિવસ વિદ્યાર્થીઓ ના ભોજન સમયે પુનમભાઈ ત્યા જયી પહોંચયા......ને એમણે જોયું તો બાળકો ની થાળી માં વધારેલી ખીચડી ને છાસ...હતુ ને બાળકો એ પણ હોસ થી જમી રહ્યા હતા..........અરે સીમા બેન આજનું મેનું આ જ હતું કે ????? ......સીમા બેન થોથવાઈ ને એ તો રાકેશ ભાઈ એ કહ્યુ એજ બનાવ્યું છે..........હમમમ.પણ બાળકો ને પોષણ માટે રોજ એક ગલાશ દુધ પણ આપવાનું હોય છે ને...????.......મને કાઈ ખબર નથી સાહેબ તમે રાકેશ ભાઈ ને પુછો એ જ સંચાલક છે....અમે તો ચિઠ્ઠી ના ચાકર છીએ......ઓહહહ......સીમા બેન અહી મેનું લગાડવામાં આવે છે એ ક્યા ગયું લાવો ને મારે જોવું છે............સીમા બેન બરાબર ફસાયા હતાં ને સંચાલક રાકેશભાઈ હાજર હતા નહી એટલે સીમાં બેન જે રોજ રસોઈ બનાવે છે એ સાહેબ ના સવાલ જવાબ થી ગભરાઈ જાય છે ને ગભરામણ માં બોલી જાય છે કે મેનું તો સ્ટોરરૂમમાં કયાંક પડયું હશે......

પુનમ ભાઈ સ્ટોરરૂમમાં જાય છે ત્યા લોક હોય છે એટલે ભીમા ને બુમ પાડી સીમાં બેન પાસે થી ચાવી મંગાવે છે....સટોરરુમ માં લાઈટ ચાલુ કરી તો ત્યા ઢગલો ઉંદરો અનાજ ની બોરી ઓ ને ગોળ ના રવાં માં ખાતાં હતા .....ભીમો ઉંદરો ને ભગાડી મૂકે છે ને મેનું શોઘવામા લાગી જાય છે.....લ્યો સાહેબ આ રયુ મલી જ્યુ......પુનમ ભાઈ એની ધુડ ખંખેરી ને એને વાંચે છે જેમા બાળકો ના પોષણ માટે રોજ નો અલગ અલગ જમવાનું બનાવવાનું લખેલું છે.....લીલા શાકભાજી....અહીં.....દૂધ....એક મિષ્ટાન ને રોજ દાડ, ભાત શાક ને રોટલી .....ને રોજ એક ગલાશ દુધ પણ,............ભીમા આ મેનું પ્રમાણે વિદ્યાર્થીઓ ને જમવાનું મડે છે..?..........હું...હુ....કશું નથી જોણતો સાહેબ એમ કહી ભીમો ત્યા થી ભાગી જાય છે......ભીમો સીમા બેન નો હેલ્પર છે રસોઈ બનાવા માટે.........પુનમ ભાઈ સ્ટોર રુમમાં અનાજ ના કોથડા ફફોડવા લાગ્યા.......તો જોયું કે રેશનિંગની દુકાન ના સસ્તા ચોખા ને તુવર ની દાડ તો સડી ગયેલી.....ચોખા મા પણ નર્યા ધનેરા.....ગોડ પણ સાવ ખરાબ ને એમાય ઉંદરો એમાં થી ખાતાં હતાં......

પુનમ ભાઈ આ બધુ જોઈ દુખી થયી જાય છે ને બહાર છાસ ની નરી માં જોયું તો એકલું પાણી........સાચી હકીકત શું છે એ જાણવા માટે પુનમભાઈ કલાસરૂમ માં વિદ્યાર્થીઓ પાસે આવ્યા ને મેનું બોર્ડ પર લગાવી ને બાળકો ને પુછ્યુ?????.બાળકો શું આ મેનું માં લખ્યુ છે એવું જમવાનું તમને મડે છે ?????. તો એક હોંશિયાર વિદ્યાર્થી જવાબ આપે છે કે સાહેબ એ મેનુ તો અમે આજે જ જોયું ને જમવાની વાત કરું તો રોજ આ જ ખીચડી ને આજ પાણી વાડી છાસ........આખા વરસ માં એકવાર પણ સાક....કે દાડ ભાત જોયાં પણં નથી ને દુધ પણ કદી અમને આપ્યુ નથીં.......આટલું કહી મનોજ એની બેન્ચ પર બેસી ગ્યો........પુનમ ભાઈ વિચારે છે કે સરકાર મધ્યાહન ભોજન યોજના માટે વાર્ષિક 25 લાખ રુપિયા ફાડવે છે તો એ પૈસા આ લોકો ખાઈ જાય છે......વિદ્યાર્થી મનોજ ના કહેવા પ્રમાણે રોજ ખીચડી ને છાસ જ આપે છે.....આતો ભ્રષ્ટાચાર ચાલી રહયો છે ને સ્ટાફ ના કોઈ શિક્ષક કે આચાર્ય ને ખબર જ નથી

એમ વિચારતાં પુનમભાઈ સીધા આચાર્ય ની ઓફિસમાં જ પહોંચી જાય છે ને માંડી ને બધી વાત કરે છે ને નજરે જોયેલા સડેલા અનાજ ની પણ વાત કરે છે....કિશોરભાઈ પહેલા તો પુનમભાઈ ની વાત સાંભળી ગે ગે ફે ફે થયી જાય છે ને કહેછે ના હોય આપણી સકુલ માં બાળકો ને પોષણયુક્ત ખોરાક મડી રહે છે......એ વાત માનવા દેતાં જ નથી એટલે પુનમભાઈ ભીમો અને મનોજ ને બોલાવે છે .ને .....ભીમા તે મને જે સત્ય હમણાં કહ્યુ એ આચાર્ય ને જણાવ......કયું સત્ય સાહેબ હું કોઈ સત્ય જણાતો નથી એમ રીતસરના ફરી જાય છે એટલે મનોજ કહેછે કે ....મોટા સાહેબ પુનમશર ની વાત સાચી છે અમને જમવામાં રોજ ખીચડી ને પાણી વાડી છાસ જ આપે છે........આચાર્ય કિશોર ભાઈ મનોજ સામે આંખો કાઢી ને કહે છે જા તારા કલાસરૂમ માં અહી ભણવા માટે આવો છો કે ખાવા માટે ભિખારી સાલા.........પુનમ ભાઈ આચાર્ય ની આવી વાત સાંભળી ને આશ્રય પામે છે ....ભીમ જા તુ તારુ કામ કર ને સીમા બેન ને સંચાલક રાકેશભાઈ ને મારી ઓફિસમાં મોકલો આવે એટલે ને અરે પુનમ ભાઈ બેસો આ ખુરશીમાં એમ કહી......એ પણ બેસી જાય છે ને પટાવાળા ને બુમ પાડી બે ચા ને પાણી મંગાવે છે.......સાહેબ તમે જાણો છો આ બધી વાત મધ્યાહન ભોજન યોજના ની કે મેનું પ્રમાણે વિદ્યાર્થીઓ ને પોષણયુક્ત ખોરાક મડી રહે એ માટે સરકારી મધ્યાહન ભોજન સમિતિ આપણી સ્કુલ ને વાર્ષિક એટલી મોટી રકમ આપે છે તો એ પૈસા આ લોકો ખાઈ જાય છે એનો અર્થ એવો જ થયો ને .....આવો ભ્રષ્ટાચાર હું ના ચલાવી શકું..........ભીમો બે કપ માં ચા ને પાણી મુકી જાય છે........

કિશોરભાઈ એમના હાથે પુનમભાઈ ને પાણી નો ગલાશ આપી ને કહેછે કે માસ્તર ઠંડા પડો.......આવું બધું તો બધે ચાલે છે એમા ધ્યાન નહી આપવાનું......સરકારી પૈસા માં થી થોડો ભાગ હવે તમને પણં આપીશું..બસ...હવે તો રાજી ને........શું વાત કરોછો તમે સ્કુલ ના આચાર્ય થયી ને બધાં સાથે મડેલા છો ? ને આવો ભ્રષ્ટાચાર ચલાવો છો ને બાળકો ના હેલ્થ સાથે ચેડાં કરો છો?...શરમ આવવી જોઈએ કિશોરભાઈ આજે તમને આચાર્ય કહેતા શરમ આવે છે......હું આવો ભ્રષ્ટાચાર ને વિદ્યાર્થીઓ ના હેલ્થ સાથે ચેડાં કયારેય નહી ચલાવી લવું.......હું શિક્ષણ સમિતિ ને જાણ કરીશ.....એમ કહી ગુસ્સે થઈ પુનમભાઈ કલાસરૂમ માં જાય છે ને વિદ્યાર્થીઓ સાથે કનફોરમ માહીતી મેડવી ને આગડ શુ પગલાં ભરવાં એ વિચારે છે .......આજે શુક્રવાર હતો ને આખલ તારીખ હતી એટલે સ્કુલ વહેલી છૂટી જાય છે.....ને પુનમ ભાઈ પણં એમની સાયકલ લઇને ઘરે જવા નીકડે છે..............આ બાજું આચાર્ય કિશોરભાઈ ફોન કરી ને રાકેશભાઈ ને સીમા બેન ને બોલાવે છે......ને પુનમ ભાઈ એ જે કહ્યુ એ બધું રાકેશભાઈ ને કહેછે...........ઓહોહો હું એક દિવસ સામાન લેવા ગયો એમા સીમાં બેન તમે ને ભીમો સાચવી ના શક્યા????.શું કરશું હવે મોટા સાહેબ?.....મેનું મુજબ જો બાળકો ને જમવાનું આપી એ તો કરિયાણું બઘું ભરવું પડે ને સ્ટાફ પણ વધારવો પડે....ને તમે જેટલાં પૈસા મને આપો છો એમાં થી તો આ ખીચડી ને છાસ જ આવે........ને હવે આ પુનમભાઈ ને ખબર પડી ગઈ એટલે એ ગાંધીજી જંપશે નહી તમને ને મને જેલ ભેગા કરી દે શે...........રાકેશ ભાઈ ની વાત સાંભળી કિશોરભાઈ ના કપાળે પરસેવો છૂટી ગયો......ને રાકેશ ભાઈ ને કહયું કે તમે ઘરે ઉપડી જેમ ચાલે છે તેમ ચાલવા દો હું કરૂ છુ પુનમ ભાઈ નું કયીક.....પુનમ ભાઈ ઘરે આવે છે ને જમવા બેસે છે ને સ્કુલ માં બનેલી આખી ઘટનાં પત્ની સગુણા બહેન ને કહે છે........આ જમાનો બહું ખરાબ છે ને અત્યારે લોકો આવા બેઇમાન ને ભ્રષ્ટાચારી જ છે .....બધાં કરી તમારા જેવા સત્યવાદી ના હોયને........હમમમ.......તારી એ વાત પણં સાચી........ને આ બાજું આચાર્ય કિશોરભાઈ ની ઉગ ઉડી જાય છે ને તરત જ ગાડી લયી શિક્ષણ અધિકારી ના બંગલે પહોંચી જાય છે ને બધી વાત કરે છે ......એ અધિકારી ને રોકડા 25 લાખ રુપિયા ભરેલી બેગ આપે છે ને કહેછે કે સોમવાર સુધી માં પુનમભાઈ ની ટ્રાન્સફર શહેર થી બહું દુર ગામડાં મા થયી જવી જોઈએ.....એ આપણી હકીકત જાણી ગ્યા છે ને 25% તમે પણ ભાગીદાર છો આમાં........તમે ચિંતા ના કરો કિશોરભાઈ સોમવારે તમારા ટેબલ પર પુનમભાઈ ની ટ્રાન્સફર નો લેટર પડયો હશે.........ઓકે થેન્ક યુ સર તમે મારૂં ટેન્સન દુર કરી નાખ્યુ........ચલો રજા લવું.......ઓકે આવજો......ને કિશોર ભાઈ ઘરે આવી ને શાન્તિ થી સુઈ જાય છે.....................સોમવારે પુનમ ભાઈ સ્કુલ માં જાય છે.....કલાસરૂમ માં પહોંચી રજીસ્ટર ખોલી વિદ્યાર્થીઓ ની હાજરી પુરે છે ને પટાવાળો આવે છે ......સાહેબ તમને આચાર્ય સાહેબ ઓફિસમાં બોલાવે છે.......ને પુનમ ભાઈ ઓફિસમાં આવે છે ને સાહેબ હાથ માં એક કવર આપે છે

.....પુનમભાઈ પૂછે છે કે શું છે આમાં????? તમે જ જોઈ લ્યો......એમ કહી મૂછ માં હશે છે.....પુનમભાઈ પત્ર પુરો વાંચે છે ને સમજી જાય છે કે ભ્રષ્ટાચાર સામે વિરોધ વ્યક્ત કર્યો એનું પરિણામ છે આ........પુનમભાઈ બે હાથ વડે તાડી ઓ પાડી કિશોરભાઈ ને કહેછે કે સરસ આપણાં દેશ માં તમારાં જેવાં ભ્રષ્ટાચારો પડયાં છે.......પછી કયા થી દેશ ઉંચો આવે ?...... શાબાશ સાહેબ આપનો આભાર કે હવે તમારા જેવા ભ્રષ્ટાચારી સાથે કામ કરવા નું હું પોતે જ પસંદ નથીં કરતો.........ને આખ માં અશ્રુ આવી જાય ને એ લૂછતાં લૂછતાં બહાર નીકળી જાય છે ને સીધાં ઘરે જ પહોંચે છે.....શગુણા બેન બહાર ચોકડી મા કપડાં ધોતા હતાં.......પુનમ ભાઈ ને અચાનક આવેલાં જોઈ એ કામ મુકી અંદર આવેછે ને પુછ્યુ કે શું થયું સાહેબ?.....તબિયત તો નથી બગડી ને ? સગુણા બેન પરણી ને સાસરે આવ્યા ત્યાર ના પુનમભાઈ ને સાહેબ કહી ને જ બોલાવતા..........આપણા ઉચાળા ભરવા નો ટાઈમ થયી ગયો છે.

.....મારી બદલી આપડા વતન બાજું માં કરી નાખી એ લોકો એ.....રાજસ્થાન......ના સિરોહી માં........મને ખબર જ હતી સાહેબ કે તમે ભ્રષ્ટાચાર ને ઉઘાડો પાંડવા ની કોશિશ કરી એટલે એ લોકો એ જ તમને એટલે દુર બદલી આપી.................સાહેબ તમે આમ ઢીલાં ના થાઓ હિંમત રાખો......આપણે કયાં અજાણ્યા ગામ જવાનું છે તે ચિંતા..?....રાજસ્થાન તો આપડુ જ છે ને......સિરોહી તો આપણુ ઘર પણ છે ........તમારી વાત સાચી પણ શગુણા જોબ મડી એ પહેલી સ્કુલ મારી આ હતી ને સતત 5 વરસ થી અહી અમદાવાદ માં રહ્યા ને હવે ત્યા ગામડે રાજસ્થાન કેમનુ સેટ થયીશુ?....મને તમારી ચિંતા છે કે તમે સેટ નહી થાઓ એ ગામડાં માં.......ને તમારા મમ્મી પપ્પાને પણ કેવું સમજશે......એમણે અમદાવાદ માં મારી જોબ જોઈ ને જ આપણા લગ્ન કર્યા હતાં.....એ લોકો મારા માટે શું વિચારશે ? ........સાહેબ છોડો બઘા ની ચિંતા એ હું જવાબ આપી દયીશ........કયારે હાજર થવાનું છે સિરોહી.....?. બસ આવતાં સોમવારે........પેકિંગ કરવાં માડજો......હું પણ હવે અહીં રહેવાં નથી માંગતો જયાં પૈસા થી ભ્રષ્ટાચાર વેચાતો ને ખરીદાતો હોય..........મિત્રો વાર્તા સંતાન નો બીજો ભાગ @ આવતા અંકે.........
@@@@@@

શિવ શંભુ 🙏