મધુવન જંગલમાં એક બહુ મોટો વડલો, ત્યાં ઘણા બધા પક્ષીઓ રહે. આમ તો બધા પક્ષીઓ હળીમળીને રહે. બધા તહેવારોમાં સાથે મોજ માણે, સાથે ચણ ચણવા જાય, સાથે ભોજન બનાવે. પરંતુ કલ્લુ કાગડો આવા બધા કાર્યમાં સાથે ના રહે અને બીજા પક્ષીઓને પણ કલ્લુ સાથે રહેવાનું પસંદ ન હતું કેમ કે તેને પોતાના સ્વાર્થ માટે કામ હોય ત્યારેજ બીજા સાથે બોલે. કલ્લુના આ સ્વભાવના કારણે કોઈ તેને આમંત્રણ પણ ના આપે. આ રીતે સમય પસાર થતો જાય છે.
એક દિવસ ગોલું કબૂતર રહેવા આવે છે. તે બધાને પ્રેમથી બોલાવે છે. કલ્લુ કાગડો, ગોલું કબૂતર, લિલ્લુ પોપટ, મિઠ્ઠું મોર બધા જંગલની એક પાઠશાળામાં ભણતા હતા. બધા પક્ષીઓ સમયસર હાજર રહેતા. કલ્લુ તો ત્યારે જ બધા સાથે બોલે જ્યારે કોઈની નોટબુક જોઈતી હોય, દાખલ શીખવા હોય ત્યારે, કોઈ ખીચડી લાવ્યું હોઈ ત્યારે જ સારો વ્યવહાર કરે. ગોલું કબૂતર બધાને પ્રેમથી બોલાવે, બધા સાથે સારો વ્યવહાર કરે, પોતાના ટિફિનનું સારુ સ્વાદીષ્ટ ભોજન બધાને ખવડાવે. તેના આ સ્વભાવના કારણે બધા પક્ષીઓ તેના મિત્રો બની જાય છે. કલ્લુના સ્વભાવથી બધા જાણકાર હતા, તેના સાથે કોઈ પોતાનું ટિફિન ન ખાય, એટલે કલ્લુ પણ એકલો પડી ગયો. તે એકલો એકલો દુઃખી રહેતો હતો.ગોલુંને જાણ થઈ કે કલ્લુ એકલો પડી ગયો છે. એટલે તેણે બધા પક્ષીઓને પૂછ્યું કે "તમે કેમ આવું કરો છો કેમ કલ્લુને સાથે નથી રાખતા ?"
મિઠ્ઠું કહે "જ્યારે એને મારી પાસે થી ટીફિન ખાવું હોય ત્યારે જ મને પ્રેમ થી બોલાવે"
લીલ્લુ: "એને જ્યારે ગણિતના દાખલા શીખવા હોય ત્યારે જ મીઠ્ઠી મીઠ્ઠી વાતો કરે"
ઉલ્લુ ઘુવડ: " મેં એની પાસે પુરી માંગી હતી તો એણે ના પાડી દીધી હતી"
મુલ્લી મરઘી : "એણે એક વાર મારી નોટબુક ફાડી નાખેલ"
ગોલું કહે "આપણે એના જેવું ના થવાય.બધા સાથે સારો વ્યવહાર કરાઈ કોઈ પણ સ્વાર્થ રાખ્યા વગર પ્રેમાળ ભર્યો વ્હાવહાર કરવો જોઈએ.
મિઠ્ઠું કહે "સાચી વાત છે આપણે એના જેવા થઈશું તો એનામાં અને આપણામાં શુ ફરક રહેશે
બધા બોલ્યા : સાચી વાત છે મિઠ્ઠું ભાઈ
મિઠ્ઠું: " પણ એ આપણા સાથે સારો વ્યવહાર કરશે ? "
ગોલું : "હા, એ પણ આપણા સાથે સારો વ્યવહાર કરશે એની જવાબદારી મારી"
ગોલું એક દિવસ કલ્લુ ને મળે છે અને કહે છે
ગોલું: તું બધા સાથે કેમ હલી મળી ને નથી રહેતો
કલ્લુ: એ લોકો મને સાથે નથી રાખતા, શીખવાડતા નથી, સાથે જમાડતા પણ નથી. તો હું પણ કેમ બોલું એમના સાથે ?"
ગોલું -"તો એ ભૂલ કોની?"
કલ્લુ -"એ લોકો ની "
ગોલું -"ના, તારી"
કલ્લુ -"કેમ ?"
ગોલું - કેમ કે તું ત્યારેજ સારી વ્યવહાર કરે જ્યારે તારે કોઈ જરૂર હોય, જો તું નિસ્વાર્થ ભાવે બધા સાથે વ્યવહાર રાખીશ તો બધા તારા જોડે પણ પ્રેમ પૂર્વક વ્યવહાર કરશે અને તને પણ મજા આવશે"
કલ્લુ - હા સાચી વાત છે ગોલું, તું કહીશ એમ કરીશ તું મારો સાચો મિત્ર છે.
-ફક્ત હું નહીં બધા તારા સાચા મિત્રો છે. ચાલ મારા સાથે.
ગોલું અને કલ્લુ સાથે વર્ગમાં આવ્યા. કલ્લુ દુઃખ પણ હતું અને સરમાંતો પણ હતો. તેને બધા પક્ષીઓને કહ્યું "મને માફ કરજો તમારા સાથે કરેલ વ્યવહાર માટે , હું તમારો મિત્ર બનવા માંગું છું.હું તમારા માટે આવતી કાલે પુરી લઈ આવીશ.આપણે સાથે જમીશું."
લીલ્લુ -"હું તને ગણિત શીખવીશ "
મિઠ્ઠું - "હું તારા માટે ખીર લઈ આવીશ"
મુલ્લી - "હું પણ તને નહીં ખિજાઉ"
કલ્લુ ખુશ થઈ ને કહે "ગોલું તારા કારણે મને સારા મિત્ર મળ્યા "
ગોલું :" મેં કહ્યું હતું ને કે આપણે કોઈ પણ સ્વાર્થ વગર બધાને પોતાના મિત્ર ગણી સ્વિકાર કરીશું એ જ સાચો પ્રેમ કહેવાય. અને આવા પ્રેમભર્યા વ્હાવહાર ના કારણે બધા આપના મિત્રો બની જાય છે."
હવે બધા ખુશીથી રહેવા લાગ્યા, સાથે ખાવા લાવ્યા અને સાથે ભણવા લાગ્યા.