અહીં જે ભાગ 1પ્રસ્તુત કર્યૉ છે એ આ વિષય ની આછેરી ઝલક માત્ર સમજવી...
કેમ છો મિત્રો,આજનો અહી લખવાનો મારો વિષય મારા ગમવા કરતા મારી ફરજ વધારે સમજીશ. એક સાધુકન્યા તરીકે હુ આ મારી ફરજ સમજુ છુ કે સાધુસંપ્રદાયમા જે સમાધિ પરંપરા વિશે જેટલુ જાણુ છુ એટલુ મિત્રો સાથે અહી શેર કરુ.આમ,તો આ માહિતી તો મને બાળપણ થી જ મારી આજુ બાજુ ફરતી પણ, આ માહીતી વિશે સજાગતા અને સમજણ જેમ જેમ મોટી થતી ગઇ, તેમ તેમ આવતી ગઈ.
અમારા શહેરમા જ્યારે કોઇનુ મૃત્યુ થાય ,ત્યારે અમારા ઘરના વડીલોને જ આ સમાધી વિધી માટે લેવા આવે અથવા તો જવાનુ થતુ .આવુ મે મારા ઘરમા મારા બાળપણથી જ જોયુ છે.પછી આ વિચાર અને વિષય પર ઘરમા વડીલો વચ્ચે વિચાર વિમર્શ કરતા અને ચર્ચા કરતા સાભળેલા એટલે મનમા એ વાત થોડા મોટા થતા સમજાઈ ગઈ હતી કે, જીવનનુ અંતિમ સત્ય મૃત્યુ છે. આ ક્ષણને જેટલુ સરળતાથી સ્વિકારી લઈએ ,એટલુ ઝડપથી શાંતી ની પણ ને માણી શકાય. અમારા કુટુંબ મા જેટલા સભ્યો મૃત્યુને પામ્યા છે.એ બધાએ સમાધીનો જ સ્વિકાર કર્યૉ છે.
સમાધી પરંપરા નો પણ અન્ય પરંપરાઓની જેમ લુપ્ત થવાને આરે છે. જેમની આ પરંપરા છે એની પહેલી ફરજ બને છે, કે આ પરંપરાને માન આપે અને જાળવી રાખવાના ભરપૂર પ્રયત્નો કરે. આ પરંપરાથી પોતાના જ લોકો દૂર ભાગી રહ્યા છે તેને જાણવાના પ્રયત્નો અમારા ઘરથી જ થયા હતા. એની જો ચર્ચૉ અહી કરુ તો બીજા ઘણા પાસાઓને અહી આવરી લેવા પડે અને હુ જે વિષય પર અહી છુ, તે વિચલિત થતો જણાય એટલે એ ચર્ચૉ પછી કયારેક કરીશુ.
વાચકમિત્રો, આ પ્રકરણનો અંત ક્યારેય ન આવી શકે.કારણ...અસંખ્ય સંતો,સંન્યાસીઓ એ જીવનો ત્યાગ કરી સમાધી લીધી છે.અનેક સંતોએ અને સતીઓએ જીવતા જોહર કર્યા છે,જીવતા સમાધીઓ લીધી છે,પણ લોકોને આપણો આવો સંભાળવામા કે સામ્ભળવામા કોઈ જ રસ નથી,અને આવા લોકો દેખાળો તો એવો કરે જાણે પોતે સંપૂર્ણ સંસ્કૃતિ ને જ વરેલા હોય,પણ ખરેખર વરેલા ન પણ હોય.અસંખ્ય વીરાંગનાઓએ - સતીઓએ સ્વેચ્છાએ અગ્નિ ને પોતાના દેહ અર્પણ કર્યા છે.જૈન સંપ્રદાય માં આ મૃત્યુ તરફની જીવની ગતિને "સંથારો " આપ્યો છે.પણ
લોકો ને માત્ર "સમાધી " શબ્દ વાંચીને નકારાત્મકતા ફેલાવતા એ લોકો પોતાની સંકુચિત માનસિકતાના દર્શન કરાવે છે.
આ ઈતિહાસ ના પન્ના મા સચવાયેલો માત્ર ઈતિહાસ નથી.હજુ એ જગ્યાએ જાવ તો, આ સમાધીઓ જીવંત હોય એના પરચા પૂર્યા છે,અને પૂરે જ છે.
સીતા માતાને તેની પવિત્રતા સાબિત કરવા જીવતા જ ધરતીમા સમાયા હતા,આ ઘટનાને શુ કહી શકાય, ?સીતા માતાના વિયોગમા પ્રભૂ શ્રીરામે સરયુ નદીમા જળસમાધિ લઈ પ્રાણાંત કર્યૉ હતો.
હળવદ શહેરમાં આવુ સતીઓના પાળિયાનું એક આખુ નગર છે,એ જેને ન ખબર હોય એ ત્યાની માહીતી મેળવે અને પાળિયા શુ હોય, શા માટે બંધાવામાં આવે,તેનો એક અલગ ઇતિહાસ છે ,તે જાણવાની તસ્દી લે તેવી મારી નમ્ર અપીલ છે.
મે જ્યારે આ વિષય ઉપાડ્યો ત્યારે,અમુક જ્ઞાની હોવાનો ડોળ કરે છે, એવા લોકોને મારા આ શબ્દો ભો માં ભળી જતા લાગ્યા,......પણ આ ભો મા કેટલા ઈતિહાસ ધરબાઈ ને પડ્યા છે. અને મર્યા પછી પણ પોતે જીવંત છે,અને સૌની સાથે છે,એવો અનુભવ કરાવતી આ જગ્યાઓ ને તમે શુ કહેશો....!!!!હુ જ્યારે જ્યારે આ સંસાર ના ચક્કર માં એકલી પડુ અને કોઈ રસ્તો ન સુજતો હોય ત્યારે મારા દાદા અને પપ્પ્પાની સમાધીએ જઈને બેસુ ત્યારે એક અદ્દભૂત ચેતના મને હાથ પકડીને મુશ્કેલી માંથી બહાર લાવતુ હોય એવો અનુભવ ,મે પોતે કરેલો છે.
ખેર, આવા અર્ધમતિ લોકો માટે આ વિષય સમજવો અઘરો પડ્યો હશે,એટલે જ આવી કોમેન્ટ વહેતી મૂકતા હશે.કેટલી આવી સમાધીઓ ને તમે જાણોછો અને self एसेसमेंट કરવુ.
અહીં બીજી ઘણી રસપ્રદ બાબતોની માહીતી આવતા ભાગમાં શેર કરીશ...
So...stay.....tune.....