Featured Books
શ્રેણી
શેયર કરો

બ્રહ્મરાક્ષસ - તાંડવ એક મોતનું - 4

ગાડી ચાલુ કરીને વિરમસિંહ ગામ તરફ આગળ વધ્યાં. ત્યાંજ કાલિંદી ની આંખો સમક્ષ એક ખુબજ ઘટાદાર વૃક્ષ દેખાણું. ગાડી તે વૃક્ષની નજીક આવીને અચાનક બંદ થઈ ગઈ. જાણે તે વૃક્ષેજ ગાડીને રોકી દઈ કાલિંદીને કઈક કહેવા માંગતુ હોય. અંધારું છવાઈ ગયું હતું તો પણ કાલિંદી એ વૃક્ષ ને જોઈ શકતી હતી.તેને કઈક યાદ આવ્યું.



“આ વૃક્ષ તો મે ક્યાંક જોયેલું હોય એવું લાગે છે.” કાલિંદી એ પોતાના મગજ ઉપર ભાર દેતા કહ્યું.



કાલિંદી એ પોતાની સાથે લાવેલી નાની પેટી યાદ આવી, પણ તે પાછળ ની ડીક્કી માં સામાન સાથે પેક હતી એટલે તેને શોધવી મુશ્કેલ હતી. કાલિંદીને અચાનક કઈક યાદ આવતાં તેણીએ બાજુમાં પડેલો પોતાનો ફોન હાથમાં લીધો. ફોન ના હોમ સ્ક્રીન ઉપર જે નિશાન હતું અર્ધ ત્રિશૂળ નું તેવુંજ નિશાન કાલિંદીના હાથમાં હતું. ફોન નો લોક ખોલીને સીધીજ તે ગેલેરીમાં ગઈ.ગેલેરીમાં કેમેરામાં પાડેલા ફોટોમાં નો એક ફોટો જોઈને કાલિંદી ની આંખો પહોળી થઈ ગઈ.


“આ કંઈ રીતે સત્ય હોય શકે?” કાલિંદી એ ફોટો અને તેની નજર સામે રહેલા વૃક્ષ ને જોઈને કહ્યું.

“તું શું જોવે છે ઘડીક ફોનમાં અને ઘડીક બહાર?” પાસે બેઠેલી શ્રેયા બોલી.

કાલિંદી નો વળતો જવાબ ના આવતાં શ્રેયાએ કાલિંદીના ફોનમાં ડોકિયું કર્યું. તેણીએ એક નજર ગાડીની બારી બહાર કરી એજ વૃક્ષ, તેની લાંબી વડવાઇ, વૃક્ષ ફરતે ગોળ ઓટલો જે ફોનમાં ફોટો હતો એવુંજ આબેહૂબ વૃક્ષ તેની આંખો સામે હતું.


“કાલિંદી આ વૃક્ષનો ફોટો તારી પાસે કંઈ રીતે? અને આતો ચિત્ર કંડારેલું છે.” શ્રેયા બોલતી જ હતી ત્યાં અચાનક ધરતી ધ્રુજવા લાગી. ગાડીમાં બેઠેલા બધાં ડરી ગયા. જાણે પર્વત પરથી પથ્થરો રગડતા રગડતા આવતાં હોય એવો તેમને આભાસ થયો. જેમ જેમ એ ઘમ ઘમ અવાજ નજીક આવ્યો તેમ વધુ ને વધુ ધરતી ધ્રુંજવા લાગી. ગાડીમાં બેઠેલા દરેકના જીવ અધ્ધર થઈ ગયા.


ગાડીની એકદમ નજીક આવીને એ અવાજ બંદ થઈ ગયો અવાજની સાથે ધરતી પણ ધ્રૂજતી બંદ થઈ ગઈ. વિરમસિંહ અને તેમની સાથે બેઠેલો ગામનો વ્યક્તિ ત્રિભુવનપાળ શિવાય કોઈને કંઈ સમજાણું નહિ કે અચાનક આ શું થયુ.



એ બ્રહ્મરાક્ષસ જ્યારે ગાડીની એકદમ નજીક આવ્યો હતો ત્યારે ત્રિભુવનપાળે જ એ વૃદ્ધ અઘોરી એ આપેલી પવિત્ર ભસ્મ તેના તરફ ફેકી હતી જે એ પવિત્ર ભસ્મ તેના શરીરને સ્પર્શ થતાં જ તે ત્યાંથી ડરીને ભાગી ગયો. કાલિંદી અને તેનો પરિવાર સહી સલામત ગામમાં પહોંચી જાય એજ ઉદ્દેશ્ય થી અઘોરી દાદા એ ત્રિભુવનપાળ ને તેમની સાથે મૂક્યો હતો.


“આમ ઓચિંતું ગાડીનું બંદ થવું અને ધરતીનું ધ્રૂજવું એ બધું શું હતું અને આમ ધ્રુજતી ધરતી અચાનક શાંત થઈ ગઈ શું આ કોઈ સંજોગ હતો કે પછી કોઈ આવવાં વાળી સંકટનો સંકેત.” ધીરજ રાખીને બેઠેલી નંદિની હવે ના છૂટકે બોલી ઉઠી.


“ધરતી કંપ એ કુદરતી આફત છે એને કોઈ સમય ના હોય આવવાનો જેટલી જલ્દી આવે એનાથી વધુ ઝડપે પસાર પણ થઈ જાય.” વિરમસિંહે નંદિની ને સમજાવતા કહ્યું.


વિરમસિંહ જેવી પોતાની વાત કહી રહ્યાં ત્યાંજ એ અચાનક બંદ થઈ ગયેલી ગાડી આપોઆપ ચાલુ થઈ ગઈ. એક મિનિટનો પણ વિલંબ કર્યા વિના વિરમસિંહે ગાડી ગામ તરફ હંકારી મૂકી. કાલિંદી એ ચાલતી ગાડીએ એક વાર પાછળની તરફ મોઢું ફેરવીને જોયું. ગાડી આગળ વધી તેમ એ વૃક્ષ પાછળ છૂટી ગયું પણ કાલિંદીની આંખો સામે હજુ એજ વૃક્ષનું પ્રતિબિંબ તરવરી રહ્યું હતુ.


ગાડી ગામમાં પહોંચી ગઈ. ત્યાં પહોંચતા જ એક અલગ નજારો જોવા મળ્યો. આખું ગામ દીવાઓ થી પ્રજ્વલિત હતું. એ દીવાઓનું અજવાળું ગામ લોકોના આંખોમાં સ્પષ્ટ પણે જોઈ શકાતું હતું. એક મા પોતાના બહાર ગયેલા સંતાનોની ઘરે આવવાની જે કાગ ડોળે રાહ જોતી હોય ને એમ ગામલોકો તેમનાં ભગવાન સમાન ઠાકુર કુળની દીકરીની રાહ જોતા હતા.


કાલિંદી અને તેમનો પરિવાર ગાડીમાંથી નીચે ઉતર્યો. વિરમસિંહ સીધાજ એ ઉભેલા ગામ લોકો પાસે ગયા.એ ગામની ધરતી માથે પગ મૂકતાં જ કાલિંદીને એક નવોજ અહેસાસ થયો. ત્યાંના લોકોની આંખો બસ એ ગાડીમાંથી ઉતરેલી વ્યક્તિઓ પરજ હતી. કાલિંદી અને શ્રેયા એકજ વયની લાગતી હોવાથી ગામ લોકોમાં થોડી મુંઝવણ ઊભી થઈ.



“કાલિંદી બેટા અહી આવતો.” તેના પપ્પાએ કાલિંદીને બોલાવતા કહ્યું.

કાલિંદી વિરમસિંહ પાસે ગઈ. ગામલોકોની આંખોમાં એક નવીજ રોશની ઝગમગી રહી હતી. એક વૃદ્ધ દાદીએ કાલિંદીના માથામાં હાથ મૂકતા આર્શિવાદ આપ્યાં. કાલિંદીએ દાદીને એક હાસ્ય આપ્યું. કાલિંદીને કંઈ ખબર તો ના પડી કે આ બધાં અનજાન ગામ લોકો કેમ તેને આમ નિહાળી રહ્યા છે છતાં પણ તેને ગામલોકો પ્રત્યે એક અલગજ પ્રકારની લાગણી તેના મનમાં ઉદભવી રહી હતી.


“રામુ આ બધાનો સામાન ગાડીમાંથી ઉતારીદે અને તેમના રહેવા માટે જે નિવાસસ્થાન છે ત્યાં પહોંચાડી દે.” ગામનાં મુખિયા એ તેના ખેતરમાં કામ માટે રાખેલા રામુ ને કહ્યું.


રામુ એ તરતજ ગાડીમાંથી બધોજ સામાન નીચે ઉતારી લીધો અને તેને નિવાસસ્થાન સુધી મૂકી આવ્યો.

રાત ઘણીજ ઘનઘોર થઈ ચૂકી હતી. દીવાઓ થી સજાવેલ ગામડું ધીરે ધીરે તેની રોશની આછું કરી રહ્યું હતુ.


“ચાલો બધાં પોતપોતાના ઘરે જઇને સૂઈ જાઓ. કાલે વહેલા મળીશું.” મુખિયા એ ત્યાં ઉભેલા દરેક વ્યક્તિને કહ્યું.લોકો પોતાનાં ઘર તરફ વળ્યા એક નજર કાલિંદી સામે કરી કાલિંદી એ પણ તેમની સામે જોયું તેને લોકોની આંખો માં એક નવીજ આશાની જ્યોત દેખાણી.


કાલિંદી અને તેમનો પરિવાર નિવાસસ્થાન માં પ્રવેશ્યા. રાત ખુબજ ઢળી ગઈ હતી એટલે સૌ પોત પોતાના રૂમ માં ચાલ્યાં ગયા. ઘર સાવ નાનું અને બે જ ઓરડા ધરાવતું હોવાથી કાલિંદી અને શ્રેયા બંને એકજ ઓરડામાં રહ્યા.



“મારાં મનમાં ઘણાં બધાં પ્રશ્નો છે....” નંદિની બોલીજ રહી હતી ત્યાં વિરમસિંહે તેને અધ્ધ વચ્ચેજ અટકાવતા કહ્યું...

“રાત ઘણી વીતી ગઈ છે આપણે કાલે આ ટોપીક ઉપર ચર્ચા કરીશું. અને ચાર કલાકની મુસાફરી બાદ મારું શરીર પણ થાકી ગયું છે મને ઊંઘ આવે છે એવું બહાનું બતાવીને વિરમસિંહ ઊંઘી ગયા. નંદિની પણ થાકી ગઈ હતી એટલે તે પણ ઊંઘી ગઈ.



“મેં કહી તો દીધું કાલે ચર્ચા કરીશું પણ તેના પ્રશ્નોના સાચા જવાબ મળવાથી તેના ઉપર શું વિતશે. તેને ખબર પડશે કે કાલિંદી તેની સગી દીકરી નથી તો તેના ઉપર શું વિતશે અને એનાથીયે વધુ તો મારી લાડલી ઉપર.” વિરમસિંહના મનમાં ડર ની લાગણીઓ ઊભી થઈ. તેને ઊંઘ આવતી નહોતી. તો બીજી બાજુ....


“અરે યાર કાલિંદી તું ક્યારની આમથી તેમ ફરે છે ઊંઘી જા ને છાનીમાની.”

“ઊંઘી જઉં ! શ્રેયા તુજ કે કંઈ રીતે ઉંઘ આવે મને અહીં આવ્યાં પેલાં એવુંજ લાગતું કે એ સપનાઓ એમજ આવે છે છતાં પણ હું જાણવા માંગતી હતી કે અમરાપુર નું જ રોજ સપનું શા માટે આવે છે એટલેજ દર વર્ષે મારા જન્મદિવસ ના દિવસે મારા પપ્પા પાસે અમરાપુર જવાની જીદ કરતી અને આજે એ જીદ ને મારા પપ્પાએ પૂરી કરી. મારું અમરાપુર આવવાનું સપનું તો પૂરું થઈ ગયું . પણ જે સપનાં મને ઉંઘમાં આવતાં તે આજે ખુલ્લી આંખે આવે છે.


“કાલિંદી તું ચિંતા નાં કર તારા બધાજ પ્રશ્નોના જવાબ અહી મળી રહેશે. અને આપણે અહીં એ માટે તો આવ્યાં છીએ. પણ હાલ તું ઊંઘી જા કાલે સવારે તારા બધાજ પ્રશ્નોના જવાબ મળી રહેશે અને નહિ મળે તો હું શોધી આપીશ બસ!” શ્રેયાએ પથારીમાંથી અર્ધ ઊંઘમાં કહ્યું.


કાલિંદી શ્રેયા ની બાજુમાં આવીને ઊંઘી ગઈ. તેને ઊંઘ તો નહોતી આવતી પણ ઉદયપુર થી અમરાપુર ની મુસાફરી દરમ્યાન તે ઘણીજ થાકી ગઈ હતી તેના લીધી તેની આંખોમાં ઊંઘ આવી ગઈ.



“દુર્લભસિંહ છોડી દે ભૈરવી ને નહિતર આનું પરિણામ ખુબજ ખરાબ આવશે. મે તને પહેલા પણ કીધું હતું કે મારી ભૈરવી થી દુર રહેજે પણ તું ના માન્યો હવે પરિણામ ભોગવવા માટે તૈયાર થઈ જા. ત્યાંજ પાછળથી એક તીર આવ્યું ભૈરવી ની એકાએક ચીસ નીકળી પડી રક્ષિત.........




આગળના બધાજ રહસ્યો જાણવા માટે બન્યા રહો બ્રહ્મરાક્ષસ: તાંડવ એક મોતનું! ધારાવાહિક ઉપર.