Featured Books
શ્રેણી
શેયર કરો

બ્રહ્મરાક્ષસ - તાંડવ એક મોતનું - 1


આ સમગ્ર વાર્તા કલ્પનાશક્તિ પર આધારિત છે. વર્તમાન સમય સાથે તેને કઈ લેવાદેવા નથી. વળી કોઈનાં મનમાં પ્રશ્ન પણ થાય કે બ્રહ્મરાક્ષસ નામની તો સિરિયલ પણ આવતી. હા જાણું છું પણ મારી આ નોવેલ અને તે સિરિયલની કથાવસ્તુ વચ્ચે દિન રાતનો ફરક છે. ફક્ત ટાઇટલ તેનાં નામનું છે બાકી એક પણ અંશ તેમાંથી મે કોપી કરેલો નથી. સ્વતંત્ર પણે મારા વિચારો જ આલેખ્યા છે!


બ્રહ્મરાક્ષસ : તાંડવ એક મોતનું : ૧


આ ભયંકર કાળી રાત, કાળાડિમાંગ વાદળોથી ઘેરાયેલું આકાશ, જંગલમાંથી આવી રહેલા પ્રાણીઓના એ આક્રંદ કરતા સ્વર જાણે જંગલમાં કાળો કહેર વર્તાઈ રહ્યો હોય. જંગલની વચ્ચેથી પસાર થતો આ પાક્કો રસ્તો એકદમ સૂનસાન. દૂરદૂરથી આવી રહેલા પવનોના સૂસવાટા જ સંભળાય પણ આજે આ સૂસવાટા સાથે એક બીજો અવાજ આવતો હતો એક ગાડીનો. ઝડપથી આવી રહેલ એ ગાડી જંગલમાં અચાનક રસ્તા વચ્ચેજ ઉભી રહી.


“દેવ શું થયું હવે? કેમ બીજી વાર આમ અચાનક બ્રેક મારી ? રસ્તા વચ્ચે પણ કોઈ નથી. તો પછી ?”પૂજાએ દેવ સામે જોઈને કહ્યું

“મને જ નથી ખબર આ ગાડી અચાનક કેમ બંદ થઈ ગઈ.” ગાડીને ચાલુ કરવાની કોશિશ કરી રહેલા દેવે પૂજા ને કહ્યું.


ત્યાંજ પૂજાને પાછળની સીટમાં કોઈ બેઠું હોય એવો આભાશ થયો. ગાડી ના આગળના ભાગમાં આવેલા દર્પણમાં પૂજાએ નજર કરીને જોયું કે..,

“આઅઅઅઅ...!!” અચાનક ડરી ગયેલી પૂજા એકાએક ચીસ પાડી ઉઠી.

“પૂજા શું થયું તને ?” દેવ તરત પૂજાને શાંત પાડતા બોલ્યો.

“પા...પા.. પાછળ કો.. કોઈક છે.” દર્પણમાં જોઈને ભયભીત થયેલી પૂજા માંડ એક-બે શબ્દો બોલી શકી.

“પાછળ ? પણ પાછળ તો કોઈ નથી. જો તારો વહેમ હશે.” દેવે પાછળની સીટ તરફ નજર નાખતા કહ્યું.

ડરતા ડરતા પૂજાએ પાછળની બાજુમાં નજર ફેરવી ત્યાં સાચેજ કોઈ નહોતું.


“એ મોટી ભયંકર લાલ ડરાવણી આંખો, એ લોહીથી લથબથ મોઢું, એ કાળી ભરાવદાર રૂવાટીથી ઢંકાયેલું તેનું શરીર, ખુંખાર જંગલી જાનવર જેવું તેનું કદ. એ.. એ... મારો વહેમ નહોતો.એ વૃદ્ધ દાદા સાચું જ કહેતા હતા . આ ભૂતિયા રસ્તો છે. અહીં જંગલમાં શૈતાની તાકાત વસે છે.” ભયભીત થયેલી પૂજાએ દેવને કહ્યું.


“અરે..! પુજા તું આટલી ભેણેલી ગણેલી આધુનિક યુગની છોકરી આવા અંધવિશ્વાસ માં વિશ્વાસ ધરાવે છે.” દેવે આશ્ચર્ય સાથે કહ્યું.

પણ પુજા તો ક્યાંક બીજે જ ખોવાયેલી હતી.


“પૂજાને તે વૃદ્ધ દાદાની બધીજ વાતો યાદ આવવાં લાગી. તેણે જે વાર્તાલાપ કર્યો હતો તેનાં ખ્યાલોમાં પૂજા ખોવાઈ ગઈ...” હજું પૂજા વિચારોમાં ખોવાયેલો હતી કે ત્યાં જ દેવે એક ઝાટકે ગાડીને બ્રેક મારી. ગાડીને રોકતાં જોઈને પૂજા ખ્યાલોમાંથી બહાર આવીને જોયું તો દેવ ગભરાયેલો લાગી રહ્યો હતો. દેવને આટલો ગભરાયેલો અને એકદમ સામે નજર કરીને જોતાં તેને લાગ્યું કે કંઈક થયું છે, એટલે તેણે પણ રોડની આગળ નજર કરી તો એકદમ સ્તબ્ધ થઈને ડરી ગઈ.


રોડની વચોવચ હાથમાં એક વાંકીચૂકી લાકડી, ધોળી ખુબજ વધી ગયેલી દાઢી, લાંબા વધી ગયેલા માથામાં સફેદ વાળ, આખા શરીરે ભસ્મ ચોળીને બાવા જેવો લાગતો એક વ્યક્તિ ઊભો છે. દેવ ગાડીમાંથી નીચે ઉતરીને તેમની નજીક જઈને બોલ્યો,“અચાનક આમ વચ્ચે આવી ગયા. એકસીડન્ટ થઈ ગયો હોત તો ? હું તો આ જીવન જેલની ચક્કી પિસ્તોજ રહી જોત.”


કંઈ પણ બોલ્યાં વગર ડોસો એકી ટસે દેવ સામે જોઈ રહ્યો.


“હવે આમ વચ્ચોવચ ચૂપચાપ ના ઉભા રહો, રસ્તા વચ્ચે થી ખસો. મારે ઘરે જલ્દી પહોંચવાનું છે.”દેવે ગુસ્સામાં ડોસાને રસ્તા વચ્ચે થી ખસાડતા કહ્યું.


હંમેશા શાંત સ્વભાવ અને મશ્કરીમાં રહેતા દેવને આમ અચાનક ગુસ્સામાં જોઈને પૂજા ગાડીમાંથી નીચે ઉતરી દેવ પાસે આવી.


“આ રસ્તો ઘર તરફ નહિ, મોત તરફ જાય છે, મોત તરફ .” ડોસા એ જંગલના રસ્તા તરફ નજર ફેરવતા કહ્યું.

“મોત તરફ..? તમે આ શું કહો છો દાદા ?” પૂજાએ આશ્ચર્ય અને ભયભીત સ્વરે કહ્યું.

“અરે પૂજા તું પણ શું આ આલતું ફાલતું ની વાતોમાં ધ્યાન દે છે.” દેવે થોડા ગુસ્સા સાથે કહ્યું.


“ના, મારે જાણવું છે કેમ, બાબાએ આમ કીધું. તેના પાછળ કંઇક તો કારણ હશેને ? મે પણ ઘણીવાર આ જંગલ વિશે સાંભળ્યુ છે. કોઈ શૈતાની તાકાતનો વાસ છે અહી.”


“બાબા તમે સાઈટમાં ખસો અને ચાલ પૂજા આપણે મોડું થાય છે. આ રસ્તો શોર્ટકટ છે આપણે અહીંયાથી જઈશું તો જલ્દી ઘરે પહોંચશું .”દેવ પૂજાનો હાથ પકડી ચાલતો બન્યો.


“આ રસ્તો ઘર તરફ નહિ મોત તરફ જાય છે.”

પૂજા પાછળ નજર કરે છે.“ અરે.....! એટલીવાર માં ક્યાં ગયા દાદા?


" હા, હમણાં તો અહીજ હતા. એટલી વાર માં ક્યાં પલાયન થઈ ગયા." દેવે પાછળની બાજુ નજર ફેરવતા કહ્યું.


" દેવ આપણે સીધાં રસ્તેથી જ ગાડી લઈ લઈએ. અહીંયાથી નથી જવું. મે પહેલાં પણ ઘણીવાર સાંભળ્યું છે આ સૂનસાન જીવલેણ સડક વિશે." પૂજાએ દેવને

સમજાવતા કહ્યું. "

પણ દેવ ના સમજ્યો.


" પૂજા ઓ પુજા ક્યાં ખ્યાલોમાં ખોવાઈ ગઈ. હુ કહું તે તું સાંભળે છે કે નહિ?" વિચારોમાં ખોવાઈ ગયેલી પૂજાને ઢંઢોળતા દેવ બોલી પડ્યો. અચાનક દેવનો હાથ પૂજાને સ્પર્શ થતાં તે ખ્યાલોમાં થી બહાર આવી.


મારી વાત સાંભળી લીધી હોતતો. પણ દેવ તમે ક્યાંય કોઈનું સાંભળો છો. મનમાં આવે એજ કરો. અચાનક વિચારોમાંથી પાછા વળતાં પૂજાએ ગુસ્સામાં કહ્યું.


“ચંડી કોપ ના કરો, ચંડી પ્રસન્ન થાઓ.” મશ્કરી ભર્યા અવાજે દેવે પૂજાના લાલપીળા ચહેરા સામે જોઇને કહ્યું.

“તમને આ સમયે પણ મશ્કરી સૂઝે છે” પૂજાએ વધુ ગુસ્સા સાથે કહ્યું.

“સો.....રી.....” પૂજાનો ગુસ્સો શાંત કરવા દેવે કાન પકડતાં કહ્યું.

એ બધું છોડો, એ વિચારો કે હવે શું થશે? આ અહી સૂનસાન જંગલમાં મેકેનિક મળવો પણ મુશ્કેલ છે, અને આ એક મુસીબત ઓછી હતી જે વધીઘટી વધારાની આ ભયંકર વાતાવરણે પૂરી પુરી દીધી.” પૂજાએ ઘનઘોર કાળા વાદળોથી ઘેરાયેલા આકાશ સામે નજર કરીને કહ્યું.


“ચાલ...,” આકાશ તરફ જોઈ રહેલી પૂજાનો હાથ પકડતાં દેવે કહ્યું.

“પણ ક્યાં?” પૂજાએ એકાએક દેવની સામે જોઈને કહ્યું.

“પણ તું ચાલ તો ખરી મારી સાથે.” દેવે ગાડીનો દરવાજો ખોલતા પૂજાને કહ્યું.

“દેવ મને બહુ ડર લાગે છે.” ગાડીમાંથી નીચે ઉતર્યા પછી પૂજાએ ડર સાથે દેવને કહ્યું.

અરે.. હું છું ને તારી સાથે ડરવાની ક્યાં જરૂર છે. આશ્વાસન આપતાં દેવે કહ્યું.

જેમજેમ જંગલમાં આગળ વધતા જાય છે તેમ તેની સાથે પૂજાનો ડર પણ વધી રહ્યો છે. ઘનઘોર જંગલ અને એમાંય વાતાવરણ ભયભીત કરી દે એવું. રાત્રિના સમયે ચારેબાજુથી પક્ષીઓ અને પ્રાણીઓનો વિચિત્ર અવાજ સંભળાય છે. હજીતો થોડાક જ ચાલ્યા હસે ત્યાં પૂજાને ઝાડીઓ પાછળ કોઈક હોય એવો અહેસાસ થયો. પેલાતો પૂજાએ કઈ ગણાર્યું નહિ એને એમ કે પવન ના કારણે ઝાડીઓ હલતી હશે. હજી બે- ચાર ડગલાં આગળ ભર્યા ત્યાતો ઝાડીઓ પાછળ થી ખુંખાર જંગલી જાનવરનો અવાજ આવ્યો. એ અવાજ એટલો ભયંકર હતો કે દેવ પણ આ સાંભળીને ડરી ગયો. તેણે જોરથી પૂજાનો હાથ પકડી લીધો.

કેમ“ દેવ? તમે તો કહેતા હતા તમને કોઈની બીક નથી લાગતી. તો પછી આ શું છે? પૂજાએ ડરેલા દેવ સામે જોઈને કહ્યું.


દેવે પૂજાની સામે જોયું તો તેની આંખો પહોળી થઈ ગઈ. એકીટસે તે પૂજાની સામે અવાક બનીને જોઈ રહ્યો. પૂજાએ દેવની મંડાયેલી દ્રષ્ટિ તરફ નજર ફેરવી. નજર ફેરવતા ની સાથેજ પૂજાની આંખો ફાટી ગઈ. એજ લાલ ભયંકર મોટી આંખો, કાળીમસ રૂંવાટી થી ઢંકાયેલું તેનું શરીર,કદાવર જાનવર જેવો લાગતો આ રાક્ષસ પૂજાએ ગાડીના દર્પણ માં જોયેલો જે હાલમાં તેની નજર સમક્ષ ઉભો હતો. એના એ મોટા રાક્ષસી દાંતો માંથી લોહીની લાળો ટપકતી હતી. પૂજા કઈ પણ બોલે એ પહેલાં એક ભયંકર લાંબા નખ વાળો પંજો સીધો જ પૂજાના છાતીમાં ઘૂસી ગયો. પૂજાના શબ્દો તેના મોંમાં જ સમાઈ ગયા. દેવ તો પૂજાને આમ જમીન પર ઢળી પડેલી જોઈને મનથી ભાંગી પડ્યો. બ્રહ્મરાક્ષસ દેવ ઉપર હુમલો કરવા આવતોજ હતો ત્યાંજ......



*************************



આગળના બધાજ રહસ્યો જાણવા માટે બન્યા રહો બ્રહ્મરાક્ષસ: તાંડવ એક મોતનું. ભૂતકાળના રહસ્યોની વર્તમાનમાં શોધ....


ક્યાંય નાની મોટી ભૂલો હોય તો માફ કરજો.તમારો કિંમતી પ્રતિભાવ આપી મને જાણ કરવા વિનંતી...😊🙏

( ખાસ નોંધ:- અહીં પણ આખી નોવેલ મૂકી દીધી છે પરંતુ રોજે ભાગ પ્રકાશિત નથી થતાં તે બધાં જાણતા હશો. જેમણે પણ સંપૂર્ણ નોવેલને એક જ દિવસમાં વાંચવી હોય તો પ્રતિલિપિ ગુજરાતી ઉપર સંપૂર્ણ અપલોડ કરેલી છે, ત્યાંથી વાંચી શકે છે.!😊 - Jignya Rajput "JD" )

વધુ આવતાં ભાગમાં...

Jignya Rajput