વિશ્વ મહિલા હિંસા વિરોધી દિવસ Jagruti Vakil દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિશ્વ મહિલા હિંસા વિરોધી દિવસ


દર વર્ષે ૨૫ નવેમ્બરે લોકોની વિચારસરણી બદલવા અને મહિલાઓને તેમના અધિકારો આપવાના ઉદ્દેશ્ય સાથે વિશ્વ મહિલા હિંસા વિરોધી દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

25 નવેમ્બર, 1960 ના રોજ, ડોમિનિકન શાસક રાફેલ તુજિલોની સરમુખત્યારશાહીનો પેટ્રિયા મર્સિડીઝ, મારિયા આર્જેન્ટિના અને એન્ટોનિયો મારિયા ટેરેસા દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. પછી તે શાસકના આદેશ મુજબ ત્રણેય બહેનોની નિર્દયતાથી હત્યા કરવામાં આવી. ત્યારથી, 1981 માં, લેટિન અમેરિકા અને કેરેબિયન નારીવાદી એન્સેન્ટ્રોસના કાર્યકરોએ 25 નવેમ્બરના રોજ મહિલાઓ સામેની હિંસાનો સામનો કરવા અને ત્રણ બહેનોની પુણ્યતિથિ ઉજવવાનો આદેશ આપ્યો. 17 ડિસેમ્બર 1999ના રોજ, સંયુક્ત રાષ્ટ્ર સંઘે આ દિવસને સત્તાવાર ઠરાવ તરીકે અપનાવ્યો.ત્યારબાદ કાર્યકરો દ્વારા મહિલા પર થતી હિંસા અંગે જાગૃતિ લાવવા માટે તા.25 નવેમ્બરે ‘વિશ્વ મહિલા હિંસા વિરોધી દિવસ’ તરીકે ઉજવાય છે. જ્યારે દિવસની આંતરરાષ્ટ્રીય ડે તરીકે ઉજવણી માટે 1981માં યુનાઇટેડ નેશન્સ દ્વારા ઠરાવ પસાર કરાયો હતો. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ મહિલાઓ સામે થતી હિંસા અટકાવવાનો અને મહિલાઓના મૂળભૂત માનવ અધિકારો અને લિંગ સમાનતા વિશે જાગૃતિ લાવવાનો છે. દર વર્ષે આ ખાસ દિવસને 16 દિવસની વિશેષ સક્રિયતાની શરૂઆત તરીકે જોવામાં આવે છે જે 10મી ડિસેમ્બરના રોજ વિશ્વ માનવ અધિકાર દિવસ સુધી ચાલે છે. યુનાઈટેડ નેશન્સનું કહેવું છે કે હિંસાનો અનુભવ કરનારી માત્ર 40 ટકાથી ઓછી મહિલાઓ અને છોકરીઓ જ કોઈક પ્રકારની મદદ લે છે. આ અર્થમાં આ દિવસ વધુ સુસંગત બને છે.

2023 માં,આ ઝુંબેશની થીમ મહિલાઓ અને છોકરીઓ સામે હિંસા અટકાવવા માટે રોકાણ છે. દરેક દેશ અને સંસ્કૃતિમાં, મહિલાઓ તેમની તમામ વિવિધતામાં હિંસા અને બળજબરીથી મુક્ત રહે તે સુનિશ્ચિત કરવા માટે વધુ પગલાંની જરૂર છે.આ વર્ષે, 16 દિવસની થીમ "મહિલાઓ અને છોકરીઓ સામેની હિંસા અટકાવવા માટે રોકાણ" છે, જે હિંસાને શરૂઆતથી રોકવા માટે વિવિધ નિવારણ વ્યૂહરચનાઓમાં રોકાણ કરવાના મહત્વ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

ભારતમાં આંતરિયાળ વિસ્તારોમાં સ્ત્રીઓને પુરૂષ સમકક્ષ આદરભાવ, શિક્ષણ અને સમાજીક મર્યાદાઓ અંગે હજુ પણ કેટલાક સ્થળે જાગૃતિ કેળવાઇ નથી. જુની સમાજીક માન્યતાઓ અને રીવાજો મહિલા માટે અવરોધક બની રહી છે. ત્યારે દેશમાં જમાના પ્રમાણે ધીરે ધીરે સમાજના વિચારો અદ્યતન થયા છે અને પુરૂષ સમોવડી સ્ત્રીઓને સ્થાન મળી રહ્યું છે.
યુએન અને ઇન્ટરનેશનલ પાર્લામેન્ટ્રી દ્વારા ઉજવણી રૂપે સરકાર, એનજીઓ, આંતરરાષ્ટ્રીય સંગઠનો અને સામાજીક સંસ્થાઓ સાથે વિચાર વિમર્શ કરીને મહિલા વિરોધી થતી હિંસા નાબૂદ કરવા માટે તેમને પ્રોત્સાહન પુરૂ પાડવામાં આવે છે. ત્યારે દેશ અને રાજ્યમાં મહિલા આયોગ અને અન્ય સામાજીક સેવા સંસ્થાઓ મહિલાઓના અધિકારો માટે લડત ચલાવી રહ્યાં છે. પરંતુ જ્યાં સુધી સમાજના મહિલા વિરોધી માન્યતાઓ દૂર કરવામાં નહિં કરવામાં આવે તેમજ ભારતીય સંસ્કૃતિમાં તેમને પુરૂષ સમાન ગણવામાં નહીં આવે ત્યાં સુધી મહિલા સન્માન નહીં મળી શકે. ગ્રામ્ય વિસ્તારમાં સ્ત્રીઓ અને છોકરીઓને શિક્ષણનો જેવો જોઇએ તેવો અધિકાર આપવામાં આવતો નથી. મહિલાઓના અવાજોને દબાવવાનો પ્રયાસ પણ કરવામાં આવે છે. ઉપરાંત શહેરોમાં મહિલા કે બાળકીઓ રાત્રીના સમયે ઘરની બહાર નિકળેતો પરિવાર માટે સુરક્ષાનો પ્રશ્ન બની જાય છે. ગ્રામ્ય વિસ્તારમાં પણ હવે બદલાતા જમાના સાથે પરિવારોમા જાગૃકતા કેળવાઇ રહી છે. જેમાં છોકરીઓ ગામમાં પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરીને વાલી સાથે લડી ઝગડીને પણ ઉચ્ચ અભ્યાસ માટે શહેર તરફ આવે છે.

મહિલાઓની અંદર એટલી શક્તિ છે કે તે ધારે તે કરી શકે છે. આજની નારી દરેક ક્ષેત્રમાં આગળ પડતી છે. જોવા જઇ તો કોર્પોરેટ, એન્જીનિયર, બિઝનેશ, શિક્ષણ અને રાજકીય વગેરે ક્ષેત્રોમાં મહત્વનું યોગદાન મહિલોઓનું છે. જેમાં ધીરે ધીરે ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ પુરૂષ સમોવડી બની રહી છે. મહિલાઓને ઘરનું કામ, બાળકોનું પાલન પોષણની જવાબદારી ઉપરાંત વ્યાવસાય ક્ષેત્રે નિષ્ઠા પૂર્વક કાર્ય કરીને ઉમદા કાર્યો કરે છે.

મહિલાઓના અધિકારો માટે ઘણા કાયદાઓ બન્યા છે. આજે પણ ઘણા દેશોમાં તેમને એ અધિકારો નથી મળ્યા કે જેનાથી કહી શકીએ કે તેઓ સ્વસ્થ સમાજમાં જીવે છે. તેમ છતાં ઘરેલુ હિંસા એક અલગ મુદ્દા તરીકે ઉભરી આવી છે. જેના કારણે આ સમસ્યા સામાજિક તેમજ કૌટુંબિક મૂલ્યો, શિક્ષણ અને માનસિક સ્વાસ્થ્ય સાથે ગાઢ સંબંધ ધરાવે છે. સંયુક્ત રાષ્ટ્રનું માનવું છે કે આ સમસ્યામાંથી છૂટકારો મેળવવો બિલકુલ અશક્ય નથી. આવા પુરાવા સ્પષ્ટપણે જોવા મળે છે કે મહિલાઓ અને છોકરીઓ સામેની હિંસા અટકાવવી શક્ય છે. આ માટે વ્યાપક ધોરણે કાર્ય કરવું પડશે જેથી આવી સમસ્યાઓના મૂળ કારણનો ઉકેલ લાવવામાં, હાનિકારક રીતિ રિવાજો બદલવા અને બાકી રહેલી મહિલાઓને આવશ્યક સેવાઓ પૂરી પાડવામાં મદદ મળી શકે.

કેન્દ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ૨૫ નવેમ્બરને મહિલાઓ સામેની હિંસા નાબૂદી દિવસ જાહેર કરવામાં આવ્યો છે. જે સંદર્ભે અભયમ ૧૮૧ હેલ્પલાઈન દ્વારા દેશના વિવિધ વિસ્તારમાં જનજાગૃતિ કાર્યક્રમ યોજાય છે. જેમાં મહિલાઓ, યુવતીઓ અને વિદ્યાર્થીનીઓ ઉપર થતી શારીરિક, માનસિક, જાતીય અને ઘરેલુ હિંસાથી વાકેફ કરી બચાવ અને કાયદાકીય સંરક્ષણના પગલાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવે છે. કોઈપણ પ્રકારની હિંસા, કામના સ્થળે જાતીય સતામણી, બિન જરૂરી ટેલિફોનીક કોલ-મેસેજથી હેરાનગતિ, છેડતી કે અન્ય પ્રકારની હેરાનગતિમાં વિનામૂલ્યે ૨૪ કલાક કાર્યરત ૧૮૧ અભયનનો ઉપયોગ કરવા અનુરોધ કરાય છે. આ ઉપરાંત અભયમ મોબાઈલ એપને સ્માર્ટફોનમાં ડાઉનલોડ કરી મુશ્કેલીના સમયે ઝડપથી મેળવવા અંગેની સમજ પૂરી પાડવામાં આવે છે.

ચાલો મહિલાઓ માટે હિંસા વિનાના સમૃદ્ધ ભવિષ્યની સ્થાપના કરવાનો સંકલ્પ કરીએ.