Dilni Chavi, Pyar Lavi - 2 - Last books and stories free download online pdf in Gujarati

દિલની ચાવી, પ્યાર લાવી - 2 (અંતિમ ભાગ - કલાઈમેકસ)


કહાની અબ તક: રીના પરાગને મજાક કરે છે કે બંને એ અલગ થવું પડશે તો પરાગ નારાજ થાય છે. બીજા દિવસે જ્યારે બંને હોટેલમાં હોય છે ત્યારે રીના સીધે સીધું જ પરાગને લગ્ન માટે પૂછે છે! પરાગ એકદમ જ હેબતાઈ જ જાય છે, પણ હા, એ લગ્ન માટે મંજૂરી આપે છે. વધુમાં રીના એને એમ પણ કહે છે કે એના ભૂતકાળ વિશે પરાગને તો બધું ખબર જ છે, તો શું તેમ છત્તાં લગ્ન શક્ય છે?!

હવે આગળ: હોટેલમાં તો આંસુઓ રીનાએ રોકી લીધા હતાં પણ ગાર્ડનમાં તો એને ખુદને પરાગ પર ઢાળી દીધી હતી. આંસુઓ એ પણ રસ્તો શોધી લીધો હતો.

રીનાને એનો ભૂતકાળ યાદ આવી રહ્યો હતો -

કેટલા બધાં સપના જોયા હતા ને એને નિશાંત સાથે?! બધાં જ સપનાં રાખ થઈ ગયા. લગ્ન થતા એ પહેલાં જ નિશાંત બીજા કોઈનો થઈ ગયો. એનામાં સાથ આપવાની તાકાત જ નહોતી!

પરાગ રીનાનો બચપણ નો દોસ્ત હતો. બંને સાથે જ રહેતા, બસ ભૂલ એટલી જ થઈ ગઈ કે એને ભણવા માટે દૂર જવું પડ્યું, અને એટલે જ રીના નિશાંત ના જિસ્માની પ્યારનાં ઝાંસામાં આવી! જો ત્યારે પરાગ હોત તો એ એને આમ નિશાંત ની કરીબ જવા જ ના દેત ને!

પરાગ બચપણથી રીનાની કરીબ હતો અને હતો પણ એટલો જ સહજ અને પ્રેમાળ. કોઈ પણ નાની મોટી મુસીબત હોય, રીના નુ કામ પરાગ જ કરતો હતો. દૂર હતા તો પણ બંને સંપર્કમાં તો હતાં જ પણ ખાલી રીનાએ નિશાંત વિશે એને કહ્યું નહિ એટલી જ એની સૌથી મોટી ભૂલ થઈ ગઈ. અને એટલે જ એને એનું પરિણામ મળ્યું હતું!

શુરૂ શુરૂમાં તો એને રીનાને બહુ જ ખુશ રાખી. અને હા, ઘણી વાર કહેતો પણ કે હું લગ્ન તો તારી સાથે જ કરીશ. પણ જ્યારે એના જીસ્મ ની તરસ છીપાઈ ગઈ તો જાણે કે એને ધીરે ધીરે ખુદથી દૂર કરતો ગયો. અને છેલ્લે તો એને છોડી પણ મૂકી.

"તું જરા પણ ચિંતા ના કર.. હું તો છું જ ને!" રીના ને હજી પણ બરાબર યાદ છે જ્યારે એ ભણવાનું પૂરું કરી ને પાછો આવ્યો હતો ત્યારે સૌથી પહેલાં એ રીનાને જ મળવા આવ્યો હતો! બ્રાઉન રંગની ડાયરી એ ખાસ રીના માટે જ લાવ્યો હતો.

"પરાગ.." રીના એને ભેટી જ પડી હતી. જાણે કે ભૂલ પછી નો અફસોસ હોય એમ. એને બધું જ પરાગને કહી દીધું હતું. પરાગ એ પણ એને થોડી પણ જજ નહોતી કરી, ઉપર થી એને જ તો એને આ બધામાંથી પણ બહાર લાવવા પ્રયત્નો કર્યા હતા!

રોજે રોજ એ કઈક ને કઈક પ્લાન કરતો. આજે ફિલ્મ જોવા લઈ જતો તો, કાલે કેફેમાં, વળી બીજા દિવસ હોટેલમાં. મમ્મી અને પપ્પા ને પણ એના પર બહુ જ ટ્રસ્ટ હતો તો એ પણ નહોતાં રોકતા. ઉપરથી મમ્મી તો કહેતી પણ કે નિશાંત કરતા તો આ જ મને પણ ગમે છે!

દૂર જવાની વાત કરીને રીના પણ એને થોડું ફીલ કરાવવા માગતી હતી કે જો તું આમ દૂર ના ગયો હોત તો આવું ક્યારેય થયું જ ના હોત ને! પણ હવે આજે તો એને સીધી લગ્નની જ વાત કરી દીધી હતી અને હા, લગ્ન માટે પણ પરાગ તો તૈયાર જ હતો.

ખરેખર તો રીના ને પણ ખબર જ હતી કે પોતે પરાગ ક્યારેય એને લગ્ન માટે ના કહેવાનો જ નહોતો, પણ એ સહી ટાઈમ નાં ઇંતઝારમાં હતી. પરાગ પણ બહુ જ ખુશ લાગી રહ્યો હતો.

(સમાપ્ત)

બીજા રસપ્રદ વિકલ્પો