દિલની ચાવી, પ્યાર લાવી - 1 Hitesh Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

દિલની ચાવી, પ્યાર લાવી - 1


"મારી સામું તો જો.." રીનાએ પરાગના ચહેરાને પ્યારથી પકડીને પોતાની તરફ કરી દીધો.

"જો, એવું જરૂરી તો નહી ને કે હું હોઉં તો જ તારી લાઇફમાં મજા હોય?! આપને આખી જિંદગી સાથે તો ના જ રહી શકીએ ને!" એના શબ્દોમાં લાચારી ભારોભાર છલકાઈ રહી હતી.

"જો, તું આ શહેર છોડીને એક દિવસ પણ ગઈ છે.." ઉનાળામાં આકાશ વધારે જ ખૂબસૂરત થઈ જાય છે અને હવાઓ નશીલી, પણ આ બંને તો અલગ જ નશામાં હતા! કેફેની કોફી જાણે કે એક નશો એમને આપી રહી હતી.

"હું તારી સાથે કોઈ પણ સંબંધ જ નહી રાખું.." પરાગે ગુસ્સામાં કહ્યું.

"અચ્છા, અને એક દિવસ જ્યારે હું હંમેશા.." એનું વાક્ય પૂરું થાય એ પહેલાં જ પરાગે એણે એક ઝાપટ ફટકારી.

"જા, તું મારી સાથે વાત જ ના કર.. હવે તારે દૂર જવું છે એટલે.. કોઈ વાંધો નહિ.. ખુશ રહેજે.." પરાગ રીતસર રડી જ ગયો હતો એણે એ જગ્યા છોડવી એટલું જ જરૂરી થઈ ગયું હતું જેટલું કોઈ પાણીએ વહેવાનું.

🔵🔵🔵🔵🔵

"ઓય, સોરી.. માફ કરી દે ને... પ્લીઝ.. હવે ક્યારેય આવો મજાક નહીં કરું." લગભગ એક કલાક થી એ બસ આ જ વાક્યો ઉપરાછાપરી ક્રમમાં પાગલની જેમ દોહરાવી રહી હતી.

"માફ પણ કરી દે.." એ વારંવાર બોલતી અને અરજીઓ કરતી.

"બસ અલી બસ.. પાગલ થઇ જઈશ તું.." પરાગ એ કહ્યું તો એ ખુશ થઈ ગઈ.

"કાલે કેફેમાં જે મેં કહેલું.. આઇ એમ સો સોરી.." આજે બંને એક હોટેલમાં હતા. બંને બહુ જ કલોઝ હતાં. બંનેને એકમેક વિના જરાય ચાલે એવું નહોતું.

"આટલો મોટો મજાક મેં કરેલો, તો પણ તેં મને આટલી જલ્દી કેવી રીતે માફ કરી દીધું?!" રીનાએ સહજતાથી પૂછ્યું.

"અરે પાગલ! લગભગ હજારો વાર તું બોલી રહી હતી, એનાથી વધારે હું કેટલું એક્સપેક્ટ કરું!" પરાગ બોલ્યો તો એનાથી હસી જવાયું.

"બધું સહન થઈ જશે, તારી નારાજગી હું નહીં સહન કરી શકું!" બહુ જ સિરિયસ રીતે એ બોલી રહી હતી.

"એ હા કેમ તારે મારી સાથે જૂઠ બોલવું પડેલું? એવું તે કયું કારણ છે?!" પરાગ એ પૂછ્યું જાણે કે કઈક જાણવા માગતો હોય.

"આમ તો કોઈ કારણ તો નહિ, પણ ઈચ્છા થઈ કે કહી તો જોવું તું કહેવા શું માગે છે?!" રીના બોલી.

"ઓહ.. તો શું જાણવા મળ્યું?!" પરાગ ની આંખોમાં શરારત હતી.

"કઈ ખાસ નહિ.. ચાલને લગ્ન કરી લઈએ!" રીના એ સીધે સીધું જ કહી દીધું!

પરાગનાં મોં નો નીવાલો જાણે કે એના ગાળામાં જ અટકી ગયો. એને બહુ જ તેજ ખાંસી આવવા લાગી.

"વૉટ?!" રીનાનું આપેલું પાણી પીતાં એ બોલી ગયો.

"કેમ નહિ કરે?!" રીના એ ફરી ધમાકો કર્યો!

"થાય જ ને!" પરાગ એ પણ થોડું સ્વસ્થ થતાં કહ્યું.

"તને તો ખબર જ છે ને બધું.." એને ખુદને રોતાં અટકાવી.

આવતા અંકે ફિનિશ...

એપિસોડ 2(અંતિમ ભાગ - કલાઈમેકસ)માં જોશો: પરાગ રીનાનો બચપણ નો દોસ્ત હતો. બંને સાથે જ રહેતા, બસ ભૂલ એટલી જ થઈ ગઈ કે એને ભણવા માટે દૂર જવું પડ્યું, અને એટલે જ રીના નિશાંત ના જિસ્માની પ્યારનાં ઝાંસામાં આવી! જો ત્યારે પરાગ હોત તો એ એને આમ નિશાંત ની કરીબ જવા જ ના દેત ને!

પરાગ બચપણથી રીનાની કરીબ હતો અને હતો પણ એટલો જ સહજ અને પ્રેમાળ. કોઈ પણ નાની મોટી મુસીબત હોય, રીના નુ કામ પરાગ જ કરતો હતો. દૂર હતા તો પણ બંને સંપર્કમાં તો હતાં જ પણ ખાલી રીનાએ નિશાંત વિશે એને કહ્યું નહિ એટલી જ એની સૌથી મોટી ભૂલ થઈ ગઈ. અને એટલે જ એને એનું પરિણામ મળ્યું હતું!