વ્યસન
એક ગરીબ પરિવાર. તેમાં એક તેજસ્વી પુંજ વિશ્વા. તેના પપ્પા મજૂરી કામ કરે અને તેના મમ્મી ઘરનાં કામ કરે. પાંચ વર્ષ ની વિશ્વા ભણવામાં ખૂબ હોશિયાર પણ આર્થિક સ્થિતિ નબળી. શાળા માં ભણવામાં કોઈ ના પહોંચે. શાળા માં તેનું સારું એવું નામ પણ જ્યારે શિસ્તની વાત આવતી તો એના જેવી જિદ્દી કોઈ નહિ. કેટલા સમય થી શિક્ષકો તેને નવા શૂઝ પહેરીને આવવાનું કીધું હતું પણ તેને કોઈ અસર જ નહિ.
દરરોજ ટીચર ખીજાય પણ નવા શૂઝ પહેરીને આવી નહિ આથી તેના ટીચરે તેના પપ્પા ને બોલાવ્યા તો ટીચર ને નવાઈ લાગી કારણ કે વિશ્વા એ શૂઝ વિશે પપ્પા ને કીધું જ નહોતું.
"વિશ્વા, તે કેમ પપ્પા ને ના કીધું?" ટીચરે પૂછ્યું.
વિશ્વા નો જવાબ સાંભળી ને ટીચર અને પપ્પા બંને ચોંકી ગયા.
"ટીચર, મારા પપ્પા મારા શૂઝ ખરીદી નહિ શકે એટલે મે એમને કહ્યું જ નહિ. તેઓ કેટલું કામ કરે છે છતાં પણ માંડ માંડ બે ટાઈમ નું જમવાનું મળે છે તો નવા શૂઝ ની વાત કેમ કરું "
"બેટા તારે મને એક વાર કહેવું તો જોઇતું હતું ને હું તારા માટે કંઈ પણ કરવા માટે તૈયાર છું"
ટીચરે હવે થી શૂઝ પહેરીને ને આવવાનું કહ્યું.
શિક્ષકે કહ્યું," હું તમારી વાત સમજી શકું છું પણ અમારે શાળાના નિયમો પાળવા પડે છે તમારાથી થાય તો શુઝ અપાવી દેજો."
વિશ્વા અને તેના પપ્પા ઘરે જઈ રહ્યા હતા ત્યારે એના પપ્પાએ ત્યાંથી તમાકુ લીધું એ જોઈને નાનકડી વિશ્વા એ કીધું કે મારે પણ એ ખાવું છે એ કેવું હોય પપ્પા એ કીધું કે આ વસ્તુ તારા માટે નથી તારે ના ખવાય.
" પણ કેમ ન ખવાય"
"આ ભાઈ કોણ છે અને આવું કેમ થયું પપ્પા?" પેકેટ પર ના ચિત્ર ને બતાવતાં પૂછ્યું.
" તારે બહુ સવાલ જવાબ ના કરવાના હોય."
આ સાંભળીને ત્યારે તો ચૂપ થઈ ગઈ પણ તેના મનમાં એક કાયમી સવાલ ઊભો થઈ ગયો કે પપ્પા દરરોજ આ એક વસ્તુ લે છે અને ખાય છે પણ મારા માટે શું કામ નથી લઈ શકતા. આનાથી શું થતું હશે? કેમ પપ્પા ખાય છે?
પપ્પા પાસેથી જવાબ ન મળતા તે ચોરી છૂપી તમાકુની પડીકી લઈને શાળાએ લઈ ગઈ અને ટીચરને બતાવ્યું કે શું છે? મારા પપ્પા કેમ ખાય છે? ટીચર એ કીધું કે આને ખાવાથી માણસને કેન્સર થાય અને પછી એની જિંદગી પણ જતી રહે આ સાંભળીને વિશ્વાને ખૂબ જ આઘાત લાગ્યો કે મારા પપ્પા પણ મરી જશે
"પપ્પા ને ખબર નથી?
શિક્ષકે કહ્યું ,"મારા પપ્પા પણ ખાય છે અને તારા પપ્પા અને મારા પપ્પાને બંનેને ખબર છે અને ઘણા લોકો પણ થાય છે ને જાણે છે કે એક મોત છે છતાં પણ ખાય છે અને હું કે તું એને રોકી શકવાના નથી
વિશ્વાના નાના મગજ માંપ્રશ્ન થયો જે તંબાકુ ખાવાવાળા લોકો ને થવો જોઇએ કે જો આને ખાવાથી મરી જ જવાતું હોય તો અને એને ખબર છે તો એ કેમ થાય છે
શિક્ષકે કહ્યું," એક જ જવાબ છે વ્યસન."/અને વિશ્વ એ પૂછ્યું." એટલે શું?"
"વ્યસન એટલે કોઈ પણ વસ્તુની આપણને આદત કે જેનાથી છૂટવા માગતાં હોવા છતાં પણ છૂટી ના શકે એવી આદત અને તમાકુ ખાવાની આદત ઘણા બધાને હોય ને એને વ્યસન કહેવાય.
વિશ્વાને તો એક જ ડર હતો કે એના પપ્પા મરી જશે એટલે ઘરે આવીને પપ્પાને કહે કે પપ્પા તમે આ ખાવાનું બંધ કરી દો નહિ તો મરી જશો તથા અને હું તમારા વગર જીવી નહીં શકું ને મમ્મી પણ.
પણ આ વાતને પપ્પાએ બહુ ધ્યાનમાં ના લીધી તેને કહે છે કે તારે આમાં કંઈ પડવાની જરૂર નથી તું તારા ભણવામાં ધ્યાન આપ. વિશ્વા તો પણ ખીજાય જાય છે કે પપ્પા, તમારે મારું માનવું પડશે બાકી હું નહિ જમું. કંઈ નહીં કરું તમારે મારી વાત માનવી જ પડશે. નહિ તો મને તમાકુ આપો. મને પણ તમાકુ ખાવું છે મારા પપ્પા જો મરી જાય તો હું જીવીને શું કરું? મારે પણ... વિશ્વા રડવા લાગી.
પપ્પાએ કહ્યું કે મને કાંઈ પણ નથી થયું અને કાંઈ પણ થશે નહિ તું ચિંતા કરીશ નહિ એને મમ્મી એ પણ એને સમજાવી કે આ વસ્તુ ખાવાની નથી તું નાની છો. "હવે રડીશ નહિ જા સૂઈ જા. મારી લાડલી દિકરી."
નાની છોકરી સમજીને તેને સમજાવી દીધી પણ તેને ક્યાં ખબર હતી કે નાની છોકરી મોટા પણ માં કરી શકે તેવી કમાલ કરવાની છે.
પપ્પાને મમ્મીને થયું કે વિશ્વા સમજી ગઈ છે ને એટલે શાંતિથી સૂઈ ગઈ છે પણ વિશ્વા ના મગજ માં તો કંઈક અલગ જ હતું કે આ એક ઝેર છે જેનાથી મરી જવાય અને પપ્પા એ ઝેર છોડવા માગતા નથી હવે પપ્પાને બચાવવા હોય તો એને જ કંઈક કરવું પડે. અને એક યુક્તિ વિચારી અને તે ખુશ ખુશાલ થઈ ગઈ અને સપના જોવામાં ખોવાઈ ગઇ.
આ વાતને ઘણા વર્ષો વીતી ગયા હવે વિશ્વા પાંચમાંથી દસ વરસની થઈ ગઈ છે અને એને એક પરીક્ષા આપી છે જેનાથી જો તે પાસ થઈ ગઈ તો તેને બધું જ ફ્રી માં મળશે શુઝ પણ. ત્યાં ભણવાનું પણ ફ્રીમાં મળે. ખુશી ની વાત તો એ છે કે આજે તેનું રીઝલ્ટ છે અને તે તે અઘરી પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ ગઈ હતી અને ખુશ ખુશાલ તેના ઘરે આવે આવતી હતી ત્યારે તેના મમ્મી ઘરમાં સાફ-સફાઈ કરતા હતા અને એના વિશ્વાના પિગીબેંક માંથી એને ₹2,000 મળ્યા. આટલા રૂપિયા તો પરિવારે રોકડામાં ક્યારેય જોયા જ ન હતા.
મમ્મીને પપ્પાને તો ખૂબ જ નવાઈ લાગી કે આટલા બધા પૈસા ક્યાંથી મળ્યાં ?મમ્મીને શંકા ગઈ કે તે પૈસાની ચોર્યા હશે કારણ કે આટલા પૈસા તો ક્યાંયથી આવે એવું તો બને જ નહીં.
વિશ્વા ઘરે દોડતી દોડતી આવી પોતાની ખુશખબર જણાવવા માટે ત્યાં તો તેને આંચકો લાગ્યો જ્યારે મમ્મી એ તેના ઉપર એક ચોરીનો આરોપ મૂક્યો. ત્યારબાદ જે વિશ્વાએ તેનો જે ખુલાસો આપ્યો એ સાંભળીને ખરેખર જ મમ્મી અને પપ્પાને બંને અચરજ લાગી કે તેને આ પૈસા ક્યાંથી અને કેવી રીતે મેળવ્યા છે વિશ્વાએ માંડીને વાત કરી કે જ્યારે તે પપ્પાને તમાકુ લેતા જોતી ત્યારે ખૂબ જ દુઃખ થતું કે પપ્પા મરી જશે ભલે તે નાની હતી પણ આ વાત તેના મનમાં ઘર કરી હતી કે તેના પપ્પા મરી જશે તેના પપ્પા મરી જશે અને એટલે જ તે ખૂબ જ ચિંતામાં રહેવા લાગી તેના પપ્પા એનું કંઈ માનતા ન હતા કે તે તમાકુ છોડી દે પણ પછી તેણે એક યુક્તિ વિચારી. તેણે ધીમે ધીમે તેના પપ્પાના તમાકુના પેકેજ માંથી એક-એક પડીકી લઇ અને તેની દુકાને વેચી દેવાનું શરૂ કર્યું. પહેલા તો પપ્પાને થયું કે તેનાથી ક્યાંક મુકાઈ જતી હશે કે ભુલાઈ જતી હશે. ક્યાં પડીકી ક્યાં જાય છે પણ એ તો પછી રોજનું બની ગયું. કેમ ત્યાં ચુપકેથી તમાકુ વિશ્વા ચોરીને દુકાને જઈ આપતી અને તેમાંથી જ પૈસા મળે તેને પોતાના પોકેટ મની બનાવતી. આમ તેને ત્રણ વર્ષ આવી જ રીતે કર્યું અને ધીરે ધીરે પપ્પાને તમાકુની આદત છૂટી ગઈ કારણ કે તમાકુ ચોરી થાય છે એને તપાસ કરવામાં ના તો સમય હતો અને બીજું ના તો તમાકુ વધારે લઈ શકવાની તેનામાં ત્રેવડ હતી એટલે તેને તમાકુ આખરે છોડવું પડ્યું અને તેના લીધે તેનો સ્વાસ્થ્ય પણ તેને ફરીથી મળ્યુ જ્યારે તમાકુના વેચાણથી ધીરે ધીરે ઘણા બધા પૈસા ભેગા થવા મળ્યા અને વિશ્વાએ તમાકુની આદત પપ્પાને છોડાવી દીધી જેથી કરીને એટલા પૈસા 2000 તો બચેલા હતા બીજા પૈસા તો તેની એક એવી એક્ઝામમાં આપ્યા હતા કે જે આપીને તેને બધું જ સ્કૂલમાં ફ્રીમાં એડમિશન મળી જવાનું હતું અને સાથે શુઝ અને એ બધી વસ્તુ પણ ત્યાંથી ફ્રીમાં આપવાની હતી વિશ્વા તે દિવસે ખૂબ જ ખુશ હતી કે તેને એક તો ડર જતો રહ્યો જે નાનપણથી તેના મગજમાં ઘર કરી ગયો હતો કે તેના પપ્પા કઈક એવી વસ્તુ ખાય છે જેનાથી તેનું મૃત્યુ નજીક આવી રહ્યું છે હવે તેને બંધ કરી દીધું છે તેથી તેના પપ્પા હવે જીવશે અને તેના માટે ખૂબ જ ખુશીની વાત હતી અને બીજી કે તે હવે સારી રીતે ભણી પણ શકશે અને પપ્પાને મજૂરી કામમાંથી પણ મુક્ત કરાવશે આમ વિશ્વની સમજદારી અને હોશિયારી કે પછી માસુમતા કહી શકાય કે તેને તેના પપ્પાના આ વ્યસનને આટલી ગંભીરતાથી લઈ અને તેને કેટલું મોટું એવું સ્વાસ્થ્ય એટલું મૂલ્યવાન એવું સ્વાસ્થ્ય અપાવ્યું જેથી કરીને વિશ્વાને પપ્પાનું જીવન, તેના પપ્પાનો પ્રેમ ફરીથી મળી શક્યો સાચોજ વ્યસન ખૂબ જ ખરાબ છે જેને વ્યસન છે તેને ગંભીરતા નથી પણ તેના પરિવારને તેના જીવનની ખૂબ જ ચિંતા હોય છે વ્યક્તિને એને ગંભીરતા હોતી નથી કે તે કેટલું ખરાબ કરે છે પણ એના પરિવારને તે ખૂબ જ અસર થાય છે જ્યારે તેને કેન્સર જેવી ભયાનક બીમારી થાય છે જ્યારે બાળકોના માટે આટલી બધી ચિંતાતુર હોય છે.
ત્યારે હું આ સ્ટોરીથી એટલું જ કહેવા માગું છું કે વ્યસન છોડી દેવો જોઈએ. દીકરી કે દીકરો તેના માટે એક ભવિષ્ય હોય છે કે તેના પપ્પા
સારી રીતે સ્વાસ્થ્ય પૂર્ણ જીવન જીવે.