સૌથી આગળ, પ્રેમ પાગલ - 1 Hitesh Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સૌથી આગળ, પ્રેમ પાગલ - 1

સૌથી આગળ, પ્રેમ પાગલ

"આ કર ચાલ," પરાગ એને બહુ જ પ્યાર થી ખવડાવી રહ્યો હતો.

"ના હવે બસ.. મને નહિ ભાવતું.." પાયલ બોલી.

"કેટલી સુકાઈ ગઈ છે," પરાગે ચિંતા કરતા કહ્યું.

"નહિ ખાવું, પ્લીઝ!" પાયલે હળવું ચિડાતા કહ્યું.

"મારી સામે જો, બાપા. બીમાર થઈ જઈશ તું પાગલ! હું ખવડાવું છું ને, પ્લીઝ!" પરાગ લગભગ કરગરી જ રહ્યો હતો.

"ઘરે પણ આવતો હોવ તો.." પાયલે થોડું સેડ થતાં કહ્યું તો પરાગ વાત વાળતા કહે છે - "મારું બસ ચાલે ને તો તને એક સેકંડ માટે પણ ખુદથી દૂર ના કરું!"

"ઓહ.. કેમ?" એને અમસ્તાં જ પૂછ્યું તો એને બનાવટી ખાંસી ખાવાનો ડોળ કર્યો.

પાયલ ને પણ થયું કે બહુ દિવસ પછી મળીએ છીએ ને..

"કેમ તું ઘરે નહિ ખાતી?!" પરાગે પૂછ્યું.

"ઘરે તું થોડી ખવડાવે છે.." એને ફરી કહ્યું.

"કર ને થોડી હિંમત.. કહી દે ને ઘરમાં, પ્લીઝ!" પાયલે બહુ જ કરગરતા કહ્યું.

"હા, કહી દઈશ, પણ તું તારો ખયાલ રાખ ને.." પરાગની વાત કાપતા જ પાયલે કહ્યું - "ક્યારે કહીશ, તું બીજે પરણી જઈશ ત્યારે?!" બપોર નો સમય હતો તો હોટેલમાં એ બંને સિવાય કોઈ જ નહોતું.

હોટેલ માં બંને હતા. બંને ઘણીવાર અહીં જોડે આવતા હતા.

"દિકા, તું મને થોડો ટાઈમ તો આપ.. હું કહી દઈશ ઘરમાં." પરાગે કહ્યું.

"જો હવે વધારે મારાથી નહિ ખેંચાવાય, તું સમજવા ટ્રાય કર.. પપ્પા મારા માટે સારો છોકરો જ શોધી રહ્યાં છે!" પાયલ એ કહ્યું, એના ગળા માં ડૂમો ભરાતો હોય એમ એને મહેસૂસ થયું.

"તું ચિંતા ના કર, ઓકે!" પરાગ એને આશ્વાસન આપી રહ્યો હતો.

"એક કામ કર તો.." પરાગે નવી વાત શુરૂ કરી.

"હમ?" પાયલે આંખોથી ઈશારો કર્યો.

"તારા ભાઈ રોહિતને કોલ કરીને પૂછ તો પેલા સુરતવાળી સગાઈનું શું થયું?!" પરાગને બહુ જ હસવું આવી રહ્યું હતું.

"શું મતલબ?! એ તારો ફ્રેન્ડ છે?! ઓળખે છે તું એને?!" પાયલ ની પાસે સવાલો હતા.

"એ છોડ પહેલાં તું આ પૂરું કર.." પરાગ એને પોતાના હાથ થી ખવડાવી રહ્યો હતો. અને એ એનું મનપસંદ કામ હતું. હોય પણ કેમ ના, પોતાના પ્યાર ને આમ ખાતાં જોઈને જે ફિલિંગ આવે, એની વાત જ કઈક અલગ જ હોય છે ને! જાણે કે આખી દુનિયા થમી જાય અને બસ આમ જ પોતે પાયલ ને ખવડાવ્યા જ કરે!

"આ સાત તારીખે તારી બર્થડે છે ને?!" પરાગે પૂછ્યું.

"હા, શું આપીશ તું મને?! મારે તો જિંદગીભરનો તારો સાથ જ જોઇએ છે બસ, બીજું કઈ જ નહિ!" પાયલ થોડી રડમસ થઈ ગઈ.

"ઉફ, તું સેડ ના થા.. તને યાર ખબર તો છે કે તું સેડ થાય છે તો મને બહુ જ દુઃખ થાય છે! યુ જસ્ટ કીપ સ્માઈલ!" પરાગે કહ્યું.

"બસ એટલું જ કહીશ કે આ બર્થડે પર જે હું તને ગિફ્ટ આપીશ, તું એ ગિફ્ટ ને ક્યારેય નહિ ભૂલી શકે!" પરાગે કહ્યું અને હસવા લાગ્યો!

"હસી લે, હવે જોડે બહુ જ ઓછો ટાઈમ છે રહેવાનો!" હસતા પરાગ માટે જાણે કે પાયલે વાતમાં ઝહેર મેળવ્યું!

આવતા અંકે ફિનિશ...

એપિસોડ 2(અંતિમ ભાગ - કલાઈમેકસ)માં જોશો: "કાશ પપ્પા હોત.. મને લાઇફમાં એમની કમી જેટલી આજે ફીલ થાય છે પહેલાં ક્યારેય નહી થઈ!"

"શાંત થઈ જા, બાબા!" પરાગે એને બાહોમાં લઇ લીધી.

"તું ખાલી મારા પર વિશ્વાસ રાખ.. હું પણ તો તને બહુ જ પ્યાર કરું છું ને! મારે પણ તને નહિ છોડવી! તું મારો પણ તો લવ છે ને!" પરાગ એને સમજાવી રહ્યો હતો.