Featured Books
શ્રેણી
શેયર કરો

ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 31

ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર ભાગ - ૩૧
વાચક મિત્રો
ભાગ 30 માં આપણે જાણ્યું કે
બે અજાણ વ્યક્તિઓ ભૂપેન્દ્રની ટ્રાવેલ્સની ઓફિસ પર આવીને ભૂપેન્દ્ર અને અવિનાશ સાથે એમને જે વાત કરવી હતી, એ વાત કરીને બહાર નીકળી ગયા છે, ને બહાર જઈને તુરંત એ બેમાંથી એક વ્યકિત ઇન્સ્પેક્ટર એસીપીને ફોન કરે છે.
તો કોણ હતા એ બે વ્યકિત ? જે ભૂપેન્દ્ર ની ઓફીસ આવ્યા છે ?
ને એમણે ઇન્સ્પેક્ટર ACP ને ફોન કેમ લગાવ્યો ?
તો દોસ્તો તમને જણાવી દઉં કે,
એ બંનેમાં એક તો છે ઇન્સ્પેક્ટર ભટ્ટ સાહેબ ને
બીજા છે હવાલદાર
આ બંને ગેટ અપ ચેન્જ કરીને ભૂપેન્દ્ર ની ઓફિસે એટલા માટે આવ્યા હતા કે
ગઈકાલે ઇન્સ્પેક્ટર એસીપીએ ભુપેન્દ્ર અને અવિનાશની જે શંકાસ્પદ હરકતો શંકાસ્પદ હિલચાલ જોઈ હતી અને પીછો પણ કર્યો હતો એ એમની શંકાને સાબિતીમાં બદલવા માટે અને પાછળથી આ કેસમાં કોઈ કચાસ ના રહી જાય કે પછી ભુપેન્દ્ર અને અવિનાશને નાની અમથી પણ કોઈ છટકબારી ના મળે એના માટે આજે આ ભૂપેન્દ્ર ની ટ્રાવેલ્સની ઓફિસે ACP ની ગઈકાલની શંકાસ્પદ વાતની પૂરેપૂરી ખરાઈ કરવા માટેનો આખો પ્લાન ઇસ્પેક્ટર એસીપી અને ભટ્ટ સાહેબે સાથે મળીને બનાવ્યો હતો અને એ પ્લેનમાં તેઓ સફળ પણ રહ્યા છે .
એ લોકોને જે જાણવું હતું એ બધું જ એમને જાણવા મળી ગયું હતું
ઓફિસમાંથી બહાર આવીને ઇન્સ્પેક્ટર ભટે ઇન્સ્પેક્ટર ACP ને કરેલ ફોનમાં એ લોકોને એ તમામ મળી ગયું હતું જે એ લોકોને જોઈતું હતું.
ભટ્ટ સાહેબનો ફોન પૂરો થતાં જ
ઇસ્પેક્ટર એસીપી પૂરેપૂરા એક્શનમાં આવી જાય છે અને ફટાફટ હવાલદારને બોલાવે છે અને કહે છે કે
હું તમને જે કહેવા જઈ રહ્યો છું, એ ધ્યાનથી સાંભળો અને એનો અમલ પણ સાવધાની પૂર્વક કરજો.
જુઓ પેલા શિવાભાઈ સરપંચના ખૂન અને લૂંટનાં તેજપુરના વાળા કેસનો ક્લાઈમેક્સ આવી ગયો છે આપણે આવતીકાલે વહેલી તેજપુર જવાનું છે અને એ પણ પૂરી તૈયારી સાથે અને હા તમે અત્યારે જ તેજપુર ગામમાં જાણ કરી દો કે,
શિવાભાઈ સરપંચના કેસનો સાચો ગુનેગાર મળી ગયો છે તેથી કાલે ગામના ચોકમાં ગામના તમામ સભ્યોને અચૂક હાજર રહેવું.
ને હા... મીડિયાને પણ જાણ કરી દો આપણે એ ગુનેગારને કાલે ગામની વચ્ચે જ ખુલ્લો પાડીશું,
જેથી ગામના તમામ લોકોએ કાલે સવારે ગામના ચોકમાં ફરજિયાત હાજર રહેવું.
જે કેસમાં છેલ્લાં કેટલાંક દિવસોથી ઇન્સ્પેક્ટર ACP, બાકીનો પોલીસ સ્ટાફ અને પૂરા તેજપૂર ગામ લોકોમાં ને મીડિયામાં પણ ખૂબ ચર્ચાનો વિષય બન્યો હતો, આ ગુનાની કોઈ જ કડી મળી રહી નહોતી, ગામ વાળા માટે દુઃખની સાથે સાથે ચિંતાનો વિષય બની ગયો હતો, ને પોલીસને તો નાકે દમ આવી ગયો હતો, એ કેસ આવતી કાલે સંપૂર્ણ રીતે ઉકેલાવાનો હતો.
આ બાજુ ભૂપેન્દ્ર અને અવિનાશને તો એમજ હતું કે,
આપણે જે ચાલાકીથી ગુનો કર્યો છે, એ કોઈને પણ કયારેય ખબર નહીં પડે, ને એટલે જ એ લોકોને પોતાની ચાલાકી પર એટલો આંધળો વિશ્વાસ હતો કે,
હવાલદારે જ્યારે ગામમાં આવીને જાણ કરી કે,
આવતીકાલે ઇન્સ્પેક્ટર ACP અને પૂરો પોલીસ સ્ટાફ સાથે સાથે મીડિયા ને પૂરા ગામ લોકોની વચ્ચે તેજપુર ગામના સરપંચ શિવભાઈના ખૂન અને લૂંટનાં કેસનાં સાચા ગુનેગારને ગામનાં ચોકમાં ગામ લોકોની વચ્ચે ખુલ્લો પાડવામાં આવશે,
આટલું જાણ્યા છતાં વહેલી સવારે ગામનાં ચોકમાં સમગ્ર ગામ લોકોની સાથે સાથે ભૂપેન્દ્ર અને અવિનાશ પણ હાજર થઈ ગયા છે, બસ ઇન્સ્પેક્ટર ACP આવે એટલી વાર છે.
મિત્રો,
શું ભૂપેન્દ્ર અને અવિનાશનો પોતાની ચાલાકી પર આટલો આંધળો વિશ્વાસ સાચો ઠરશે ?
કે પછી એ બંને ગામની વચ્ચે રંગે હાથ ઝડપાઇ જશે ?
કેમકે ઇન્સ્પેક્ટર ACP ની ભૂપેન્દ્ર અને અવિનાશ પર કરેલ શંકા ભલે સાચી હતી, પરંતુ.....
એ બંનેએ આ ગુનો કેવી રીતે કર્યો એ વાતથી તો ACP આજે પણ અજાણ જ છે.
ને નંબર બે કે જ્યારે ગુનો થયો ત્યારે તો ભૂપેન્દ્ર અને અવિનાશ બન્ને ગુનાનાં સ્થળથી લગભગ ચારસો પાંચસો કિલોમીટર દુર હતાં, અને એ વાત તો પૂરું ગામ જાણે છે.
વાચક મિત્રો, હવે આમાં આગળ શું થશે?
એ આપણે જાણીશું
ભાગ - ૩૨ માં આભાર