Inspector ACP - 30 books and stories free download online pdf in Gujarati

ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 30

પ્રકરણ ૩૦
સ્થળ - ભુપેન્દ્રની ટ્રાવેલ્સની ઓફિસ
સમય - સમી સાંજનો
ભુપેન્દ્રની ટ્રાવેલ્સ ઓફિસની સામેની સાઈડની ફૂટપાથ પર, ભુપેન્દ્રની હમણાં જ એરપોર્ટના પાર્કિગમાંથી લઈને આવેલ ખુલ્લી જીપ પાર્ક કરેલી છે.
જીપની બિલકુલ પાછળની બાજુએ,
અવિનાશનું બાઈક પણ પાર્ક કરેલું છે, અને અવિનાશ, તેમજ ભુપેન્દ્ર અત્યારે ભુપેન્દ્રની ટ્રાવેલ્સ ઓફિસમાં બેસીને કોઈ ચર્ચા કરી રહ્યાં છે.
આમ તો ભુપેન્દ્રની ઓફિસ બહું મોટી નથી, દસેક માણસો આવે તો ઓફિસ ભરાઈ જાય એટલી નાનકડી જ છે, ને ફર્નિચરમાં પણ એક જૂનું ઓફિસ ટેબલ, ને એ ટેબલની એક સાઈડ પર એક મેઈન ખુરસી, અને એની સામેની બાજુ પર બે સાદી ખુરસી, ને એની આગળની બાજુએ, સામ-સામે રાખેલ બે બાંકડા જેવી પાટલીઓ, કે જેની પર પરાણે સાતથી આઠ માણસો બેસી શકે.
ભુપેન્દ્ર અને અવિનાશ ઓફિસમાં બેસીને કંઇક વાતચિત કરી રહ્યા હતા, ને...
ત્યાંજ ભુપેન્દ્રની ઓફિસમાં કોઈ બે અજાણ્યાં વ્યક્તિઓ આવે છે, એટલે ભુપેન્દ્ર, અને અવિનાશ પોતાની વાતચીતને અધવચ્ચે રોકી, એ ઓફિસમાં આવેલ એ બંને વ્યકિત તરફ નજર નાખે છે.
ભુપેન્દ્રની ઓફિસમાં આવેલ એ બે વ્યકિત ઉંમરલાયક,
મતલબ કે, એક ૫૦ વર્ષથી ઉપરની ઉંમરના છે, ને બીજાં જે છે એ લગભગ ૬૦ ની આસપાસના વૃદ્ધ છે, ને એ વૃદ્ધના માથે, અને હાથ પર પાટા બાંધેલા છે.
બન્ને આગંતુક વ્યક્તિમાંથી, ૫૦ વર્ષની ઉંમરના વ્યકિત ઓફિસમાં આવતાંવેંત જ જણાવે છે કે....
આગંતુક :- પેલી બહાર પાર્ક કરેલી જીપ પડી છે, શું તે તમારી છે ?
ભુપેન્દ્ર :- હા કેમ, શું હતું ?
આગંતુક :- આ કાકાનું કહેવું થાય છે કે, એ ગાડીએ બે દિવસ પહેલા આં કાકાને ટક્કર મારીને પાડી દીધા હતા, ને ગાડી ઊભી પણ નહોતી રાખી, તો શું એ ગાડી તમે ચલાવતાં હતાં, કે પછી સ્ટાફમાં બીજું કોઈ પણ ચલાવે છે ?
ભુપેન્દ્ર :- ના એ ગાડી તો હું એકલો જ ચલાવું છું, પણ બે દિવસ પહેલાંની તમે જે ઘટનાં જણાવો છો,
તો તમને હું જણાવી દઉં કે, આ કાકાને જે ગાડીએ ટક્કર મારી એ આ ગાડી હોઈ જ ના શકે, કાકાની કોઈ ભૂલ થતી લાગે છે.
આગંતુક :- અરે હમણાં જ આ કાકાએ અમે અહીંથી નીકળી રહ્યા હતા, ને મને ઊભો રાખ્યો, ને પછી તમારી ગાડીનું ચારે બાજુથી નિરિક્ષણ કરીને મને જણાવ્યું કે, એમને બે દિવસ પહેલાં જે ગાડીએ ટક્કર મારી હતી, એ આજ ગાડી છે.
પછી કાકાને પૂછે છે કે,
કાકા, તમને પુરી ખાત્રી છે ને, કે તમને જે ગાડીએ ટક્કર મારી એ આજ ગાડી છે ? ને પછી તેઓ કાકા સામું જોઈ રહે છે.
કાકા કોઈ જવાબ નહીં આપતાં....
ફરી મોટા અવાજે પૂછે છે કે,
કાકા આ એ જ ગાડી છે ને, જેને તમને ટક્કર મારી હતી ?
તો કાકા પોતાના કાનનું મશીન સરખું કરે છે.
હકીકતમાં કાકાનાં કાનમાં સાંભળવાના એ મશીનમાં, સેલ પૂરા થઈ ગયા છે. એટલે
ભુપેન્દ્ર :- વડિલ આ કાકાની ગાડી જોવામાં કંઈક ભૂલ થઈ લાગે છે, કેમકે કાકાને ટક્કર મારવાવાળ આ ગાડી હોઈ જ ના શકે,
કેમકે, આ ગાડી ચાર પાંચ દિવસથી સર્વિસ માટે, સર્વિસ સ્ટેશનમાં પડી હતી, ને
હજી હમણાં જ હું ગેરેજથી એ ગાડી લઈને આવ્યો છું.
એટલે આગંતુક :- ના ના ભાઈ, તમે થોડુ ઊભા રહો.
આ કાકાના કાનના મશીનના સેલ આટલામાં મળશે ક્યાંય ? ભુપેન્દ્ર :- હા અહીં સામે જ સ્ટેશનરીની દુકાન છે, ત્યાંથી તમને સેલ મળી રહેશે.
આગંતુક :- કોઈ વાંધો નહીં ભાઈ, હું સેલ લઈને આવું છું એમના મશીનમાં નાખીએ, અને પછી આપણે કાકા સાથે જ સાચું ખોટું કરી લઈએ.
આટલું કહીને પેલો વ્યકિત સેલ લેવાં નિકળે છે, અને કાકાને પાટલી પર બેસાડે છે.
થોડી વારમાં પેલો વ્યકિત સેલ લઈને આવે છે, મશીનમાં સેલ નાખે છે, અને કાનનું મશીન ચાલું થઈ જતાં, એ કાકા, ભુપેન્દ્ર સાથે થોડી વાત કરે છે, અને પછી કાકા કહે છે કે.....
કાકા :- કદાચ આવી જ હતી એ ગાડી, કે જેણે મને ટક્કર મારી હતી, પણ બની શકે છે કે, એ ગાડી બીજી કોઈ પણ હોઈ શકે.
આટલું કહી પેલા ભાઈ, ભુપેન્દ્રને સોરી કહીને ત્યાંથી નીકળી જાય છે.
ને બહાર આવી સીધો ફોન લગાવે છે,
ઈન્સ્પેકટર ACP ને
મિત્રો,
વધારે પ્રકરણ ૩૧ માં

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED