ફટાકડાની મજા કે પર્યાવરણની સજા Jagruti Vakil દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ફટાકડાની મજા કે પર્યાવરણની સજા

ફટાકડાની મજા કે પર્યાવરણની સજા

દિવાળી આવી ફટફટ ફૂટતા ફટાકડા લાવી બરાબરને પણ આ દિવસોમાં એક પૃથ્વી કે જેના પર આપણે રહીએ છીએ એ ધરતી માતા બિચારા બહુ ડરતા હોય છે. હા ચાલો આજે આપણે એના વિશે વાત કરીએ દિવાળીને આનંદપૂર્વક મનાવવાની સાથે નવા સમયમાં તબિયતની પણ કાળજી રાખવી એટલી જ જરૂરી બની જાય છે. ફટાકડાથી થતા વાતાવરણના પ્રદૂષણ તથા અમુક વખતે થતી સામાન્ય કે જીવલે ખોરાકની બે કાળજીથી થતા આરોગ્યને નુકસાન તથા મુસાફરીને લગતા આરોગ્યની સાવચેતી ખૂબ જ જરૂરી બની જાય છે. સામાન્ય રીતે કોઈપણ સમયે આપણને કાંઈ જીત મળી, કોઈનો જન્મ થાય,લગ્ન હોય, આનંદના પ્રસંગો હોય અને ખાસ કરીને દિવાળીના દિવસોમાં આપણે ફટાકડા ફોડીને આનંદ મેળવતા હોય. હા,તે આપણા મનને જરૂર આનંદ આપે જ, પણ એ ફોડ્યા પછી એની શું અસર થાય છે તે પણ આપણે જાણવી ખૂબ જરૂરી બની જાય છે.

એવું કહેવામાં આવે છે કે પહેલાના જમાનામાં પણ આતશબાજી થતી હતી અને મોટા પ્રમાણમાં તેનો ઉપયોગ હાથીઓની લડાઈ અથવા શિકારમાં થતો. હાથીઓની લડાઈમાં હાથીઓને ડરાવવા ફટાકડા ઉપયોગમાં લેવાતા. મોગલકાળમાં લગ્ન અને બીજા પણ ઉત્સવોમાં ફટાકડા ફોડાતા અને આતશબાજી થતી હોય તેવુ નિષ્ણાતો જણાવે છે કે ફટાકડા ફૂટતા જ્વલન્સીલ રસાયણોની અસર અસ્થમા જેવી બીમારી, લોહીનું દબાણ, આંખોમાં બળતરા થવી, જેવી તકલીફો ઊભી થાય છે. પોટેશિયમ ક્લોરાઇડ, ગન પાવડર, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ, સલ્ફર જેવા પદાર્થોમાંથી બનતા ફટાકડા જ્યારે સળગે ત્યારે તેમાંથી અલગ અલગ રંગના ધુમાડા અને અવાજથી શરીરના આરોગ્યને હાનિકારક તેવા પદાર્થો ઉત્પન્ન થાય છે બાળકમાં પાર્ટીક્યુલેટ મેટરની સામે લડવાની કાર્યક્ષમતા ઓછી હોવાથી આવા વાયુઓની અસર તેમને વધુ પ્રમાણમાં થાય છે.તો ફેફસા અને શ્વાસનળીઓએ વાતાવરણના સીધા અને સતત સંપર્કમાં રહેતા હોવાથી વાતાવરણના ઝેરી વાયુ કે પદાર્થોની સીધી અસર તેના પર જોવા મળે છે. ધુમાડામાં રહેલ વાયુઓથી છાતીમાં ભાર લાગવો,શ્વાસનળીમાં સોજો આવવો,શ્વાસ લેવામાં તકલીફ પડવી,આંખોમાં બળતરા થવી અને ગળામાં પણ બળતરા થાય- આવી ઘણી બધી તકલીફોમાં દિવાળીના દિવસોમાં 30થી 40% જેટલો વધારો નોંધાય છે- એવું ડોક્ટરો જણાવે છે.

ઇન્સ્ટિટયૂટ ઓફ એન્વાયરમેન્ટ એસેસમેન્ટ એન્ડ વોટર રિસર્ચના 2010 ના એક સર્વે મુજબ ફટાકડાથી ઉત્પન્ન થતા ધુમાડાથી શ્વાસની સમસ્યાવાળા દર્દીઓ કે જેમાં અસ્થમાના દર્દીઓની તકલીફમાં વધારો થવાની શક્યતા રહેલી હોય છે શરીર માટે હાનિકારક વાયુઓનું પ્રમાણ વાતાવરણમાં ભળવાથી અસ્થમાના દર્દીની સમસ્યાઓમાં વધારો થતો જોવા મળે છે. ભારતમાં દિવાળીના તહેવારમાં તાઈવાનમાં આંતરરાષ્ટ્રીય ફાયર વર્કર્સ ફેસ્ટિવલ મટિરિયલ રાષ્ટ્રીય કાર્યક્રમ દરમ્યાન ફટાકડાની પર્યાવરણ અને જનજીવન પર થતી અસર અંગે કરવામાં આવેલ સર્વેથી શ્વસનતંત્ર પર તેની આડ અસરો અને તેમાં પણ અસ્થમા રોગથી પીડાતી વ્યક્તિઓમાં સવિશેષ જોવા મળે છે ફટાકડા બનાવતા કારીગરોની વાત કરીએ તો તેઓ ઘણા લાંબા સમય સુધી આ પદાર્થોના સંપર્કમાં રહે છે પરિણામે તેમની શારીરિક તકલીફોમાં પણ વધારો થતો જાય છે આવા ફટાકડા બનાવનાર કારીગરો માટે પર્સનલ પ્રોટેક્ટિવ સિસ્ટમનો ઉપયોગ કરવો જોઈએ.

નજીકથી કે હાથમાં રાખી ફટાકડા ફોડતા આંખો ચહેરો કે હાથ દાઝી જાય છે આ સમસ્યાનો ઉપાય સાવચેતી જ બની શકે. આ ઉપરાંત જો કોઈ વ્યક્તિ દાઝી જાય તો તરત જ નજીકની હોસ્પિટલમાં તેની યોગ્ય સારવાર લેવી જોઈએ. બાળકો જ્યારે ફટાકડા ફોડે ત્યારે કોઈ વાલીને- મોટા ભાઈ બહેનને કોઈને પણ સાથે રાખીને જ અને તેમની સૂચના મુજબ ફોડવા જોઈએ. સામાન્ય દિવસોમાં દિવસના પ્રમાણ 55 ડેસીબલ આસપાસ હોય છે અને રાત્રિના સમયે તે લગભગ 45 હોય છે પરંતુ આ સ્તર દિવાળીના દિવસે 70 થી 90 ડેસીબલ સુધી પહોંચી શકે છે એટલે તો તબીબો એવું કહે છે કે આ અવાજો કાનને પડદા અને બહેરા કરવા માટે પૂરતા છે.

કેટલાક લોકો એવું માને છે કે ફટાકડા ફોડવાથી બાળક બહાદુર બને અને તેનો ડર દૂર થાય પણ આ માન્યતા ભૂલ ભરેલી છે. ફટાકડા જ્યારે ફોડવામાં આવે છે ત્યારે અસંખ્ય સૂક્ષ્મ જીવોનો કચ્ચરઘાણ નીકળી જાય છે તો મોટા જીવોને ત્રાસ થાય છે. આમ તો

આનંદ હર્ષ કે ખુશીની અભિવ્યક્તિ જીવોની હિંસા થાય એ રીતે તો ન જ કરાય બાળકના જન્મ વખતે કે ઉત્તમ પરિણામ વખતે એવું જરૂરી નથી કે ફટાકડા જ ફોડીને આનંદ ઉત્સવ કરાય. એના બીજા પણ વિકલ્પો હોઈ શકે જેવા કે મીઠાઈ વેચીને મોઢું મીઠું કરી શકાય, પ્રભુ ભક્તિના આયોજન ગોઠવી શકાય, ગરીબોની અન્ન વસ્ત્ર વગેરે દાન આપીને પશુઓને ઘાસચારો આપીને,પક્ષીઓને ચણ આપીને પણ ઉજવણી કરી શકાય. એકબીજાને વધાઈ આપીને ભેટીને કે પછી અન્ય કોઈ રીતે ઉજાણી કરી શકાય.આમ ફટાકડા ફોડવાથી આપણને અને અન્યને બધાને નુકસાન થાય છે, તે સાથે પર્યાવરણને તો નુકસાન થાય જ છે. હવા પાણી અને જમીનનું પ્રદૂષણ થવાથી પર્યાવરણ ચક્ર માં નુકસાન થાય છે.ફટાકડા ફોડવાથી નાના-મોટા જીવજંતુઓ વગર બળીને ખાસ થઈ જાય છે તો હવામાં ઉડતા જીવજંતુઓ પણ મરી જાય છે. રાત્રે માળામાં કે ખૂણે ખાચરે પોતાના ઈંડા કે બચ્ચાઓ સાથે સૂતેલા પક્ષીઓ ગભરાટના માર્યા ઉડવા જાય તો તેમના ઈંડા નીચે પડીને ફૂટી જાય છે અને આવા પક્ષી કે તેના બચ્ચાઓ-નિશાચાર શિકારી જીવોના શિકાર બની જાય છે.પ્રદૂષણને કારણે પશુ પક્ષીઓને પણ માનવીની જેમ જ ગભરામણ થાય છે માલ મિલકતોની વાત કરીએ,તો ફટાકડા આદર્શ બાજીને કારણે આગ લાગવાના બનાવો બનતા ચોપડા,મકાન કે ગોડાઉન અથવા તો પેટ્રોલ પંપ જેવી મિલકતોને ભારે નુકસાન પહોંચે છે. સરકારી મિલકતોને વારંવાર નુકસાન જાય છે.ફટાકડા જમીનમાં મોટા અવાજે ફૂટતા ઇમારતી પાયાઓને પણ નુકસાન થાય છે. નબળા મકાનના પાયાઓ હલી જાય છે,ડામરના રોડને નુકસાન થાય છે,પર્યાવરણમાં ઠેર ઠેર કાગળના કચરા તથા ઝેરી રસાયણ ના ઢગલા થાય છે. જેથી નુકસાન થાય છે વાતાવરણમાં ઝેરી ધુમાડો મળે છે કે જેના કારણે હવા દૂષિત થાય છે .ફટાકડા હવામાનનો મહત્તમ ઓક્સિજન શોષી લે છે અને બદલામાં અંગારવાયું પાછો ફેકે છે છે. આમ ચાર ગણું નુકસાન થાય છે. જે દર્દીઓને શ્વાસની તકલીફ હોય તેમના માટે તો આ એકદમ ત્રાસ રૂપ ઘટના બની જાય છે. આ સાથે અવાજનું પ્રદૂષણ પણ થાય છે. વરસાદનું પાણી આ બધું કચરો અને રસાયણ નદી તળાવ સરોવરમાં ખેંચી જાય છે જેના પરિણામે પીવાનું પાણી પણ દૂષિત થાય છે અને જંગલોના નાશમાં એ નિમિત રૂપ માનવામાં આવે છે.વાતાવરણમાં રહેલું ઓઝોન વાયુનું પડ કે જે સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોને પૃથ્વી સુધી આવતા રોકે છે, તે પાતળું પડતા તે કિરણો પૃથ્વી સુધી આવવા માંડ્યા છે અને એટલે જ કાતિલ શિયાળામાં પણ આપણને સૂર્યનો તાપ આકરો લાગે છે.આ સાથે ગ્લોબલ વોર્મિંગ શબ્દ તો આપણે સૌએ સાંભળ્યો જ છે કે સમગ્ર પૃથ્વી ઉપર અત્યારે ગરમીની માત્રા વધતી જાય છે.

આ દિવાળીએ પર્યાવરણને શુદ્ધ રાખવા સાચો નાગરિક ધર્મ બજાવીએ.