Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

દિલની આશ, એનો સાથ - 2 (અંતિમ ભાગ - કલાઈમેક્સ)


કહાની અબ તક: પ્રિયા નેહલને પ્યાર કરે છે, એ જાણીને પણ હવે હું આખરે કેવી રીતે આ શહેરમાં રહી શકું! ભલે અમે સુખમાં વધારે સાથે ના રહ્યાં હોય પણ દુઃખમાં તો હું દરેક વાર એની સાથે જ હતો ને! મને આ શહેરમાં હવે ઘુટણ અનુભવાઈ રહી હતી અને એટલે જ મેં નેહા વગેરે સાથે જવાનું વિચાર્યું હતું, પણ હું બહુ જ આશ્ચર્ય માં હતો કે એની આંખોમાં આંસુઓ હતાં!

હવે આગળ: "ઓ પાગલ! શું થયું, કેમ રડે છે?!" મેં એને મારી બાહોમાં લઇ લીધી. હા, હું એને હજી એટલો જ પ્યાર કરતો હતો!

"તને ખબર તો છે, એક સેકંડ પણ જો તું દૂર જાય છે તો મારા શ્વાસ બંધ થવાની શક્યતા એકસો દસ ટકા વધી જાય છે!" એને રડતાં રડતાં જ કહ્યું.

"જો બકા, તું નેહલને લવ કરીશ, તું એની જોડે લગ્ન કરીશ તો પણ આવું જ કરવાની?!" મેં કહ્યું.

"એનું નામ ના લે!" એ બોલી, "હા, નામ નહીં લેવું, મેં એને કોલ કરી દીધો છે, એ આવતો જ હશે, આદત પાડી લે એના સાથની હું તો હવે નહિ.." મેં કહ્યું અને જવાની તૈયારી કરી. એના આંસુઓ આજે મને રોકવા સમર્થ નહોતા લાગી રહ્યાં!

"તું ક્યાંય નહિ જાય!" એને આંસુઓ લૂછ્યા અને મારા બંને હાથને પકડી લીધા.

"ના, જવું જ પડશે.. હું જાણું છું કે હું તમારી બંનેની વચ્ચે આવું છું, તારી અને નેહલ ની બધી જ ખુશિયા ની વચ્ચે એક હું જ દીવાલ બની ને વચ્ચે આવું છું ને.. તમે બંને ખુશ રહેજો." હું બોલ્યો.

"પણ બાબા! મેં ક્યારેય એને લવ કર્યો જ નહિ! ગીતા એ અને બાકી બધાએ મને આવો આઇડયા આપ્યો હતો કે જો હું આવું કરીશ તો તું મને પ્રપોઝ કરીશ એટલે!" પ્રિયાની હાલત રડી રડીને ખરાબ હતી.

"જો નેહલ પણ આવી ગયો.." મેં એનું ધ્યાન ભટકાવ્યું તો હું માંડ ત્યાંથી નાસી ગયો.

તો હવે મેડમ ને ગીતા વગેરે પર વધારે વિશ્વાસ હતો એવું ને! હું વધારે ગુસ્સે થઈ ગયો.

🔵🔵🔵🔵🔵

"અહીંયા તો જીવવા દે મને!" હું એની તરફ જોવા પણ નહોતો માગતો!

"માફ પણ કરી દે ને.." એના શબ્દોમાં બહુ જ આજીજી હતી. પણ એટલી આજીજી હજી પણ મારા માટે કાફી નહોતી.

"લગ્ન કરી લે, નેહલ બહુ જ મસ્ત છોકરો છે!" મેં એને સ્વાભાવિક રીતે જ કહ્યું.

"એનું નામ ના લે.. યકીન માન, મેં જે કંઈ કર્યું બસ તને પામવા જ!" એ બોલી, હું સાંજે આદત પ્રમાણે અહીં પણ કેફેમાં ચા પીવા આવ્યો તો પ્રિયા પણ આવી ગઈ, કોણ જાણે ક્યારે એ તો મારી પહેલાં અહીં આવી ગઈ હતી! ખરેખર તો મને ખુશી પણ હતી, હું પણ એનાથી દૂર જવાનું નહોતો ઈચ્છતો, પણ હવે જોઈએ આગળ શું થવાનું હતું.

"જો મેં લાઇફમાં બસ એક તને જ પ્યાર કર્યો છે અને હું બસ તને જ લવ કરું છું, પ્લીઝ બાબા મને માફ કરી દે!" એ બહુ જ ઉદાસીનતાથી બોલતી હતી.

"જો બકા, મને ખબર પડી ગઈ છે કે તું નેહલ ને લવ કરે છે, મારા કરતા તો કેટલો મસ્ત લાગે છે ને!" મેં કટાક્ષમાં કહ્યું.

"ઓ.. તું બેસ્ટ છું.. તારા જેવું બીજું કોઈ છે જ નહિ!" એ બોલતી હતી.

"ચૂપ થઈ જા.. પ્યાર કહેવાનો થોડી હોય, જતાવવાનો હોય, અને તુએ બહુ જતાયો!" મેં તાણો મારતા કહ્યું.

"હા સમજું છું, ખબર છે તારી જગ્યા એ હું હોત તો પણ એવું જ કરતી, પણ એકવાર મારા વિશે પણ તો વિચાર.. આઈ એમ રીયલી સોરી!" એ બોલી, શબ્દો તો એવા લાગતા હતા, જાણે કે હું માફ નહિ કરું તો પોતે મારા વગર કેવી રીતે રહેશે!

"છોડ ને, એ બધાં લોકોને, હવે તો આપને એ લોકોથી દૂર છીએ ને! આ એકદમ નવુ જ શહેર છે અને આપને એક નવા જ રિશ્તા ને શુરૂ કરીએ.." એને કહ્યું.

શું જાણે એને શું ખયાલ આવ્યો કે એ તુરંત જ મારી બાહોમાં આવી ગઈ, હું પણ એને હગ કર્યા વગર રહી જ ના શક્યો!

(સમાપ્ત)