દિલની આશ, એનો સાથ - 1 Hitesh Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દિલની આશ, એનો સાથ - 1


શું ખુદ હું ભૂલી ગયો છું કે અહીં શું કરવા આવ્યો છું?! જાણે કે હું ખુદને જ સવાલ કરતો હતો. પણ શું એ જાણીને પણ કે હું ખુદ પોતે જ બસ એને જ ચાહું છું, શું એ મને એટલો જ પ્યાર કરશે?!

હું મારા જીવનકાળ દરમિયાન ક્યારેય આટલો કંગ્યુઝ નહોતો, પણ આજે મને પ્રિયાને છોડી દેવાની ઈચ્છા થઈ રહી હતી, બહુ થયું આ બધું, મને જાણે કે હું પ્રિયા સાથે ક્યાંય દૂર રહેવા ચાલ્યો જાઉં એવો વિચાર આવે છે. બહુ થયું આ બધું. જ્યારે કોઈ આપની ચિંતા કરવાવાળું મળી જાય છે ત્યારે તો વળી ગૂંચવણ વધી જાય છે.. પણ એ ચિંતા બસ આપની જ નહિ પણ બીજાની પણ કરતી હોય તો? પણ શું થાય જ્યારે એ જ બીજા વ્યક્તિને પ્યાર કરે?!

"પણ હું શું કરું એમાં.." પ્રિયા એ ખુદને મારા ખભે ઢાળી દીધી હતી, એવું બિલકુલ નહોતું કે આવું પહેલીવાર થઈ રહ્યું હતું, પણ મને પણ આ વખતે એનાં પર થોડો પ્યાર આવી ગયો.

મેં એના ચહેરા પર હાથ મૂકી દીધો, મારી ફિલિંગ સંતાડવા તુરંત જ બોલ્યો - "તું જરાય ચિંતા ના કર, નેહલ ને હું કોઈ પણ હાલતમાં તારો કરીશ!"

પણ ખરેખર તો મારે કહેવું હતું કે એવું તે શું છે નેહલમાં કે જે મારામાં નહિ! હા, એ તારી સાથે વધારે હસ્યો હશે, પણ દુઃખના દરેક પળમાં શું હું પ્રિયાની સાથે નહોતો?!

ગમે એ થાય પણ હું પ્રિયાને મારી સામે જ બીજાની થતાં નહિ જ જોઈ શકું, મેં એક ઈરાદો મનમાં જ પાક્કો કરી દીધો અને બસ ત્યાંથી જવા માંડ્યું.

"ક્યાં જવું છે?!" પ્રિયાએ મારો હાથ પકડી લીધો, હા, જાણે કે કહેવા ની ના હોય કે હું તો તને જ પ્યાર કરું છું..

"નેહા લોકો બહુ યાદ કરે છે તો ત્યાં જવું છે.." મેં કહ્યું, હા, કહેવું જ પડે, કેમ કે પ્રિયા ખુદ પણ જાણતી હતી કે હું એનાથી ક્યારેય જૂઠ નહિ બોલતો.

"જાય છે તો કોઈ જ પ્રોબ્લેમ નહિ, બસ એટલો જવાબ આપી દે કે પાછા ક્યારે આવશો?!"

"કોઈ જ નક્કી નહિ, મહિનાઓ, વર્ષ.." મારા માટે કહેવું બહુ જ મુશ્કેલ હતું કારણ કે હું પણ તો જાણું છું ને કે પ્રિયા ને તો મારા વગર એક દિવસ પણ એક વર્ષ જેટલો મોટો લાગે છે, હા, એકવાર તો માંડ અઠવાડિયું જ દૂર હતો તો પણ છેક રાત્રે જીદ કરીને બોલાવ્યો હતો, એક જ જીદ કે મારે તને જોવો છે! ખબર નહિ સમયનો આ કયો ક્ષણ હતો કે એ બદલાય ગઈ હતી, હું કઈ સમજી ના શક્યો.

"કેમ એવું કહે છે, નહિ રહેવું હવે અહીં!" એને બહુ જ રડમસ રીતે કહ્યું, ચહેરો તો એવો રડમસ બનાવ્યો હતો જાણે કે હું તુરંત જ એના ચહેરાને મારી હથેળીમાં લઈને કહી દઉં, "ક્યાંય નહીં જાઉં!" પણ મેં ખુદને સાચવ્યો.

"એવું તે શું કરી દીધું આ શહેર એ તારી સાથે કે આ શહેરના લોકો તને સતાવે છે?!" મજાકિયા અંદાઝમાં પ્રિયાએ બહુ જ જરૂરી સવાલ કર્યો હતો.

"હા એવું જ કંઇક છે, પણ બસ હવે બહુ થયું, બહુ બધું થઈ ગયું સહન, હવે અહીં રહું છું તો ઘુટન જેવું થાય છે.." મેં બધો જ રોષ શબ્દોમાં ઠાલવતા કહ્યું.

"મને પણ નહિ કહે કારણ.." પ્રિયા એ હક કરતા કહ્યું.

"તને.. તને કઈ કશું કહેવું જ પડે છે.. તું તો બધું જ જાણી જાય છે ને.." મેં એના ગાલ પર એક હળવી ટપલી મારી.

આ કેફે અમારી બંનેની ફેવરિટ જગ્યા હતી. અમે ઘણીવાર અહીં આવતા હતા.

"જો હવે તું કોઈ પણ જીદ ના કરતી, મને મળવાની ઈચ્છા થાય તો નેહલ ને હું કહી દઈશ.." મેં એને કહી તો દીધું પણ હું અણજાણ હતો કે એના આંસુઓ નીકળી આવશે!

આવતા અંકે ફિનિશ..
____________________
એપિસોડ 2(અંતિમ ભાગ - ક્લાઈમેક્સ)માં જોશો: "જો નેહલ પણ આવી ગયો.." મેં એનું ધ્યાન ભટકાવ્યું તો હું માંડ ત્યાંથી નાસી ગયો.

તો હવે મેડમ ને ગીતા વગેરે પર વધારે વિશ્વાસ હતો એવું ને! હું વધારે ગુસ્સે થઈ ગયો.

🔵🔵🔵🔵🔵

"અહીંયા તો જીવવા દે મને!" હું એની તરફ જોવા પણ નહોતો માગતો!

"માફ પણ કરી દે ને.." એના શબ્દોમાં બહુ જ આજીજી હતી. પણ એટલી આજીજી હજી પણ મારા માટે કાફી નહોતી.