સાથે વિતાવેલી થોડી જૂની શાળા ( સ્કૂલ ) ની યાદ.
શાળા એ જવાનો જે સમય છે એના કરતાં આપડે દસ મિનીટ મોડા જઈશું પણ યાર આપડે બંને એક સાથે જ શાળા માં જઈશું,
ભલે શાળા ભરાઈ જાય પણ સાથે જ જઈશું,
શાળા માં ભલે પ્રાથના પટી જાય પણ આપડે બંને તો એક સાથે જ છેલ્લે બેસીશું,
શાળા માં પ્રાથના માં દયાન થોડું આપીશું પણ યાર આપડે બંને ધમાલ તો ખૂબ કરીશું,
પ્રાથના માં તું મારી પાછળ બેસ જે અને હું તારા આગળ બેસીશ,
પણ યાર આપડે બંને સાથે રહીશું,
પ્રાથના પટી જાય એટલે કબૂતરો ને ચણ નાખવાં આપડે બંને સાથે જ જઈશું અને સાંતી થી રખડતાં રખડતાં આપડે બંને રૂમમાં છેલ્લે જ જઈશું,
યાર તું રૂમમાં પહેલો બેસે ને હું છેલ્લો બેસું એવું તો ક્યાં થી ચાલે,
યાર પણ આપડે બંને રૂમમાં તો એક સાથે જ બેસીશું,
પણ શાળા માં તો આપડે બંને એક સાથે જઈશું,
પહેલો પ્રિયડ ક્યાં સાહેબ નો છે એ વિચારી ને તો આપડો તો મૂડ જ મરી જતો,
પણ ખબર પડે કે આપડાં પ્રિય સાહેબ નો પ્રિયડ છે તો પાછાં આપડે ખુશ થઈ જતાં,
પછી તો સાહેબ ભણાવે એમાં દયાન થોડું દઈ ને ધમાલ મસ્તી ખૂબ કરતાં,
પણ યાર આપડે શાળા માં તો આપડે બંને એક સાથે જ જઈશું,
સાહેબે ભણાવેલ ઊભા કરી ને પૂછે તો કાંઈ નાં આવડે તો રૂમ વચ્ચે લાચાર પડી જાતો,
પછી એક ફૂટ મારી ને બેસાડી દેતાં,
પણ યાર આપડે રૂમ માં પણ એક સાથે બેસતાં હતાં,
લેશન તો બાકી હોય તો પણ છતાં શાળા એ તો જવાનું,
પછી સાહેબ લેશન આપી ને જાય પછી મળેલ સમય માં પણ ધમાલ તો ખૂબ કરતાં યાર,
રૂમ માં વિમાન બનાવી ને રૂમ માં બધાં એક થઈ ને મસ્તી ખૂબ કરતાં,
પછી રૂમ માં કોઈ ને નાં આવડે એવું કંઈક સારું નવું ધરે થી સિખી ને આવવાનું અને રૂમ માં કેવાનું કે તમને જાદું બતાવું અને જાદું કર્યાં પછી રૂમ નાં મિત્રો પણ ખુશ થઈ જતાં અને આપણને તો જાદું કર્યાં પછી ખૂબ મજા આવતી પણ યાર સસાચી ખુશી તો ત્યારે આવતી જ્યારે સાહેબ ભણાવે અને સાહેબ નાં સામે આપડે બંને ધમાલ કરતાં, પણ યાર શાળા માં તો આપડે બંને સાથે જ જઈશું,
પછી રમવાની પડેલ રિસેસ માં રમવાનું ઓછું અને જગડાં તો ખૂબ કરવાનાં,
અને છોકરીઓ જોડે તો વાત કરતાં પણ સરમ આવતી હતી યાર ,
પછી રીસેસ માં તો રાજા થઈ ને ફરવાનું ,
પણ યાર રાજા તો ત્યારે થવાતું હતું જ્યારે તું મારે સાથે રહેતો,
પણ યાર રીસેસ પટી જાય પછી પણ યાર આપડે બંને સાંતી થી રખડતાં રખડતાં રૂમ માં જવાનું,
પછી યાર આપડી જગ્યા પર બીજું કોઇ બેસી જાય તો તરત જ તેને ઉઠાડી દેવાનો,
પછી રૂમ માં સાથે બેસ્યા પછી ધમાલ તો ચાલું થઈ જતી, પછી ફરી થી પાછો એ વિચાર લઈ ને બેસવાનું કે હવે રિસેસ પછી બીજા ક્યાં સાહેબ નો પ્રિયેડ આવશે,
ખબર પડે કે હવે ગણિત આવશે તો પછી મૌંન થઈ ને બેસી જવાનું પછી તો સાહેબ સામે નાં જોવાનું કે નાં ધમાલ કરવાની પછી તો સાંતી થી ભણવાનું કરવાનું યાર,
પછી સાહેબ દાખલા ગણવા આપે તો યાર જાતે નહીં પણ તારા માં થી જોઈ ને દાખલો ગણી લેવાનો ,
ગણ્યા પછી સાહેબ ને તો બતાવવાં તો જવાનું નહીં સાહેબ કે તો બતાવવાં જવાનું પછી સાહેબ નાં બોલાવે તો એ દાખલો ભૂસી ને નવો દાખલો સરું કરી દેવાનો,
પછી યાર સાહેબ રૂમમાં થી જાય પછી સાંતી મળે,
પણ યાર ભણવાનું તો એકબીજા ને એક સાથે,
ગમે તે થાય પણ શાળા માં તો આપડે બંને એક સાથે જ જવાનું ,
પછી યાર જમવા માટે રિસેસ પડે એટલે એક સાથે જ જમવા બેસવાનું,
પછી યાર જમ્યા પછી તો હતાં ને હતાં એ થઈ જવાનું , સિસ્ત વગર અને ધમાલી વધારે,
પછી કોઈક નાં સાથે તો જગડો તો કરવાનો,
પણ અફસોસ કે જગડા ની વાત સાહેબ મારા ધરે નાં કરતાં.. આવી રીતે સારા સાહેબ અને સારું ભણતર અને થોડી ઘણી ધમાલ મસ્તી ,
પણ યાર કંઈ ખબર પણ ના પડી ને આજે ગામમાં જઈ એ તો એ જ શાળા મળે છે ત્યાં મસ્તી સાથે જ્ઞાન મળતું હતું. પણ યાર શાળા માં તો આપડે બંને એક સાથે જ જઈશું.
બસ આવી જ સ્તિથી અને આવી જ હાલાત ખબર પણ ના પડી અને અમે ધોરણ એક તે ધોરણ આઠ સુધી મોજ મસ્તી અને વગર લેસને આવતાં. પછી તો ઉંમર વધતી ગઈ અને બાળપણ અમારું ધીમે ધીમે ગટવા લાગ્યું. બસ આવાજ દિવસો ફરી યાદ આવી જાય છે જ્યારે કોઈ નાના બાળક ને શાળા એ જતાં જોવું છું ત્યારે.
બસ કંઈક આવી હતી અમારી નાની ઉંમર ની વાતો, થોડો ડર અને થોડો નીડર અને ભણતર ની મજા.
આજે સાથે રહેવાનું મન થાય છે પણ અફસોસ કે સમય તો ફૂલ છે પણ સમય અને એવાં મિત્રો નથી જે બાળપણ માં હતાં.. એટલે સમય હરો હાર હલજો તો ખૂબ મજા આવશે. પછી તો યાર સાચે જ એક વાત કેવી છે કે,
" પણ યાર આપડે બંને એક સાથે જ શાળા માં જઈશું.."
લેખક : યુવરાજ વિસલવાસણા - યુવી