પ્રકરણ
6 મારુ બાળપણ …!!
એ
ડાયરીના બે કોરા મુકાયેલા પેજ પછીના પેજ પર ઘાટા અને સુશોભિત અક્ષરોથી લખાયેલું ‘ મને આકર્ષી રહ્યું હતું. મને એ ડાયરી
છોડવાની ઈચ્છા જ નહોતી થતી.. પણ ઘડિયાળનો એ નવ વાગ્યાનો ટકોર મને ચેતવી રહ્યો હતો
કે 9 ને 10 વાગ્યે ઓનલાઈન લેક્ચર લેવાનો છે અને એ પણ સમાજવિદ્યા…. મારા જીવનનો
સૌથી બોરિંગ વિષય ને એ જ વિષય આજે મારે ભણાવવાનો છે….
એ
સમયે મેં ઝડપથી એ પછીનાં દરેક પેજ એકી સાથે ફેરવ્યાં, એ ડાયરીનું સુંદર લખાણ અને
એની સ્વચ્છતાં મને આકર્ષી રહી હતી. મારુ મન એ ડાયરી વાંચવા માટે આતુર હતું…પણ આખરે
મેં મનને મનાવી ડાયરી ફરીથી એ લોકરમાં
મૂકી દીધી અને લેક્ચરની તૈયારી કરવા લાગી..
એ
સમયે તૈયારી લેક્ચરની ચાલતી હતી…. પણ મન તો એ ડાયરીના રહસ્યો ઉકેલવા માટે જ દોડાદોડ કરી રહ્યું
હતું….
લગભગ
40 મિનિટનો લેક્ચર પૂર્ણ કર્યા પછી હું સ્ટાફ રૂમમાં પરત ફરી … હા , કારણ કે દરેક
લેક્ચરનાં સમયે કોઈ અલગ અલગ વર્ગખંડમાં જોવા મળે તો કોઈ સ્ટાફરૂમમાં…. અને એ પછી
મળે 15 મિનિટનો બ્રેક અને ફરી શરૂ થાય બીજો લેક્ચર….
આજે
મારો બીજો લેક્ચર હતો નહિ એટલે હું હાશકારો અનુભવી રહી હતી… કારણ કે વારંવાર મારુ
અશાંત મન એ ડાયરી તરફ ખેંચાઈ રહ્યું હતું….
સ્ટાફરૂમમાં
પ્રવેશ્યા પછી મેં ફરીવાર મારુ લૉકર ખોલ્યું અને ડાયરી લઈને સ્ટાફરૂમમાં એ જ
ખૂણાની લઈને બેસી ગઈ. અને એ ડાયરીને ફરી
પંપાળવા લાગી ને ઝડપથી my
journey નાં
સુંદર મરોડદાર સફર સુધી ફરી પહોંચી ગઈ….
જેમ
પોતાનાં સાયબાની રાહ જોઈ જોઈને આખરે એને નીરખવા સ્ત્રી અધીરી થઈને ઘરના બારણાં
સુધી દોડતી જાય છે બસ એ જ ઝડપથી એ ડાયરીનું એ પેજ મેં પલટાવ્યું અને પ્રથમ પેજ પર
કંઇક કવિતા લખી હોય તેવું દેખાતું હતું…. મેં ખૂબ જ આતુરતાપૂર્વક વાંચવાની શરૂઆત
કરી….
“
મનમોહક મધુરો એવો કાન ,
મારા
આગમનથી ભૂલ્યા સૌ ભાન,
અરે
! અરે ! ભૂલ્યા સૌ ભાન ,
થયા
મગ્ન ને ભૂલ્યા સૌ સાન…
મારા
શિલ્પુ જોડે હું મ્હાલ્યો,
ને
મારી મૈયાનો હું લાલો,
મારી
પાંચેય બહેનોનો એવો વ્હાલો,
ને
એમાં આવ્યો છોટુ શંભુ પ્યારો…
સુના ખોળા પૂર્યા ભરી મારી ચાલ,
ઘોડે
ઘોડે ચાલ્યા શિલ્પુ-મૈયા હાલ,
ડગલે
ડગલે ભગિનીઓની ચાલ ,
એવી
રીતે મોટો થયો હું લાલ
મને
જોઈ હરખાયા મારા મા-બાપ,
મને
પામવા પૂર્યા જપ ને જાપ ,
બહેનો
જમાડે પ્રેમથી વીરાને આપ,
લાખોમાં
મળ્યો છે કાન, કોણ ભૂલી જાય માપ …. ?
લાંબા
લાંબા લટકટિયા લઈ હું કેશ ,
કાળી
નાની કથ્થાઈ આંખો ભરી મેશ,
ઉઘાડા
દેહ અડીખો લઈ નાગા બાવાનો ભેશ,
હું
તો લટકાવી કંદોરો કેડે લીધો કૃષ્ણ વેશ…..
છીંક
આવી , ઉધરસ આવી ભરાઈ ચિંતા
દાંત
આવ્યા , આવ્યો તાવ દોડાદોડી સૌ કરતાં ,
આખરે
માંડ મળ્યો દીકરો કેમ ના થાય ચિંતા ?
મૈયા
શિલ્પુ દોડ્યા દવાઘરમાં લાલાને લઈ જતા…
ત્રણ
પૈડાવાળી સાઇકલે ચાલતાં શીખ્યો
રામ
– લક્ષ્મણ કાજ લાલો ને શંભુ બન્યો
કરી
સવારી હનુમાન કાજ રામકાકા પર ચઢ્યો
આમ
જ ધીંગામસ્તીમાં જ રહ્યો રચ્યો પચ્યો…
ડાકોરમાં
તોલ્યો ને જુના રણુંજાની બાધા,
પાકિસ્તાની
બોર્ડર જોતા આ તો ભાઈ માધા,
પપ્પાના
મિત્ર રામભાઈ ડામોરને પડતા જોઈ આઘા,
હસ્યો
હું હસ્યો જાણે જોઈ લીઘી રાધા…..
ફરકાવી
ધજા અંબાજીમાં આમ ને આમ,
યાદ
નથી આપણને દીઠી મૂર્તિ વિશાળ હનુમાનજીની આમ,
મોહયું
છે મન મારું જાણે નાસ્યો એ તામ,
પુરી
કરી બાધા સઘળી કે લાલાને મળ્યાં રામ…..
લાકડાની
વોકરમાં પહેલું ભર્યું ડગલું ,
ઉછેર્યા
આ હીરાને લઈ ગાંડપણનું ભગલું,
લઈ
મોટો અંબોડો થયો મોટો જગલું
આમ
થયું મારા બાળપણનું નાનું પગલું….
મનમોહક
મધુરો એવો કાન,
મારા
આગમનથી ભૂલ્યા સૌ ભાન ,
અરે
! અરે ! ભૂલ્યા સૌ ભાન ,
થયાં
મગ્ન ને ભૂલ્યા સૌ સાન,,,, “
હા,
હું ગગન પંડ્યા, સાત ખોટનો દીકરો…. મારુ બાળપણ કંઇક આવું જ રહ્યું હતું … મને આજે
પણ યાદ છે કે એ…. એ… સમયે મને કઈ પણ થતું એટલે જાણે ઘરમાં તોફાન આવ્યું હોય એમ ઉથલ
પાથલ મચી જતી…..હું ખૂબ લાડથી ઉછરેલો એટલે મારામાં તોફાન – મસ્તી તો ખરાં જ …. અને
દાદાગીરી તથા હોશિયારી જાણે મારી કેડમાં જ રમતી હોય….
આમ
ધીમે હું મોટો થવા લાગ્યો…..મને ગામની વચોવચ એક બાલવાડીમાં દાખલ કરવામાં આવ્યો….જોડે મારો શંભુ ફ્રી માં…. પણ બાલવાડીનાં મુખ્ય એવા લતાબેનને
ખાસ વોર્નિગ મળેલી કે ખીજાવું નહિ કે શિક્ષા ન કરવી… એટલે આપણે રમકડાં તોડવાના ,
મસ્તી કરવાની .. આખરે કંટાળીને મારા જ ઘરે મારા મમ્મી ચલાવતા એ આંગણવાડીમાં શિફ્ટ
કરવામાં આવ્યો…… ફરીથી શંભુ તો ફ્રીમાં જ…. છતાં પણ અમારી ધીંગા મસ્તી છુટતી તો
નહોતી જ…. હા પણ આંગણવાડીમાં આવતી એ મમરી….અરે નાસ્તો કરવાની મજા પડી
જાય…આજે પણ યાદ છે મને ત્રણ પ્રકારની મમરી આવતી ખારી , ગળી અને ખારી- ગળી મિક્ષ….
અને એમાં પણ એ વધારવામાં આવે તો એની વાત જ
ના થાય…..
લગભગ
જ્યારે મને પહેલા ધોરણમાં મુકવામાં આવ્યો ત્યારે ત્યાં કાળુભાઇ સાહેબ. હતા…. એ
ખાનપુર પ્રાથમિક શાળાનાં માસ્તર….નીચે ધોતી ને માથે કાકા ટોપી…… વિધિવત રીતે અડધો
કલાક પૂજા કરી મારુ એડમિશન લીધું અને એ દિવસે મારી સાથે એડમિશન થયું એ છોકરી એટલે
અંકિતા પ્રજાપતિ…..એ ધીંગામસ્તી આપણી રગેરગમાં દોડે….એટલે આપણે એવાં મિત્રો પણ
શોધી લીધો…. નિસર્ગ, સની, કુલદીપ , પર્વત , દિશા એટલે કે સોનું , અંકિતા , ગીતા ,
પ્રિયંકા , પિંકલ પ્રજાપતિ અને એ સિવાય મોટી નોટ કાળિયો પંચાલ ….. આ કાળિયો એટલે .
આ નામ તો મને પણ પાછળથી જ જાણવા મળ્યું….નોટ એટલે કારણ કે એનાં જેવી ગાળો કોઈ ના .
આપણે તો 8 માં ધોરણ સુધી ગાળો પણ નહીં સાંભળતા… બોલવાની વાત જ દૂર રહી ….. કોઈ
બોલે તો કાન પર હાથ મૂકી દેવાનાં… આખરે વાત
આપણાં સંસ્કારોની ને વટ આપણાં ગૌરવનો…..
પહેલાં
ધોરણમાં ભણાવતાં શિક્ષિકા એટલે વિદ્યાબેન જોષી…. જેની મમ્મીએ ઓળખાણ આપી હતી કે
મમ્મીનું અને એમનું પિયર સાલૈયા ગામ… એટલે આપણે તો માસી થાય… તો માસી પાસે ભણાય
ખરી….?
એ
સિવાય શાળાનાં મધ્યાહ્નન ભોજનનાં સંચાલક આપણાં મહેન્દ્રકાકા…. તો સ્કૂલ આપણાં
બાપની હોય એમ જ ફરવાનું…. કેમ કે ત્યાં જ મોટી
બહેન , મામા , માસી , કાકા હોય…. તો અમે સાતેય ભાઈ- બહેનો બિંદાસ
ફરતા…એમાંય મને શાળાએ લઈ જવામાં પરિધીબેન
બહુ શરમાતા તો મને કાયમ હેત્વીબેન જ લઈને જતાં… તેઓ પ્રાર્થનાનું સંચાલન પણ
કરતા ને હું એમની સાથે ક્યારેક ક્યારેક
કાલું કાલું બોલતો પણ ખરી…!! એમાંય પણ મેં વાળ જ નહોતા કપાવ્યા…. એટલે અંબોડો લઈને
આખી સ્કૂલમાં ફર્યા કરતો….
મને
હજુ યાદ છે એ વિદ્યામાસી…જે ચૂટલા બહુ ભરતા એટલે સૌ કરીને જ આવતા …. અને રોજ
રિસેસમાં દોઢથી અઢી એક કલાક સુઈ જતા…એ પણ બધાના બેગ ખસેડી કોઈ પણ એક બેગનું
ઓશીકું બનાવી ઊંઘ કાઢતા…. અને અમે બારીમાંથી ટિખળી કરતાં…
બીજા
ધોરણમાં આવ્યો ત્યારે વધારે કાંઈ ખાસ યાદ નથી પણ શિક્ષક હતા…. બાબુભાઇ ખાટ…
બાબુભાઇ જરા અપંગ હતા… એક પગ ખોડો હતો એટલે સહેજ ત્રાસા બેસતા … પણ મારતાં
બહુ…..પણ આપણે તો આપણા કાકાના દીકરા એટલે મારથી બચી જતાં….
હવે
આવ્યો ત્રીજા ધોરણમાં… જે મારી બાળપણની સૌથી ભીની યાદો… જે યાદ કરતા આજે પણ મારી આંખોમાં પાણી આવી જાય
છે…. એ શિક્ષિકા એટલે વિમળાબેન પટેલ અને એમનાં પતિ રમેશભાઈ પટેલ…. રમેશભાઈ પટેલથી
તો હું ખાસ પરિચિત નથી..પણ જો વિમળાબેન મને આજે પણ મળી જાય તો મારે ખરેખર ખૂબ જ
વાતો કરવી છે એમની સાથે..!!
TO BE
CONTINUE….
#HEMALI
GOHIL “ RUH”
@RASHU
@RUH
કોણ
છે આ વિમળાબેન પટેલ ? નાયક કેમ એને આજે પણ મળવા માંગે છે ? શુ આ આજ એટલે હાલનો સમય
હશે ? કે પછી જુના સમયમાં લખાયેલી આ ડાયરી હશે ? એવી તે કઈ વાતો હશે જે નાયક
વિમળાબેન. સાથે કરવા માંગે છે ? વિમલાબેનનું નાયકના જીવનમાં શુ મહત્વ હશે ? જુઓ
આવતા અંકે …..