શબ્દો - 1 Mukesh Dhama Gadhavi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શબ્દો - 1

જય માતાજી જય શ્રી ક્રિષ્ના મિત્રો...આપ બધા નો બહુ ભાવ અને પ્રેમ અને ખૂબ સપોર્ટ થી આજ હું શબ્દો ની શરૂઆત શબ્દો થી જ શરૂ કરી રહ્યો છું.
આપ બધા મિત્રો ખુબજ સાથ સહકાર આપશો અને સપોર્ટ કરસો એ ભાવ થી...
"શબ્દો એક શોધો ને આખી સહિતા નીકળે..."
"કૂવો એક ખોદો ને આખી સરિતા નીકળે..."
શબ્દો ની બહુ મજા છે મિત્રો... ભારત ની ભૂમિ અને એમાંય પાછું ગરવી ગુજરાત અને એમાંય પાછું દેવભૂમિ દ્વારકામાં આપડું વતન એટલે શબ્દો તો કદાચ આપડે ધારીએ સો ને નીકળે હજાર એવી આપડી આ ધરા છે મિત્રો અહીંયા એટલા મહાન કવિઓ થયાં સાહિત્ય કરો કલાકારો અને અદભુત આપડી પરંપરા અને વારસો અને એમાંય ચારણ કુલ મા આવતાર એટલે ભગવતી ની ખૂબ દયા અને એનો આભારી છું...
મિત્રો આપડા દેશ ની ભાષા ની બહુ મજા છે આપડે જો ટુંક મા કહું તો "નમક" ને પણ મીઠું કેહવા મા આવે છે તો વ્હાલા મિત્રો એના થી વિશેષ સુ શબ્દો હોઈ...
મિત્રો ગામડાં મા તો શબ્દો બવ અટપટા અને અવનવા પ્રકૃતિ ને આધારે આપડે મળી મળી જ જાય એટલે મને એવું થયું કે થોડું મારા અનુભવ અને મારા પ્રયાસ થી આપડા શબ્દો ની શું તાકાત છે શું મજા છે એ આપ બધા ને સમજાવવા નું મારી કાલી ઘેલી શાબ્દિક ભાષા મા પ્રયાસ કર્યો છે તો આપ બધા ખાસ નીભાવજો અને જણાવજો...
વ્હાલા મિત્રો શબ્દો ની શરૂઆત આપડી "જીભ" થી થાય છે અને જીભ એ માં સરસ્વતી અને ભગવાન શ્રી ની અસીમ કૃપા થી આપડે મળેલ છે તો આપડે સારું પણ બોલીએ અને સસ્તું એટલે ખરાબ પણ બોલી શકીએ તો આપડે ક્યારે કંઈ બોલવું હોઈ તો સારું બોલવા નો આગ્રહ રાખવો જોઈએ કેમ કે સસ્તું ખરાબ બોલી ને કોઈ વ્યક્તિ ને દુઃખી કરવું એ ખરેખર તો આપડો ધર્મ નીતિ નો કેહવાય એટલે એવો સમય આવે તો મોન બની સહી લેવું સહન કરી લેવું પણ કોઈ એવો શબ્દ ના બોલવો કે જેના લીધી બીજા ને કોઈ તકલીફ થાય....
મિત્રો આપડી જીભ કદાચ તોતલું બોલે તો બધા ને ગમે વ્હાલું લાગે પણ એજ જીભ તોછડું બોલે એ આપડા માટે બહુ અઘરું કેહવાય.
બને ત્યાં સુધી વ્યવહારિક બાબત હોઈ કે કોઈ પારિવારિક વાત હોઈ વાણી મા સરડતા અને સભ્યતા એજ શબ્દો નું ઘરેણું છે...કદાચ મિત્રો તમને કોઈ અજાણતા અથવા તો જાણી જોઈ કોઈ પથરા નું ઘા કરે કોઈ ઘાતક હથિયાર નું ઘા કરે ઘાવ બહુ ઘેરો હોઈ છતાં અમુક સમયે તે રૂઝાઈ જાય એ મટી જાય સારું થઈ જાય પણ જીભ નો લાગેલ શબ્દ છે એ ક્યારેય રૂઝાતો નથી એ શબ્દો આર પાર ઉતરી જાય છે એટલે મિત્રો આપડે જેટલું બની સકે એટલું શબ્દો મા સભ્યતા રાખવી નહિ તો મજા છે મૌન રેહવ મા...
વ્હાલા મિત્રો અહીંયા તો તમે મન થી જે વિચારો એવા શબ્દો મળે એટલે સારું જ વિચાર હંમેશા તમને સફળતા ના શિખરો સર કરવા મા મદદ કરે છે.
વ્હાલા મિત્રો આપડે શબ્દો થી શબ્દો વડે ભયાનક હથિયાર થી પણ વધારે ભયાનક પ્રહાર કરી શકીએ છીએ પણ એ શબ્દો કોઈ સસ્તા અથવા તો ખરાબ ના હોઈ એ હજાર વખત વિચારી ને બોલવા એ આપડી સભ્યતા છે નહિ તો મિત્રો કમાન માથી નીકળેલ તીર અને મોઢા માંથી નીકળેલ શબ્દો ક્યારેય પાછા આવતા નથી એટલે શબ્દો બોલવા ની વિચારવા ની અને લખવા ની મજા છે પણ....જો તમે સમજી ને લખો તો.... છેલ્લે એટલું જ કહીશ મિત્રો કે શબ્દો નાજુક ફૂલ છે એને બહુ સંભાળી ને રાખવા એ આપડી ફરજ છે...


વ્હાલા મિત્રો લખવા બેસુ તો પેજ ના પેજ ભરી સકુ અને હજી બીજો ભાગ પણ આવશે ટુંક સમય મા પણ એના માટે તમારા સાથ સહકાર અને પ્રતિભાવ મને જરૂર કૉમેન્ટ મા જણાવજો જેથી હું પણ મારા શબ્દો ને હજી ઘરેણાં ની જેમ ઘાટ ઘડી આપડી સમક્ષ રજૂ કરી શકુ ખૂબ ખૂબ આભાર...😊🙏