I Am In Love With Your Friendship - 1 Divya Modh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

I Am In Love With Your Friendship - 1

પ્રકરણ- ૧

 

આજે થોડો ઉદાસ હતો.મારી જ બેસ્ટ ફ્રેન્ડ જીવિકા એ મારા લવ પ્રપોઝલ નો સ્વીકાર ના કર્યો અને મે ના પાડવાનું કારણ પૂછ્યું તો 'we are best friends ' . આટલો જ જવાબ આપ્યો અને ગુસ્સામાં જતી રહી. હું બસ અહી યુનિવર્સિટી ના ગાર્ડન માં બેઠો વિચાર કરતો રહ્યો.મને જીવિકા પર ગુસ્સો હતો કે જો એ મને બેસ્ટ ફ્રેન્ડ માનતી હોય તો પ્રપોઝ સ્વીકારવામાં વાંધો શું હતો , અને બીજી વાત એ પણ હતી કે જો એણે ના જ પાડવી હતી તો પછી રોઝ ડે ના દિવસે એણે મને રેડ રોઝ કેમ આપ્યું? હગ ડે પર એની ગર્લ્સ ગેંગ પાસે જવાને બદલે પહેલા મારી પાસે આવી ને હગ કેમ કર્યું?આ બધા વિચારો મનમાં હેરાન કરી રહ્યા હતા, એવામાં જ એક છોકરો મારી પાસે આવ્યો એ મારાથી કદાચ એક - બે વર્ષ મોટો હશે એવું મને લાગ્યું. એ બોલ્યો Hii કઈ પ્રોબ્લેમ છે તને? કેમ અહી એકલો બેઠો છે? તારે લેક્ચર માં નથી જવાનું?મને આ બધા પ્રશ્નો ની જાણે કોઈ અસર જ ના થઈ હોય એમ હું ચૂપચાપ બેસી રહ્યો , અને એમ પણ મારા મનની ઉદાસી કોને કેહવી , કોણ એણે સમજશે એ પણ મને ક્યાં ખબર હતી. પેલા છોકરા ને કોઈ કામ હશે કોલેજ માં એ પતાવી ને એ પાછો મારી પાસે આવ્યો .પાછું એણે એજ પ્રશ્નો પૂછવાનું ચાલુ કર્યું:તું કેમ અહી એકલો બેઠો છે?આ કોલેજ નો સ્ટુડન્ટ છે કે બીજી કોલેજમાંથી આવ્યો છે?જો કદાચ તને નહિ ગમ્યું હોય મારું આ પૂછપરછ કરવું પણ તું કેટલા સમય થી અહી એક જ જગ્યા પર એકલો બેઠો છે તારા કોઈ મિત્રો પણ દેખાતા નથી કે નથી તું ફોન મા ચેટ કરતો દેખતો એટલે મારા થી રહેવાયું નહિ તને પૂછ્યા વગર .જો કોઈ મુશ્કેલી હોય તો મને જણાવ હું મારી બનતી મદદ તને કરીશ.તમે મદદ કરશો ?શું મદદ કરશો તમે મારી ?અરે જ્યારે હું કઈ નથી કરી શક્યો મારી બેસ્ટ ફ્રન્ડ જે મદદ કરી શકતી હતી તે પણ નથી કરતી તો ..તો તમે મને શું મદદ કરવા ના?તમારે એ જ જાણવું છે ને કે હું લેકચરમાં કેમ નથી ગયો ?હું અહી કેમ બેઠો છું? તો બન્ને પ્રશ્નો નો જવાબ છે જીવિકા .કારણકે એ મને , મારા પ્રેમ ને નથી સમજતી. પહેલા કહે છે કે તારા વગર હું કઈ રીતે રહીશ યાર પણ જ્યારે i love u કહીએ તો કહે કે I also love u. પણ એ રીતે નહિ જેમ તું કહે છે કે સમજે છે. 

હું મારા મન ની વ્યથા ને પૂરેપૂરી ઠલવી ચૂક્યો હતો , જે વાત હું જીવિકા ન કહી શક્યો એ બધું જ એક અજાણ્યા છોકરા ની સામે બોલી દીધું હતું.આ વાત નું મને અચાનક ભાન થયું એટલે મે એ છોકરા ને કહ્યું : હું બરાબર છું તમે ચિંતા ન કરો , પણ thanks કે તમે મારા મનની વાત શાંતિ થી સાંભળી . પેલો છોકરો મારી બાજુ માં બેઠો અને મારી સાથે વાત કરવાની શરુ કરી. : thanks કહેવાની જરૂર નથી અત્યારે વેલેન્ટાઈન ડે નજીક આવી રહ્યો છે એટલે ઘણા એવા છોકરા છોકરી હોય જ જેના દિલ તૂટ્યા હોય. તો તારી ફ્રેન્ડ તારા પ્રેમ નો સ્વીકાર ના કર્યો એમ ને? ના એમ નહિ મે પેલા ના પ્રશ્ન નો જવાબ આપ્યો .તો? એણે પૂછ્યું. અરે એ જ નથી સમજાતું જીવિકા એમ કહી ને જતી રહી કે i am in love with your friendship આ વાત તને સમજાય તો મળવા આવી જજે. પણ મને આ કંઈ સમજાતું નથી કે પ્રેમ અને દોસ્તી બન્ને એક સાથે કઈ રીતે હોય? ઓહ.. એમ વાત છે . ઓકે બાય ધ વે તારું નામ શું છે? જો તને ઈચ્છા હોય તો તું આ ડાયરી વાંચવા લઈ જા કદાચ તારા બધા પ્રશ્નો ના જવાબ તને આમાં મળી જશે. પેલા છોકરા એ એક ડાયરી આગળ કરતા કહ્યું. મે પણ થોડુ વિચાર્યા પછી એ ડાયરી હાથ માં લેતા મારું નામ જણાવ્યું. મારું નામ યશ છે. તમારું નામ ? મે પેલા છોકરા ને પૂછ્યું. એ થોડો મલકાયો અને બોલ્યો તને તારા પ્રશ્નો ના જવાબ આમાં મળી જશે. હા પણ વાંચ્યા પછી આ તારી કોલેજ લાઇબ્રેરી. માં આપી જજે. કહીને પેલો છોકરો ત્યાંથી જતો રહ્યો. મે એ ડાયરી વાંચવા માટે ત્યાં જ બેસી રહેવા વિચાર્યું , પણ જેવું પહેલું પાનું ખોલ્યું કે ઘરેથી ફોન આવ્યો અને મારે જવું પડ્યું

 

રાત્રે કામ માંથી ફ્રી થઈ ને મે ઊંઘવા ની કોશિશ કરી , પણ ઊંઘ ન આવી ને આવે પણ શેની રોજ મારી જીવિકા એટલે કે બેસટી જોડે ઝગડો કરી ને ઊંઘવા ની આદત હતી ,એણે હેરાન કરવી , ચીડવી એ રોજ નો ઘટનાક્રમ હતો આજે એની સાથે વાત કર્યા વિના સુવા નું હતું એટલે ઊંઘ ન જ આવી. થોડીવાર એમ જ પથારી માં પડ્યા રહ્યો. પછી મને પેલી ડાયરી યાદ આવી.મે બેગ ખોલી અને ડાયરી નીકળી.ડાયરી ના પહેલા પાના પર નામ લખેલુ હતું,

 

રાધિકા . 

મે પાનું ઉલ્ટવ્યું અને આગળ વાંચવા નું શરુ કર્યુ . ઉપર ના ભાગે તારીખ હતી. ૬- ૨-૨૦૧૬ મે નીચે વાંચવા નું શરુ કર્યું. Hi રાધિકા આજે હું જે કહેવા માંગુ છું એ વાંચ્યા પછી કદાચ તારી મારી દોસ્તી હાલ જેવી પાક્કી નહિ રહે , પણ તારા સિવાય બીજું કોઈ છે પણ નહિ જે મને સમજે અને મારી મૂંઝવણ ને દૂર કરી શકે. એટલે આ વાત મારે તને કહેવી જ પડશે.

 

હું પાંચમા ધોરણમાં હતો જ્યારે તું મારી સોસાયટી માં રહેવા આવી હતી તું ત્યારે ચોથા ધોરણમાં ભણતી હતી. કોઈ કામ થી તારા મમ્મી મારા મમ્મી ને મળવા આવ્યા હતા ઘરે ત્યારે તું એમની સાથે આવી હતી . બસ ત્યારે સાથે રમતા રમતા જ આપણી દોસ્તી થઈ હતી. અને પછી આ દોસ્તી એટલી પાક્કી થઈ કે લોકો આપણને જોડિયા બંધુ કહેવા લાગ્યા હતા. ધીરે ધીરે આપણે મોટા થયા અને દોસ્તી વધારે પાક્કી થતી ગઈ. બધું બરાબર ચાલી રહ્યું હતું .આમ જ મસ્તી કરતા , ભણતા હું ૧૨ધોરણ માં આવી ગયો. અને ત્યારે પહેલી વાર મે ફેબ્રુઆરી માં આવતા ડે નું સેલિબ્રેશન જોયું હતું ક્લાસ માં અને તારી સાથે વાત કરી હતી આ વિશે.પણ તું તો બોલ્ડ બિન્દાસ્ત હોય એમ બોલી :આમાં શું નવાઈ યાર આ બધા નવરા લોકોના કામ છે. આખો મહિનો ખર્ચ કરશે પણ આ મહિનો પતી ગયા પછી કેટલાય લોકો પાછા એકલા થઈ જાય આવું શું કામ નું. એ જે પણ હોય પણ જ્યારે કોઈ નજીક ની વ્યકિત તમારી માટે આવું કંઈ સ્પેશિયલ કરે ત્યારે ખુશી તો બહુ થાય. પણ છોડ યાર મારી લાઈફ માં એવું કોઈ છે જ ક્યાં. જે મને રેડ રોઝ આપે , મને હગ કરે ? બસ પછી તો શું તું બીજા દિવસે સાંજે જ આપણી જગ્યા પર પહોચી ગઈ . હું આવ્યો એવી જ તું હાથ માં રોઝ લઈ ને ઉભી હતી. રોઝ સાથે એક કાર્ડ પણ હતું જેમાં બસ એક જ લાઈન લખેલી હતી.: For the person who is really close to my heart . તને યાદ છે હગ ડે પર પણ તે આવું જ કર્યું હતું એ દિવસે પણ આવી ને એક મસ્ત હગ આપી દીધું કઈ પણ વિચાર્યા વગર.

 

રાધિકા હું એમ નહિ કહું કે એ દિવસો પછી મારી લાગણીઓ તારા માટે બદલાઈ ગઈ પણ એમ કહીશ કે એ દિવસ પછી મારા મન માં કઈક નવી લાગણીઓ ઉદભવવા લાગી જે મને સમજાતી નહતી. તે મને પૂછ્યું પણ હતું કે મને શું થયું છે પણ હું કઈ બોલ્યો ન હતો. ત્યારે તે મને આ ડાયરી આપી હતી એમ કહી ને કે જ્યારે પણ તારે મને કઈ કહેવું હોય અને કહી ન શકે તો આમાં લખી ને મને આપી દે જે હું તને તારી વાત નો ઉકેલ આમાં લખી ને પાછી દઈશ. તો બસ રાધુ આજે એ જ કરવાનો વિચાર કર્યો છે.

 

તું મને કહેતી હતી ને કે હવે આપણે કોલેજ માં આવી ગયા અને થોડા સમય માં આ કોલેજ પણ પૂરી થઈ જશે પછી તું અને હું મારી જોબ માં લાગી જઈશ ત્યારે મને થયું કે તને મારી વાત કહી દેવી જોઇએ. તો હું જે તને આટલા સમય થી કહી ન શક્યો એ વાત એ છે કે i love you બહુ જ પ્રેમ કરું છું તને .. શું તું પણ...?શું તું મારી સાથે જીવન વિતાવવા માંગે છે?