I Am In Love With Your Friendship - 2 Divya Modh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

I Am In Love With Your Friendship - 2

પ્રકરણ ૨

 

 

બસ આટલું જ  લખ્યું હતું ૬ તારીખ   પર . મે ડાયરી નું પાનું ઉલ્ટાવ્યું . પણ   પાછળ નું પાનું કોરું હતું . મે બીજું પાનું ઉલ્ટાવ્યુ . એના પર લખેલુ હતું. ઉપર ની તારીખ વાંચી ૮-૨-૨૦૧૬  .ત્યાં નામ પણ લખ્યું હતું.   

 

સાર્થક.   

 

તે મને એક દિવસ રહી ને  આ ડાયરી આપી એટલે હું સમજી ગઈ કે તું બહુ વિચારો ના વમળ માં અટવાયો છે. તારી વાત  સાંભળીને જૂની યાદો તાજી થઈ ગઈ યાર .એ મસ્તી , એ ધમાલ બધું આંખ સામે આવી ગયું. ને હું તો તારી પાસે મારું homework    કરાવતી  યાદ  છે ને?   અને હા તને યાદ હોય તો  કે મારી સ્કૂલ માં એક છોકરો મને હેરાન કરતો હતો  આ વાત મે જ્યારે તને કરી ત્યારે તું કેવો એની સાથે લડવા તૈયાર થઈ ગયો હતો. એ વાત અલગ છે કે લડાઈ પછી  તને એટલું વાગ્યું હતું કે તું બે દિવસ તારી સ્કૂલે નહતો ગયો..આવી કેટલીય વાતો છે આપણી જે લખવા જાવ તો કદાચ આ ડાયરી ના  પાના ઓછા પડી જાય. મને ખબર છે કે તું મારા જવાબ નો wait  કરતો હોઈશ એટલે આગળ કઈ લખવા કરતાં હું તને તારો જવાબ જ લખી આપું. તો સાંભળ : 

  તે દિવસે  મે તને રેડ રોઝ આપ્યું કારણકે  રોઝ ના કલરથી લાગણીઓ ખાસ કઈ  ફર્ક નથી પડતો   અને બીજું કે જો રેડ રોજ પ્રેમ કરનાર માણસ ને આપવાનું હોય  તો હું પણ તો તને પ્રેમ કરું જ છું.મારી દરેક વાત પછી ભલે એ સાવ વાહિયાત જ કેમ ન હોય પણ  તારી સાથે શેર ના કરું  ન જ ચાલે. તું ઉદાસ હોય તો તને હસાવ્યા વિના મને ચેન ન  મળે.તારી ફેવરિટ  ડિશ ઘરે બને તો તને આપવા આવવા ની જ.આને પ્રેમ જ  કહેવા ને?   તને હગ કર્યું એ પણ હગ ડે પર શું કામ ખબર છે કારણ કે તને  યાદ રહે કે જ્યાં સુધી તારા જીવનમાં  કોઈ તારા માટે સ્પેશિયલ વસ્તુ  કરવા વાળું ન આવે  ત્યાં સુધી અને  એ પછી પણ તું મારા માટે સ્પેશિયલ  રહીશ.અને હા આ બધું કરવા નું બીજું સૌથી સારું અને મોટું કારણ જેના પર તારું ધ્યાન જ ન ગયું .એ હતું , મારો તારી પર નો વિશ્વાસ. વિશ્વાસ કે તું  મારો બેસ્ટ ફ્રેન્ડ છે તારી સાથે વાત કરવા માટે મારે એવું વિચારવું નહિ પડે કે હવે  આપણે મોટા થઈ ગયા છીએ, તું એક છોકરો અને હું છોકરી છું..  

  હવે તારા પ્રશ્ન નો જવાબ  :કે હું તને પ્રેમ કરું છું? શું હું તારી સાથે જીવન જીવવા માંગુ છું.? તો સાંભળ :

મારા  ગ્રુપ માં કેટલા દોસ્ત છે  એ તો તને ખબર જ છે.બધા સારા ફ્રેન્ડ છે મારા.પણ તને ખબર છે એ માત્ર સારા જ ફ્રેન્ડ છે મારા એ મારા બેસ્ટ ફ્રેન્ડ નથી. જે વાતો હું તને કહું છું એ બધી વાત હું એ બધા ને નથી કહેતી. પછી ભલે એ મારી વાત  હોય કે મારા ઘર ની. દિવસની એક વાર તો વાત કરવી તો જાણે  રોજ ના કામ નો ભાગ જ બની ગયો છે. આ બધું સાંભળી તને લાગશે કે તો મારી અને તારી લાગણી માં ફર્ક શું? ફર્ક એ છે કે   તું મને પ્રેમ કરે છે   પણ હું ..હું તો આપણી વચ્ચે ના સંબંધ ને.  i am in love with your friendship.  અને એટલે જ  મને કોઈ સપેશિયલ મળે  કે  ન મળે પણ તારી દોસ્તી  જ મારી લાઇફ મ  સ્પેશિયલ  છે..

સાર્થક , રાધા કૃષ્ણ ના પ્રેમ ને જ પ્રેમ કહેવાય એવું તો નથી હોતું ને? ગોપીઓ કરેલો  કૃષ્ણ ની વાંસળી સાથે નો પ્રેમ એ પણ તો પ્રેમ જ છે ને? .

મે પાછું પાનું ઊલ્ટવ્યું પણ કઈ લખેલુ ન હતું. પાછળ ના પણ કોરા જ હતા.મને મારી જીવિકા એ કીધેલી વાત તો સમજાઈ ગઈ હતી પણ હવે મારે એ જાણવું હતું કે સાર્થકે આગળ શું કર્યું હતું?

હું બીજ જ દિવસે લાઇબ્રેરી માં ગયો.જઈને જોયું તો પેલો છોકરો ત્યાં હતો જે મને કોલેજ મ મળ્યો હતો .એ લાઈબ્રરિયન ની જગ્યા એ બેઠો હતો. મે એનું નામ જાણવા માટે એની પાસે જઈ એણે સાર્થક કહીને બોલાવ્યો .એણે માથું ઉઠાવી મારી સામે જોયું. એ બોલ્યો: ઓકે તો તને તારા પ્રશ્નોના જવાબ મળી ગયા એમ ને યશ ? હા..જીવિકા ની  વાત નો જવાબ તો મળી ગયો.મે કહ્યુ. ઓકે તો જા હવે જીવિકા સાથે તારી દોસ્તી નું  સેલિબ્રેશન કર  એ બોલ્યો  હા.. એ તો કરીશ જ ને પણ..પણ શું? એણે પૂછ્યું. તમારી આ ડાયરી તમારી પોતાની છે ને? હા.. તો પછી આ તમે મને વાંચવા કેમ આપી?મે એને એક સ્વાભાવિક પ્રશ્ન પૂછ્યો જે મારા મનમાં આવ્યો હતો.  કારણ કે તારી પાસે આ ડાયરી જેવું કશું નથી કે જેમાં તું વાત લખી શકે અને જે રીતે તું કાલે દુઃખી હતો એ જોતા એ પણ પાક્કું કે તું આ વાત કોઈ ને શેર પણ ન જ કરતો . મને થયું કે બીજા કોઈ સાર્થક - રાધિકા  આ ડેઝ ના  ચક્કર માં અલગ ના પડી જાય એટલે તને આ ડાયરી આપી. સાર્થક  જવાબ આપ્યો. ઓકે.મે કહ્યુ.પણ રાધિકા એ ક્યાં છે?શું તમે બન્ને અલગ થઈ ગયા છો?મે મર મનનો બીજો પ્રશ્ન એની સામે મૂક્યો. હા યાર અલગ તો થઉં જ પડે ને  કારણ કે હું એના સાસરે તો ન રહી શકું ને?.એ થોડુ હસી ને બોલ્યો. રાધિકા ની સગાઈ થઈ ગઇ છે, પણ હા એને હજુ મારો પીછો નથી છોડ્યો.જ્યારે એના fiance સાથે ઝગડે છે ત્યારે મને પણ સાથે સાથે હેરાન તો કરતી જ રહે છે.

  હું લાઇબ્રેરી માંથી નીકળી  ને    canteen   ગયો જીવિકા ને પણ  ફોન કરીને ત્યાં બોલાવી . જ્યારે એ ત્યાં આવી એટલે મે એની સામે એક રેડ રોજ આપતા કહ્યું. મંજૂર છે મને તારો દોસ્તી વાળો પ્રેમ એ પણ જીવનભર.  બસ પછી  અમે બન્ને જણા એ  સેલિબ્રેશન કર્યું.