ઝમકુડી - પ્રકરણ 24 નયના બા વાઘેલા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઝમકુડી - પ્રકરણ 24

ઝમકુડી 24 ....
સુકેતુ ને ઘરે થી હીના ને મણવાની મનાઈ ફરમાવી હતી ,.....એટલે જયી ના શકયો ને ગુસ્સામાં એ જમયા વીના પોતાના બેડરૂમ માં ચાલ્યો ગયો ,ઝમકુડી પણ ઉદાશ હતી પણ પેટમાં બાળક ના લીધે એ પોતાની જાત ને સંભાળતી હતી .....ને મન નહોતુ છતાં એ બધાં સાથે જમવા બેઠી હતી ,ઘરમાં બધા સભ્યો ઝમકુડી ની ફેવર માં હતા ,.....જેઠ સમીર ને જેઠાણી આશા પણ ઝમકુડી ને હીમંત આપતા હતા ,.....ને સાસુ સસરા પણ સહકાર આપતાં હતા ,કિશનલાલ તો સુકેતુ ને પાઠ ભણાવાનુ કહેતાં હતા પણ ઝમકુડી એ જ ના પાડી ,પપ્પા જી તમે ચિંતા ના કરો હુ એમને સીધા કરીશ......હા બેટા તુ બહુ સમજદાર ને હોશિયાર છે મને વિશ્વાસ છે કે તુ જ એ હીના ને સુકેતુ ના જીવનમાં થી દુર કરીશ......ઝમકુડી જમીને બેડરૂમ માં ગયી ને એક થાળી માં સુકેતુ નુ જમવાનું કાઢી ને ઉપર રૂમમાં લયી ગયી ,......જોયુ સમીર ના પપ્પા કેટલી હોશિયાર ને સમજદાર છે ....સુકેતુ એ હાથ ઉપાડયો છતાં .....સુકેતુ માટે જમવાનું લયી ગયી ,......હા કંચનગૌરી એને જોવા ભીનમાલ ગયા તયારે જ મારી નજરે પારખી લીધી હતી ,ભલે ઓછુ ભણેલી છે ,ગામડા ની છે છતાં એ આપણા ઘર માં ભળી ગયી ,.....ને બિઝનેસ પણ શીખી ગયી ,.....તમને ખબર ના હોય તો કહુ કે સુકેતુ વાળો શોરુમ ઝમકુડી ના લીધે જ ચાલે છે ને આપણાં પાચ એ શોરુમ માં થી ઝમકુડી ના શોરુમ નો નફો વધારે છે ,......સુકેતૂ નસીબદાર છે કે આવી બિઝનેસ વુમન વાઈફ મળી છે ......ખોટ આપણાં દિકરા માં જ છે ,જયારે લગ્ન કરવા હતાં ત્યારે કેટલા નાટક ને જીદ કરી હતી ,એનુ માની ને આપણે સમાજ બહારથી વહુ લાવ્યા તો ય આ છોકરા એ પાછા નાટક ચાલુ કરયા છે ........ઝમકુડી બેડરૂમ માં જમવાનું લયી ને આવે છે ને સુકેતુ બાથરૂમમાં થી નહાઈ ને બહાર આવ્યો ઝમકુ એ નાઈટઢૈરસ આપ્યો તો ના લીધો ને નવા કપડાં પહેરયા .....સુકેતુ જમી લો ...તમારી ફેવરીટ સબ્જી ને મીક્સ દાળ છે ,ચલો બેસી જાઓ .....નથી જમવુ ફેકી દે ડસ્ટબીન માં .....અરે ગુસ્સો મારા પર છે ....એમાં અન્ન નુ અપમાન ના કરાય ....ચલો મારા વહાલા સુકેતુ જમી લો પછી આપણે શાંતિ થી વાત ચીત કરી કયીક સોલ્યુશન લાવીએ છીએ ,....આમ નાના છોકરા ને ફોસલાવતી હોય એમ ફોસલાવી ને સુકેતુ ને જમાડી દે છે ,......ને રામુ ને બુમ પાડે છે એટલે કંચનબેન રામુ ને કેશર વાળા દુધ નો ગ્લાસ આપ્યો .......લ્યો શેઠાણી જી આ દુધ.....તયા ટેબલ પર મુકો ને આ વાસણ નીચે લેતા જાઓ ,......કિશનલાલ ને કંચનગૌરી સોફા માં બેઠા હતા ને રામુ ને એઠા વાસણો લયીને આવેલો જોઈ ને .....્જોયુ સમીર ના પપ્પા પાવર કરીને ગયો હતો કે નથી જમવુ ,પણ ઝમકુડી એ સમજાવી ને જમાડયો લાગે છે ,....હા ,કંચનગૌરી ....વાત આટલા માં પતી જાય તો સારૂ છે ......મને ચિંતા થાય છે કે બીચારી ગામડે થી વહુ બની લાવ્યા છીએ એ એ પણ ભ્રાહમણ ની દીકરી ......એને કયી તકલીફ ના થાય ને એનુ જીવન સુકેતુ સાથે સારુ ચાલે એ ઈરછા છે ,........સુકેતુ જમીને પલંગ માં બેસી ચુપચાપ હીના સાથે મેસેજીસ થી વાતો કરતો હતો ,.... ઝમકુડી બોલી સુકેતુ એક દશ મીનીટ માટે ફોન મુકશો ? મારે તમારી સાથે થોડી ચર્ચા કરવી છે ......ને સુકેતુ ફોન સાઈઠ માં મુકી પલાઠી વાળી પલંગ માં ઝમકુડી ની સામે બેસે છે .....્બોલ હવે ?.........જુઓ સુકેતુ પહેલા તો એ વાતનો મને જવાબ આપો કે તમે મને પ્રેમ કરો છો કૈ નયી ? હા કરુ છું તુ મારી પત્ની છે ,....સુકેતુ આપણાં લગ્ન તમારી મરજી થી થયા છે ને હુ તમને બહુ જ પસંદ હતી એટલે ઉતાવળ થી લગ્ન કરયા ,ને હવે પ્રેમ ધીરે ધીરે ઓછો થયી રહયો છે ને જયારથી હુ મા બનવાની છુ એ જાણી ને તમે મને ટચ પણ કરી નથી ને બાળક ના આવવાની કોઈ ખુશી નથી ,ઉપરથી તમે તો એમ કહયુ કે હાલ બાળક ની કોઇ જરૂર નથી .......ને સુકેતુ ગૂસ્સા માં બોલ્યો કે હા મારે કોઈ બાળક ની જરૂર નથી ......આજે પણ નહી ને કાલે પણ નહી .......શુ બોલો છો તમે કયી ભાન છે તમને ? લગ્ન કરયા પછી એવા કેવા પતિ પત્ની હોય જે માં બનવા માટે તૈયાર ના હોય ? તો શુ તમે મારી સાથે લગ્ન મારી ખુબસુરતી ને માણવા માટે વાસના પુરતા જ મારી સાથે લગ્ન કરયા ,.....? તુ જે સમજે એ ઓકે .....મે તારી ખુબસુરતી સાથે જ લગ્ન કરયા છે ,તને જોઈ ને હુ આકર્ષિત થયી ગયો હતો ,બાકી હુ તને કયા ઓળખતો હતો તો પ્રેમ કરુ ? ઝમકુડી સુકેતુ ની વાત સાભળી ને છકક થયી ગયી ,ને મન ને હજી વધારે મજબૂત કરી ને સુકેતુ ને પુછયુ ? તો હવે તમારે શુ કરવુ છે એ મને સ્પષ્ટ કહો મને અંધારામાં ના રાખો તો મને પણ મારી જીદંગી નો નિર્ણય લેવાની ખબર પડે ,........પહેલી વાત તો એ કે તુ આ બાળક ને એબોર્શન કરાવી નાખ ,સુકેતુ ઝમકુડી ગુસસે થયી જોર થી રાડ પાડી ! ઝમકુડી બહુ પેનિક ના થા મને બાપ બનવામાં કોઈ રસ નથી ,.....ને તને સાફ શબ્દોમાં કહી દવ કે હુ કોલેજમાં હતો તયારે હીના ને જ પ્રેમ કરતો હતો ને અમારી બને વચ્ચે શારીરિક સબંધ પણ હતાં ,ને અમે લગ્ન પણ કરવા ના હતાં , ને હીના ના ઘરમાં ખબર પડી એટલે એ લોકો જબરદસ્તી હીના ને લયી યુરોપ માં એમના મોટા ભાઈ ના તયા શિફટ થયી ગયા ,.....એ પછી મે કોઈ છોકરી સાથે ફ્રેન્ડ શીપ નથી કરી ......ને કમલ ની જાન માં ભીનમાલ આવ્યો ને તયા તારા માં મને મારી હીના ની છબી દેખાઈ .......ને તને પંસદ કરી પપ્પાને કહી ને તારી સાથે લગ્ન કરયા ,.......ને હુ હવે જયારે હીના આ શહેરમાં પાછિ આવી છે તો હુ હીના વગર રહી નયી શકુ .....બસ આ જ મારો નિર્ણય છે ......હુ હીના સાથે બધાં જ રિલેશન રાખીશ......ને હીના ના મામલા માં હુ તારી કે મમ્મી પપ્પા ની કે સમીર ભાઈ ની કોઈ ની વાત નહી સાભળુ .......મારે જેમ કરવુ છે એમ કરીશ ......આ બધી સ્પષ્ટતા હુ મમ્મી પપ્પા સાથે નથી કરી શકવાનો તારી સાથે કરી એ બધી જ વાત તુ શાતી થી કરી દે જે ,અત્યારે મારે જવુ પડશે હીના થી પગ નીચે નથી મુકાતો એ એકલી છે એના ફ્લેટ માં એકલી છે .....એને મારી જરૂર છે .....નવ વર્ષ જુની દોસ્તી ને પ્રેમ પણ......હુ જવ છુ ,........ને સુકેતુ એક જોડી કપડાં લયી ને નીકળે છે ,....હોલ માં કંચનગૌરી ને કિશનલાલ ટીવી જોતા હતાં ને સમીર આશા નાના બબલુ ને લયી એમનાં બેડરૂમ માં સુયી ગયા છે ,.....ઝમકુડી સુકેતુ ની વાતો થી ને એના અડગ નિર્ણય થી એક દમ સુન્ન થયી ગયી ને પોતાનું લગ્ન જીવન સમાપ્ત થયી ગયુ ......ને રદય માં સંઘરી રાખેલા આશુ ઓનો બાધ તુટી ગયો ને એ પોક મુકી ને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી હાથમાં થી બંગડીઓ કાઢી નાખી ને માંગ નુ સિદુર હાથ થી લુછી નાખ્યુ .....ઝમકુડી ની ચીસો સાભળી ને કંચનબેન ને કિશનલાલ ઝમકુડી ના રૂમમાં દોડી જાય છે ને સમીર ને આશા પણ ઝમકુડી ના રડવાનો અવાજ સાભળી દોડી આવ્યા ,ઝમકુડી ના રુદન થી ઘર ની દિવાલો જાણે ધુર્જવા લાગી .....આવુ કરુણ રુદન તો કોઈ સ્ત્રી નો પતી મુત્યુ પામે તયારે જ આવુ દ્ગશય સર્જાય..... કંચનબેન જોઇ ઝમકુડી એમના ગળે વળગીને જોર શોર થી રડવા લાગી ,ઝમકુડી નુ વિધવા સ્વરૂપ જોઈ ને કંચનબેન ના મનમાં ફાળ પડી..... શુ થયુ ઝમૂ બેટા ,? કયા ગયો સુકેતુ ?......એ મને કાયમ માટે છોડી દીધી માં..... હવે હુ શુ કરીશ ,મારા આવનાર બાળક નુ શું ? શાંતિ રાખ બેટા લે આ પાણી પી લે .....સુકેતુ કયા થી ગયો ? નીચે તો અમે બેઠાં હતાં ,.....એ પાછળ ના ગેટ થી ગયો ,એક જોડી કપડાં પણ લયી ગયો છે ,ને પપ્પા જી મને કહયુ કે બાળક નુ એબોર્શન કરાવી નાખજે..... મારા ને એના પ્રેમ ની નીશાની એ રાખવા નથી માગતો ,ઝમકુડી ની હાલત જોઈ આશા વહુ ને કંચનબેન પણ રોઈ પડયાં ,.....કિશનલાલ એ ઝમકુડી ને સમજાવી પરાણે પાણી પીવડાવ્યુ ને કહયુ બેટા અમે તારી સાથે જ છીએ ,એ નાલાયકે શુ કહયુ તને શાંતિ થી વાત કર ,ને ઝમકુડી એ સુકેતુ એ કહયુ એ બધી વાત માંડી ને કરી ,....પપ્પા જી એ ચોકખુ કહીને ગયા કે હીના વીના એ નહી જીવી શકે ....ને હીના ના ઘરે જ ગયાં ,ને શોપ પર રોજ આવીશ પણ હીના એકલી છે એટલે હુ .......આટલુ બોલતાં બોલતાં ઝમકુડી બેભાન થયી ગયી ને બધાં ગભરાઈ ગયાં ,.....ને કિશનલાલ એ ડોક્ટર મનસુખ પુરોહિત ને ફોન કરયો કે ઝમકુડી બેભાન થયી ગયી છે તમે હોસ્પિટલમાં પહોચો અમે ઝમકુડી ને લયી ને ત્યા આવીએ છીએ ......પણ શુ થયુ અચાનક ? એ પછી વાત કરીશુ હાલ બહુ ટેનસન માં છું ......ઓકે તમે હોસ્પિટલમાં પહોચો મારો દિકરો ડોક્ટર નચીકેત તયા જ છે ,હુ પણ આવુ છુ ........ને સમીર ને આશા ઝમકુ ને પકડી ને નીચે લાવી ને ગાડીમાં સુવાડે છે ,.......કંચનબેન ઘરે રહે છે ને આશા કિશનલાલ ને સમીર ઝમકુ ને લયી હોસ્પિટલ જવા નીકળે છે ,.....ઝમકુડી નુ હવે શુ થશે એ જાણવા માટે વાચો ભાગ @25........

નયના બા વાઘેલા
્્્્્્્્્્્્્