છેલ્લો પડાવ !!
આગ લાગી છે ચારે તરફ,
કાપી નાખો એઆંગળીઓ,
જેેેે ઉપડે ઈજ્જત કરવા તાર તાર....
એ દીકરી કોની છે? નહીં પૂછો,
તૈયાર રહો એના કરવા ટુકડા હજાર....
કેમ હિચકિચાટ, કેમ ડર છે દિકરીની આંખો માં,
બસ ! જરૂરત છે, સ્વના બનવા હથિયાર !!
બસ ! જરૂરત છે, સ્વના બનવા હથિયાર !!!
આમ જોવા જઈએ તો પીડિતા પર થતા માનસિક તાણ, શારીરિક તકલીફો અને તેમની આત્મા પર ક્યારેય ન રુઝાય એવા લાગેલા ઘાવ જેની આપણે કલ્પના પણ કરવી મુશ્કેલ છે, તો આની સજા રૂપે ફાંસી તો ખૂબજ સામાન્ય સજા કહેવાય.
ભારતના કાયદા પ્રમાણે આરોપીઓને ફક્ત સાત વર્ષની જેલ અને અમુક રૂપિયા નું ફાઈન કે કદાચ જેલ અને જવલ્લે જ ડેથ પેનલ્ટી એટલે કે ફાંસીની સજાની મંજૂરી આપવામાં આવેે છે.
જ્યારે અન્ય દેશોમાં ફાંસીની સજા કે વધારેમાંં વધારે વર્ષોની કેદ કે પછી શરીરના કોઈ અંગમાં કે માથામાં ગોળી મારીને મૃત્યુની સજા આપવામાંં આવે છેે.
ઇજિપ્તમાં ફાંસીની સજા, ઇઝરાયલમાં ચાર વર્ષ ઓછામાં ઓછી અને વધારેમાં વધારે ૧૬વર્ષની સજા, યુ.એ.ઈ.માં ફાંસીની સજા, ચીનમાં ફાંસીની સજા, અફઘાનિસ્તાનમાં ફાંસી અથવા તો માથામાં ગોળી મારીને મૃત્યુની સજા આપવામાં આવે છે અને તે પણ ક્રાઇમના ચાર દિવસની અંદરજ સજા ફટકારવામાં આવે છે. ફ્રાન્સમાં ૧૦ વર્ષની જેલ અને જો વિક્ટીમ મૃત્યુ પામે તો 30 વર્ષની સજા, યુ.એસ.એ. માં 30 વર્ષની સજા, ઈરાનમાં ફાંસીની સજા, નોર્થ કોરિયામાં માથામાં કે પછી શરીરના જરૂરી ઓર્ગન (અંગ)માં જ ગોળી મારીને મૃત્યુની સજા આપવામાં આવે છે. આવી સજાઓ જોઈનેેે આપણા દેેશે પણ આ બધા દેશોનુ અનુકરણ કરવું જોઈએ. કાનૂની કાયદાઓમાં ફેર બદલ કરવાની અત્યંત આવશ્યકતા છે. ખૂબ જ સખત કાયદાઓ લાગુ કરવા જોઈએ. જેવી રીતેેેેેેેે બળાત્કારીઓને કેપિટલ પનીશમેન્ટ એટલે કે ફાંસીની સજા જ હોવી જોઈએ. ત્યારે જ સમાજની સામે એક દાખલો બેસાડી શકાશે અને ગુનેગારો સખત સજા થવાના ડરથી ગુનો કરતાંં ખચકાશે. રેપ કેસમાં જરૂર ઘટાડો નોંધાશે અને હા, ફાંસીની સજામાં ઉંમરનેેે મહત્વ બિલકુલ આપવામાં ન આવે. ગુનેગાર ભલે નાબાલિક હોય ભલે તેણે ૧૮ વર્ષ પૂર્ણ ન કર્યા હોય, પરંતુ એને પણ કડક માં કડક સજા આપવામાં આવે અને અગાઉ કહ્યું એમ શાળાા, માતા-પિતા, સરકાર ટીનેજર્સને સેક્સ એડયુકેશન શીખવાડવા પર અચૂક ભાર મૂકેેે.
અંત માં બસ એટલું જ કહેવું છે.
"*યત્ર નાર્યેસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતા:*"
અર્થાત જ્યાં નારી પૂજાય છે ત્યાં દેવતાઓનો વાસ હોય છે. નારીના વિકાસ વગર સમાજ અધૂરું છે. જેમ પત્ની પતિની અર્ધાંગિની હોય છે તેમજ નારી સમાજનુંં એક મહત્વનું અંગ છેે. સમાજ રૂપી ગાડીનું એક પૈડું પુરુષ છે તો ઍક પૈડું નારી છેે. અગર એક પણ પૈડું લથડી ગયું તો ગાડી પાટા પરથી ઉતરી જશે અને આ ભયંકર એકસીડન્ટમાં સમાજ અપંગ થઈ જશે.
નારીના સન્માન માટે, તેમના અધિકારો માટેે, તેમના આત્મસન્માન માટે નારી સશક્તિકરણ ખૂબ જ જરૂરી છે અને એ માટે જરૂરી છે યોગ્ય શિક્ષણ! હજી આજે પણ અમુક ગામડાઓમાં શિક્ષણને અવગણવામાં આવે છે ગામડાઓ શું અમુક શહેરોમાં પણ અમુક વર્ગના લોકો શિક્ષણનેેે અવગણે છે. નારી હોય કે નર બંને ને યોગ્ય જ્ઞાન, શિક્ષણ, સભાનતા અને આત્મનિર્ભરતાના પાઠ ભણવા જરૂરી છે. સ્ત્રીઓએ સ્વચ્છંદ નહિ પણ સ્વાવલંબી બનવું જોઈએ. સ્ત્રી અને પુરુષ બંનેેએ એકબીજાની રિસ્પેક્ટ, કદર કરતા શીખવું પડશે. જ્યારે સ્ત્રી પુરુષની અને પુરુુષ સ્ત્રીની ગરિમા જાળવશે ત્યારે જ કુટુંબ,સમાજ અને અંતે દેશ પ્રગતિની, સફળતાની ઊંચાઈઓ સર કરશે.
અંતે...
નારી નું કરો સન્માન!
તો જ બનશે દેશ મહાન!!