નિર્ભય નારી - 1 Hetal Gala દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નિર્ભય નારી - 1

આ કોઈ story nathi.. આ લોકડાઉન દરમ્યાન લખેલ મારા વિચારો વ્યક્ત કરું છું. હાલ મા જ હાથરસ નું બનાવ સાંભળી ભલભલા ના રુવાંટા ઊભા થઈ ગયા. આ સતયુગ નથી કે શ્રી કૃષ્ણ આવશે ને દ્રૌપદી ચિરહરણ દરમ્યાન સાડી નો છેડો લાંબો કરી સુરક્ષા કરવા આવશે.
આ કળયુગ છે મારી બહેનો,દેવીઓ, વામા ઓ ઉઠાવો શસ્ત્રો ને બતાવો તમારો દુર્ગા રૂપ ! એક સ્તોત્ર યાદ આવે છે.

યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપૈણ સંસ્થિતા
નમઃ તસ્યૈ નમઃ તસ્યૈ નમો નમઃ ।

જેમ જગદંબા એ દાનવો નો સંહાર કર્યો હતો તેમ આજ ની નારી એ જગદંબા અવતાર લેવા ની જરૂર છે.
મારો આ લેખ વિષે તમારા મંતવ્ય જરૂરથી જણાવશો ..

ભાગ:૧

નારી નિર્ભય કેવી રીતે બની શકે?! દરેક ૯૦ સેક્ન્ડ માં તો એક બળાત્કાર થાય છે !!

જમાનો બહુ ખરાબ છે,

સોચ બદલો, જમાનો બદલાશે,

નહીતર રોજ કોઈ ‘નિર્ભયા’

નું નામ છાપા માં વંચાશે !!!

નિર્ભય !! આ વિષય પર થી મને દિલ્હી માં બનેલા “નિર્ભયા”

કેસ ના નિર્ણય ની વાત યાદ આવી. નિર્ભયા ને આખરે મોડું છતાં ન્યાય મળ્યો ખરો !! મને આ ચુકાદા થી ઘણી સાંત્વના મળી,કે નારીની પુકાર સાંભળવા ન્યાય વ્યવસ્થા હજી અડીખમ છે. પરંતુ મોડું તમને નથી લાગતું ન્યાય મળતા ઘણું જ મોડું થયું? આપણે બધાએ આ અંગે વિચાર કરવાની જરૂર છે.

‘બળાત્કાર’ આટલું બિહામણું કૃત્ય શામાટે? પુરુષ આટલો બધો બુદ્ધિહીન , કાયર અને ઘમંડી છે?! સ્ત્રીઓને હમેશાં હીનભાવ થી શું કામ જોવામાં આવે છે. આમ તો આ so called modern જમાના માં સ્ત્રીઓને પુરુષ સમોવડી માનવા માં આવે છે. સ્ત્રી અને પુરુષ નો દરજ્જો એક સમાન છે. ક્યાં છે? મને તો હજી એ એવું ક્યાંય નથી દેખાતું . સ્ત્રી પુરુષ ની બરાબરી કરવા જાય તો પુરુષ નું અહમ ઘવાય. આજે પણ સ્ત્રીભ્રૂણ હત્યા , એસિડ એટેક , છેડતી ,દહેજ, બળાત્કાર અને એવી તો કેટલી અણછાજતી હરકતો થી સ્ત્રી ઓ અભડાતી રહે છે. ડગલે ને પગલે સ્ત્રી ઓ કંટાળીને આત્મહત્યા ને જ પોતાની અંતિમ મંજિલ માની લે છે.

તો પછી પદમાવતી જેવી રાણી ઓ સતી થતી હતી એમાં ખોટું શું હતું? પોતાના આત્મસંરક્ષણ માટે બીજું કરી પણ શું શકે ? આ આજ ની કથા નથી આ સદી ઓ થી થતું આવે છે. આજે સ્ત્રી ઓએ પોતે જ સશક્ત થવું પડશે. સ્ત્રી ઓ એ પોતાની અંદર આત્મસ્ફૂરણા , આત્મવિશ્વાસ વધારી ને અન્યાય સામે પંડે લડવું પડશે. .

આમ તો ઇતિહાસ માં એવી ઘણી સ્ત્રીઓ છે જેમને યાદ કરતા ગર્વથી હ્રદય ગદગદ થઈ જાયછે. જેમ કે, રાણી લક્ષ્મીબાઈ , સાવિત્રી ફૂલે , ઈનદિરા ગાંધી , કલ્પના ચાંવલા , મધર ટેરિસા , અહિલયાબાઈ એવી અનેક મહાન ભગિની ઓ સામે હમેશાં નત મસ્તક થવાનું મન થાય . આ બધી વિરાંગના ઓ ઈતિહાસ બની ને રહી ગઈ . ‘નારી તું નારાયણી’ ના નારા તો ઘર ઘર માં ગુંજતા રહે છે. કયા છે આ બધાં ભાવ , કે આ હવે પુસ્તક માં જ ટકાઈ ને રહી ગયું છે.

માતા બની ને બાળક ને જન્મ આપનારી , બહેન બની ને ભાઈ ની સંભાળ રાખનારી , દિકરી બની ને પિતા નું નામ રોશન કરનારી , કુલવધૂ બનીને પરિવારની દેખરેખ રાખનારી , પત્ની બનીને પતિ નો સહારો બનનારી એક સ્ત્રી તરીકે આવી અનેક જવાબદારી નિભાવનારી વામા ના ઉપકાર આપણે તો શું ભગવાન પણ ચૂકવી ન શકે . સ્ત્રી ની સુંદરતા , સ્મિત , સેવા , સ્નેહ , સત્કાર બધુંજ ગમે છે, બસ ! સ્ત્રી ની સ્વતંત્રતા ગમતી નથી.



વધારે આવતા અંક માં... ધન્યવાદ🙏🏻

#હેત