કોયલ અને મોર Urvi Joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ડાન્સિંગ ઓન ધ ગ્રેવ - 2

    સ્વામી શ્રદ્ધાનંદની ખલીલી પરિવારમાં અવર જવરના સમયે ઇરાનની રા...

  • horror story

    હવે હું તમને એક નાની ભયાવહ વાર્તા સાંપડું છું:એક ગામમાં, રાત...

  • ઢીંગલી

    શિખા ને ઉનાળાનું વેકેશન પડ્યું હતું, તે હવે ચોથા ધોરણમાં આવવ...

  • હમસફર - 18

    વીર : ( શોકડ થઈ ને પીયુ ને જોવે છે) ઓય... શું મુસીબત છે ( એ...

  • ફરે તે ફરફરે - 12

    ફરે તે ફરફરે - ૧૨   એકતો ત્રણ ચાર હજાર ફુટ ઉપર ગાડી ગોળ...

શ્રેણી
શેયર કરો

કોયલ અને મોર

ઉનાળાનું વેકેશન વિતાવવા ગામડે ગયેલો નાનકડો જસ તેના દાદા પાસે ગયો,અને કહેવા લાગ્યો,
"દાદા ઊંઘ નથી આવતી કોઈ વાર્તા કહો ને".
દાદા જસને વાર્તા કહેવા લાગ્યા.

"એક હતું જંગલ,એકદમ સુંદર.આ જંગલમાં બધાજ પ્રાણીઓ, પશુ-પંખીઓ હળીમળીને રહેતા હતા.બધાજ સાથે મળીને બધા તહેવાર માનવતા અને ખુશીથી રહેતા હતા.

આ જંગલમાં એક કોયલ અને મોર રહેતા હતા.જેમની વચ્ચે જરા પણ મિત્રતા નહતી.બન્ને હંમેશા એકબીજાના વિરુદ્ધમાં રહેતા.મોર દેખાવે સુંદર અને તે નાચતો પણ બહુ સારું એટલે નાના-મોટા બધાને તેને નીહાળવો બહુ ગમતો.કોયલ ગાતી બહુ સારું,એનો મીઠો આવાજ બધાના મન મોહી લેતો પણ,એ રંગે કાળી,એટલે લોકો એને ફક્ત સાંભળવુંજ પસંદ કરતા.એને જોવામાં કોઈને રસ નહતો.આજ કારણસર મોર અને કોયલ બેવ એકબીજાના દુશ્મન હતા.

એક દિવસ જંગલમાં બધા પ્રાણી અને પક્ષીઓ ભેગા થયા અને નક્કી કર્યું કે,વસંત ઋતુ આવી ગઈ છે,પ્રકૃતિ પણ સોળે કળાએ ખીલી ઉઠી છે તો,આવા સુંદર વાતાવરણને વધુ સુંદર બનાવવા આપણે જંગલમાં એક મહોત્સવ ઉજવીએ.

બધાએ નક્કી કર્યુ કે કાલે સવારે આપણે મહોત્સવ ઉજવીએ,અને સંગીત અને નૃત્યનો પ્રોગ્રામ રાખીએ,બધાએ બે-બેની જોડીમાં પર્ફોર્મ કરવાનું રહેશે અને જે જોડી જીતશે એને એક સુંદર ઈનામ આપવામાં આવશે.બધા આ વાતથી સહમત થઇને છૂટા પડ્યા અને આવતીકાલના મહોત્સવની તૈયારી કરવા લાગ્યા.

બધાજ પ્રાણીઓ અને પક્ષીઓ મહોત્સવની તૈયારીમાં લાગેલા હતા પણ,કોયલના મનમાં વીચાર આવ્યો,
"મોરતો પહેલેથી આપલું સારું નાચે છે તો કાલના મહોત્સવમાં એજ વિજેતા થશે.અને હું હારી જઈશ.જો,મારે જીતવું હોયતો મોરને હરાવવો પડશે.અને મોર આમતો હારે એમ છે નહી.જો મોર કાલના મહોત્સવમાં ભાગ ના લય તોજ હું જીતી શકું એમ છું."
આવોજ વીચાર મોરને પણ આવ્યો કે,
"કોયલતો બહુ સારું ગાય છે તો એજ જીતશે,જો કોયલ કાલના મહોત્સવમાં ભાગ ના લય તોજ હું જીતીશ."
આવા ખરાબ વીચાર બન્નેના મનમાં આવતા બેવ જણ કાલના મહોત્સવની તૈયારી કરવાના બદલે એકબીજા કાલના મહોત્સવમાં ભાગ ના લઈ શકે એના માટેની તૈયારી કરવા લાગ્યા.

મોરને વીચાર આવ્યો,
" જો કોયલ મોડી રાત સુધી જાગે તો,એ સવારે વહેલી ના ઉઠી શકે અને એ વહેલી સવારે મહોત્સવમાં ના પહોંચી શકે."
આજ વીચાર કોયલને પણ આવ્યો.એટલે બેવ જણ એકબીજાને મોડી રાત સુધી જગાડવા માટે પેતરા રચવા લાગ્યા.મોર કોયલના માળા પાસે જઈને જોર જોરથી ઢોલ વગાડવા લાગ્યો જેથી કોયલની ઊંઘ બગડે,કોયલ પણ મોર એના માળા પાસે ઢોલ વગાડીને પોતાના માળામાં ગયો એટલે કોયલ મોરના માળા પાસે ગઈ અને જોર જોરથી ઢોલ વગાડવા લાગી આમજ મોડી રાત સુધી બેવ જણ કરતા રહ્યા અને બન્નેની ઊંઘ બગડી અને સવારે મહોત્સવમાં મોડા પહોંચ્યા.

કોયલ અને મોર બન્ને મહોત્સવમાં મોડા પહોંચ્યા એટલે પહેલેથીજ બીજા બધા પ્રાણી અને પક્ષીઓની જોડી બની ગઈ હતી.હવે જોડી બનાવવામાં એ બન્નેજ બાકી હતા.એટલે ના છૂટકે એ બન્નેને એકબીજાના જોડીદાર બનવું પડ્યું.

એક-એક કરીને બધા પ્રાણી અને પક્ષીઓ પોતાની જોડીમાં સ્ટેજ ઉપર આવી નુત્ય અને સંગીત પર્ફોર્મ કરવા લાગ્યા.છેલ્લે કોયલ અને મોરનો વારો આવ્યો.

કોયલ અને મોર સ્ટેજ ઉપર ગયા.કોયલનેતો પહેલેથીજ સુંદર ગતા આવડતું હતું એટલે એને ગાવાનું શરૂ કરી દીધું.મોરને પણ સરસ નાચતા આવડતું હતું અને પાછું કોયલના આટલા સુંદર મજાના મીઠા અવાજમાં ગીત સાંભળીને નાચવાનું,મોરનેતો‌ નાચવાનો ખૂબ આનંદ આવ્યો.અને કોયલ અને મોરનું પરોર્મન્સ પુરૂ થતાની સાથે બધાજ તેમને તાળીઓના ગડગડાટથી વધાવા લાગ્યા.આ સાથે સર્વાનું મતથી કોયલ અને મોરની જોડીને વિજેતા ઘોષિત કરવામાં આવી.અને ઈનામ આપવામાં આવ્યું.

વિજેતા બનતા કોયલ અને મોર એકબીજાને ભેટી પડ્યા અને એકબીજાની માફી માંગવા લાગ્યા એ લોકોએ જે એકબીજા સાથે કર્યું એ ખોટું હતું.હવે કોયલ અને મોર બન્નેને પોતાનું અને એકબીજાનું મહત્વ સમજાય ગયું હતું કે એ બન્ને એકબીજા વગર અધૂરા છે.જો કોયલ મીઠા અવાજમાં ગીત ગાય તોજ મોરને પણ સુંદર કળા કરીને નાચવાનું ગમે છે.

આ પછી કોયલ અને મોર એકબીજાના પાક્કા મિત્રો બની ગયા. અને બધા પ્રાણીઓ પહેલા કરતા પણ વધારે એકબીજાના નજીક આવી ગયા હવે જંગલમાં કોઈપણ પ્રાણી કે પક્ષી એકબીજા સાથે ઝગતા નહિ અને જો ક્યારે કોઈનો ઝગડો થાયતો કોયલ અને મોરનું ઉદાહરણ આપીને સમજાવતા."

દાદા એ જસને સમજાવ્યું કે,આ વાર્તાથી આપણને શીખ મળે છે કે,બીજાના સારા ગુણો જોઈને એની ઈર્ષા ના કરતા આપણામાં કયા સારા ગુણો છે અને એનું કેટલું મહત્ત્વ છે એ સમજવું જોઈએ.