આત્મનિર્ભર દિકરીની આત્મકથા - દહેજપ્રથા Chauhan Krishna દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આત્મનિર્ભર દિકરીની આત્મકથા - દહેજપ્રથા

આત્મનિર્ભર દિકરીની આત્મકથા"દહેજપ્રથા''

હું મારું નામ નહિ જણાવું બસ એટલું કહીશ કે "હું મારા પિતાની આત્મનિર્ભર દીકરી છું'' મને મારા જીવનમાં સક્ષમ બનાવ માટે મારા પિતાએ પોતાના સપનાઓ રંગ સાથે ડોહળી નાખ્યા અને એ જ રંગથી મારા જીવનમાં ઘણાબધા રંગો ભરી દીધા.જ્યારે હું મારું ગ્રેજ્યુએશન પૂરું કરીને જોબ પર લાગી તો મારા ફાધર ગર્વથી કેહતા કે મેં મારી દીકરીને આત્મનિર્ભર બનાવી છે હવે એને કોઈના હાથ નીચે રહેવાની જરૂર નથી.
ખરેખર આ ખરું સત્ય ? એક પિતા પોતાની આખી જિંદગી પોતાના બાળકોના ભવિષ્ય પાછળ લગાડી દે છે , પોતાના બાળકોને આત્મનિર્ભર બનાવે છે પરંતુ આજે પણ આપણે એ સમાજમાં રહીએ છીએ જ્યાં દીકરી ના એજ્યુકેશન કરતા એ પરણીને શુ લાવી છે એના પર વધારે ધ્યાન આપવામાં આવે છે જ્યારે માતાપિતા પોતાની દીકરીનું કન્યાદાન કરે છે ત્યારે સોનાં-ચાંદી ના ઘરેણાં ચડાવે છે, પરંતુ જે એમને પોતાની દીકરીને સર્વશ્રેષ્ઠ ભેટ આપી છે ડિગ્રી. એ ક્યારેય કન્યાદાનમાં નહીં આપે.એ લગ્ન કરીને પોતાના સાસરે જાય છે તો સાસરિયાં પક્ષ વાળા એ નહીં પૂછે કે 'વહુ કેટલું ભણેલી છે પણ એ લોકો એ જરૂર પૂછશે કે વહુ પિયર માંથી શુ શુ લાવી' એક છોકરી ઈચ્છે તો પણ આ વસ્તુ માટે અવાજ નથી ઉપાડી શકતી કારણ કે એને એ કહીને ચૂપ કરવી દેવાઈ છે કે" તારા બાપની આબરૂનો સવાલ છે આ બધું સમાજમાં રહીએ તો કરવું પડે" ખરેખર સાચું સત્ય એ છે કે એક પિતા પોતાની કમાણીનો 50% હીંસ્સો દીકરીના લગ્ન પાછળ ખુશીથી ખર્ચ કરે છે અને 50% હિસ્સો એક ભાર સાથે ખર્ચ કરે છે કે લગ્નમાં જો કોઈ ખોટ રહી ગઈ તો લોકો શુ કહેશે......રશિયા યુક્રેન ના યુદ્ધ જેવીજ દશા ત્યારે બાપના જીવનમાં સર્જાય છે મોતની આશામાં આખું જીવન એનું ડગમગી જાય છે.જેટલું દેશે લોકોને તો એ ઓછું જ દેખાઈ છે.
આજે દહેજપ્રથા ઉપર તો ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે દેશના બંધારણ મુજબ. પણ આ સમાજના બંધારણનું શુ? એ સમાજ જેની રચના મારા અને તમારા જેવા લોકોને મળીને થાય છે, એ સમાજ જેના નિયમો પણ આપણેજ નીમ્યા છે, તો શું આ બદલાવ આપણા સમાજમાં જરૂરી નથી કે દીકરી શિક્ષિત છે તો એ સોનાં કરતા પણ વિશેષ છે.આત્મનિર્ભર છે તો એ પોતાની જરૂરિયાત પોતે પુરી કરશે.
"ડો. અમી યાજ્ઞિક, લો ફોર લેડિઝના જણાવ્યાં અનુસાર છેલ્લા અઢી દાયકાથી આના લીધે સામાજિક સમસ્યાઓ વધી છે. આથી ૧૯૮૬માં ભારતીય ફોજદારી ધારામાં દહેજ મૃત્યુની કલમ ૩૦૪(બી) ઉમેરવામાં આવી. આ કલમને અનુરૂપ ૧૧૩(બી) નો પણ ૧૯૮૬માં ઉમેરો કરી આ ગુનાને સખત શિક્ષાને પાત્ર બનાવ્યો, પણ અપમૃત્યુનો આંકડો વધતો જ જાય છે."
આ તો ફક્ત નોંધાયેલાં આંકડા છે ઘણા એવા પણ આંકડાઓ છે જે તમારીને મારી નજર સમક્ષ થઈ રહ્યા હશે પણ ક્યાંક કોઈ ના બાપની આબરૂ આ સમાજમાં જતી ના રહે એના કારણે આપણે લોકો ચૂપ રહીએ છીએ.એ કારણથી ઘણીબધી વાર આપણી આસપાસ એવા દ્રશ્ય સર્જાઈ છે કે જેની કલ્પના તમે તમારી આંખ બંધ કરીને પણ કરી શકો

દરેક માતાપિતાને પણ હું એજ કહીશ કે પોતાની દીકરીને કન્યાદાનમાં સોનાં-ચાંદી જીવનજરૂરી વસ્તુ નહીં પણ જ્ઞાન આપો સમાજ સામે સત્ય માટે લડવાનું હક માટે લડવાનું, શિક્ષણ આપો આત્મનિર્ભર બનવાનું,કારણ કે તમારું એક પગલું એવી હજારો દીકરીના જીવ બચાવશે જે આ કારણે આત્મહત્યા કરે છે.
શિખામણ એવી દેવી કે જે સૌને જીવનદાન આપે,કારણ કે ફક્ત દીકરી નહિ પણ તેમના માં બાપ પણ આ કરણનો ભોગ બને છે




"ક્રિષ્ના ચૌહાણ" ભાવનગર