Aushadho ane Rogo - 1 books and stories free download online pdf in Gujarati

ઔષધો અને રોગો - 1

અક્કલકરો:

અક્કલકરાનાં એક થી દોઢ ફુટનાં છોડ બંગાળ, ઈજીપ્ત અને અરબસ્તાનમાં થાય છે. આપણે ત્યાં આ છોડ કોઈ કોઈ સ્થળે થાય છે. તેનાં મુળ અને ડાખળી આપણા દેશમાં આયાત થાય છે. એના છોડને પીળા-સોનેરી ફુલો આવે છે. તેની ડાખળી ચાવવાથી જીભે રવરવ થાય છે અને મોઢામાંથી લાળ પડે છે.

તેનાં ફુલો ઉધરસ ઉપર પાનમાં ખવાય છે. એની આયાત અલ્જીરીયાથી કરવામાં આવે છે. એનાં મુળ બજારમાં મળે છે. તે બે થી ત્રણ ઈંચ લાંબા અને ટચલી આંગળી જેટલાં જાડાં હોય છે. આ મુળ બહારથી ભુરા રંગના અને તોડવાથી અંદર સફેદ જેવાં હોય છે. મુળને ચાખવાથી જીભ પર ચમચમાટ થાય છે.

એ ગરમ અને બળવર્ધક છે તથા વાયુ, કફ, પક્ષઘાત, મોઢાનો લકવા, કંપવા અને સોજા મટાડે છે. વળી એ શુક્રસ્થંભક અને આર્તવજનક છે. એને ઘસીને લગાવવાથી ઈન્દ્રીય દૃઢ થાય છે. દાંતનાં પેઢાં ફુલી જવા, જીભ જકડાઈ જવી વગેરેમાં ઉપયોગી છે.

(૧) એક ચમચી મધમાં નાના વટાણા જેટલું અક્કલકરાનું ચુર્ણ મીશ્ર કરી રોજ રાત્રે ચાટી જવાથી શરીરમાં ગરમાવો થઈ જાતીય ઉત્તજેના અનભુવાય છે.

(૨) બાળકોને બરાબર બોલતાં ન આવડતુ હોય, મોડું અને તોતડું બોલતાં હોય તો વાણી સુધારવા અક્કલકરો અને ઘોડાવજનો ઘસારો મધ સાથે ચટાડવાથી લાભ થાય છે.

(૩) ઑલીવ ઑઈલ સાથે અક્કલકરો વાટી ચોળવાથી મસ્તકના રોગ, સાંધાના રોગ, સ્નાયુના રોગ, મોઢાના અને છાતીના રોગ, પક્ષઘાત, મોઢાનો લકવા, કુબડાપણુ, હાથપગમાં શુન્યકાર જેવા જુના, હઠીલા રોગો મટે છે.

(૪) અક્કલકરાનું ચુર્ણ સડેલા, પોલા, દાંતની ઉપર રાખવાથી દુખાવો મટે છે.

(૫) પા(૧/૪) ચમચી જેટલું અક્કલકરાનું ચુર્ણ મધ સાથે ચાટવાથી અથવા ચપટી ચુર્ણ નાકમાં નાખવાથી અપસ્માર (હીસ્ટીરીયા) મટે છે.

(૬) અક્કલકરાનું ચુર્ણ મોઢામાં ઘસીને કોગળા કરી નાખવાથી મોઢાની વીરસતા મટી જાય છે.

(૭) અક્કલકરાદી ચુર્ણ બજારમાં મળે છે. તેનાથી માંદાગ્ની, અરુચી, ઉધરસ, સળેખમ, દમ, ઉન્માદ, અપસ્માર વગેરે મટે છે.

અખરોટ:

અખરોટનો મગજ આકારનો ગર્ભ સ્વાદે મધુર, જરાક ખાટો, સ્નીગ્ધ, શીતળ, ભારે, કફ તથા વીર્યવર્ધક છે. તેનાથી વાયુ અને પીત્તના દોષો શાંત થાય છે. ખાસ કરીને યાદશક્તિ વધારવા, મગજની નબળાઈ દૂર કરવામાં, ચહેરાનો લકવો દૂર કરવા તથા વાયુના સોજા મટાડવા અખરોટના ગર્ભ તથા અખરોટમાંથી બનાવેલા તેલનો ઉપયોગ કરવામાં આવે છે.

અખરોટ મધુર, સ્નીગ્ધ, શીતળ, ધાતુવર્ધક, રુચીકારક, કફ-પીત્તકારક, બળકારક, વજન વધારનાર, મળને બાંધનાર, ક્ષયમાં હીતકર, હૃદયરોગ, પાતળાપણું, રક્તદોષ અને વાતરક્તમાં હીતાવહ છે. એ શરીરની આંતરીક બળતરા મટાડે છે.અખરોટમાં બહુઓછા પ્રમાણમાં ચરબી હોય છે. એના નીયમીત સેવનથી આયુષ્યમાં પાંચથી દસ વર્ષનો વધારો થાય છે. તે હૃદયને રક્ષણ આપે છે અને કૉલેસ્ટરોલ ઘટાડે છે. અખરોટ ઉપરાંત કાજુ, બદામ, પિસ્તાં પણ પ્રોટીન અને વીટામીનથી ભરપુર હોય છે. અખરોટને સલાડમાં, દળીને નાસ્તામાં ખાઈ શકાય.

(૧) અખરોટના તેલનું પોતુ મળમાર્ગમાં મુકવાથી ફુલી ગયેલા હરસ શાાંત થાય છે અને ચીરા-ફીશર પણ મટે છે.

(૨) અખરોટની કાંજી બનાવી લપે કરવાથી સોજા મટે છે.

અગત્સ્ય હરીતકી અવલેહ:

ઉત્તમ પ્રકારનુ આ ચાટણ એકથી બે ચમચી સવાર-સાંજ ખાલી પેટે લેવાથી ક્ષયરોગ, દમ, ઉધરસ, શરદી, એલર્જી જેવા કફના રોગો અને સંગ્રહણી જેવા રોગોમાં લાભ થાય છે. આ ઔષધ ઉત્તમ રસાયણ પણ હોવાથી ચામડીની કરચલીઓ પડવી, અકાળે વાળ સફેદ થવા, વાળ ખરવા વગેરે વિકૃતિઓમાં પણ હીતાવહ છે. એ બળસ્થ, વીર્યવર્ધક તથા શરીરના વર્ણને સુધારનાર છે. દૂધ કે ઘી સાથે તેનુ સેવન કરવાથી ઉત્તમ પ્રકારની પુષ્ટતા પ્રાપ્ત થાય છે. લગભગ દરેક ફાર્મસીમાં એ મળે છે.

અગથીયો:

અગથીયો મધ્યપ્રદેશ, બંગાળ, મુંબઈ અને ગંગા-જમનાની આસપાસના પ્રદેશોમાં ખાસ થાય છે. વધુ પાણીવાળી જમીનમાં તેનાં ઝાડ પુષ્કળ ઝડપથી વધે છે અને ૧૫ થી ૩૦ ફુટ જેટલાં ઉંચાં થાય છે. એનાં વૃક્ષો આયુષ્ય સાતથી આઠ વર્ષનુ જ હોય છે. એના પર ચંદ્રકળા જેવાં વળાકયુક્ત સુંદર ફુલો આવે છે. ફૂલનાં વડાં, ભજીયાં અને શાક થાય છે. એનાં પાંદડાંની પણ ભાજી થાય છે.અગથીયો ભુખ લગાડનાર, ઠંડો, રુક્ષ, મધુર અને કડવો તેમ જ ત્રીદોષનાશક છે. તે ઉધરસ, દમ, થાક, ગડગુમડ, સોજા અને કોઢ મટાડે છે. તેનાં ફુલ જુની શરદી અને વાતરક્ત-ગાઉટ મટાડનાર છે. એની શીંગો બુદ્ધિવર્ધક, સ્મૃતિવર્ધક તથા સ્વાદમાં મધુર હોય છે. એનાં પર્ણો અને ભાજી તીખી, કડવી, કૃમી, કફ, ખંજવાળ મટાડે છે. એનાં ફુલ કડવાં, તૂરા, થોડાં શીતળ અને વાયુ કરનાર છે. અગથીયો સળેખમ અને રતાંધળાપણું દૂર કરે છે.

(૧) અગથીયાના પાનના ૨૦૦ ગ્રામ રસ વડે ૧૦૦ ગ્રામ ઘી સીદ્ધ કરી અડધીથી એક ચમચી ઘી દરરોજ રાત્રે દૂધ સાથે લેવાથી રતાંધળાપણું અને આંખોની બીજી નબળાઈ મટે છે.

(૨) માયગ્રેન-આધાશીશીમાં જે બાજુ માથું દુખતું હોય તેની બીજી બાજુના નાકમાં અગથીયાના પાનનો રસ ચાર-પાંચ ટીપા પાડવાથી અથવા ફુલોનો રસ પાડવાથી થોડી વારમાં જ દુખાવો મટી જશે.

(૩) અગથીયાનાં પાંદડાંના રસનાં ટીપાં નાકમાં પાડવાથી સળેખમ, શરદી, શીર:શુળ અને ચોથીયો તાવ મટી જાય છે.

(૪) કફના રોગોમાં અગથીયાનાં પાંદડાંનો રસ એક થી બે ચમચી જટેલો લઈ તેમાં એક ચમચી મધ મીશ્ર કરી સવાર-સાંજ પીવો.

(૫) રાતા અગથીયાનો રસ સોજા ઉપર લગાડવાથી સોજા ઉતરી જાય છે.

(૬) વાયુની વૃદ્ધિવાળું શરીર હોય તો રાતા અગથીયાના મુળ ની છાલ ચણાના બે દાણા જેટલી પાનના બીડામાં મુકી રોજ બપોરે જમ્યા પછી ખાવાથી વાયુનો પ્રકોપ શાંત થાય છે.




બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED