The Author darshana desai અનુસરો Current Read દીકરી By darshana desai ગુજરાતી મહિલા વિશેષ Share Facebook Twitter Whatsapp Featured Books ભાગવત રહસ્ય - 119 ભાગવત રહસ્ય-૧૧૯ વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો... પ્રેમ થાય કે કરાય? ભાગ - 21 સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ... ખજાનો - 85 પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ... ભાગવત રહસ્ય - 118 ભાગવત રહસ્ય-૧૧૮ શિવજી સમાધિમાંથી જાગ્યા-પૂછે છે-દેવી,આજે બ... ગામડા નો શિયાળો કેમ છો મિત્રો મજા માં ને , હું લય ને આવી છું નવી વાર્તા કે ગ... શ્રેણી વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા શેયર કરો દીકરી (5) 1.3k 3.1k 😢😢 એક દીકરી ના લગ્ન થઇ જાય એટલે જાણે એની તો દુનીયાજ બદલાઈ જાઈ છે. 😢 લગ્ન ના બીજાજ દિવસે સવારે ૬ વાગે ઉઠવાનું જે કયારે પણ તેના પિતાના ઘરે ઉઠીના હોય અને આવતાજ સીધું સવારે વેહલા ઉઠવાનું, લગ્ન નો થાક તો બનેં જ લાગે લો હોય છે પરતું દીકરી નું સાસરું કેહવાય એટલે બધાજ નીતિ નિયમો એના પરજ હોય એજ દીકરાના પણ લગ્ન થયા હોય છે પરંતુ તેના માટે કોઇજ નીતિ નિયમો નથી હોતા. લગ્ન થાય એટલે એના કપડાથી લઈને એના શોખ, જમવાનું, એની પસંદ, ના પસંદ આ બધુજ બદલાઈ જાય છે. લગ્ન પછી એજ દીકરો એનું તો કશુજ નથી બદલાતું. સવારથી વેહલા ઉઠીને બધુંજ બધું તૈયાર કરી આપે એમ છતાં પણ એજ કેહવાય કે એ કશુજ નથી કરતી. જેમ એ દીકરીનો પતિ બહાર કમાવા જાય છે અને થાકી જાય છે તેમજ એ દીકરી પણ ઘરે રહીને ઘરના સભ્યોની આખા દિવસની તમમાં જવાબદારી પૂરી કરીને એ પણ થાકી જાય છે. જેમ એક પતિ ને ઓફિસથી આવીને થાક ઉતારવા બેસે છે. તેમજ એ સ્ત્રીને પણ જરૂર હોય જ છે. એ સ્ત્રી પણ થાકે છે એને પણ કોઈના સહારાની જરૂર હોય છે. એને પણ એમજ થાય છે કે કોઈ આવીને એને મદદ કરે. દરેક પતિ જો આવી ને માત્ર ને માત્ર એનું પોતાનું કાર્ય અને થોડી ઘણી મદદ કરીદે તો એક સ્ત્રીને આનાથી વધારે કશુજ નથી જોયતું હોતું. આટલીજ મદદ સ્ત્રી પ્રત્યેનો પ્રેમ, સન્માન દર્શાવે છે. સ્ત્રી માત્ર ને માત્ર પ્રેમ, સન્માન, અને પોતાના લોકો નો સહયોગ માંગે છે. શક્ય હોય એટલો સહયોગ આપવો. સ્ત્રી ને માત્ર પ્રેમ જ જોઈએ છે.❤️ દરેક સ્ત્રી પોતાના પતિ માં એના પિતા ને જોવે છે. અને તેના સાસુ સસરા માં તેના માતા પિતા ને જોવે છે અને આશા પણ રાખે છે કે જેમ તેના પિયર માં તેની સાથે રેહવા માં તેમજ વ્યવહાર કરવામાં આવતો હતો એવોજ વ્યવહાર અને પ્રેમ તેના સાસરે પણ દરેક વ્યક્તિ કરે. એક દીકરી ને જેટલો સાથ સહકાર તેનો સાસરિયા નો પરિવાર આપે ને એટલીજ એ દીકરી તેના સાસરિયાના પરિવાર સાથે ખૂબ ખૂબ ખુશી થી હળીમળીને તેની સાથે રહે છે. તેમજ દરેક પરિસ્થિતિ ને પણ ખુબજ સરળતા થી સમજી ને સહન પણ કરી લે છે. જેમ દરેક વ્યક્તિ ને પોતાની લાગણી હોય છે તેમજ એક સ્ત્રી ને પણ લાગણી હોય છે....જે ઘર માં રેહતા દરેક વ્યક્તિ એ સમજવી જોઈએ. એક સ્ત્રી પોતાના પરિવાર માટે બધુજ ન્યોછાવર કરી દે છે. તો તેના માટે તેના પરિવાર ની જવાબદારી બને છે કે થોડુક તે સ્ત્રી માટે કરે જે કોઈ ની દીકરી છે અને તે પોતાનું બધુજ છોડી ને બીજા પરિવાર માં રહે છે એ પરિવાર ને સમજી ને તેના લોકો સાથે તાલમેળ મેળવે છે. અને પોતાની ગમતી અણગમતી વસ્તુ ને પોતાના પરિવાર માટે બદલે છે અને ત્યાંના લોકો સાથે મન મેળવે છે. એક દીકરી ને પણ પોતાની રીતે જીવવા ની જીંદગી માણવાની ઈચ્છા હોય છે પરંતુ તેના લગ્ન થતાંજ બધુજ બદલાઈ જાય છે. તેને પણ થોડી છૂટી મૂકી તેને પણ પોતાની જિંદગી ને આરામ થી માણવા દો. વધારે નહિ તો થોડીક પણ એને છૂટ આપો જેથી એનું પણ મન ખૂબ આનંદિત રહે.જો એ દીકરી નું મન આનંદિત હસે તો ઘર ના દરેક સભ્ય પણ આનંદમાં રેહશે. તેથી જ એક સ્ત્રી ને સાથ આપો.👍👍👍👍 Download Our App