Hampi - Geet Gaya Paththron ne - 3 books and stories free download online pdf in Gujarati

હમ્પી - ગીત ગાયા પથ્થરોં ને - 3

હમ્પી , તુંગભદ્રા પ્રવાસ ભાગ 3.
3.
બીજે દિવસે સવારે હનુમાન બેટ્ટા અને તુંગભદ્રા ડેમ જોવા સવારે આઠ વાગ નીકળ્યાં. શહેરમાં જ શાનભાગ રેસ્ટોરાંમાં મોટી સાઈઝની થત્તા ઈડલી, વડું, કોફી લઈ ગ્રામ્ય રસ્તે આગળ વધ્યાં.
વહેલી સવારનું આછું ભૂરું આકાશ હજી આઠ વાગે પણ હતું. આ બાજુ શેરડી, સોપારી વગેરેની ખેતી થતી હોઈ એકદમ લીલોતરી હતી, રસ્તે ટ્રેકટરો અને ગાડાં તાજી શેરડી ભરેલાં મળ્યાં.
હા, દર્શન કરી ઉતર્યા પછી એક લારીમાં શેરડી રસ માગ્યો. તેણે મસાલો નાખ્યો નહીં. માગતાં તેણે કહ્યું કે આ એકદમ તાજી શેરડી છે એટલે એ મસાલા વગર જ જાણે. અને મસાલો રાખતાં જ નથી. શેરડીની મીઠાશ અને એકદમ તાજી હોઈ ઘટ્ટતા અને રંગ સાવ અલગ હતાં.

ત્યાં અને નજીક ચિત્રદુર્ગ શહેર નજીક તાંબાની ખાણો છે. હોસપેટ નજીક શેરડી અને કેળાં તથા સોપારીનાં ખેતરો અને પ્લાંટેશન છે. હવે અમે ગયાં તે અંજનીબેટ્ટા, હનુમાનજીનું જન્મસ્થાન છે. હોસપેટ શહેરથી 28 કિમી પણ હોસ્પેટ અલગ જિલ્લો છે જ્યારે તે સ્થાન કોપ્પલ જિલ્લામાં આવ્યું છે. ત્યાં જતાં રસ્તે કોફીનાં ખેતરો પણ હતાં. એક 'ધાન્ય' નામનો પ્લાન્ટ આવ્યો. ઘઉં ચોખાને હાથે ચાળણીઓથી છુટા પાડવાને બદલે મોટો પ્લાન્ટ યાંત્રિક રીતે આ કરતો હતો.

અંજની બેટ્ટા આવી પહોંચ્યાં. બેટ્ટા એટલે શિખર. દોદા બેટ્ટા એટલે મોટું શિખર જે નીલગીરી પર્વત પર છે એમ અમે ભણેલા.
આ પર્વત નીચેથી હનુમાનજી નાં મુખ જેવો લાગે છે.
આ પર્વત પર 585 પગથિયાં છે. શરૂમાં સો જેવાં આપણા ફલેટના દાદરાથી સહેજ ઊંચાં હતાં પણ પછી એક તો રફ પથ્થર અને એકાદ ફૂટ, વળાંક પર તો ગોઠણ જેટલી ઊંચાઈનાં પગથિયાં. કોઈને પણ શ્વાસ ચડી જાય પણ સામેથી આવતા લોકો 'જય શ્રી રામ' કહે એ આપણે દોહરાવવાનું અને આગળ જવાનું. એમાં થાક ન લાગ્યો. હિંમતથી ચડી ગયા. નવાઈ એ લાગી કે બોંતેર પંચોતેર વર્ષના માજીઓ પણ ચડતાં હતાં. કોઈ સાવ નાનું શિશુ તેડી ચડતાં હતાં. શ્રદ્ધા એવી કે એ પગથિયાં ચડતા પહેલાં તળેટીમાં ચંપલ ઉતારવાનો રિવાજ છે. મેં ત્યાં ઓફિસમાં પૂછ્યું કે હું વોકિંગ શૂઝ પહેરી ચડું ને મંદિર બહાર ઉતારું તો વાંધો નહીં ને? તેમણે પરવાનગી આપી.

ઉપર જ્યાં લોકો ખાવાનું નાખે ત્યાં વાંદરાઓનાં ટોળાં હતાં પણ મંદિર પાસે કશું નહીં. વાંદરાઓ તમારો મોબાઈલ પણ ખૂંચવી જાય છે એમ કહેવાયેલું પણ જો તમે ખાવાનું દૂર નાખો તો તેઓ ત્યાં જ દોડી જાય.
મંદિરની બહાર મોટું મેદાન હોય એવો ચોક એ પર્વત પર જ હતો.

એક ખૂણે અંજની માતાની મૂર્તિ અને બીજે હનુમાનજીનો ફોટો છે. ત્યાં નેટવર્ક પણ આવતું હતું. ડોનેશન upi થી જ કર્યું.
અહી બેંગલોર શહેરમાં વોડાફોન લગભગ નથી મળતું. માત્ર જીઓ ચાલે છે, ત્યાં બધાં મળતા હતાં.

ઉપર જતાં 35 થી 40 મિનિટ થઈ, નીચે જતાં 15 મિનિટ જેવું. ત્યાં પિત્તળની મૂર્તિઓ અને હેન્ડિક્રાફ્ટના સ્ટોલ હતા. ત્યાંની લોકલ હેન્ડિક્રાફ્ટની ચીજો મળતી હતી, પિત્તળ નું ગાડું, પિત્તળ ની મૂર્તિઓ, શો પીસ વગેરે અદ્ભુત હતાં પણ અહીં હથેળી જેવડી ચીજના પણ 700 રૂ. હતા. ઠરાવવા થી ખાસ ફેર પડે એમ ન હતું.

ત્યાંથી નીકળી તુંગભદ્રા ડેમ જોવા ગયાં . એનો રસ્તો અમુક પટ્ટો ખરાબ છે, રિપેર થઈ રહ્યો છે એમ કહેવાયું પણ ડ્રાઈવર કહે બે ત્રણ વર્ષથી આમ છે. બીજો રસ્તો હોસપેટ જતાં રસ્તા પર નાનો કટકો રોંગ સાઈડ જવું પડે તે સાહસ કર્યું. એમ કલાક ટ્રાવેલ કરી પહોંચ્યા તુંગભદ્રા ડેમ છે તે મુનીરાબાદ.
અહીં જવા ખ્યાલ રાખવો કે ડેમની પિકનિક સાઈટ આપણા રિવર ફ્રન્ટ નું મેગ્નીફાઈડ વર્ઝન છે તે એક ઠેકાણે અને ડેમ નાં દર્શન, ડેમ પાસેનો બાગ વગેરે સાવ બીજી તરફ, કાર થી દસેક મિનિટના રસ્તે છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED