self-respect books and stories free download online pdf in Gujarati

આત્મસમ્માન

કાલ સાંજ ની વાત છે આમ તો હુ ક્યાંય જતી નથી પણ અમુક સગા સબંધી એ આગ્રહ કર્યો તો જય આવું એવું થયું ત્યાં એમના ઘરે પહોંચ્યા તો બધાં એ જ આવો આવો બવ દિવસે આયા છો એમ કહી વાત ની શરૂઆત કરી. પછી થોડી વાર માં ઍક વડીલે એમની વહુ ને બૂમ પાડી ને બોલાવી ને કહ્યું કે પાણી લય આઓ તો એ પાણી નો ગ્લાસ ભરી ને લયને આવી તો મે પૂછ્યું કે આપની વહુ શું કરે છે તો વડીલે જોર થી હસતા હસતા કહ્યું કે એ કશું નથી કરતી બસ ઘર માં ખાઈ પી ને જલસા તો વહુ ના ચેહરો જેમ જબરદસ્તી સ્મિત આપતી હોય કે પછી આ વાત એને ગમી ના હોય એવું લાગ્યું પણ એ કઈ પણ બોલ્યા વગર ત્યાં થી જતી રહી પછી મેં પૂછ્યું તમારો દીકરો શું કરે છે બવ વર્ષો વિતી ગયા એને જોયો પણ નથી તો તરત જ જવાબ આપતા ઉત્સુકતા થી વડીલે જવાબ આપ્યો કે એ તો મોટી કંપની માં જોબ કરે છે સારું કમાય છે આખો દિન બિચારો કામ કરી ને થાકી જાય છે એ અમારા બધાં ની જરૂરિયાતો નું ધ્યાન રાખે છે મે ખૂબ જ પુણ્ય કર્યા હસે જે મને આવો દીકરો ભગવાને આપ્યો છે. આ સાંભળી મને ગમ્યું પણ મારા મન માં અનેક પ્રશ્નો ઉભા થયા એટલાં માં તો પેલી વહુ આવી ને કીધું કે ચાલો જમવાનું બની ગયું છે તમે જમી લો ત્યારે એ ખૂબ જ ગરમી માં પરસેવે થી નહાયેલી થાકેલી દેખાતી હતી એટલા માં વડીલ બોલ્યા તને દેખાતું નથી અમે મારા દીકરા ની વાત કરી રહ્યા છે પેલી વહુ નો ચેહરો કહી બતાવતો હતો કે આ સાંભળી એને આંખ માં પાણી હતુ પણ તો પણ કઈ ના બોલી તો મેં એને પૂછ્યું કે કેટલું ભણ્યા છો તો એને જવાબ ના આપ્યો પેલા વડીલ બોલ્યા કે એ કોલેજ ભણી છે પણ જરાય અક્કલ નથી કે બે જણ વાત કરે તો વચ્ચે ના બોલાય એ સાંભળી મને ખોટું લાગ્યું પણ મેં પણ વાત જવા દીધી ત્યાર બાદ જમવા બેઠાં ત્યારે એમનો દીકરો આઈ ગયો હતો એને આવી ને અવાજ આપ્યો પાણી લેતી આવજે પેલી વહુ કામ કરતાં કરતાં પાણી ભરી નો ગ્લાસ ભરી ને જતી હતી એટલા માં તો ઠોકર વાગતા ગ્લાસ નું પાણી પેલા છોકરા પર પડ્યું તો એ ગુસ્સે થઇ ગયો દેખાતું નથી આખો દિન ઘરે બેસી રહે છે અહીંયા માણસ થાકી ને આવ્યો હોય ને આ બધુ કરવાનું આટલી નાની બાબત માં આટલો ગુસ્સો જોઈને પણ પેલી વહુ કંઈ ના બોલી તો મેં એને કહ્યું આટલી ભણેલી છે આખો દિન કામ કર્યા કરે છે ઘર સાચવે છે તો પણ આટલુ અપમાન સહન કરે છે તો કેહવા લાગી કે મને મારા મમ્મી પપ્પા એ સામે ન બોલવા ના સંસ્કાર આપ્યા છે એ સાંભળી ને મે કહ્યુ તને પોતાનાં આત્મસન્માન ની જરાય ચિંતા નથી કોઇ કઈ પણ કહે બોલવાનું જ નઈ એ કેવા સંસ્કાર આ બધુ જોઈને ખૂબ જ વિચારો આવ્યા કે આજની પેઢી ગમે એટલી વિકસિત થાય પણ વિચારો જુના જ રેહસે દરેક સ્ત્રી એ પોતાનું આત્મસન્માન જાળવવું જોઈયે પોતાની માંટે પોતે અવાજ ઉઠાવો પડે એ છોકરો છે આ છોકરી છે એ ભુલવું પડશે તો જ આ આવનારી પેઢી પોતાની માંટે વિચારો બદલી શક્શે નઈ તો આ ભેદભાવ ચાલ્યા જ કરશે એનો કોઇ અંત નથી પોતાની જીંદગી ની દોરી પોતાનાં હાથ માં રાખવી એ આપડી જવાબદારી છે નઈ તો કોઇ તમારી ઈજ્જત નહિ કરે કારણ કે તમે પોતે જ પોતાની ઈજ્જત નથી કરતા ખરું ને?????

બીજા રસપ્રદ વિકલ્પો