મંત્રી શર્કાન તમે એકની એક વાત વારમવાર કરી ને એ નહિ સાબિત કરી શકો કે આ માનવ જે કંઈ થયું એનો જવાબદાર છે. કોઈ બીજા એ કરેલી ભૂલ ની કે ગુના ની સજા કોઈ બીજા ને તો નાજ આપી શકાય.
આપડા ગુનેગાર કોઈ એક માનવ તો નથી જ રાજકુમારી મીનાક્ષી, સમસ્ત માનવ જાતી છે. મંત્રી શર્કાન અમુક લોકો એ કરેલા ગુના ને કારણે તમે સમસ્ત પ્રજાતિને ગુનેગાર ના ગણાવી શકો. મીનાક્ષી અને મંત્રી શર્કાન ની વચ્ચે વાકયુદ્ધ છેડાઈ ગયું છે.
આખરે આ લોકો માણસે કરેલા કયા ગુના ની વાત કરી રહ્યા છે? અહીં ના લોકો ના મનમાં આખરે માણસો માટે આટલો રોષ કેમ છે. મુકુલ ના મનમાં આ પ્રશ્ન વારંવાર ઉઠે છે.
માનવ એક બેરહેમ જાતી છે એ પોતાની લાલચ અને સ્વાર્થ માટે બીજાનો જીવ લેતા પણ વિચાર નથી કરતા. રાજકુમારી મીનાક્ષી ભૂલી ગયા હોવ તો આપને યાદ કરાવું આપણાં નગરની એ દુર્દશા જ્યાં ચારે તરફ માત્ર ને માત્ર તબાહી જ તબાહી હતી.
આપણે આપણાં હજારો પ્રજા જનો ના જીવ ખોયા છે અને આ નગરના એક માત્ર રાજકુમાર ના પ્રાણ પણ આ લલચું માનવો ના લીધે જ ગયા છે, યાદ છે કે એ પણ ભૂલી ગયા. મંત્રી શર્કાન એક જ શ્વાસમાં જ બધું બોલી ગયો.
મંત્રી શર્કાન તમારી જીભ ને લગામ આપો, મને બધું જ યાદ છે. મીનાક્ષીની આંખમાં જાણે લોહી ઉતરી આવ્યું. મંત્રી શર્કાને મીનાક્ષી ની દુખતી નસ ઉપર હાથ મૂકી દીધો.
નહિ રાજકુમારી તમને યાદ નથી તમે એ ભૂલી ગયા છો, અગર તમને યાદ હોત એ તબાહી નો મંજર તો તમે આજે આ માનવ માટે થઈ ને પોતાના રાજ્ય અને મહારાજ સામે વિદ્રોહ ના બોલ ના બોલત. મીનાક્ષી કોઈ અજાણી પીડાથી તરફડી રહી છે અને મંત્રી શર્કાન તેની નજીક જઈ તેના ઘા ઉપર મીઠું ભભરાવવી રહ્યો હોય તેવા શબ્દો બોલી રહ્યો છે.
રાજકુમારી મીનાક્ષી યાદ કરો એ દિવસો જ્યારે આપણે આપણા રાજ્યમાં આપણી પ્રજા સાથે એક શાંતિ નું અને સુખમય જીવન જીવી રહ્યા હતા,ચારે તરફ બસ આનંદ હતો પણ આ માનવો ના કારણે આપણી શાંતિ અને સુખ બધુજ છીનવાઈ ગયું.
આ માનવોએ આપણાં રાજ્યને વિશ થી ભરી દીધું, દૂષિત કરી દીધું. રાત દિવસ એ લોકો એ પોતાના ના દૂષિત દ્રવ્યો અને કચરાને સમુદ્રમાં નાખી ને આપણાં રાજ્યનું વાતાવરણ વિશેલું બનાવી દીધું. એ વિશ થી આપણાં રાજ્યમાં મહામારી ફેલાઈ ગઈ, આપણી પ્રજા તડપી તડપી ને મોત ને ઘાટ ઉતરી અને એમાંથી આપણાં એકના એક રાજકુમાર અને આપના ભાઈ પણ બાકાત ન રહી શક્યા. એમણે પણ તરફડી તરફડી ને તમારી સામે જ પોતાના પ્રાણ છોડ્યા હતા. ભૂલી ગયા એ ગોઝારો દિવસ રાજકુમારી મીનાક્ષી?
હર રોજ આ માનવો સમુદ્રની અનેક પ્રજાતિઓ નું ભક્ષણ કરવા એને પકડે છે. આપણાં સમુદ્રમાં ગંદો કચરો અને ખબર નહિ કયા કયા વિશ ઠાલવે છે તો તમે જ કહો કે આ માનવો આપના દુશ્મન થયાં કે મિત્રો?
આપણે દૂષિત થઈ ગયેલા આપણાં રાજ્યને ત્યજી ને અહીં આ અજાણી જગ્યા પર આવું પડ્યું. અહીં આપણી કોઈ સુરક્ષા નથી ખબર નહિ ક્યારે આવીને દુશ્મન આપણને હાની પહોંચાડે શું આ બધું આ માનવો ના કારણે જ નથી થયું?
પણ એ બધું આજ માનવે કર્યું છે એવું તો નથી ને મંત્રી શર્કાન? તો કોઈ બીજા એ કરેલા પાપ ની સજા આ માનવ ને કેમ? માની લીધું રાજકુમારી મીનાક્ષી કે આપણાં રાજ્ય સાથે જે કંઈ થયું અને આપણી પ્રજાએ જે કંઈ ભોગવ્યું એમાં માનવ નો હાથ નથી પણ એ સમુદ્રની કોઈને કોઈ જગાને દૂષિત કરતો જ હશે કોઈને કોઈ રૂપમાં. હશે તો પછી આ માનવ ને સજા કરવાનો હક આપણને નથી મંત્રી શર્કાન.
મીનાક્ષી બહું થઈ તારી આડી અવળી દલીલો, મંત્રી શર્કાન મીનાક્ષી ને પણ આ માનવ સાથે હમણાં ને હમણાં કારાગારમાં નાખી દો. મહારાજે આદેશ કર્યો, હવે તેમની ધીરજ ખૂટી ગઈ છે. મંત્રી શર્કાન ની વાતો સાંભળી ને એમના રુઝાઈ ગયેલા ઘા ફરી થી તાજા થઈ ગયા.
મહારાજ ની આંખ માં પોતાના એકના એક યુવાન પુત્ર અને આ રાજ્ય ના એકના એક વારસદાર ને ખોવાનું દુઃખ ઉભરાઈ આવ્યું,એમની આંખો સામે થોડી વાર માટે અંધારું છવાઈ ગયું. એમના હાથમાં રહેલો ન્યાય દંડ ડગી ગયો અને એ જમીન ઉપર ઢળી પડે એ પહેલાં જ મુકુલે એકદમ એમને સંભાળી લીધા.
ક્રમશઃ................