જલપરી ની પ્રેમ કહાની - 24 Bhumika Gadhvi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જલપરી ની પ્રેમ કહાની - 24

રાજકુમારી મીનાક્ષી આપ મહારાજના આદેશ નો અનાદર કરી ને એમની પ્રજાની સામે એમના ન્યાય તંત્ર પર પ્રશ્ન ઉઠાવી રહ્યા છો જે સર્વથા અયોગ્ય છે. શર્કાન ફરી થી જાણે બળતામાં ઘી ઉમેરતો હોય તેમ બોલ્યો.


મીનાક્ષી એ ક્રોધિત નજરે શર્કાન સામે જોયું, આ માનવ ને મૃત્યુદંડ પિતા મહારાજ કરી રહ્યા છે કે અન્ય કોઈ એમની પાસે એવું કરવી રહ્યું છે મંત્રી શર્કાન? મીનાક્ષી એ તીખા શબ્દો માં પ્રશ્ન કર્યો.


તમે કહેવા શું માંગો છો રાજકુમારી? એજ જે તમે સમજી રહ્યા છો મંત્રી. આ રાજ્ય માં આખરી અને સર્વોપરી નિર્ણય મહારાજ નો હોય છે એ આપ જાણો છો ને? જાણું છું, પણ એ પણ બહું સારી રીતે જાણું છું કે, આજ કાલ લોકો પિતા મહારાજ ને અયોગ્ય સલાહ સૂચન વધારે કરી રહ્યા છે. અને એ અયોગ્ય સૂચન કરનાર એટલે હું ને રાજકુમારી? હે ઈશ્વર મારી ઉપર આ કલંક લાગતાં પહેલાં હું મૃત્યુ ને શરણ કેમ ન થયો. વર્ષો ની મારી તપસ્યા અને આ રાજ્ય પ્રત્યે ની વફાદારી નું મને આ ઈનામ મળ્યું? મહારાજ તમે મને હમણાં ને હમણાં જ મૃત્યુદંડ આપી દો.


શર્કાન આંખમાં ખોટા આંસુ સાથે દુઃખી થવાનો મહારાજ સમક્ષ અભિનય કરવા લાગ્યો. આ તમે શું કહી રહ્યા છો મંત્રી શર્કાન તમારા જેવા કર્મનિષ્ઠ અને વફાદાર મંત્રી ના કારણે જ તો આટ આટલી વિપ્પત્તીઓ માં પણ આપણે આપણી પ્રજાતિ અને રાજ્ય નું રક્ષણ કરી શક્યા છીએ.


એવું આપને લાગે છે મહારાજ, રાજકુમારી મીનાક્ષી ને નહીં. શર્કાન પોતાના ખોટા આંશુ લૂછતાં બોલ્યો.


મીનાક્ષી હમણાં ને હમણાં જ મંત્રી ની માફી માંગ નહીંતો આ માનવ સાથે તને પણ મૃત્યુદંડ મળશે. મૃત્યુદંડ આપશો પિતાજી મને? મીનાક્ષી ના હૃદય પણ જાણે કોઈ તીક્ષ્ણ હથિયાર થી ઘા થયો અને એ લોહી લુહાણ થઈને પીડા થી તરફડવા લાગ્યું.


રાજ્ય ના નિયમો બધા માટે એક સરખા છે પછી ભલે એ મારી દીકરી અને આ રાજ્ય ની રાજકુમારી કેમ ના હોય. તેં એક વફાદાર મંત્રી ની વર્ષો ની વફાદારી ઉપર આંગળી ઉઠાવી છે માટે તું દંડ ને પાત્ર છે. રાજા અત્યારે બહું નિષ્ઠુર થઈ ચૂક્યા છે.


તો ઠીક છે સંભળાવી દો મને પણ મૃત્યુદંડ, પણ હું આ લંપટ મંત્રી શર્કાન ની માફી તો નહીં જ માંગુ. મીનાક્ષી ના શબ્દો માં અડગતા હતી અને ના ઝુકવાની જીદ પણ.


મીનાક્ષી....પિતા મહારાજે ક્રોધિત થઈને ધ્રુજતા અવાજમાં હાથ ઉઠાવતા બુમ પાડી. મહારાજ નો ઉઠેલો હાથ મીનાક્ષી સુધી પહોંચે તે પહેલાં જ મંત્રી શર્કાને આવીને મહારાજ નો હાથ પકડી લીધો.


અરે ..... અરે મહારાજ આ શું કરી રહ્યા છો આપ? રાજકુમારી મીનાક્ષી તો નાસમજ છે પણ આપ તો બુધ્ધિમાન અને સમજદાર છો, આ બધુજ આ પૃથ્વીવાસી માનવ ના કારણે થઈ રહ્યું છે. શર્કાને બહું ચાલાકી થી ફરીથી મહારાજ ના કાન ભર્યા મુકુલ વિષે.


મંત્રી શર્કાન તમે હમણાં ને હમણાં જ આ માનવ ને મારી નજર થી દુર કરી કારાગાર માં નાખી દો અને કાલ સવાર થતાં જ આને ફાંસી નાં માંચડે લટકાવી દો. મહારાજે ક્રોધિત થઈ ને આદેશ આપ્યો.


આ અન્યાય છે પિતા મહારાજ અને હું આ અન્યાય આપણાં રાજ્યમાં નહિ થવા દઉં. આપણાં રાજ્યનો નિયમ છે કે કોઈ પણ વ્યક્તિ ને એનો પક્ષ રજૂ કરવાનો એક મોકો આપવામાં આવે છે તો પછી આ માનવ સાથે અન્યાય કેમ? એને કેમ પોતાનો પક્ષ રજૂ કરવાનો અવસર નથી આપી રહ્યા?


બીજી વાત કે પિતા મહારાજ આપણાં રાજ્યમાં કોઈ પણ ન્યાય અને આખરી નિર્ણય પ્રજા સમક્ષ તમે તમારા સિંહાસન ઉપર બેસી ને કરો છો આ રીતે નહિ. ફરીથી રાજકુમારી એ રાજાના આદેશ નો વિરોધ કર્યો. આ વખતે રાજકુમારી ના શબ્દોમાં વધારે આક્રમકતા હતી.


નાના મોઢે મોટી વાત રાજકુમારી પણ તમે આપણાં રાજ્યના ન્યાય ના માપદંડો બતાવી રહ્યા છો તે આપણી પ્રજાતિ અને આપણાં પ્રજાજન માટે છે, અહીં આપણી સમક્ષ એક પૃથ્વી વાસી માનવ છે. તમે કેમ ભૂલી ગયા કે આ પૃથ્વી વાસીઓ એ આપણી સાથે શું શું કર્યું છે. એમણે જે કંઈ કર્યું છે અને કરી રહ્યા છે એના માટે તો મૃત્યુ દંડ પણ બહુ નાની સજા છે, મંત્રી શર્કાન વારમવાર રાજકુમારી ને કંઇક યાદ કરાવી રહ્યો છે.


ક્રમશઃ................