કહો પૂનમના ચાંદને - ભાગ 2 Rima Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 103

    ભાગવત રહસ્ય-૧૦૩   મનને સ્થિર કરવા નામ-જપની આવશ્યકતા છે.જપથી...

  • ખજાનો - 70

    ઝાંઝીબારના કિનારે હરોળબંધ નાના મોટા જહાજો અને સ્ટીમરો લાંગરે...

  • નારદ પુરાણ - ભાગ 49

    સનત્કુમાર બોલ્યા, “ત્યારબાદ ડાબે અથવા જમણે જે બાજુથી શ્વાસ ચ...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 13

    બિલ"એક કામ કરો બધા બિલ ભેગા કરીને કેવિનને આપો તે આપી આવશે."...

  • નફરત ની આગ

      નફરતના સંસારમાં હવે રમીએ આ રમત એક એક માણસે જોડાઈ, બાંધી દઈ...

શ્રેણી
શેયર કરો

કહો પૂનમના ચાંદને - ભાગ 2

"દસ લાખ રૂપિયા સાંવરી.... દસ લાખ.... દસ હજાર રૂપિયા પણ જે રૈનાએ એકસાથે નથી જોયા ત્યાં દસ લાખની વ્યવસ્થા કેવી રીતે કરીશ?" આટલું બોલતા રૈનાની આંખોમાંથી અશ્રુનું એક બિંદુ પડ્યું.

"રૈના.... તું તો મારી બહાદુર સખી છે ને??? તો પછી કેમ રડે છે? એકલિંગજી ઉપર વિશ્વાસ રાખ... તે બધું જ સારું કરશે." સાંવરીએ એના ખભે હાથ મુકતા કહ્યું

"મમ્મી અને દાદીના સોનાના ઘરેણાં વેંચીને પણ માંડ 4 લાખ ભેગા થયા છે. ઘરનો ખર્ચો, સમર્થના અભ્યાસના પૈસા અને ઉપરથી એક મહિનાની અંદર જો ઓપરેશન ન થયું તો દાદી...." રૈના એ વાક્ય પૂરું ન કરી શકી અને એના ગળે એક ડૂમો ભરાઈ આવ્યો. સાંવરી તેને હજુ આશ્વાસન આપી રહી હતી ત્યાં જ એક વ્યક્તિ આવી તે લોકો બેઠા હતા તેની સામે એક બોર્ડ લગાવી ગયું.

સાંવરી તે બોર્ડ વાંચીને ખૂબ જ ખુશ થઈ...."મેં કહ્યું હતું ને એકલિંગજી બધું ઠીક કરી દેશે??? પાછળ જો અને બોર્ડ વાંચ."

સાંવરીએ બોર્ડ તરફ ઈશારો કર્યો. રૈનાએ પાછળ વળીને જોયું તો લખ્યું હતું, "આપકે સપનો કા રાજકુમાર... આપ કા અપના સુપરસ્ટાર 'અર્જુન શેખાવત' આ રહા હૈ અપની દુલ્હનિયા ચુનને... આપકે અપને ઉદયપુર શહેર મેં.... તો લડકીયો... તૈયાર હો જાઈએ કલ સે હમારા રિયાલિટી શો "અર્જુનકી અર્ધાંગિની" કા લાઈવ ઓડિશન ટેલીકસ્ટ આને વાલા હૈ રાત કો આઠ બજે સિર્ફ ઝેડટીવી પર."

આટલું વાંચીને રૈના, સાંવરી પર ગુસ્સે થતા બોલી, "હું આટલી સિરિયસ મુસીબતમાં ફસાયેલી છું અને તને આવું મજાક સુજે છે કે હું અર્જુન શેખાવતના સ્વયંવર માટે ઓડિશન આપું?"

"હે ભગવાન.... હું તને ઓડિશન આપવાનું નથી કહી રહી... જો... તે ઇવેન્ટ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો છે? માત્ર એટલું જ નહીં અભ્યાસમાં ટોપ પણ કર્યું છે? તો તું કાલે ઓડિશનના સ્થળે જા અને શો ના મેનેજરને મળી એ ઇવેન્ટ હેન્ડલ કરવાની વાત કર. જો આ ઇવેન્ટ તને મળી ગઈ તો તારી બધી પ્રોબ્લેમ સોલ્વ. એ લોકો ફી પણ તગડી આપશે અને આ શો પછી તારી નામના પણ વધી જશે."

"વાત તો તે સાચી કહી પણ આવડા મોટા શો માટે મારા જેવી નવી વ્યક્તિને એ લોકો ચાન્સ આપશે?"

"ના આપે તો કોઈ નુકસાન તો નથીને... પણ એક વાર ટ્રાય તો કર." સાંવરીએ કહ્યું

રૈનાને થયું એક વાર નસીબ અજમાવવામાં ક્યાં વાંધો છે. જો કોન્ટ્રાક્ટ ન પણ મળ્યો તો નુક્સાન તો કઈ નથી પણ જો મળી ગયો તો એની લાઈફ બદલાઈ જશે અને તેની આર્થિક સંકટો પણ.

અર્જુન શેખાવત.... 28 વર્ષીય યુવાન જે ભારતનો સુપરસ્ટાર અને મોસ્ટ એલિજીબલ બેચલર.... આ સિવાય અર્જુનની બીજી પણ એક ઓળખ છે.... અર્જુન સુરજગઢ શહેરનો યુવરાજ છે. અર્જુન ભલે એક સમૃદ્ધ પરિવારમાં જન્મ્યો છે પરંતુ તે સ્વભાવે ઉદાર, નિરાભિમાની અને સુલજેલો માણસ છે. અર્જુનને ખરા અર્થમાં જેન્ટલમેન કહી શકાય.

પોતાની માતાની ઇચ્છાને માન આપીને અર્જુને લગ્ન કરવાનો નિર્ણય કરેલો અને એટલા માટે જ તેણે આ ઓડિશનમાં પોતાની માતાને પણ સાથે રાખેલા છે... ટૂંકમાં જે છોકરી અર્જુન અને તેની માતા બન્નેને પસંદ પડશે તેની સાથે જ અર્જુન સાત ફેરા ફરી પોતાની અર્ધાંગિની બનાવશે.

રૈના બીજા દિવસે ઓડિશનના સ્થળે પહોંચી. ઓડિટોરિયમના બહાર ભીડ ખૂબ જ હતી માટે તે પાછળના રસ્તેથી છુપાઈને ગઈ જ્યાં માત્ર સ્ટાફના અને શોના લોકોને જ જવાની પરમિશન હતી.

અંદર જઈ તેણે જોયું કે સ્ટેજ ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવ્યો હતો. તેણે ત્યાંના મેનેજરને વાત કરવાની કોશિશ કરી તો તેણીને બેકસ્ટેજ પર ઉભી રાખી દીધી એમ કહીને કે ઓડિશન્સ શરૂ થઈ ગયા છે.

રૈના ક્યારે શો પતે અને મેનેજરને વાત કરે એની રાહ જોવા લાગી. ખાસ્સા કલાક રાહ જોયા પછી એક સ્પોટબોય આવ્યો અને મેનેજરને કહ્યું, "સર... સ્ટેજની ઉપરનો વાયર હલી ગયો છે તેથી મ્યુઝિક નથી વાગી રહ્યું અને ટેક્નિશિયન પણ હાજર નથી. શું કરીશું?"

"વ્હોટ?? શો લાઈવ ચાલી રહ્યો છે જો કાઈ પણ ખામી આવી તો ટી.આર.પી અફેક્ટ થશે અને અર્જુન સર ગુસ્સે થશે એ અલગ થી" મેનેજરે ચિંતામાં કહ્યું

રૈનાએ મૌકાનો લાભ લઇ તરત મેનેજરને જઈને કહ્યું, "સર... હું છું ને .... ડોન્ટ વરી... હું હમણાં જ જઈને વાયર સરખું કરી આવું છું."

"તું ? તને આવડે છે?" મેનેજરને શંકા થઈ

"સર... અમારી પોળમાં હરિયાળી તિજ વખતે મ્યુઝિક સિસ્ટમ હું જ હેન્ડલ કરું છું અને તમારી પાસે અત્યારે બીજો કોઈ ઑપશન પણ નથી ને." રૈનાએ ચાલાકીથી કહ્યું

"સારું સારું... પણ ધ્યાનથી... આ તારી પોળ નથી.. અહીં એકદમ લેટેસ્ટ ટેકનોલોજીના મ્યુઝિક સિસ્ટમ હોય છે."

"હું તમને નિરાશ નહિ કરું સર." એટલું કહી રૈના સ્ટેજની ઉપર લાગેલા વાયર ઠીક કરવા સ્પોટબોય સાથે ગઈ.

આ બાજુ સ્ટેજની સામે અર્જુન શેખાવત જાયન્ટ ચેર પર લમણે હાથ દઈ બેઠો છે. બાજુમાં એની માતા શાંતિદેવી પણ બેઠા હતા. અર્જુન પોતાના સેક્રેટરીને કાનમાં કહે છે, "અજય... શું છે આ બધું? એક પણ છોકરીમાં કોઈ દમ નથી. નહીં રૂપમાં, નહિ બોલવામાં કોઈ વાત નથી". અર્જુનનો સેક્રેટરી અજય એનો ગુસ્સો નીચું જોઈ સાંભળી રહ્યો હોય છે.

ત્યાં જ સ્ટેજ પરથી કંઈક પાડવાનો અવાજ આવે છે.

"ઓહ શીટ.... લાગે છે કોઈ પડી ગયું છે." એટલું બોલી અર્જુન સ્ટેજ પર ગયો.

"હેલો....આર યુ ઓલ રાઈટ?" અર્જુન સ્ટેજ પર જઈ બોલે છે પણ તેને કોઈ દેખાતું નથી. અજય તેને એરપોડથી કોલ કરીને કહે છે કે બસ આ લાસ્ટ છોકરીનું ઓડિશન છે પછી લાઈવ ટેલીકસ્ટનો ટાઈમ પૂરો થઈ જશે.

ઉપર રૈના મ્યુઝિકનો વાયર ઠીક કરતી હોય છે ત્યાં એની નજર નીચે ઉભેલા અર્જુન પર જાય છે. તેણી વિચારે છે કે અર્જુન શેખાવત ખરેખર હેન્ડસમ છે. મસ્ક્યુલર બોડી, ચોકલેટી ચહેરો... અર્જુન વ્હાઇટ બ્લેઝરમાં કોઈ ગ્રીક ગોડ જેવો લાગી રહ્યો હતો.

"ધી મોસ્ટ એલિજીબલ બેચલર ઓફ ઇન્ડિયા.... અર્જુન શેખાવત... હાય...." એટલું બોલી રૈનાએ એક શ્વાસ લીધો. વાયર સરખો કર્યો અને ઉભી થવા ગઈ ત્યાં ફરી તેણીને તે દૃશ્ય દેખાયું.... લાલ ચમકદાર હીરો... જંગલ.... ઝાંખો ચહેરો. તેણીને ચક્કર આવ્યા અને ત્યાં અચાનક એનું બેલેન્સ બગડ્યું અને તેણી નીચે પડી.

અર્જુને ઉપર જોયું ને એક્દમથી રૈનાને પોતાના બન્ને હાથ વડે પકડી લીધી. અર્જુનની માતા શાંતાદેવી અને સેક્રેટરી અજય આ બધું જોઈ હેરાન થઈ ગયા. અર્જુન પણ હેરાનીથી રૈના સામું જોઈ રહ્યો.

અચનકથી ગીત વાગવા લાગ્યું, "પહેલા નશા... પહેલા ખુમાર... નયા પ્યાર હૈ... નયા ઇંતઝાર"

અર્જુનના શરીરમાં જાણે કોઈ કરંટ પસાર થયો હોય એવુ એને લાગ્યું. અત્યાર સુધીમાં આટલી છોકરીઓ જોઈ હતી પણ આ છોકરી જેવી માસૂમિયત.... પરીથી પણ સુંદર ચહેરો તે જોઈ રહ્યો. રૈનાએ પડવાના ડરને લીધે પોતાની આંખો બંધ જ રાખી હતી.

અર્જુન એકીટશે રૈનાને નિહાળી રહ્યો હતો.

"દર્શક મિત્રો, છેલ્લે જતા પહેલા જે છોકરીની ધમાકેદાર એન્ટ્રી થઈ છે તે અર્જુનના હૃદયમાં પોતાની જગ્યા બનાવી એની અર્ધાંગિની બની શકશે કે નહીં. જોઈશું આપણે નેક્સ્ટ એપિસોડમાં." શો એન્કરની વાત સાંભળી રૈનાએ પોતાની આંખો ધીમે રહીને ખોલી.

તેને જોયું કે પોતે અર્જુનની બાંહોમાં છે અને સ્ટેજ પર છે. અર્જુનને પણ આ વાતનું ભાન થયું. અર્જુને રૈનાને નીચે ઉતારી. રૈના ક્ષોભ અને શરમની મિશ્રિત લાગણી અનુભવી રહી હતી. તેણી એક્દમથી ડરીને સ્ટેજ પરથી દોડીને નીચે ઉતારી ગઈ.... અર્જુન તેને જતી જોઈ રહ્યો અને વિચારી રહ્યો.... 'આખરે મારી તલાશ પુરી થઈ.'


ક્રમશઃ