પ્રેમ થઇ થયો - સિઝન 2 - ભાગ 1 Kanha ni Meera દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ થઇ થયો - સિઝન 2 - ભાગ 1

ૐ નમઃ શિવાયઃ

હું મીરા તમે મારી પ્રેમ થઇ ગયો સ્ટોરી તો વાંચી જ હશે બસ એ સ્ટોરી ને આગળ વધારવા માટે આજે હું તેનું બીજું સિઝન લઈને આવી ગઈ છું. આમારી પેહલી નવલકથા હતી અને તેમે એને ખુબજ પ્રેમ આપ્યો છે અને માટે તમને બધા ન દિલ થી આભાર માનું છું...

અક્ષત અને દિયા તો મળી ગયા હતા પણ તેમની સાથે આજે નવા ગણા પાત્રો હું લઇ ને આવી છું અને એક નવી સ્ટોરી સાથે આશા છે કે જેમ સ્ટોરી નું નામ છે પ્રેમ થઇ ગયો એ રીતે જ તમને મારી સ્ટોરી થી પ્રેમ થઇ જાય...

પ્રેમ થઇ ગયો આ સ્ટોરી મારા માટે ખાસ છે અને તેના બધા પાત્રો પણ અને હું કોશિશ કરીશ કે મારી જેમ તમને આ નવા પાત્રો ગમે...

સ્ટોરી વાંચતા પહેલા તમે "પ્રેમ થઇ ગયો" ના વાંચી હોય તો પેલા એ વાંચવા માટે વિનતી કેમ કે આ સ્ટોરી તેના સાથે જ સંકળાયેલી છે...

આ સ્ટોરી મેં પેલા પણ ચાલુ કરી હતી પણ તેના અમુક ભાગ પછી હું એને આગળ ના વધારી શકી તેના કારણે હું આને ફરી થી શરુ કરું છું અને આશા રાખીશ કે તમે મને પેહલા ની જેમ સાથ આપશો...

Part-1



The year 2023...
Present Time...

"તું ઠીક તો છે ને રાહી..."
રાહી ને શાંત કરતા, આરતી બોલી...

રાહી જ્યાર થી અહીંયા આવી હતી ત્યાર થી તે બસ રોતી જ હતી અને આરતી ના આટલી વાર પૂછવા છતાં પણ તે હજુ કાય બોલતી નતી અને આ જોઈને આરતી ને તેની ચિંતા થવા લાગી હોય છે...

૨ દિવસ પેલા જયારે રાહી તેને મળી હતી ત્યારે તે ખુબજ ખુશ હતી અને તેને જ કીધું તું કે તે જલ્દી કોઈ ને તેના થી મળવા લઈને આવશે અને હવે અચાનક રાહી ને શું થઇ ગયું કે તે કાય બોલતી નથી બસ રોવે જ છે...

"મારે આદિ પાસે જવું છે..."

રાહી બોલે છે અને ફરી તેની આંખો માંથી આંસુ આવા લાગે છે...
ત્યારે આરતી રાહી ની આવી હાલત જોઈ ને તેનો ફોન જલ્દી થી લઇ ને એક નંબર પર ફોન લગાવે છે...

"hello... તું જલ્દી મારા ઘરે આવી જા.. "

આરતી બોલે છે સામે થી કોઈ જવાબ આવે તે પેલા જ ત ફોન મૂકી દે છે...

થોડા સમય માં જ ત્યાં 18 થી 19 વર્ષ નો એક છોકરો આવે છે અને આવી ને સીધો તે રાહી ની બાજુ માં બેસી જાય છે...

"રાહી શું થયું છે, કેમ રોવે છે...?"

પણ તેની વાત નો કોઈ જવાબ રાહી નથી આપતી અને તેના આંખ માંથી આંસુ આવે જ જાય છે...

"મને પણ કાય ખબર નથી, તે જ્યાર થી આવી છે મારા ઘરે બસ આમજ રોવે જ છે, અને કાય બોલતી પણ નથી...."
આરતી બોલે છે...

"મારે આદિ પાસે જવું છે..."

રાહી ફરી થી આ જ બોલે છે...

"રાહી આવી ત્યાર ની બસ એમજ કે છે કે આદિ પાસે જવું છે, પણ આ આદિ કોણ છે...?"

આરતી બોલે છે...

"તું ઓળખે છે આદિ ને..."

સોહમ બોલે છે...

"ના મેં આ નામ પણ પેલી વાર સાંભળ્યું છે..."

આરતી બોલે છે...

આરતી અને સોહમ બન્ને ને નથી ખબર કે આદિ કોણ છે અને હવે રાહી ને કેમ સમજાવે...

પેલા તો રાહી ને આરતી તેના રૂમ માં લઇ જાય છે અને પાણી પીવડાવે છે...

રાહી જોડે થોડી વાર એ જ રીતે બન્ને બેઠા રે છે અને બન્ને તેની બાજુ માં બેસી જાય છે, તેને શાંત કરવાની કોશિશ કરે છે...
આરતી જે રાહી ની નાનપણ ની ફ્રેન્ડ હતી અને સોહમ જે તેના કાકા નો છોકરો હતો...

થોડી વાર પછી જયારે રાહી ને થોડું ઠીક લાગે છે ત્યારે તે બન્ને એક બીજા સામે ઇસારો કરી ને રાહી ને પૂછવા માટે કેતા હોય છે...

આ જોઈ ને રાહી બન્ને ની સામે જોવે છે...

"મેં તમને કીધું તું ને કે હું ૨ દિવસ માં તમને કોઈ થી મળવા લઇ જઈશ..."

રાહી બોલે છે અને બન્ને હા માં જવાબ આપે છે...

"હું તમને આદિ થી જ મળવા લઇ જવાની હતી પણ હવે...."

રાહી બોલતા બોલતા અટકી જાય છે અને ફરી થી તે રોવા લાગે છે...

"રાહી પેલા શાંત થઇ જા તું અને અમને બન્ને ને તું આખી વાત કર કે આ આદિ કોન છે..? અને તું કઈ રીતે એને ઓળખે છે...?"

આરતી બોલે છે...

રાહી પેલા પોતાને શાંત કરે છે અને પોતાની આંખો બંધ કરી ને કેવા ની શરૂવાત કરે છે...



1 વર્ષ પહેલા ...
રાહી ખુશી થી ઘરે આવે છે અને પોતાનું બેગ રૂમ માં મૂકી ને બારે આવી ને બેસી જાય છે...

"કેવું ગયું પેપર..."

રાહી ના મમ્મી ગૌરી બેન રસોડા માં થી બારે આવતા બોલે છે...

"હા મસ્ત ગયું છે અને મને ભૂખ લાગી છે હવે જલ્દી થી જમવા નું આપ ને..."

રાહી બોલે છે અને ગૌરી બેન તેના માટે જમવાનું લઈને આવી જાય છે...

જમી ને રાહી તેના રૂમ માં જઈને તૈયાર થઇ ને બારે આવે છે...

"અરે આજે તો આરામ કરી લે કાલે જજે..."

ગૌરી બેન બોલે છે...

"ના પરીક્ષા ના લીધે આમે હું કેટલા દિવસ થી નથી ગઈ અને મારી ફેવરેટ નવી બુક પણ આવી ગઈ છે તો મારે જવું જ પડશે..."

રાહી બોલે છે અને ત્યાં થી નીકળી જાય છે લાઇબેરી જવા માટે...

હવે તમે વિચારતા હસો કે આ કેવી છોકરી છે જે પરીક્ષા પુરી થયા પછી ફરવા જવા ના બદલે લાઇબેરી માં જાય છે તો રાહી એવી જ છે તેના મિત્રો તો ઓછા છે, પણ તે પુસ્તકો ને જ મિત્રો માને છે...

રાહી ના આજે જ બોડ ની પરીક્ષા પુરી થઇ હોય છે અને હવે તેના પાસે એક મોટું વેકેશન છે જે તે લાઇબેરી માં જ વિતાવશે...

તેના માટે 4 થી 6 નો સમય એટલે કે તેની પુસ્તકો ની દુનિયા માં જવાનો સમય....

રાહી લાઇબેરી પોચી જાય છે અને અંદર જઈને પેલા તો તે એક બુક ગોતવા લાગે છે પણ તેને તે બુક નથી મળતી અને તે આવી ને તેની ફેવરેટ જગ્યા એ બેસી જાય છે...

તે વધારે તો નઈ પણ બસ 3 થી 4 બુક લઈને બેઠી હોય છે અને તેમાં ખોવાયેલી રાહી ને એ દયાન નથી રેતુ કે 2 આંખો ક્યારે ની તેને જ જોઈ રઈ છે...

જયારે રાહી ને એવું લાગે છે કે કોઈ તેને જોવે છે તો તે આજુ બાજુ જોવે છે પણ તેને કોઈ નથી દેખાતું અને બધા એમની બુક માં વાંચવા માં વ્યસ્ત હોય છે, તો પછી રાહી પણ બુક વાંચવા માં લાગી જાય છે...


"તે કોણ હશે જે રાહી ને આ રીતે જોઈ રહ્યું હશે...?"

તે જાણવા માટે જોડાયા રહો મારી સાથે...

પ્રેમ થઇ ગયો સિઝન-2...

મારી સ્ટોરી ને તમારા પ્રતિભાવ જરૂર થી આપજો જેના થી મારી ભૂલો ને હું સુધારી શકું...