જલપરી ની પ્રેમ કહાની - 22 Bhumika Gadhvi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જલપરી ની પ્રેમ કહાની - 22

મીનાક્ષી, મુકુલ ના મનમાં ઉઠી રહેલા તમામ પ્રશ્નો ના ઉત્તર આપી એના મનનું સમાધાન કરી રહી હતી ત્યાંજ બહાર થી મીનાક્ષી ની અનુચારિકા દોડતી અંદર આવી. તે હાંફી રહી હતી, તેના શ્વાસ ભારે થઈ ગયા હતા અને એ ગભરાયેલી પણ હતી. તેના મોઢા ને જોઇને જ લાગતું હતું કે નક્કી એ કંઇક ખરાબ સમાચાર લઈને આવી છે.


રાજકુમારી મીનાક્ષી....તેના મોઢા માંથી આનાથી વધારે કંઈ નીકળી નતું રહ્યું. શું વાત છે? તારા શ્વાસ ને સહેજ હેઠો બેસાડ અને શાંતિ થી વાત કર. શાંતિ રાખવાનો સમય નથી રાજકુમારી. પણ થયું છે શું એતો કહે. આપણાં રાજ્ય પર કોઈ દુશમ રાજ્યએ હુમલો કર્યો છે? ના..ના.. એવું કંઈ નથી. તો શું થયું છે, માંડી ને કે..


અનુચરિકા નું શરીર પાણીમાં આમતેમ ફંગોળાયા કરતું હતું. તેનો અવાજ ધ્રુજી રહ્યો હતો. રાજકુમારી આપના પિતા મહારાજ ને..... પિતા મહારજ ને શું? મીનાક્ષી ગભરાઈ ગઈ. પિતા મહારાજ ઠીક તો છે ને? હા રાજકુમારી આપના પિતા મહારાજ સ્વસ્થ અને સલામત છે પણ, પણ શું જલદી થી બોલ આમ પહેલીઓ ના બુઝાવ.


રાજકુમારી તમારા પિતા મહારાજ ને આ માનવ વિશે કોઈએ જાણ કરી દીધી છે. એ બહું ક્રોધિત થઈને આ તરફ આવી રહ્યા છે સાથે મંત્રી શર્કાન અને સૈનિકો પણ છે. શું વાત કરે છે શશી, હા રાજકુમારી.


મીનાક્ષી અચાનક આવી પડેલી આ મુસીબત થી ગભરાઈ ગઈ. હવે શું થશે? પિતા મહારાજ આ માનવ સાથે શું કરશે? અને પેલો લંપટ મંત્રી શર્કાન, એતો પિતા મહારાજના કાન બરાબર ભરશે એને તો આમ પણ માનવ જાતી થી બહું રોષ છે. શું કરું...શું કરું..


મીનાક્ષી વિચારી રહી હતી ત્યાંજ બહાર થી મહારાજ ની રાજકુમારી ના નિવાસસ્થાન માં પ્રવેશ ની ઘોષણા થઈ. મીનાક્ષી અને તેની અનુચારિકાઓ સ્તબ્ધ થઈને તે દિશા તરફ જોઈ રહી.


થોડી જ ક્ષણો માં મત્સ્ય લોકના મહારાજ અને મીનાક્ષી ના પિતા આવ્યા. તેમનું પણ અડધું શરીર માણસનું અને અડધું શરીર માછલી જેવું હતું. તેમના માથા ઉપર પણ ચળકતાં મોતીઓ નો તાજ હતો એમની મૂછો લાંબી પાતળી અને સફેદ હતી. તેમણે હાથમાં ઘણાં રંગ બી રંગી રત્નો અને મોતીઓ થી બનેલી વીંટીઓ પહેરી હતી. તેમનો ચહેરો વિચિત્ર ખુરદુરો હતો અને ગુસ્સા ના કારણે વધારે બિહામણો લાગી રહ્યો હતો. તેમણે હાથમાં એક સોના જેવો ચમકીલો દંડ ધારણ કરેલો હતો, જે તેમને સ્થિર રહેવામાં મદદ કરી રહ્યો હતો.


થોડી જ વારમાં એ સૌ રાજકુમારી મીનાક્ષી અને મુકુલ નજીક આવી પહોંચ્યા. આ બધું શું ચાલી રહ્યું છે રાજકુમારી મીનાક્ષી? મહારાજે ક્રોધિત થઈને પૂછ્યું. પોતાના પિતાને મીનાક્ષીએ આજે પહેલી વાર પોતાની ઉપર ક્રોધિત થતાં જોયા.


મીનાક્ષી ના પગ નીચે થી તો જાણે જમીન ખસી ગઈ. પ....પ...પી.. પિતાજી હું તમને બધું કહેવાની જ હતી પણ, કહેવાની જ હતી? ક્યારે? જ્યારે આપણો સમસ્ત મત્સ્ય લોક વર વિખેર થઈ જાત, આપણી સમસ્ત પ્રજાતિ નું નિકંદન થઈ જાત ત્યારે? મહારાજે અડધે થી જ રાજકુમારી ની વાત ને કાપી અને ગુસ્સા થી બોલ્યાં.


પિતાજી આપ ખોટું સમજો છો, હું ખોટું સમજું છું? તો સાચું શું છે? એજ કે તે પોતાના પિતા થી અને આ રાજ્યના મહારાજ થી છૂપાવીને એક માનવને આપણા મત્સ્ય લોક માં આશરો આપ્યો છે? તને ખબર છે તે આવું કરીને આપણા રાજ્ય સાથે દગો કર્યો છે અને મત્સ્ય લોક ને વિનાશ ના આરે ધકેલી દીધો છે. તને આ વાત નો દંડ જરૂર મળશે.


મુકુલ જે કંઈ ચાલી રહ્યું હતું તેને સમજવાની કોશિશ કરી રહ્યો હતો. એણે વિચાર્યું કે હોશ આવતાની સાથે જ એક પછી એક શોક મળ્યે જ જાય છે,ખબર નહિ આખરે આ બધાનું પરિણામ શું આવશે.


નહિ મહારાજ, નાના મોઢે મોટી વાત પણ તમારે સજા તમારી દીકરી અને આ રાજ્ય ની રાજકુમારી મીનાક્ષીને કરવાની ક્યાં જરૂર છે? સજા જ કરવી હોય તો અહીં આપણા મત્સ્ય લોક માટે ખતરો બની ને આવેલા આ માનવ ને કરો. મંત્રી શર્કાને કુટિલતા ભર્યા અવાજમાં મહારાજ ને નિવેદન કર્યું.


રાજકુમારી મીનાક્ષી ગુસ્સા થી લાલચોળ થઈ ગઈ , એણે પોતાના દાંત ને જોરથી ભીસ્યા અને હાથ ની મુઠ્ઠીઓ વાળી લીધી. નક્કી આ કાર્ય આ કુટિલ મંત્રી શર્કાન નું જ છે. એણે જ પિતા મહારાજ ને મારી વિરુદ્ધ ઉશ્કેર્યા છે અને અહીં હવે સારાં બનવાનું નાટક કરી રહ્યો છે. આખા રાજ્યમાં બધા જ જાણે છે કે મંત્રી શર્કાન કુટિલ અને લૂચ્ચો છે ખબર નહિ પિતા મહારાજ ની આંખો પર એણે કઈ પટ્ટી બાંધી દીધી છે કે એમને એની અસલિયત દેખાતી દેખાતી જ નથી.


ક્રમશઃ...................