જલપરી ની પ્રેમ કહાની - 21 Bhumika Gadhvi अद्रिका દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જલપરી ની પ્રેમ કહાની - 21

મુકુલની આંખો મીનાક્ષી ના ચહેરા પર જાણે કે સ્થિર થઈ ગઈ છે. મુકુલ વાત કરી રહેલ મીનાક્ષી ના હોઠ ને નીરખી રહ્યો છે. ઘડીભર મુકુલને લાગ્યું કે મીનાક્ષી એને સંમોહિત કરી રહી છે. એણે એની આંખો ને આમતેમ ફેરવવાનું ચાલુ કર્યુ. મુકુલની હાલત પેલી કહેવત જેવી હતી ફિલહાલ તો, આસમાન સે ગીરા ઓર ખજૂર પે અટકા.


મુકુલ ને સમજણ નથી પડી રહી કે તે અહીં આ મત્સ્ય લોક માં સુરક્ષિત છે કે કોઈ નવી મુસીબતમાં ફસાઈ ગયો છે. હું સમુદ્રમાં આટલા ઊંડે શ્વાસ કંઈ રીતે લઈ રહ્યો છું, હું કેવી રીતે જીવિત છું, હું અહીં કેટલા સમય થી છું? મુકુલે એકી શ્વાસે આટલા બધા સવાલ મીનાક્ષી ને પૂછી લીધા.


મીનાક્ષીએ એની સહચારિકા સામે જોયું અને બંને જણ આંખો આંખો માં સમજી ગયા કે મુકુલને હજી મનમાં કોઈ ડર છે એને તેમની ઉપર પૂર્ણ વિશ્વાસ નથી.


મીનાક્ષીએ એક દમ સ્નેહ નીતરતી આંખે મુકુલની આંખમાં આંખ નાખી ને બોલવાનું શરું કર્યું. તમે અહીં લગભગ પંદર દિવસ થી છો. તમે તમારી આસપાસ જરા નજર કરો, મીનાક્ષી એ મુકુલ ને કહ્યું. મુકુલ ને કંઇ સમજાયું નહિ. મીનાક્ષી એ ફરી કહ્યું તમે આસપાસ નજર કરો.


મુકુલે આશ્ચર્ય સાથે આસપાસ નજર કરી તો તે એક પાણી ના પારદર્શક પરપોટામાં કેદ હતો. અચાનક મુકુલના હૃદય ના ધબકારા વધી ગયા અને એને યાદ આવ્યું કે તે જ્યારે પહેલી વખત થોડી વાર માટે હોશ માં આવેલો ત્યારે એની નજર ખુલતા જ ઉપર પડી હતી અને એને લાગ્યું હતું કે એ જાણે કોઈ પારદર્શક ફુગ્ગામાં કેદ છે.


આ શું છે? અને મને આમ આ રીતે કેદ કરીને કેમ રાખ્યો છે? મુકુલ ના મનમાં શંકાઓ જન્મી.


જરા શાંત થાઓ, ચિંતા કરવાની કે ડરવાની જરૂર નથી આ તમારી સુરક્ષા માટે બનાવેલ સુરક્ષા ચક્ર છે. સુરક્ષા ચક્ર? હા, તમે માનવ છો એટલે તમે સમુદ્રના તળિયે જીવિત ના રહી શકો શ્વાસ લીધા વગર એટલે મેં મારી દિવ્ય શક્તિઓ નો ઉપયોગ કરી ને તમારા માટે અહીં તમારા પૃથ્વી લોક જેવું તાપમાન અને વાતાવરણ રહે એવું સુરક્ષા ચક્ર બનાવ્યું છે.


અહીં બધા જળચર જીવ છે, જેમાં ઘણાં માનવ ભક્ષી પણ છે. તમે આ સુરક્ષા ચક્રમાં તેમના થી પણ સુરક્ષિત છો. અહીં ના તમામ જીવો ને માણસ ના લોહીની અને પરસેવાની ગંધ આવે છે અને એ જાણી જાય છે કે આસપાસ કોઈ માનવ ઉપસ્થિત છે. મેં અહીં તમને મારા પિતા મહારાજ અને અન્ય લોકો થી છુપાવી ને રાખ્યા છે માટે આ સુરક્ષા ચક્ર ના કારણે તમારી ઉપસ્થિતિ ની ખબર કોઈનાં સુધી નથી પહોંચતી.


તમે ડરો નહિ આ સુરક્ષા ચક્ર તમારી ભલાઈ માટેજ બનાવ્યું છે. મુકુલને મીનાક્ષી ના મૃદુ શબ્દો થી થોડો ભરોસો બેઠો. હું અહીં આટલા દિવસ થી પાણી અને જમ્યા વગર કેવી રીતે જીવિત રહ્યો છું મને આ વાતનું બહુ આશ્ચર્ય છે. મુકુલે ફરી એક સવાલ કર્યો.


મારી પાસે એક જાદૂઈ જડીબુટ્ટી છે તે સુંઘાડવાના કારણે તમે મીઠા પાણી અને ખોરાક વગર પણ જીવિત રહી શકો છો. તમારા ડાબા હાથ ની આંગળી પર નજર કરો. મુકુલે નજર કરી તો એની પહેલી આંગળીમાં એક સોનેરી ચમકીલા મોતી થી બનેલી એક વીંટી હતી.


આ શું છે? મુકુલે તે વીંટી કાઢવાનો પ્રયાસ કર્યો. એને તમારા હાથ માંજ રહેવાદો, એને તમારાથી અલગ ના કરશો. આ મત્સ્ય લોક નું જાદુઈ મોતી છે, આ મોતી જ્યાં સુંધી તમારી આંગળીમાં છે ત્યાં સુધી કોઈ સમુદ્ર, નદી કે જળાશય તમને ડૂબાવી નહિ શકે. તમે સમુદ્રના તળિયે પણ જીવિત રહી શકો છો. તમને કોઈ જળચર પ્રાણી પણ કોઈજ હાની કે નુકશાન ના પહોંચાડી શકે.


આ મોતી ના કારણે જ તમે જીવિત છો, એની અસર થી જ ધીરે ધીરે તમારા શરીર ના ઘા રુઝાઈ રહ્યા છે અને તમે સ્વસ્થ થઈ રહ્યા છો.


મુકુલે એની આંગળીમાં પહેરેલી વીંટી ના મોતી ને ઝીણવટ ભરી નજરે જોયું. દેખાવમાં જ કોઈ તિલાશ્મી મોતી હોય તેવું હતું. આકારમાં મોટી લખોટી જેવડું હતું. મુકુલે આ પહેલાં આવડું મોટું અને આવું ચમકીલું સોનેરી મોતી ક્યારેય નોતું જોયું.


મુકુલ મીટ માંડી ને એ મોતી ને જોઈ રહ્યો હતો ત્યાં એની આંખો અંજાય ગઈ. ખરેખર આ બધું નાનપણ માં વાંચતાં અરેબિયન નાઇટ્સ ની કોઈક સ્ટોરી જેવું જ હતું.


ક્રમશઃ.................