લાગણી ને પેલે પાર - (ભાગ -૭) Minii Dave દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લાગણી ને પેલે પાર - (ભાગ -૭)







સાંજે ક્યારેક જમ્યા વગર સૂઈ જાવ તો તે જમ્યું કે નહિ એ પૂછવા વાળું કોઈ નાં હતું , ...માથાનો દુખાવો વધી જાય ત્યારે કોઈ કહેવા વાળું નાં હતું કે જો તું દવા નહિ પીવે તો હું તારી જોડે 2 દિવસ નહિ બોલું. મારી ચુપ્પી ને સમજવા વાળું હવે કોઈ રહ્યું જ નાં હતું ,હું રિસાઈ જાઉં તો તને મસ્ત બાર્બી આપીશ 😉😅 એવું કહીને હસાવનાર કોઈ રહ્યું જ નહિ યાર , 2 વર્ષ થઈ ગયા શિવ ...તું લગ્ન કરી રહ્યો છે અને હું હજી પણ ત્યાં ની ત્યાં જ ઉભી છું. હવે તો મને પણ હસવું આવે છે મારા પર , કારણ કે હજી મારું પાગલ દિલ એમ જ વિચારે છે કે તું આવીશ અને મને લઈ જઈશ. ... આંશિકાં મનમાં જ આવું બધું બોલી ગઈ એનાં કપાળના કૂવા હજી સુકાતા જ નહોતાં.

હજી આખો પૂરી બંધ પણ ન્હોતી થઈ ત્યાં એલાર્મ બોલવા લાગે , એવું અંશિકાને વારંવાર થતું . આજે સેટર ડે છે , એટલે હાફ ડે હોઈ એટલે આવીને સુઈ જઈશ એવું વિચારીને અંશિકા જોબ પર જતી રહી. એના રોજ નાં કામમાં લાગી ગઈ . એ જ કવોલિટી અને કવોન્ટીટી કંટ્રોલ અને આસિસ્ટન્ટ ને ગાઈડ કરવાનું કામ. એની શિફ્ટ પૂરી કરીને એ તરત નીકળી જતી ..બધા સાથે બોલવાનું એને એટલું ફાવતું ન હતું. એટલે એ ભલી અને એની સ્કુટી ભલી એકમેક ના સાથી .

અંશિકા ગાડી લઈને જઈ રહી હતી અને કોઈ ગાડી વાળો યુવાન, એની જોડે ચાલવા લાગ્યો , હેલ્મેટ નાં લીધે ચેહરો ઓળખાતો ન હતો ... પરંતુ બોલવાના લેહકા પરથી ઓળખાઈ ગયો ... હાઈ અંશી ....

તું મારો પીછો કરે છે ?? આદી !!!..ગુસ્સામાં અંશિકા એ
કહ્યું .

આદી : મેડમ રોડ તમારા પાપા નો નથી કોઈ પણ આવી શકે ..એટલી ગરમ શું થાય છે , ચલ આઇસ્ક્રીમ ખવડાવું તને .

અંશિકા : દુનિયામાં લોકોને અમસ્તાં જ રખડવા સિવાય ઘણાં મહત્વના કામ હોઈ છે .

આદી : લોકોને હોઈ ને , હું તો તારી વાત કરું છું.

અંશિકા(ગુસ્સામાં) : વોટ યું મીન હું સાવ ફ્રી જ હોઉં છું ?

આદી : અરે મેડમ શાંત થાવ ,અને શું હંમેશા દુર્ગા માં બની ને ફર્યા કરે છે , દોસ્ત સાથે એક આઇસ્ક્રીમ માટે નહિ આવાનું ? જા મહાન વ્યસ્ત માણસ તમારું કામ કરો , બાકી દેશ કેવી રીતે ચાલશે , દુનિયા ઉંધી વળી જશે.

આદિની વાતોથી અંશિકા હસી પડતી. ... ઓકે ચલ જઈએ અંશિકાએ કહ્યું .

આદી : અને મેડમ હું કઈ તમારો પીછો વિછો ન'તો કરતો , આ મારો પણ રસ્તો છે . આ તો મે જોયું કે રસ્તે આ કોણ છોકરી રડતી રડતી જાય છે , એની મદદ કરું .

અંશિકા : જાને હવે હું કઈ નથી રડતી હો , તું આખો સાફ કરીલે બરાબર ...

આદી : બહાર થી નહિ તો અંદર થી તો રડે જ છે. તને પાર્કમાં જોઈ ત્યારથી જ એવું લાગે કે તું સતત રડી રહી હોઈ.

અંશિકા : અરે નાં બાબા એવું કઈ નથી , તું લવારી બંધ કર ખોટી , તારી ફિલોસોફી અહીંયા નહિ ચાલે .

આદી : હા ચલ જવા દીધું ,બાય બાય રડતી અંશીનેં😅..હવે તું એમ કે ક્યો આઇસ્ક્રીમ ખાઈશ ??

અંશિકા : બટરસ્કોચ.
આદી એ ઓર્ડર આપ્યો 1 બટરસ્કોચ અને 1 બટરસ્કોચ...

વેઇટર :એટલે કે 2 બટરસ્કોચ...એમ જ ને સર?!
આદી : હા એમ જ...
વેઈટર(મનમાં ): તો બન્ને જોડે નઈ બોલી શકતો 2 બટરસ્કોચ, સંકી આદમી ...

આદી : (વેઇટર ને) ભાઈ ધીમે ધીમે વિચાર અહીંયા સુધી સંભળાઈ છે .

આદી અને અંશિકા બન્ને હસી પડ્યાં. માહોલને હળવું કઈ રીતે કરવું એ આદી બવ સારી રીતે જાણતો હતો.

પણ તું આમ મસ્ત લાગે છે યાર ! બ્લેક કલર ના ટોપ માં આહા !!!!.... આદીએ કહ્યું .

અંશિકા એ એકદમ ગુસ્સામાં આદિની સામે જોયું .

આદી : શાંત શાંત !!આઈસ્ક્રીમ પીગળી જશે.😅😅😅 એક વાત પૂછું અંશુ ??

અંશિકા : હું નાં પાડીશ તો નહિ પુછે??

આદી : મસ્તી નહિ કરતો , સાચે કહું છું , એક વાત પૂછું ...

અંશિકા : હા બોલ !

આદી : તને જોઈ ને એવું લાગે કે તું અંદર થી સાવ તૂટેલી છે, કૈક છે જે તને અંદર થી બહુ કોરી ખાઈ છે !

અંશિકા : વોટ નોનસેન્સ એવું કઈ જ નથી . હું એકદમ ખુશ જ છું .

.આદી : પણ મે એવું કહ્યું જ નથી કે દુઃખી છે , તો ભી તું એવું કહે છે કે હું ખુશ જ છું ,મતલબ તું ખુદ ને મનાવી રહી છે કે તું ખુશ છે પરંતુ ખરેખર તું નથી .

અંશિકા (થોડાક ગળગળા અવાજે ): આઇસ્ક્રીમ પતિ ગયો , હવે જવું જોઇએ . વિકેન્ડ માં મારે ઘણાં કામ હોઈ છે.

આદી : દોસ્તો જોડે તકલીફ શેર કરવાથી મન હળવું થઈ જાય છે . આમ બોજો લઈને ફરવાથી તું કઈ મહાન નહિ બની જાય. તારી આંખો ચિલ્લાઈ ચિલ્લાઈને કહે છે કે તારા મનમાં મુંઝવણો નું વાવાઝોડું ચાલે છે.

અંશિકા (જોર થી હસી ને ) : તને એવું લાગે છે કે હું મુંજવણ માં છું??.. તું પેલી એકતા કપૂરની સિરિયલો જુએ છે??

આદી : હા તું છો મુંઝવણ માં , ખોટા નાટક નાં કર ...નિશાની બર્થડે પાર્ટી માં મે તને રડતાં જોઈ હતી. તારે કેહવુ હોઈ તો ઠીક છે .નહિ તો ...

અંશિકા : નહિ તો શું?!
આદી ( ગુસ્સામાં) : નહિ તો ઘૂંટાતી રે અંદર ને અંદર ..બીજું શું !

અંશિકા : છેલ્લા 2 વર્ષથી એવું લાગે છે કે ખોળિયામાંથી જીવ જતો રહ્યો હોય.

આદી : કેમ? મને બધી વાત ખુલીને કહી શકે છે , અંશુ યુ કેન ટ્રસ્ટ મી .
અંશિકા : એનાં લગ્ન છે.

આદી : કોના?

અંશિકા : શિવ , મારા શરીર માંથી ચાલી ગયેલો મારો પ્રાણ . અમારા બન્ને નો જન્મ એક જ દિવસે થયો હતો , 6 ઓક્ટોબર 1996...હું એના કરતાં 2- 3 કલાક મોટી હોઈશ . 14 વર્ષ ની હતી જ્યારે એને પેહલી વાર મળી હતી શિવ નામ છે એનું , ત્યારે ખબર નાં હતી કે આ વ્યક્તિ મારા જીવન માં આટલી મહત્વની બની જશે .

14 વર્ષની ઉંમરે અમે બન્ને જાની દુશ્મન હતાં. એકબીજાની વિરુદ્ધ માં લડતા 2 દુશ્મન દેશ. નાદાન અને બિંદાસ. મારી દિદીના સાસરિયાં માંથી હતો એ, એટલે અવારનવાર મળવાનું થતું .અમે બન્ને એકદમ પાક્કી દુશ્મની નિભાવતાં. 10 પછી 11-12 ....3 વર્ષ ક્યાં જતાં રહ્યાં ખબર જ ના રહી. પછી કોલેજ માં આવી ગયાં.
હું કોલેજ માં હતી ત્યારે રોજ સવારે પાર્ક માં વોકિંગ કરવા જતી.
એક દિવસ અચાનક એ પાર્કમાં મે શિવને જોયો . મને ઓછું બોલવાની પેહલે થી જ આદત એટલે મે એને બોલાવ્યો નહિ .

એને કહ્યું હાઈ ! દુશ્મન . કેવું ચાલે રીડિંગ...
મારે નહિ તારે રીડિંગ ની જરૂર છે મિસ્ટર ! મારે 3% વધુ છે તારા કરતાં , ઈન 12th સાયન્સ દીદીએ કહ્યું મને😎. ત્યાં મને મારી ફ્રેન્ડ એ સાદ પાડ્યો. અને હું જતી રહી .
એ પછી મે 15-20 દિવસ એને પાર્કમાં જોયો નહિ.
મારા બર્થડે નાં દિવસે મે ફેસબૂક ખોલ્યું તો એની ફ્રેન્ડ રિકવેસ્ટ આવેલી હતી , જે મે લગભગ 1 મહિના પછી જોઈ .મે રિકવેસ્ટ સ્વીકારી. અને બીજા દિવસે ધ્યાન ગયું કે મારા બર્થડે નાં દિવસે જ એનો પણ બર્થડે હતો . મને બવ આશ્ચર્ય થયું .

મે એને મેસેજ કર્યો , હેપ્પી બર્થ ડે ..અને એણે કહ્યું હેપ્પી બર્થડે ટુ યુ ટુ.જાણે એ પહેલે થી જ જાણતો હોય મારા જન્મદિવસ વિશે .

વળતે દિવસે પાર્કમાં મે એને જોયો , અને એ દિવસે મારી ફ્રેન્ડ પણ નહોતી આવી .અમે થોડીક વાતો કરી અને થોડુંક વોકીંગ .અને પછી શિવે મને કહ્યું ચલ હું જાઉ હવે મારે કાલે એક્ઝામ છે . અને મે એને બેસ્ટ ઓફ લક વિશ કર્યું .

વળતે દિવસે એ પાર્ક ની બેન્ચ પર બેસીને મારી જ રાહ જોઈ રહ્યો હોઈ એમ બેઠો હતો .હું પાર્કમાં આવી એટલે તરત એણે મને કહ્યું . યોર ગુડ લક વિશ વર્કસ, મારો પેપર સુપર્બ રહ્યો....ભલે ગમે એવો જાય પેપર જોબ તો તારી પહેલા મને જ મળશે મે કહ્યું .અને એણે કહ્યું જસ્ટ વેઇટ એન્ડ વોચ..અને અમે ફરીથી જઘડી પડ્યાં.

પછી મને રોજ સવારે પાર્ક માં જવાની જ રાહ રેહતી .શિવની વાતોની અસર મારા દિલ અને દિમાગ પર થવા લાગી હતી. સવારે પાર્ક અને સાંજે ફેસબૂક , અમે જાણે અજાણે એકબીજા સાથે સંકળાઇ રહ્યાં હતાં. અમે ખૂબ સારા મિત્રો બની ગયા હતાં.
અમારે સોશીયલ ગેધરિંગ માં ઘણી વાર મળવાનું થતું . એને કોલેજ નો સમય સવારનો થઈ ગયો હતો એટલે એણે પાર્કમાં આવાનું બંધ કરી દીધું . પછી અમે ખાલી ફેસબૂક માં મળતાં .

એક વાર એણે મેસેજ કર્યો કે , દુશ્મન આજે ચા પર મળીયે??! અને એણે મને પ્રોપોઝ કર્યું. હું આ ક્ષણની રાહ કેટલાય સમયથી જોઈ રહી હતી .ઘૂંટણ પર બેસીને મારા જવાબ ની રાહ જોઈ રહેલા શિવમાં મને આખી દુનિયા મળી ગઈ અને એને પણ .
એ પછી મારા જીવનનો સૌથી ખૂબસૂરત સમયગાળો શરૂ થયો .
પ્રપોઝ કર્યું ત્યારે કદાચ એમને સાચી ખબર ના પડતી કે પ્રેમ ખરેખર શું છે . પરંતુ એ પછીનો સમય ..જ્યારે હું ને શિવ વાત કરીયે તો સમય ક્યાં જતો રહે એની ખબર પણ ના પડતી .ક્યારક સવાર ની સાંજ પડી જતી તો ક્યારેક સાંજ ની સવાર .

ક્યારેક એવું થતું કે અમારો પ્રેમ જૂની દંતકથાઓ જેવો છે , આગલા જન્મ માં અમે મળી શક્યા નહિ હોઈ એટલે આ જન્મ માં અમારો જન્મ એક જ દિવસે થયો જાણે એકબીજા માટે જ થયો હોઈ. મને હંમેશા એવું લાગતું કે અમારું સર્જન એકબીજાના માટે જ થયું છે .

અમે બન્ને સાવ એક જેવા જ હતાં. અમારી 98% પસંદગી સરખી. જ રહેતી અને વિચારો પણ મળતાં હતા . ફેવરિટ કલર , એક્ટર , સોંગ , પ્લેસ , હોબી અને પ્રેમ ...એટલી બધી સિમિલારીટી કઈ રીતે હોઈ શકે ...અમારું ફેવરિટ ફૂડ અને ફેવરિટ સિજન પણ એક જ હતું , અમને બન્નેને આશ્ચર્ય થતું કે આટલી સમાનતા કઈ રીતે હોઈ શકે.
એ એક જ એવો વ્યક્તિ હતો જે મને સૌથી વધુ સમજી શકતો. મારા મનમાં શું ચાલે છે એ તેને મને જોઈ ને જ ખબર પડી જતી .મારા ચેહરા પરનું સ્મિત એના ચેહરા પરના સ્મિતની ચાવી હતી. અને એના એ સ્મિત પર જ મે મારી દુનિયા લૂંટાવી હતી.અને એ મારી આંખોના સમંદર માં ખોવાઈ ગયો.

એની મને જોવા માટેની મેહનત તો ક્યારેક એની રાહ માં મારું કલાકો સુધી ઉભુ રહવું. મને હજી યાદ છે અમારો પહેલો જઘડો... એણે મારા પર ગુસ્સો કર્યો અને હું રડવા લાગી અને મને રડતી જોઈને એ પણ રડવા લાગ્યો. 2 વર્ષ પેહલા એના કાકાનું અવસાન થયું હતું , ત્યારે પણ એ નહોતો રડ્યો પરંતુ મારી તકલીફ જોઈ ને એ વ્યક્તિ રડવા લાગ્યો...કેટલો પ્રેમ કરતો હશે એ મને ...એક આલિંગન સાથે અમે બન્ને રડી પડ્યાં.
ખબર નહિ યાર , હવે એને મારા આંસુ કેમ નથી દેખાતા.

આદી ( ખીચ્ચા માંથી રૂમાલ કાઢ્યો અને અંશિકાનેં આપ્યો ) : રડ નહિ યાર !

અંશિકા : હું ક્યારેક બિમાર પડી જાઉં તો એ હું ઠીક તો છું ને એમ જોવા માટે હોસ્પિટલ આવી જતો . મને કઈ પણ તકલીફ આવે તો મારાથી વધુ હેરાન એ થઈ જતો . ક્યારેક જિદ્દ કરતો કે મને પણ બિમાર પડવું છે , તું બિમાર પડી પડી ને મારી બધી કાળજી લઈ જાય છે , અને મારો તો એવો વારો પણ નહીં આવતો . અને હું એમ કહેતી કે , તને નો સુદર્શન વાળો કડવો ઉકાળો પાઈ દઈશ, એટલે તારાથી બધું જ દૂર રહે. અને એમ પણ આપડે બન્ને એક જ છીએ હું બિમાર પડી એમાં તું ફિલિંગ લઈ લેને ...અને ઉભી રે તો સુદર્શન વાળી એમ કહીને ...મારી પાછળ ભાગતો ... શિવે મારા હાથનો સૌથી વધુ માર ખાધો હશે .
ક્યારેક શરત લગાવું હું, તો મારી ખુશી માટે પોતે હારી જવા એ ષડયંત્ર કરતો . મને વાઇફ અથવા મિસિજ શર્મા કહીને જ બોલાવતો . મારી બર્થડે પાર્ટી , કે અમારી પ્રપોજલ એનીવર્સરી ને કઈ રીતે ખાસ બનાવી એ બધી જ એને ખબર હોતી થી . બહુ ખુશ હતી હું કે કોઈ નાં માટે હું એટલી મહત્વ ની છું.દુનિયામાં સૌથી સુંદર એહસાસ હોઈ છે આ જ્યારે તમને કોઈ પ્રેમ કરતું હોઈ એની સાબિતી તમારું દિલ આપે એને તમે કોઈ નો પ્રેમ છો એ એહસાસ તમારી જિંદગી અને ચેહરો ખીલવી દે . એની સાથે હોઉં એટલો ટાઈમ એવું લાગતું કે કદાચ સ્વર્ગ આવું જ હોતું હશે .

અમારાં પ્લાનિંગ બધાથી અલગ જ હોતા ' તા. દુનિયા થી દુર જંગલ માં આપડું સપનાનું ઝૂંપડું . હા સપનાની હવેલી તો બધા બાંધતા હોઈ પણ અમારે એક ઝૂંપડી જ જોતી હતી .એના પર એક સ્લેટ લટકવિશું જેમાં મોટા અક્ષરે શિવાંશિકા લખ્યું હશે . સાવ થોડી એવી વસ્તુ ,હું તું અને પ્રેમ . 4 વર્ષથી અમારું એક જ સપનું હતું. તે ઘોડા પર બેસીને મને લેવા આવે. બાજોઠ પર બેસીને મારા આવવાની રાહ જોતો હોઈ અને હું જ્યારે લગ્નમંડપ માં પ્રવેશું ત્યારે આમરા બન્નેની આંખમાંથી નીકળેલા એ ખુશીના આંસુ જેની કિંમત મોંઘામાં મોંઘા રત્નથી પણ વિશેષ હશે .

હું બહુ અકળામણ માં હોઉં અને એ મારી સામે આવી જાય તો મારી બધી ચિંતા પળ વારમાં દૂર થઈ જતી . શિવ ચિડવતો મને ક્યારેક કે તું ડોક્ટર પાસે જાય જ છે શું કામ ..મને તો કહેતી હોઈ કે તું જ મારી દવા છે . હું બાળપણ થી જ ભગવાન પાસે કઈ ન્હોતી માંગતી પણ શિવ મારા માટે જીવાદોરી સમાન હતો. જેને ખોવાનો ડર મને સૌથી વધુ હતો. મારા માટે તે ઓક્સિજન જ બની ગયો હતો , જેના વગર ચાલે જ નહીં . એક હદથી વધુ લાગણી અને આદત હતી અમને એકબીજાની ..

આદી : તારી વાતો પરથી લાગે કે તમે બન્ને એક ગાઢ સબંધ માં હતા જે તૂટે એવી તો કોઈ કલ્પના પણ ના કરી શકે તો પછી શિવનાં લગ્ન ?? કઈ રીતે ??

અંશિકા : મે એને મારા માટે બધા જોડે લડતાં જોયો છે , પરંતુ એ મારી જોડે જ લડી બેઠો . અમે જે એકબીજા નાં ચેહરા પર સ્માઈલ લાવવા અસંખ્ય જુગાડ કરતાં, ગમે એ પરિસ્થિતિ માં એકબીજાનો હાથ ક્યારેય નાં છોડતા....પરંતુ અચાનક બધું જ બદલાઈ ગયું . શિવને ખોઈ દઈશ એ વિચાર માત્રથી મારી આખો છલકાઈ જતી.
એણે કબૂલ્યું હતું કે એ 15 વર્ષ નો હતો ત્યાર થી જ મને પસંદ કરે છે . કામ નાં બહાને ઘરે આવવું ,મને જોવાના બહાના ગોતવા. અને એકબીજાને ગમતું કરતાં કરતા એકબીજાની જિંદગી ક્યારે બની ગયાં એ ખબર જ ના રહી .
અમારી બાળપણ ની નફરત કદાચ અમારા પ્રેમ નું પ્રથમ સોપાન હતું .ક્યારેક એને કોલ કે મેસેજ કરવાનું મોડું થઈ જાય તો પણ પરેશાન થઈ જતો એ વ્યકિત એ મને એમ કહી દીધું કે મહેરબાની કરીને મારી જિંદગી માંથી જતી રે
( એટલું બોલતાં જ અંશિકા રડી પડી.)

આદી : અંશુ , રડવાનું બંધ કરી દે, બધું ઠીક થઈ જશે. આપડે મનાવી લેશું શિવને !
અંશિકા : મારે એને પરાણે મનાવો નથી પરંતુ , આમ અચાનક બધુ છોડીને જતા રહેવાનું કારણ જાણવું તો મારો હક્ક બને ને ....
મારી સપનાની હવેલી બન્યા પેહલા જ ભાંગી ગઈ .જેનો હાથ પકડીને સુકુન મળતું હતું એણે કોઈ બીજો જ હાથ પકડી લીધો .
મે અસંખ્ય કોલ અને મેસેજ કર્યા .. એણે મારો નંબર જ બ્લોક કરી દિધો .
યાર એ કેમ નહિ સમજતો , એના ગુડ મોર્નિંગ નાં મેસેજ વગર મારી સવાર જ નથી પડતી. એ કોઈ બીજી છોકરી જોડે લગ્ન કેવી રીતે કરી શકે ...
આટલું બોલતા બોલતા અંશિકા બેભાન થઈ ગઈ , ટેબલ પર માથું પટકાયાં નો અવાજ આવ્યો.

આદી : (ગભરાઈ ને ) અંશુ ઉઠ ! શું થયું , કંઇક બોલ અંશુ !

આદી અંશિકાનાં મોઢા પર પાણી નાખે છે, પરંતુ તે ઉઠતી નથી અને ત્યાં આદી જુએ છે કે એના નાક માંથી લોઈ નીકળી રહ્યું છે . તે તરત જ એમ્બ્યુલન્સ ને કોલ કરે છે.

ऐसे क्यू दिल टूट जाता हैं
मन को वहीं भाता है , जो चला जाता है ।
लाखोमे एक वहीं ख्वाब क्यू आता है ,
जो बेरहमी से कुचल दिया जाता हैं।

- minii દવે