lagnini pele paar - 1 books and stories free download online pdf in Gujarati

લાગણી ને પેલે પાર (ભાગ - ૧)


બસ હવે એ થાકી ગઈ ' તી , કંઇક પોતાના ઓ થી તો કંઇક પોતાની કિસ્મત થી , અથાક પ્રયત્નો બાદ મળતી રહેલી નિષ્ફળતા થી , કે પછી બધાં નાં ધિક્કાર થી , રોજ એક જ સવાલ એને કોરી ખાતો કે શું ખરેખર કોઈ ને જરૂર છે મારી??? આ જીવન શું કામ મળ્યું છે મને??? હું નડતી રહેલી કેમ છું બધા ને??? .... બસ આ જ સવાલ એના માનસિક સંતુલન ને ખરાબ કરી રહ્યો હતો, અને એ જ સમયે એના હિતેત્સું ઓ કોઈ કારણસર વ્યસ્ત હતા !!! સાથ આપવા વાળું કે હાથ પકડવા વાળું કોઈ ન હતું! આશાએ , એક પ્રેમે, એક સબંધે એની હસતી ખેલતી જિંદગી ને મનોરોગી બનાવી દીધી!!!!
મારી સોશીયલ મીડિયા પર મળેલી એ મિત્રની વાતો થી મને ઉપજેલાં સવાલો નો જવાબ મને મળી રહ્યો હતો કે શું આ use and throw ના જમાનામાં સાચો પ્રેમ અસ્તિત્વ ધરાવે છે??!...

તમને પણ થતો હશે આ સવાલ !!! તો તમારા અને મારા સવાલ નાં જવાબ એક કહાનીથી સમજીએ..

let's start to write ..
બસ લખતાં શીખું છું!
- minii દવે

એક અધૂરી સાંજે, આંશિકા એક પાર્કમાં બેઠી હતી. અને ત્યાંથી એક મોર પસાર થાય છે. વર્ષા ઋતુ નાં લીધે સોળે કળાએ ખીલેલા વાતાવરણ ને આ મોરની કળા વધુ રમણીય બનાવી રહ્યાં હોય છે . ગોરંભાયેલા વાદળ અને એમાં મોર જાણે વરસાદ ની રાહ જ જોઈ રહ્યા હતા. અચાનક જ વરસાદ શરૂ થઈ જાય છે. અને વરસાદમાં એકલી એકલી ભીંજાય રહેલી આંશિકા ભૂતકાળ માં સરી પડે છે.

આ જ ભીની માટીની સુવાસ , ઉલ્લાસ ભર્યું વાતાવરણ અને કળા કરી રહેલા મોર અને આ જ પાર્ક પણ તું નહિ ખાલી હું એકલી જ આ વીતેલી ક્ષણોને ફરી માણી રહી હતી ... માટી ની આ સુગંધ અને એમાં તારું માઇક્રોબાયોલોજી નું જ્ઞાન કે તારી માટીની નહિ આ મારા actinomycetes (બેક્ટેરિયા) ની સુગંધ છે, મેડમ ...અને મારી જિદ્દ, મોર નું એક પીછું મને અપાવા માટે તારું મોર ની પાછળ પાછળ કલાક સુધી દોડવું , વરસતાં વરસાદમાં તારો સાથ અને મારા હાથમાં તારો હાથ.,.....આ બધું હવે માત્ર યાદ બની ને જ રહી ગયું શિવ !!!

આવા અવિસ્મરણીય સ્મરણો ને વાગોળતી આંશિકા રડી પડી અને આ બારિશ જાણે એનો સાથ પુરાવતી હોય એમ એની સાથે સાથે રોતી રહી .

.....next

બસ એકાદ કલાક પછી વરસાદ અને અંશિકાનાં આંસુ થંભી ગયાં . અને અચાનક જ મોબાઈલ ની રીંગ વાગે છે . 'અંશી ' ક્યાં છે તું ક્યારની તારો ફોન ટ્રાય કરું છું. મોસમ ખરાબ છે તું જલદી થી ઘરે આવતી રે... આ અવાજ ની સાથે જ આંશિકા વર્તમાનમાં આવી જાય છે સ્વસ્થ થઈ ને જવાબ આપે છે ... " હા ઈશુ થોડા કામમાં ફસાઈ ગઈ ' તી 10 મિનિટ માં ઘરે પહોંચી જઈશ . બસ પછી એ જ રોજબરોજ ની જીંદગી માં અંશીકા ખોવાઈ ગઈ જાણે વ્યસ્ત રેહવાનું કારણ જ શોધતી હતી .

બીજી સવારથી રોજ નો નિત્યક્રમ શરૂ થઈ ગયો . સવાર માં ટ્યુશન ક્લાસિસ ... પછી જોબ અને સાંજના આવીને પેન્ડિંગ પડેલું ઘર કામ ..... કુંવારી છતાં પણ ગૃહિણી જેમ આંશિકા જોબ અને આખા ઘરનું કામ એકલી જ સાંભળતી હતી, કારણ કે તે એકલી જ રહેતી હતી . તે એક સ્ટ્રોંગ એન્ડ સ્વતંત્ર સ્ત્રી હતી જે એકલી જીવી શકવા માટે સમર્થ હતી. ઈશાની એની બેસ્ટ ફ્રેન્ડ થોડા દિવસ એના ઘરે આવેલી હતી. બસ આ રીતે આંશિકાનાં જીવન ની ગાડી આગળ ચાલી રહી હતી. ભૂતકાળ અને વર્તમાન વચ્ચે અટવાયેલી આંશિકાનાં ચેહરા પર નું સ્મિત જાણે ગાયબ જ થઈ ગયું હતું . બિન્દાસ રીતે જીવતી બાળસહજ વૃત્તિ ધરાવતી આંશિકા હવે મોટી થઈ ગઈ હતી. કદાચ પરિસ્થિતિ અને નસીબ સામે લડતા લડતા એ થાકી ગઈ હતી .

.....next

मेरी महोब्बत बेजुबा होती रही,
दिल की धड़कने अपना वजूद खोती रही ।
कोई ना आया मेरे दुख में करीब ,
एक बारिश थी जो मेरे साथ रोती रही ।

- minii દવે

નેકસ્ટ પાર્ટ..... coming soon .... read on pratilipi ..
તમારા પ્રતિભાવો અને suggestions આવકાર્ય છે 🙏🙏


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED