પ્યારની હવા, દિલની વફા - 5 Hitesh Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્યારની હવા, દિલની વફા - 5

પ્યારની હવા, દિલની વફા - 5


કહાની અબ તક: નિશા મારી સાથે બહુ મસ્તી કરે છે તો હું એને પ્રીતિના નામથી ચિડવું છું એ એને સીધો જ કોલ કરે છે અને ફોન સ્પીકર પર મૂકી દે છે, બધા એની વાત કે જે એ કહે છે કે એને મને કઈક જરૂરી કહેવું છે એમ કહે છે, હું ફોન કાપી દઉં છું. હું નિશાને માફ કરી દઉં છું, વધુમાં જ્યારે પ્રીતિ પૂછે છે કે કોલ કેમ સ્પીકર પર મૂક્યો હતો તો હું એને મેં જ મૂકેલો એવું કહીને મારી બહેન નેહાને લેવા લઈ આવું છું. હોટેલમાં એ મને પ્રપોઝ કરે છે અને હું એને કહું છું કે જો જુદા થવું પડશે તો? એ એવું વિચારીને રડવા લાગે છે!

હવે આગળ: "ઓ પાગલ!", "તને મારી કસમ જો તું ચૂપ ના થઈ તો!" આખરે મારે કહેવું જ પડ્યું.

"કસમ ના આપ ને!" એ બોલી.

"જો હું પણ રડીશ!" મેં રીતસર ધમકી જ આપી.

"બનાવી લેં તો જીવનભર તારી!" એ થોડું સ્વસ્થ થતાં બોલી.

"મારી પણ તો હાલત એવી જ છે ને, હું પણ તો તને બેશુમાર પ્યાર કરું છું ને!" મેં પણ મારી ફિલિંગ કહી જ દીધી!

"પણ યાર, લગ્ન નહિ થાય તો, અહીં તારાથી દૂર જવાની વાતથી જ તો રડવું આવી જાય છે ને, તારાથી દૂર કેવી રીતે હું રહી શકીશ?!" નિશા એ બહુ જ ઉદાસીનતા થી કહ્યું.

"હા, સમજું છું, હું પણ તો તને એટલો જ લવ કરું છું ને!" મેં કહ્યું.

"પેલી નેં કહી દેજે કે તું મારો જ છું!" નિશા એ દાંત ભીંસતાં કહ્યું.

"હમમ.." મેં મારા હાથથી એને ખવડાવ્યું. નહિ જાણતો કે આગળ અમે સાથે રહીશું કે નહિ, નહિ જાણતો કે લગ્ન થશે કે નહીં પણ બસ હું તો આ પળ ને જ જીવી લેવા માગતો હતો.

"એક વાત પૂછું, એવું તે શું છે મારામાં?!" નિશા એ પૂછ્યું.

"પાગલપન!" મેં એને એક હળવી ઝાપટ મારી.

"ઓહ, તો તું દૂર થઈ જા મારાથી, તને પણ પાગલ કરી દઈશ હું તો!" એ બોલી.

"હા, કરી જ તો દીધો છે.." મેં એની સામે પ્યારથી જોયું.

"જો તું પેલી ડાકણ પાસે બિલકુલ નહિ જાય!" નિશા એ તાકીદ કરી.

"તું તો કહેતી હતી ને કે હવે તું એને પણ ટાઇમ આપ.." મેં ટીખળ કરતા કહ્યું.

"એ તો હું મજાક કરતી હતી!" એ તુરંત જ બોલી.

"તને ખબર છે, એ જ્યારે કહેતી હતી ને કે એને તને કંઇક કહેવું છે તો દિલ તો કરતું હતું કે જાણે કે એને ત્યાં જઈને મોં પર જ કહી દઉં કે તું મારો છું અને બસ મારો જ રહીશું, હું કોઈ પણ હાલતમાં તને મારાથી દૂર નહિ કરી શકતી!" એ બોલી.

"સારું મેડમ.. બીજું કંઈ?!" મેં હાથને મારા ચહરા પર મૂક્યો.

"દિલ.. દિલ બહુ જ ખાસ છે તારું!" એ હસવા લાગી.

"તારું મારા કરતાં પણ વધારે સારું છે.." હું બોલ્યો.

"લગ્ન કરીશ ને મારી સાથે!" એને બહું જ પ્યારથી કહ્યું.

"હા, પાગલ!" મેં કહ્યું.

એકદમ ઘડિયાળ પર નજર ગઈ તો ખ્યાલ આવ્યો કે નેહા વેટ કરતી હશે તો હું એકદમ જાણે કે સપનામાં થી જાગ્યો.

"હા, પણ હવે આપને જવું પડશે!" મેં નિશાને જાણે કે ગમતી વસ્તુ કરતા અટકાવી, હા, આપનું ગમતું કામ કરતા કોઈ અટકાવે તો કેવું લાગે જાણે કે બસ થોડી વાર હજી આ જ કરીએ.. મનપસંદ વસ્તુની પેઇન્ટિંગ જેમ દોરતાં હોઈએ અને સમયનું ભાન ના રહે એવી જ રીતે અમારે પણ એવું જ થઈ રહ્યું હતું.

"પાંચ મિનિટ.." નિશા બોલી.

"સોરી, પણ જવું જ પડશે!" મેં એના હાથને પકડીને જબરદસ્તીથી સાથે લાવી અને બાઈક પર બેસાડી.

"આજે મારી લાઇફનો બેસ્ટ દિવસ હતો!" એ બહુ જ ખુશ લાગી રહી હતી.

"હમમ, હવે થોડું ધ્યાન રાખજે નેહા આવશે.." મેં એને સમજાવ્યું.

"હા તો પ્યાર જ તો કર્યો છે, તને, બહુ જ!" નિશા બોલી તો મને પણ હસવું આવી ગયું!

એ પછી અમે બંને નેહા ને લેવા ગયા, વેટ કરીને એ થાકી ગઈ હતી!

"આટલું બધું મોડું?!" એને ધારદાર નજર મારી તરફ કરી.

"અરે ભૂખ લાગી હતી તો નાસ્તો કરવા રોકાયા હતા.." મેં વાત વાળી લેતા કહ્યું.

વધુ આવતા અંકે..
____________________
એપિસોડ 6માં જોશો: "પાણી.." મેં કીધું તો એટલી બધી ભીડમાં પણ જાણે કે પ્રીતિ તો મને જ નોટિસ કરતી હતી, એને તુરંત જ પાણીનો ગ્લાસ મારા મોં પર ધરી ને મને પાણી પીવડાવવા લાગી. "પાણી.." મેં કીધું તો એટલી બધી ભીડમાં પણ જાણે કે પ્રીતિ તો મને જ નોટિસ કરતી હતી, એને તુરંત જ પાણીનો ગ્લાસ મારા મોં પર ધરી ને મને પાણી પીવડાવવા લાગી.

હું જમુ એ પહેલાં જ નિશા મને ઈશારામાં ના કહેવા લાગી, પણ મેં તો પહેલો જ કોળિયો ખાધો કે ખબર પડી કે એમાં બહુ જ મરચું હતું! નિશા બહુ જ ગીલ્ટી ફીલ કરી રહી હતી.

મેં ખાવા ત્યાં જ છોડી દીધું અને ભાઈ સાથે બીજા સગાઓને લેવા ચાલ્યો ગયો, રૂમમાં સૌ આ ઘટનાને લઈને હસતા હતા, એમને તો સારી મસ્તી કરવા માટે અને હસવા માટે ઘટના મળી ગઈ હતી, પણ બે વ્યક્તિઓ આ ઘટના થી બહુ જ દુઃખી થઈ ગઈ હતી!