Pyarni Hawa, Dilni Wafa - 2 books and stories free download online pdf in Gujarati

પ્યારની હવા, દિલની વફા - 2


કહાની અબ તક: પૂનમની ચાંદની રાતમાં મસ્તી કરવા માટે પણ મન જાણે કે મજબૂર જ હતું. વાતાવરણ બહુ જ રમણીય લાગી રહ્યું હતું જાણે કે કોઈ મરવાની ઈચ્છાવાળો વ્યક્તિ પણ જો આવે તો જીવવાનું શીખી જાય, બધા હતા, પણ નિશા અને મારી બહેન આજે મારી જોડે બહુ જ મસ્તી કરી રહ્યાં હતાં. નિશાને જ્યારે મારાથી કહેવાય ગયું કે ઠીક છે તો હું પ્રીતિ સાથે મસ્તી કરીશ તો એ વધારે ગુસ્સે થઈ જાય છે. આવનાર તોફાનથી હું અણજાણ હતો.

હવે આગળ: અમે સૌ એ વાતો કરી તો એકદમ જ નિશા ફોન મારી પાસે લઈ આવી.

"હા, બોલ!" હું પ્રીતિનો અવાજ ઓળખી ગયો હતો.

"આવું છું હું કાલે.." પ્રીતિ બોલી.

"હાં.. શું કરે બીજા બધાં.." એકદમ જ એ બોલી, જાણે કે કોઈ એની પાસે હોય એવું લાગતું હતું, ખબર નહિ કઈ પળે નિશાએ મારો ફોન લઈને, પ્રીતિનો નંબર ડાયલ પણ કરી દીધો હતો, હવે એ પણ શું કહે અને ઉપરથી હું પણ શું કહેવાનો હતો!

"એક વાત કહેવી છે મારે.." પ્રીતિ એ એક અલગ જ માહોલ બનાવ્યું બધાં જ અમારી વાતો પર ધ્યાન કેન્દ્રિત કરી દીધું, આવા પવનમાં પણ મને ગરમી છૂટી ગઈ! પાગલ કંઇક એવું ના કહી દે તો સારું કે અમે બંને કોઈને મોં બતાવવા કાબિલ ના રહીએ! મને બહુ જ ડર લાગતો હતો.

"હા, કહજે પછી.." મેં એને રોકવાનો પ્રયત્ન કર્યો.

"માંડ હિંમત કરું છું તો કહી દેવા દે ને!" એના શબ્દો થી લાગી રહ્યું હતું કે આ કહેવા માટે એને બહુ જ તૈયારીઓ કરી હતી, મારા માટે એને રોકવી બહુ જ કઠિન લાગી રહ્યું હતું, આખરે મેં હિંમત કરીને કોલ કટ કરી જ દીધો. સૌ કહેવા લાગ્યાં કે "શું યાર, બહુ જ મજા આવવાની હતી!"

"એક વાત કહેવી છે મારે.." નિશા બોલી અને બાકીના બધાં જ હસવા લાગ્યા. મને બહુ જ અપરાધભાવ જેવું ફીલ થવા લાગ્યું થોડો ગુસ્સો પણ આવી ગયો. દુઃખ થાય, આપણને એક એવી વ્યક્તિ સાથે જોડવામાં આવે કે જેની માટે આપને કોઈ ફીલ જ માં કરતા હોઈએ.

"ચૂપ થઈ જા.." હું શરમાતો, બધાંથી નજર છુપાવતો એક બાજુ ચાલ્યો ગયો. નીચેના રૂમમાં જઈને સૂઈ ગયો, જે કંઈ થયું મને બહુ જ ખરાબ લાગતું હતું.

"મજા આવી ગઈ, હા કહી દે બહુ લવ કરે છે તને!" એક અવાજ આવ્યો તો હું એકદમ ઊઠી ગયો, નિશાના હાથમાં ચાઈનો બીજો કપ પણ હતો, મેં લઇ લીધો, ચા લઇ લીધી, પણ હું મારી રીતે બીજી તરફ જોવા લાગ્યો, જાણે કે જો નિશા સામે જોવાશે તો હું એને ખબર નહિ શું કહી દઈશ.

"ના કહી દે ને નહિ પીવા દેવી ચા.." મેં એની તરફ જોયા વગર કહી દીધું.

"ઓહ.. ચાલ હું પીવડાવું.." એ બોલી અને મને ચા પીવડાવવા લાગી, પણ મને તો ચા બહુ જ મોળી લાગતી હતી, હા, મોળી જ હતી, આમાં પણ નિશાની શરારત હશે એમ જાણીને મેં પી લીધી, મોં પર જરાય ભાવ લાવવા જ ના દીધો કે એને ખબર પડે!

🔵🔵🔵🔵🔵

"ઓય, કાલે તો અમે જતાં રહીશું, મસ્તી કર ને!" નિશા એ એકદમ મને ઊંઘમાંથી જગાડ્યો હતો, હું તો મસ્ત ઊંઘતો હતો, પણ હા એના શબ્દો થી હું પણ થોડો પ્રભાવિત થઈ ગયો હતો.

"મોળી ચા તો નહિ પીવડાવે ને!" મેં એને તાણો મારતા કહ્યું.

"અરે બાબા! હું મસ્તી નહોતી કરતી પણ સાચે જ ભૂલી ગઇ હતી!" એને રડમસ રીતે કહ્યું.

"હા, મને સતાવવામાં જ બહુ મજા આવે છે તને તો!" મેં એને કહ્યું અને બધા સાથે ચાલ્યો ગયો.

"જો તું આવું કરીશ ને તો હું જ સાંભળું.." એમ એ ધીરેથી કહેતી હતી, હું એને ઇગ્નોર કરીને ફરી નીચે ચાલ્યો ગયો.

"ભૂલ થઈ ગઈ ને મારી! માફ કરી દે પ્લીઝ!" નિશા બહુ જ ઉદાસ લાગતી હતી.

"પરેશાન જ કરવો છે ને તો થઈશ હું બસ!" મેં કહી જ દીધું.

"હે ભગવાન! જો હું એવું કંઈ જ નહિ ચાહતી!" એને માથે હાથ મૂકી દીધો.

વધુ આવતા અંકે..
____________________
એપિસોડ 3માં જોશો: "હા, ખબર છે!" નિશા બોલી. "હા, ખબર છે!" નિશા બોલી.

"તને ખબર છે તો શા માટે બધાં વચ્ચે.." હું આગળ કહું એ પહેલાં જ નિશા બોલી ગઈ - "સોરી! માફ કરી દે, પણ તેં એનું નામ લીધું તો બહુ જ ગુસ્સો આવી ગયો, અને ગુસ્સામાં જ મેં એવું કરી દીધું!"

"હા, પણ બિચારી પ્રીતિને બધા મારા નામથી ચિડવશે! તને ગમશે!!!" મેં સીધું જ કહ્યું.

"હવે જે થયું એ ભૂલી જા અને મને માફ કરી દે!" નિશા એ કહ્યું.

"હમમ.." મેં એના માથે હળવું પંપોર્યું.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED