લેટરની હકીકત શું?
ઘણીવાર માત્ર હકીકત કલ્પના સુધી જ સીમિત હોય છે, કારણકે કલ્પના પણ આખરે ક્યાંકથી તો ઉદભવે છે તો શું કલ્પના વાસ્તવમાં હકીકત બની શકે ખરી? અડધી રાતે અણધાર્યા સવાલો શિવાયના મનમાં ઉદભવતા હતા જાણે તેને મનોમન ઠેશ પહોંચાડતા હતા,
વરસાદી મોસમ સાથે સવાર પડી અચાનક વીજળીમાં અવાજો વચ્ચે ધોધમાર પડતો વરસાદ શિવાયના કાનમાં ગુંજવા લાગ્યો તેની આંખો વિન્ડોમાંથી વરસાદના મોતી સમાન પડતા વેગમા થીડીવાર ખોવાઈ જવા આતુર લાગતી હતિ,પણ કોલેજ જવાનો પણ સમય થઇ રહ્યો હોવાથી તેણે ફ્રેશ થવાનું નક્કી કર્યું...
અડધો કલાક પછી ફ્રેશ થયાં બાદ બ્રેકફાસ્ટ લીધો અને શિવાય કોલેજ જવા નીકળ્યો વરસાદ થોડો થંભી ગયો હતો, આ પણ એક ફિતૂર સમાન હતું વરસાદી બૂંદોને માટીની સુવાસ લાગે ત્યારે તેમાંથી એક અલગ જ સુગંધ વાતાવરણને તાઝગી આપતી હોય છે...
વેહિકલ કોલેજ કેમ્પસમાં ઉભું રહ્યો, કોલેજ કેમ્પસમાં પહેલા પ્રાર્થના થઇ ત્યારબાદ લેક્ચર શરુ થયું,બે લેક્ચર પુરા થયાં કોલેજનો સમય પૂરો થયો એ પછી શિવાય અને અદિતિ બંનેએ પ્યુનને પૂછ્યું કાલે બધા સ્ટુડન્ટ જે લેટરની વાત કરતા હતા એ લેટર કોણે લખ્યો કેમેરામાં સામે આવ્યું?
ના પણ એ લેટર નોટિસ બોર્ડ ઉપર લાગેલો છે, પ્યુનના કહેવા મુજબ અદિતિ અને શિવાયએ લેટરને નોટિસ બોર્ડ ઉપર જોયો અને તરત જ શિવાય સમજી ગયો આના પાછળનું કારણ શું છે એને અદિતિને ઈશારો કરતા જ કહ્યું કે ચાલ સર જોડે, બંને સરની ઓફિસમાં ગયા અને લેટર વિશે જાણવા કહ્યું પણ સર બોલે તે પહેલા જ અદિતિએ લેટર કોણે લખ્યો છે એનું કારણ અને નામ સાથે કહી દીધું અને શિવાય પણ હસવા લાગ્યો, પ્રોફેસર આનંદ પણ ખુશ થયા અને એમને કહ્યું આ વાત તમે જ આવતી કાલના સેમિનારના રીવીલ કરજો આનું કારણ શું છે, શિવાય એ કહ્યું અમે સર? હા તમે બંનેએ જ જવાબ આપ્યો છે એટલી હિમ્મત કોઈ બીજાએ આ વિશે જાણવાની પણ ન કરી એટલે તમારે જ બોલવું પડશે..બંનેએ હા પાડી અને ત્યાંથી કેન્ટીનમાં ગયા થોડી મજાક કરી અને લેટર વિશે પણ વાત થઇ અને બંને હસવા લાગ્યા અને કહ્યું ચાલો કાલે લેટરની કહાની આપણી આખી કોલેજ જાણશે...
શિવાય અને અદિતિ ઘર તરફ રવાના થયાં અને બંને મનોમન ખુશ હતા લેટરની હકીકત તેમણે જ બહાર લાવી હતિ એ કારણથી....
બીજા દિવસની રાહમાં સવાર પડી અને સરએ લેટર કોને લખ્યો એ કહેવા માટે અદિતિને સ્ટેજ ઉપર નામ રીવીલ કરવાનું કહ્યું અદિતિએ કહ્યું આ લેટર આચાર્ય સરે જ લખ્યો છે અને કેમ લખ્યો છે એ હું નહિ કઉં આખી કોલેજનું વાતાવરણ સ્તબ્ધ હતું પછી પ્રોફેસર આનંદએ શિવાયને સ્ટેજ ઉપર બોલાવ્યો અને શિવાયએ કહ્યું હા આ લેટર આચાર્ય સરની ઓફિસમાથી ઓફીસીઅલ લખાયો છે કારણકે નીચે પ્રિન્સિપલ સરની સહી અને કોલેજનો સિક્કો પણ લાગેલો છે જે નક્કી કરે છે કે આ આપણી માટે એક ઉદાહરણ છે કે આવા લેટર પણ તમને ભવિષ્યમાં મળી શકે ધમકી ભરેલા આચાર્ય સરે ક્લેપ પાડી સાથે આખી કોલેજે પણ તાળીઓના અવાજ વચ્ચે પ્રો. આનંદે શિવાય અને અદિતિ બંનેને ditective અદિતિ એન્ડ ડિટેક્ટિવ શિવાય કહેતા ફરીથી તાળીઓ પડી અને સરએ કહ્યું આવી રીતે ટિમ વર્ક કરવાથી દરેક પ્રોબ્લેમનું નિવારણ લાવી શકાય છે, બંનને સમ્માનિત કરવામાં આવ્યા અને આગળનો કાર્યક્રમ શરુ થયો જેમાં એક લો કઈ રીતે સમાજમાં જાગૃકતા લાવી શકે છે એના વિશે ભાષણ ચાલ્યું...
અદિતિ અને શિવાય બંને ખુશ હતા તેમણે આ લેટરની હકીકત ઉકેલી હતિ
પણ આ માત્ર શરૂઆત હતિ આગળ ઘણી કહાનીઓની શોધ કરવાની બાકી છે...
જોડાયેલા રહો મારી સાથે......
ક્રમશ :.........
Vansh prajapati AKA vishesh