પહેલો કેશ - મિકીની શોધ
(ફ્લેશબૅંક )અધૂરા શ્વાસ સાથે સાથે દોડી શકાતું ન હતું અને ધબકારા પણ વધી રહ્યા હતા,આંખોમાં જુનુન હતું સાથે -સાથે તેના કપાળમાં ડર જરાય લાગતો ન હતો.... લઘભગ 18 વર્ષની વયનો છોકરો એ ટોળકીને આમ- તેમ ભગાવી રહ્યો હતો આટલુ કહેતા જ અદિતિનો કાન પકડીને તેની મમ્મીએ હસતા- હસતા કહ્યું ચાલ હવે કોલેજ જવાનો સમય થાય છે અને તું કોમિકની કહાનીઓ વાંચી રહી છે એ પણ સ્માર્ટ ફોનના જમાનામાં મમ્મી પાછળથી ઈશા બોલી, હા મારી નાની બહેન તું મારથી વધારે મોટી થઇ ગઈ એટલેને? હજી 4 વર્ષ નાની જ છે તું, અને રહેવાદે થોડા દિવસોમાં તારું 12th નું રિસલ્ટ આવ્યા બાદ તારે પણ જવું પડશે કોલેજમાં, ઘરના વાતાવરણમાં મજાક- મસ્તી ચાલી....
ફ્લેશબ્લેક પૂર્ણ થયો હોય એમ મનની ધારણાઓ તૂટતી રહી હતી તેની ફ્રેન્ડ મિશાએ કહ્યું જલ્દી ચાલ સમય થઇ ગયો છે હોલ ભરાઈ ગયો છે એન્કર વગર આ મહેફિલ અઘરી લાગશે,અને આટલુ સાંભળતા જ અદિતિ હસવા લાગી કોલેજનું સેકન્ડ યર હતું એને સ્ટેજ ઉપર જઈને એન્કરિંગ કરવાનું હતું, વાર્ષિક ઉત્સવ હતો જેમાં કોલેજના ટોપર વિદ્યાર્થીઓને કોલેજ પ્રોત્સાહિત કરવાની હતી, અદિતિને સ્ટેજ ઉપર આવતા જ આખી કોલેજને તેણે ખુબ શુભેછાઓ પાઠવી,
અદિતિએ પ્રોગ્રામને વધુ યાદગાર બનાવી દીધો, થોડીવાર પછી
ત્યાં કોલેજ દ્વારા વિદ્યાઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું, તેમાંથી એક તે પણ હતી, તેનું નામ જયારે લેવામાં આવ્યું ત્યારે તાળીઓના ગડગડાટ વધારે ગુંજવા લાગ્યા,
પ્રોગ્રામ પૂરો થયો, અને તેણે પોતાનું વહિકલ નિકાલ્યું, એટલામાં પાછળથી કોલ આવ્યો વાહ જોરદાર પ્રોગ્રામ હતો મિકી લવર, અરે શિવાય તું આજે અહીં કઈ રીતે કાલે તો કહેતો હતો કે એક નવો કેશ હાથ લાગ્યો છે એટલે પ્રોગ્રામમાં નહિ આવી શકે! અરે નહિ યાર કેશમાં કઈ ખાસ ન હતું એટલે હું આવી ગયો, તો લાગે છે કે ફરીથી કોઈ મિકી વાળો કેશ આવ્યો લાગે છે એટલે તે ના પાડી દીધી ને અદિતિએ હસતા હસતા કહ્યું, શિવાય પણ મોજીલા સ્વરે કહેવા મંડ્યો હા જેમ તે તારી મિકી કેટ માટે મારાથી પહેલીવાર પરિચય કરી એને ખોજી હતી તેમ બધા નથી હોતા કે પ્રાઇવેટ ડિટેક્ટિવ એજેન્સી પાસે આવીને મિકી નામની કેટનો કેશ આપે,
થોડીવાર વાતો ચાલી અને પછી બંનેએ પોત પોતાનું વેહિકલ નીકાળી ઘરે જવાના રસ્તા પકડ્યા,
હવે તમને થતું હશે કે વળી આ કહાનીમા મિકીનો શું રોલ છે તો હું જણાવી દઉં કે આ માટે પણ તમારે ફ્લેશબૅંક માં જવું પડશે,
ઈશા, અદિતિની બહેનનું 12th નું result હતું ત્યારે, ઈશાનું સારુ result આવતા બધા ઘરે ખુશ હતા પરંતુ મિકીને ખુશીમાંને ખુશીમાં ઈશા તેની ફ્રેંડ્સ સાથે બાગમાં લઇ ગયેલી અને ત્યાંથી મિકી ખોવાઈ ગયેલી, અને અહીંથી અદિતિને મિકીને શોધવા માટે શિવાયની જરૂર પડી કારણકે શિવાયનો ફેમિલી બિઝનેસ હતો પ્રાઇવેટ ડિટેક્ટિવ, તેના શિવાયના પપ્પાની ઓફિસે તે ગઈ ત્યારે તેણે ખબર પડી કે શિવાય તેનો ક્લાસમેંટ છે અને શિવાયના પપ્પાએ આ કેશ શિવાયને સોંપ્યો,
આમતો આ કોઈ કેશ ન હતો પરંતુ શિવાય અને અદિતિ ક્લાસમેંટ હતા એટલે, શિવાયના પપ્પાએ હસતા - હસતા એ કેશ લીધો,
હવે તમને લાગશે કે હું કોણ છું જે તમને આમની કહાની જણાવું છું, હું એક નરેટર છું જે આધુનિક સ્ટોરીઓમાં તમારું વાંચન સરળ રહે તે માટે તમારી માટે આ કહાનીને નરેટ વચ્ચે - વચ્ચે કે કોઈકવાર કરીશ,
ચાલો એ દિવસમાં જઈએ જયારે મિકી ખોવાઈ ગઈ હતી,
શિવાય સાથે અદિતિ અને ઈશા પણ મિકીને શોધવા બાગમાં ગયા, પરંતુ ત્યાં તે મળી નહિ
અદિતિ નિરાશ હતી એટલામાં,મિકીનો અવાજ આવ્યો, અને તે શિવાયના હાથમા હતી, અદિતિ મિકીને જોઈને ખુશ હતી તેણે શિવાયનો આભાર માનતા પૂછ્યું ક્યાં હતી આ, શિવાયએ કહ્યું અહીં જ બાગની બહારની બાજુમાં જે ટી સ્ટોલ છે ત્યાં તેણે એ કાકા દુઃખ આપી રહ્યા હતા, મને ખબર હતી કે આ ત્યાં જ હશે, અરે તને કેવી રીતે ખબર? ડિટેક્ટિવ કોણ છે અદિતિ ઈશાએ હસતા -હસતા કહ્યું, અદિતિએ ફરીથી શિવાયનો આભાર માન્યો અને ત્યાંથી જ તેમની મિત્રતા આગળ વધી જે હજી અને આગળ પણ કહાનીમા આપણને સાથે જોવા મળશે,
સામાન્ય રીતે આપણી નજીકમાં કયા પળે કઈ હકીકત છે તેણે આપણે ઘણીવાર જાણવા માંગતા નથી બસ માયાજાળમાં ફસાઈ રહીએ છીએ અને ખોટી વ્યથાઓમાં જ ખોવાઈ જઈને સપનાના પુલ ઉપર ચાલવાની અઘરી કોશિશો કરતા રહીએ છીએ,
જીવનએ ઘણું અનમોલ છે પરંતુ ઘણાય માણસો આ જીવનની વાસ્તવિક હકીકતથી અજાણ તે અમૂલ્ય જીવનને લોકોના માટે નહિ પરંતુ પોતાના અંગત સ્વાર્થ માટે જ ખોટો માન અને મોભાનો યુસ કરતા હોય છે,
આ કહાની સમાજના અગત્યના અને એક એવા પાસને તમારી સામે મુકશે જેમાં અન્યાય વિરુદ્ધ રોશની બનીને આ બંને ડિટેક્ટિવની ટિમ ઉભરશે અને અન્યાયને મિટાવવાના પ્રયાસ કરશે,
શિવાય અને અદિતિની આ પહેલી મુલાકાત ન હતી તે કોલેજમાં ક્લાસમેંટ હતા અને બંને ટોપર હતા પરંતુ બંને વચ્ચે કોઈ ખાસ મિત્રતા ન હતી, આ મિકીના કેશથી હવે બંને વધારે એકબીજાથી ગાઢ મિત્રતાના સબંધ સાથે જોડાયા અને દરેક પ્રોજેક્ટમાં સાથે જ કામ કરવાનાં નિર્ણય લીધા જેથી પોતાના ક્લાસની યુનિટી બની રહે, મિત્રતાને લીધે તેમનો નંબર પણ આવવા લાગ્યો બીજા સિનિયર લોકો કરતા તેઓ ખુબ જ નામના મેળવવાં લાગ્યા અને કોલેજના દરેક પ્રોફેસર તેમની યુનિટીને લીધે જ તે બંનેને ઓળખતા હતા,
Law કોલેજની પણ એક માયાવી દુનિયા હતી તેમાં પણ સ્ટુડન્ટ પોલિટિક્સ ખુબ રમતા ઘણીવાર તો પ્રોફેસરને પણ અમુક લોકો હેરાન કરતા, અને આ વાત જ શિવાય અને અદિતિને બીજા લોકોથી અલગ બનાવતા હતા,
કોલેજમાં પ્રોફેસરને કોઈએ ધમકી આપેલી એ સાચી કે ખોટી તે, જાણવાની તાલાવેલી શિવાય અને અદિતિ બંનેને હતી, અદિતિ અને શિવાય બંનેએ આ વાતની હકીકત શોધવાની કોશિશ કરી,અને તેમણે જાણવામાં પણ રસ હતો કે એવુ તો કોણ છે જે પ્રોફેસરને પણ ધમકી આપી શકે એ પણ આટલા કડક સ્વભાવના પ્રોફેસરને?
આ વાત તો ઠીક હતી પણ પ્રોફેસરની ઓળખાણ પણ ખુબ જ આગળ પડતી હતી તેમના ફ્રેન્ડ લિસ્ટમાં કલેક્ટર પણ હતા,અદિતિ અને શિવાય બંનેને આ વાત મૂંઝવણમાં મુકતી હતી કે આ પાછળ કોણ હોઈ શકે?
બંનેએ શોધ કરવાની શરૂઆત કરી કે એ લેટર ક્યાંથી આવ્યો? અને કોણે પ્રોફેસર ઓફિસની અંદર મુક્યો? આ વાત પણ એક અનોખી હતી કારણકે કોઈ અંદરની વ્યક્તિ જ હોઈ શકે જેની આટલી હિંમત હોય કે સર સુઘી આ વાત પહોચે,
હવે આ લેટરની હકીકત શું છે એ ના તો અદિતિ જાણે કે ન તો શિવાય જાણે, પણ બંનેને જાણવાની ખુબ જ ઈચ્છા જાગવા લાગી હતી,
આ લેટર પાછળનું કારણ કોણ છે કોને આ લેટર મોકલ્યો છે અને કઈ રીતે આ પ્રોફેસર જોડે સંકળાયેલી બાબત આ લેટરમાં છે,આ માત્ર તે લેટરને લખવાં વાળું માણસ જ જાણે છે, તમે પણ જલ્દી જાણી શકશો એ માટે જોડાયેલા રહો THE SECRET WORLD OF DETECTIVE SHIVAY AND ADITI સાથે ✍️
ક્રમશ :
Vansh prajapati ( વિશેષ )💗✍️