આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ Jagruti Vakil દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ


આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ
વિશ્વભરના ખેલાડીઓને એક જ પ્લેટફોર્મ પર લાવવાના મહાકુંભ ઓલિમ્પિક માટે 23 જૂનનો દિવસ ખાસ છે. 23 જૂનના રોજ 1948 થી દર વર્ષે આજ તારીખે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસની ઉજવણી કરવામાં આવે છે. વિશ્વ ઓલિમ્પિક દિવસ એ રમત,આરોગ્ય અને વિશ્વભરના શ્રેષ્ઠ લોકો માટેનો ઉત્સવ છે. જેમાં દુનિયાભરના લોકો હિસ્સો લે છે. આ વિશેષ દિવસે વિશ્વના વિવિધ ભાગોમાં અનેક પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેમાં દરેક વર્ગના લોકો અથવા ખેલાડીઓ ભાગ લે છે.

સ્ટોકહોમમાં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના 41મા સત્રમાં ચેક આઈઓસીના સભ્ય ડો. જીઆરએસએ વર્લ્ડ ઓલમ્પિક ડેનો વિચાર રજૂ કર્યો હતો. જેમાં ઓલિમ્પિક્સના સંદેશા અને મૂળ હેતુને ઉજવવા માટે એક દિવસ નક્કી કરવાનું કહ્યું હતું. તેમજ થોડા મહિના પછી, જાન્યુઆરી 1948 માં સેન્ટ મોરિટ્ઝમાં આઇઓસીના 42 મા અધિવેશનમાં આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી. રાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિઓને આ કાર્યક્રમના સંચાલનનો હવાલો સોંપાયો હોવાથી તારીખ આઈઓસીના ઇતિહાસમાં વિશેષ ક્ષણનો ભાગ બની ગઈ.

આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિની સ્થાપના 23 જૂન, 1894 ના રોજ પેરિસના સોરબોન ખાતે કરવામાં આવી હતી, જ્યાં પિયર ડી કોર્બેટીને ઓલિમ્પિક રમતોના પુનરુત્થાન માટે એક રેલી યોજી હતી. 23 જૂન 1948 ના રોજ પ્રથમ વખત ઓલિમ્પિક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તે સમયે પોર્ટુગલ, ગ્રીસ, ઓસ્ટ્રિયા, કેનેડા, સ્વિટ્ઝર્લેન્ડ, ગ્રેટ બ્રિટન, ઉરુગ્વે, વેનેઝુએલા અને બેલ્જિયમે પોતપોતાના દેશોમાં ઓલિમ્પિક ડે નું આયોજન કર્યું હતું અને તત્કાલીન આઈઓસી પ્રમુખ સિગફ્રાઈડ એડ્રસ્ટમે વિશ્વના યુવાનોને સંદેશ આપ્યો હતો.

ઓલિમ્પિક ડેમાં ભાગ લેવા માટે તમારે ઓલિમ્પિયન બનવાની જરૂર નથી. આ વખતે તેને ઓલિમ્પિક્સના ખેલાડીઓ અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડી શકાય છે. વિશ્વભરના દિગ્ગજ ખેલાડીઓ તેમના ઘરેથી ઓનલાઇન વર્કઆઉટ્સ કરશે અને કોઈ પણ જાતે વર્કઆઉટ કરવા માટે તેમાં જોડાઇ શકે છે અને તેમના પ્રિય ખેલાડીઓની પ્રેરણા લઈ શકે.

ઓલિમ્પિક ડે હવે કોઈ નાની રેસ અથવા એક રમતની ઇવેન્ટ કરતા ઘણી મોટી ઇવેન્ટ બની ગયો છે. આ દિવસે, વિશ્વભરની રાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિઓ ‘ગ્રો અપ’, ‘લર્ન’ અને ‘સર્ચ’ ના ત્રણ આધારસ્તંભોને આધારે, વય, લિંગ, સામાજિક પૃષ્ઠભૂમિ અથવા રમતગમતની ક્ષમતાને ધ્યાનમાં લીધા વિના વિવિધ પહેલ કરે છે. કેટલાક દેશોએ શાળાના અભ્યાસક્રમમાં આ ઘટનાનો સમાવેશ કર્યો છે. તેથી દરેક ઓલિમ્પિક દિવસનો ભાગ બની શકે છે.



ભારતની 1900થી 2016 સુધીની ઓલિમ્પિક સફર:

ભારતના 120 વર્ષના ઓલિમ્પિક ઈતિહાસમાં 100 કરોડથી વધુ વસતિના ફાળે અત્યાર સુધીમાં ફક્ત 28 મેડલ્સ; 8 ગોલ્ડ પૈકી 7 હોકી ટીમે અપાવ્યા

· 1900માં ઓલિમ્પિકમાં બ્રિટીશ-ઈન્ડિયન એથલેટ નોર્મન પ્રિચાર્ડે 200 મીટર રેસ, 200 મીટર હર્ડલ ઈવેન્ટમાં મેડલ જીતેલા

· 1948માં લંડન ઓલિમ્પિકમાં સ્વતંત્રતા બાદ પ્રથમ વખત ભારતે 50થી વધારે એથ્લેટ મોકલ્યા

· 2000માં કર્ણમ મલ્લેશ્વરી ઓલિમ્પિકમાં મેડલ મેળવનારી પ્રથમ ભારતીય મહિલા બની હતી



ભારતે વર્ષ 1900માં પ્રથમ વખત ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો. એટલે કે ઓલિમ્પિકમાં ભારત છેલ્લા 120 વર્ષથી ભાગ લઈ રહ્યું છે. આજે આપણે ઓલિમ્પિકમાં વર્ષ 1900થી 2016ના આ 120 વર્ષમાં ભારત ઓલિમ્પિકમાં 9 ગોલ્ડ, 7 સિલ્વર અને 12 બ્રોંઝ મેડલ સહિત કુલ 28 મેડલ્સ જ જીતી શક્યું છે. આ પૈકી ત્રણ ગોલ્ડ સહિત પાંચ મેડલ સ્વતંત્રતા અગાઉ ભારતને મળેલા છે. એટલે કે સ્વતંત્ર ભારતને ફક્ત 23 મેડલ જ મળેલા છે.

· વર્ષ 1900માં યોજાયેલા ઓલિમ્પિક રમતોત્સવમાં બ્રિટીશ-ઈન્ડિયન એથલેટ નોર્મન પ્રિચાર્ડને મોકલ્યો હતો. જેણે પુરુષ વર્ગની 200 મીટરની રેસ તથા 200 મીટરની હર્ડલ ઈવેન્ટમાં કુલ બે મેડલ જીત્યાં હતા.

· ભારતે વર્ષ 1920માં પ્રથમ વખત પોતાની ટીમ મોકલી હતી, જેમાં 6 એથલેટ અને 2 રેસલરનો સમાવેશ થતો હતો.

· ભારતે મેડલ માટે વર્ષ 1928 સુધી રાહ જોવી પડી હતી. વર્ષ 1924માં પેરિસમાં યોજાયેલા ઓલિમ્પિકમાં કુલ 14 સભ્યની ટીમ મોકલી હતી, આ ટીમે ફક્ત બે રમત (Sports)માં ભાગ લીધો હતો અને કોઈ મેડલ જીતી શકી ન હતી.

વર્ષ 1928ના એમ્સટર્ડમ ઓલિમ્પિકમાં ભારતની હોકી ટીમે દેશ માટે પ્રથમ વખત ગોલ્ડ મેડલ જીતી ઈતિહાસ રચ્યો હતો. ભારતીય હોકી ટીમે નેધર્લેન્ડને ફાઈનલમાં 3-0થી ક્લિન સ્વિપ કરી જીત મેળવી હતી. આ અગાઉ તેણે ઓસ્ટ્રીયા, બેલ્જિયમ, ડેનમાર્ક અને સ્વિત્ઝર્લેન્ડને હરાવી હતી.
વર્ષ 1932માં લોસ એન્જેલેસમાં યોજાયેલા ઓલિમ્પિકમાં ભારતીય હોકી ટીમે અમેરિકાને 24-1ના જંગી માર્જીન સાથે હરાવ્યું હતું, જે ઓલિમ્પિકના ઈતિહાસમાં સૌથી મોટું માર્જીન માનવામાં આવે છે.
ઓલિમ્પિકમાં પોતાનું એકચક્રિય સામ્રાજ્યને જાળવી રાખતા ભારતીય હોકી ટીમે વર્ષ 1936માં જર્મનીને 8-1થી સજ્જડ પરાજય આપ્યો હતો. અત્યાર સુધી ભારત બ્રિટીશ ઈન્ડિયા તરફથી રમી રહ્યું હતું.

દેશ સ્વતંત્ર થયા બાદ પ્રથમ વખત ઓલિમ્પિકમાં 50થી વધારે એથ્લેટ્સ મોકલ્યા

· વિશ્વયુદ્ધને લીધે 12 વર્ષ બાદ વર્ષ 1948માં લંડનમાં ઓલિમ્પિક યોજાયો હતો. દેશ સ્વતંત્ર થયો ત્યારબાદ પ્રથમ વખત ભારતે 50થી વધારે એથલેટ્સ પ્રતિનિધિ મોકલ્યા હતા, આ માટે વિવિધ સ્પોર્ટ્સ ફેડરેશન્સ દ્વારા રમતવીરોની પસંદગી કરવામાં આવી હતી.
ભારતીય હોકી ટીમે ફરી એક વખત હોકી ક્ષેત્રે પોતાની વિજય કૂચને જાળવી રાખતા ગ્રેટ બ્રિટનને ફાઈનલમાં હરાવી સ્વતંત્ર ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો હતો.ત્યારબાદ વર્ષ 1952માં પણ હેલસિંકીમાં ભારતે હોકીમાં ગોલ્ડ મેળવ્યો હતો.

વર્ષ 2004ની રાજ્યવર્ધન સિંહ રાઠોડે મેન્સ ડબલ ટ્રેપ ઇવેન્ટમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો.વર્ષ 2008માં બૈજીંગમાં યોજાયેલા ઓલિમ્પિકમાં અભિનવ બિંદ્રા ઈન્ડિવિડ્યુઅલ ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય બન્યા હતા. સુશીલ કુમારે પણ બ્રોન્ઝ મેડલ અપાવ્યો હતો. વ્રેસ્ટલિંગમાં ભારતને 56 વર્ષ બાદ આ મેડલ મળ્યો હતો. આ ઉપરાંત વિજેન્દ્ર સિંહે બોક્સિંગમાં પણ બ્રોન્ઝ મેળવ્યો હતો. વર્ષ 2016માં રિઓ ઓલિમ્પિકમાં સાક્ષી મલિક પ્રથમ મહિલા વ્રેસ્ટલર બની હતી કે જેણે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ ઉપરાંત પીવી સિંધુએ બેડમિન્ટનની મહિલા સિંગલ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

જાપાનના પાટનગર ટોક્યોમાં યોજાયેલા ઓલિમ્પિક ગેમ્સમાં ભારતે ઐતિહાસિક દેખાવ કર્યો છે. ઓલિમ્પિક્સના 15માં દિવસે એથ્લેટિક્સમાં જ્વેલિન થ્રોમાં નીરજ ચોપરાએ ગોલ્ડ મેડલ જીતતા ભારતે કુલ 7 મેડલનો રેકોર્ડ કર્યો છે. ભારતે ટોક્યો ઓલિમ્પિકમાં એક ગોલ્ડ, બે સિલ્વર અને 4 બ્રોન્ઝ મેચ જીત્યા છે. નીરજે એથ્લેટિક્સમાં ભારતનું એક સદીથી અધુરું સપનું પુરું કર્યું છે. 2008માં બેઈજિંગ ઓલિમ્પિક્સમાં અભિનવ બિન્દ્રાએ શૂટિંગ ઈવેન્ટમાં ભારત માટે ગોલ્ડ જીત્યો હતો. ત્યારબાદ 13 વર્ષના લાંબા સમયગાળા પછી ટોક્યો ઓલિમ્પિક્સમાં નીરજે ભારતને ગોલ્ડ અપાવ્યો છે. અગાઉ ભારતે લંડન ઓલિમ્પિક્સમાં છ મેડલ જીતીને સૌથી સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. આ વખતે ભારતે ગોલ્ડ જીતીને ટોક્યો ઓલિમ્પિકને ગોલ્ડન બનાવી દીધું છે.

ટોક્યો ઓલિમ્પિકમાં ૨૦૨૧ માં ભારત માટે સૌથી પહેલા મીરાબાઈ ચાનુએ વેઈટલિફ્ટિંગમાં સિલ્વર જીતીને ખાતું ખોલાવ્યું હતું. ત્યારબાદ પીવી સિંધૂએ બેડિન્ટનમાં અને લવલીના બોરગોહેને બોક્સિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. કુસ્તિમાં પહેલવાન રવિ દહિયાએ તેના ડેબ્યૂ ઓલિમ્પિકમાં શ્રેષ્ઠ દેખાવ કરતા સિલ્વર મેડલ જીત્યો હતો. પુરૂષ હોકી ટીમે 41 વર્ષ પછી ઓલિમ્પિક ગેમ્સમાં મેડલ દુકાળનો અંત લાવતા ભારતને બ્રોન્ઝ મેડલ અપાવ્યો હતો. નીરજ ચોપરાના ગોલ્ડ અગાઉ ભારતીય કુસ્તિબાજ બજરંગ પુનિયાએ પણ બ્રોન્ઝ મેડલ મેચમાં વિજય મેળવીને દેશ માટે વધુ એક કાંસ્ય પદક જીતી લીધો હતો.

ભારત 2036 માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે બિડ કરશે. સપ્ટેમ્બર 2023 માં મુંબઈમાં IOC સત્ર દરમિયાન આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના સંપૂર્ણ સભ્યો સમક્ષ રોડમેપ રજૂ કરવામાં આવશે.

ભારતમાંથી વધુમાં વધુ રમતવીરો તૈયાર થાય અને ઓલિમ્પિકમાં ભાગ લઇ, ઉતમ દેખવ થકી ભારતનું નામ રોશન કરે એવી શુભકામનાઓ.