A Best Father Tru... દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

A Best Father

"પપ્પા..... પપ્પા.... આમ જુઓ ને મેં કેટલા સરસ અક્ષરે લખ્યું છે, રિધમે ખૂબ જ ઉત્સાહ સાથે તેની નોટબુક ખોલી ને અભિનય ને બતાવી."
પણ, અભિનય મોબાઇલમાં એટલો વ્યસ્ત હતો કે તેણે રિધમ તરફ સરખું ધ્યાન ના આપ્યું.ખાલી હા બેટા સરસ છે એમ કહી પાછો મોબાઇલમાં ડૂબી ગયો.
'પણ સરખી રીતે તો જોવો પપ્પા'. રિધમ એ થોડી જીદ કરી.
'કાલે જોઈશ અત્યારે મમ્મી ને બતાવ જા મને કામ કરવા દે. અભિનયે થોડો ગુસ્સો કર્યો. રિધમને આ ન ગમ્યું.એણે સપનાં પાસે જઈ ને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો.' પપ્પા તો મોબાઈલમાં જ છે મારી નોટ સામે સરખું જોયું પણ નહીં, કેટલી રાહ જોઈ હતી એમની નોટ બતાવવા માટે.તો પણ પપ્પાએ સરખું જોયું નહીં. . મમ્મી, પપ્પા ને તો સમય જ નથી મારા માટે. મને મોબાઇલ જોવાની ના પાડે અને પોતે મોબાઈલ જ જોવે. આજ થી હું એમનો દીકો નથી. મારી નોટ પણ ના જોઈ બસ મોબાઇલ મોબાઇલ....સપનાં ને રિધમનો બબડાટ સાંભળી હસવું આવતું હતું.
સપનાં એ પણ આ દૃશ્ય જોયું હતું.તેને પણ અભીનવનું આવું વર્તન નહોતું ગમ્યું.એને પણ જોયું હતું થોડા દિવસો થી અભિનવ કંઇક મોબાઈલ માં વધારે વ્યસ્ત રહે છે. તેને રિધમનું આમ નારાજ થવું ના ગમ્યું.તે સ્વગત બોલી ઉઠી," મોબાઈલ માં એવું તે શું કામ હતું, છોકરાનો ઉત્સાહ જ તોડી નાખ્યો.આજે તો મારે અભીનય સાથે વાત કરવી જ પડશે. એમ વિચારતા એણે રિધમ ને ખોળા માં લીધો.' બેટા,એમના કહેવાય એ પપ્પા છે એમને ઘણું ઓફિસનું કામ હોય છે. મોબાઈલ પણ માં પણ ઓફિસનું કામ જ કરતા હોય છે અને જો કામ માં ભૂલ થાય તો સાહેબ વઢે તારા ટીચર ની જેમ.એટલે તારી નોટ ફટાફટ જોઈ લીધી.લાવ હું તારી નોટ જોવું.અરે વાહ મારા દીકરા ને તો very good મળ્યું છે' એમ કહી એ રિધમ ને રમાડવા લાગી.
પછી સપનાં અને રિધમ રૂમ માં સુવા ચાલ્યા ગયાં. થોડીવાર પછી અભિનવ રૂમમાં આવ્યો. રીધમ હજુ જાગતો જ હતો.અભિનયે તેની સાથે થોડી મસ્તી કરી.તેને પણ પપ્પા સાથેની નારાજગી ભૂલી ખૂબ મસ્તી કરીને પછી સૂઈ ગયો.
રીધમના સૂઈ ગયા પછી સપનાએ ધીમેથી વાત શરૂ કરી. અભીનય તમે ઓફિસના કામ ઓફિસ સુધી જ રાખતા હોય તો.ઘરે આવીને તો તમારો સમય ફેમિલીનો જ હોવો જોઈએ.તમે તો ઘરે આવીને પણ મોબાઈલમાં જ પડ્યા રહો છો.આજે પણ કેટલા હરખ સાથે રીધમ તેની નોટબુક બતાવવા આવ્યો હતો. પણ તમે સરખી નજર પણ ના કરી કેટલું દુઃખ થયું એને કે પપ્પા એ સરખી રીતે જોયું પણ નહીં. તમારી એણે પ્રોત્સાહન આપવાનું હતું બદલામાં તે નારાજ કરી દિધો.
આ સાંભળી અયે રીધમ સામે જોયું અને કહ્યું,' સપના આ બર્થડે માં રીધમને પેલી મોંઘી સાયકલ અપાવવી છે, એને ઓનલાઈન બતાવી હતી ને એ સાયકલ.બસ એટલે થોડું ઓવર વર્ક કરું છું અને થોડો બીઝી થઈ ગયો છું."
અભીનય રિધમ ના માથામાં પોતાની આંગળીઓ ફેરવતા બોલ્યો,' આજના માટે sorry બેટા,પણ આ તને ભવિષ્યમાં તારી ગમતી વસ્તુની ખુશી દેવા માટેની તૈયારી હતી. છતાં હું ધ્યાન રાખીશ તારી બધી ખુશીઓ માટે..... કે તને એ ચોક્કસ મળે જેના માટે તું યોગ્ય છે.તને આગળ વધવા એ બધું જ આપવા પ્રયત્ન કરીશ જે ભૂતકાળમાં ફક્ત મારી ઈચ્છા જ રહી ગઈ.
અને સપનાં, રિધમ ના સારા ભવિષ્ય માટે કે એના સપનાં પૂરા કરવા જતાં એની સાથે પૂરતો સમય ના વિતાવી શકાય તો તું સાચવી લેજે. અને જોજે ભવિષ્યમાં તો મારા દીકરા ને મારા પર ગર્વ થશે કે મરા પપ્પા બેસ્ટ છે.... બસ આટલું બોલતા અભિનવની આંખમાં આંસુ આવી ગયા. આ જોઈ સપના અભિનંદન ભેટી પડી. "આઈ એમ સોરી....અભીનય... you are a best father.
લાગણીશીલ ફક્ત મા નહીં, પિતા પણ હોય છે. પિતા પણ મોટાભાગનો સમય પોતાના બાળકોની ઈચ્છા પૂરી કરવા અને તેમના ભવિષ્ય બનાવવાના પ્રયત્નોમાં જ વિતાવતા હોય છે.હા કદાચ એમને જતાવતા બહુ ફાવતું નથી હોતું.પણ પ્રેમ તો એ પણ પોતાના બાળક ને અઢળક કરતા હોય છે....