પ્રેમ થઇ થયો - 28 Kanha ni Meera દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ થઇ થયો - 28

ૐ નમઃ શિવાયઃ

PART-28

અત્યાર સુધી આપડે જોયું કે આદિ ની તબિયત ખરાબ હોવા ના લીધે તે બન્ને મળી ને હોસ્પિટલ લઈને જાય છે...

દિયા પણ હવે વિચારતી હોય છે કે અક્ષત સામે કઈ રીતે જોવે તેના મન માં પણ ગણી વાતો ચાલતી હોય છે...

દિયા ની નજારો આદિ ઉપર જ હોય છે...

"દિયું મારે કંઈક કેવું તું તને..."
અક્ષત બોલે છે...

"જો તને ખબર છે કે મારા માટે મિતાલી અને શિવ જ બધું છે પછી અભી અને આશી આવી ગયા ...."
અક્ષત બોલે છે...

"હા..."
દિયા બોલે છે...

"હવે હું તને મારા જીવન માં લાવા માંગુ છું તને મારા વિશે બધી ખબર છે અને એ તારા ઉપર છે કે તારો જવાબ શું હશે..."
અક્ષત બોલે છે...

પણ દિયા ની નજરો તો અભી ના ચહેરા પર જ હોય છે...

"દિયા હું તને પસંદ કરવા લાગ્યો છું..."
અક્ષત બોલે છે અને તે લોકો ઘરે પોચી ગયા હોય છે...

દિયા કાર ની બારે નીકળી ને જતી રે છે...

મિતાલી ના રૂમ માં જઈને તે અભી ને સુવડાવે છે અને પછી મિતાલી સાથે તે પણ સુઈ જાય છે...

પણ આજે ક્યાં થી દિયા ને ઊંઘ આવે એના મન માં અક્ષત ની વાતો ચાલતી હોય છે પસંદ તો તે પણ તેને કરવા લાગી હતી પણ બસ તે આ વાત ને માનવા નતી માંગતી...

વિચારો માં ખોવાયેલી દિયા ક્યારે સુઈ જાય છે તેને પણ નથી ખબર હોતી...

આ બાજુ અક્ષત જે દિયા ના જ વિચારો માં હોય છે એ વાત ની ખુશી હોય છે કે તેને તેના મન ની વાત આજે દિયા ને કઈ જ દીધી બસ હવે રાહ જોવાની છે તો તેના જવાબ ની...

અક્ષત પણ દિયા વિશે વિચારતા વિચારતા સુઈ જાય છે...

*****

સવારે દિયા ની આંખ રોવા ના આવાજ થી ખુલે છે આદિ જે રોતો હોય છે...

"શું થયું આદિ ની તબિયત તો ઠીક છે ને..."
દિયા ઉઠી ને બોલે છે..

"હા સારી છે તાવ પણ નથી..."
મિતાલી બોલે છે...

"અરે 10 વાગી ગયા અને તે મને હજુ સુધી ઉઠાડી નઈ..."
દિયા જલ્દી થી ઉઠતા બોલે છે...

"અરે મને અક્ષત એ જ ના પાડી તી..."
મિતાલી બોલે છે...

દિયા ઉઠી ને આદિ ને તેના હાથ માં લે છે તે જયારે જયારે આદિ ને જોવે તેને તમે અક્ષત જ દેખાતો હોય છે...

"જો તે હાથ માં લીધો ચૂપ થઇ ગયો..."
મિતાલી બોલે છે...

દિયા હસી ને તેને રમાડવા લાગે છે...

"આને પછી રામાડજે જા પહેલા ફ્રેશ થઇ જા ..."
મિતાલી બોલે છે..

તે આદિ ને મિતાલી ના હાથ માં આપી ને ફ્રેશ થઇ જાય છે...

"સાંભળ અહીંયા આવ તો તું..."
મિતાલી દિયા ને તેની બાજુ માં બેસવા નો ઈસરો કરી ને બોલે છે...

દીય આવી ને તેની બાજુ માં બેસી જાય છે...

"અક્ષત એ મને વાત કરી છે કે એ તને પસંદ કરે છે..."
મિતાલી બોલે છે...

"પણ મારા મન માં એવું નથી અને તને તો બધી ખબર જ છે ને..."
દિયા બોલે છે...

"જો જે પેલા થયું એને ભૂલી જા બધા એક જેવા નથી હોતા અને અક્ષત સારો છે એટલે નથી કેતી કે એ મારો ભાઈ છે..."
મિતાલી બોલે છે...

"હા પણ આ બધું વિચારવા માટે મને સમય જોઈએ છે..."
દિયા બોલે છે...

"કેટલો સમય જોઈએ છે..."
મિતાલી બોલે છે...

"એ હું અક્ષત ને કઈશ..."
દિયા બોલે છે...

મિતાલી અને દિયા બીજી બધી વાતો માં લાગી જાય છે...

*****

અક્ષત અને દિયા બન્ને બેથા હોય છે અને આ કામ મિતાલી નું જ હોય છે...

"મને આ બધી વસ્તુ વિચારવા માટે સમય જોઈએ છે..."
દિયા બોલે છે...

"કેટલો સમય..."
અક્ષત બોલી ને દિયા ના સામે જોવે છે....

"આજે 10 તારીખ છે અને આવતી 10 ના હું તને જવાબ આપીશ..."
દિયા બોલે છે...

"હા તારે જેટલો સમય લેવો હોય એટલો લઈલે પણ યાદ રાખજે હું હંમેશા તારી રાહ જોઇશ...."
અક્ષત બોલી ને ત્યાં થી જાય છે....

દિયા બસ તેના વિશે જ વિચારતી હોય છે...

*****

શિવ અને અક્ષત તેમનું કામ કરતા હોય છે ત્યારે ત્યાં રોહિત આવે છે...

"મારી સગાઈ નક્કી થઈ ગઈ છે...અને તમારે બધા ને અવાનૂ છે અને હા તારી બેન મિતાલી ને પણ લેતો આવજે..."
રોહિત ખુશ થઇ ને બોલે છે...

"હા અમે બધા આવશું પણ એ તો કે ક્યારે છે સગાઈ..."
શિવ બોલે છે...

"1 અઢવાડિયા પછી..."
રોહિત બોલી ને તેમની સાથે વાતો કરવા બેસી જાય છે...

*****

આજે બધા તૈયાર થતા હોય છે, રોહિત ની સગાઈ માં જવા માટે...

મિતાલી, અહાના અને દિયા તૈયાર થતા હોય છે...

"અરે આ લોકો ને કેટલી વાર લાગે છે તૈયાર થવા માં..."
શિવ બોલે છે અને તેના હાથ માં અભી હોય છે...

"મને એવું થાય છે કે એની સગાઈ માં તો નઈ પણ લગ્ન માં જ પહોંચીશું..."
અક્ષત બોલે છે અને તેના હાથ માં આશી હોય છે...

તે ત્રણે તૈયાર થઇ ને બારે આવે છે...

"ચાલો હવે જલ્દી..."
શિવ બોલે છે...

દિયા જઈને અભી ને લઇ લે છે અને અહાના જઈને આશી ન લઇ લે છે...

તે બધા નીકળી જાય છે...

*****

ત્યાં પોચી ને બધી પેલા રોહિત ને મળે છે...

અચાનક મિતાલી ની તબિયત થોડી ખરાબ થઇ જાય છે, તો ત્યાં જ એક રૂમ માં મિતાલી ને આરામ કરવા માટે રાખે છે...

"તમે બધા તો જાઓ બારે મારા લીધે હેરાન ના થાઓ..."
મિતાલી બોલે છે...

"તું આરામ કર હું અને દિયા આશી અને આદિ ને સાચવી લઈશું અને કઈ પણ જોઈએ તો ફોન કરજે..."
અક્ષત બોલે છે...

ત્યારે શિવ નો ફોન આવે છે...

"ક્યાં છો તમે બધા..."
શિવ બોલે છે...

"અરે અમે રૂમ માં છીએ તું ક્યાં છો મને કે હું આવું..."
અક્ષત બોલે છે અને દિયા ની સાથે તે શિવ પાસે પોચી જાય છે...

શિવ ને વાત કરે છે કે મિતાલી ને ઠીક નથી...

"તમે બન્ને અહીંયા બેસો હું અને અહાના મિતાલી પાસે જઈએ..."
શિવ બોલે છે અને તેની સાથે અહાના ને લઇ ને રૂમ માં જાય છે...

"દિયા તું અહીંયા..."
એક છોકરી આવી ને બોલી...

"રોમા..."
દિયા બોલે છે...

રોમા તમને તો યાદ જ હશે કે જયારે દિયા કોલેજ માં હતી ત્યારે રોમા તેની ફ્રેન્ડ હતી...

"હા તું અહીંયા અને ક્યાં હતી આટલા સમય થી તારા નંબર પણ બદલાઈ ગયા છે..."
રોમા જલ્દી થી બોલે છે...

"અરે હું અહીંયા જ છું અને અહીંયા જ જોબ પણ કરું છું..."
દિયા બોલે છે...

અક્ષત જ તેની બાજુ માં જ ઉભો હોય છે તે બન્ને ની વાતો સાંભળતો હોય છે...

"અરે ભૌતિક ક્યાં છે..."
દિયા બોલે છે...

"હા અહીંયા જ છે...ભૌતિક...ભૌતિક..."
રોમા દૂર જ્યાં ભૌતિક ઉભો હોય છે તેને બોલાવે છે...

ભૌતિક ની સાથે રોહિત અને સાથે બીજા લોકો પણ હોય છે...
તેમને જોઈ ને દિયા ચોકી જાય છે...

તે કોણ છે અને દિયા કેમ ચોકી ગઈ...?
તે જાણવા જોડાયા રહો મારી સાથે...

પ્રેમ થઇ ગયો...