પ્રેમ થઇ થયો - 25 Kanha ni Meera દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ થઇ થયો - 25

ૐ નમઃ શિવાયઃ

PART-25

અત્યાર સુધી આપડે જોયું કે દિયા અને અક્ષત વાતો કરતા હોય છે...

"આ એટલે અક્ષત અને દી કોના માટે..."
દિયા તેની સામે જોઈ ને બોલે છે...

"વિચાર દિયું..."
અક્ષત બોલે છે....

જેવું તે દિયું સાંભળે છે તે સમજી જાય છે...
દિયા જેવું આદિ સામે જોવે છે તે સુઈ ગયો હોય છે...

"આદિ સુઈ ગયો છે હું એને સુવડાવી ને આવું..."
દિયા બોલે ને રૂમ માં જાય છે...

અક્ષત બારે હોલ માં જ બેઠો તેની રાહ જોતો હોય છે...

દિયા ને તેના ઘરે તો જવું હોય છે, પણ અક્ષત નો સામનો કરવા માં તેના માં એટલી હિંમત નથી હોતી...

તે ત્યાં મિતાલી ની જોડે જ સુઈ જાય છે...

"ચાલો દિયા સમજી તો ગઈ છે કે હું શું કેવા માંગુ છું પણ તે સમજવા નથી માંગતી..."
અક્ષત પોતાના મન માં વિચારે છે...

થોડી વાર પછી દિયા બારે જોવે છે તો હજુ અક્ષત ત્યાં જ સુઈ ગયો હોય છે તો તે ત્યાં જઈને એને ઓઢાડીને પોતે ઘરે જતી રે છે...

"હું શું કઉ હવે તને હું હવે કોના જીવન માં નથી જવા માંગતી અને હું હવે કોઈ પર વિશ્વાસ નઈ કરી શકું..."
દિયા બોલે છે અને તેના રૂમ માં જઈને સુઈ જાય છે...

અક્ષત જાગતો જ હોય છે દિયા ના ગયા પછી તે બેસી જાય છે અને મન માં વિચારે છે ચાલો દયાન તો તું મારુ રાખે છે અને તે જ ઓઢવાનું ઓઢી ને ત્યાં જ સુઈ જાય છે...

થોડી વાર માં શિવ આવે છે...

"અરે તું રૂમ માં કેમ નથી સૂતો..."
શિવ અક્ષત ને ઉઠાડી ને બોલે છે...

"અરે થાકી ગયો તો અને ખબર જ ના પડી ક્યારે સુઈ ગયો..."
અક્ષત બોલે છે અને શિવ સાથે રૂમ માં જઈને સુઈ જાય છે...

*****

દિયા હવે ઓફિસ માં પણ અક્ષત થી દૂર જ રેતી અને ઘરે આવે તો પણ મિતાલી સાથે જ રેતી તે અક્ષત પાસે ના જતી...

અક્ષત બેઠો હોય છે અને તેના ફોન ની રિંગ વાગે છે...

"બેટા આજે હું અને તારા પાપા તારી સાથે ડિનર કરવા માંગીએ છીએ તો તું આવી શકીશ..."
ગીતા બેન બોલે છે...

"હા હું આવી જઈશ તમે લોકેશન મોકલી દેજો..."
અક્ષત બોલે છે...

અક્ષત સીધો જ દિયા પાસે જાય છે પણ દિયા તેને આવતા જોઈ ને ત્યાં થી જતી રે છે...

અક્ષત પણ તેની પાછળ પાછળ જાય છે...

"દિયુ સાંભળ કામ છે તારું..."
અક્ષત બોલે છે તો દિયા ઉભી રઈ જાય છે...

"આજે મારા મમ્મી નો ફોન આવ્યો તો અને એમને મને ડીનર માટે કીધું છે એટલે હું ખુશ હતો અને આ તને કેવા માંગતો તો..."

અક્ષત આટલું બોલી ને દિયા કાય બોલે તે પેલા ત્યાં થી જતો રે છે...

દિયા પણ આવી ને તેની જગ્યા પર બેસી ને તેનું કામ કરવા લાગી જાય છે...

અક્ષત પણ ખુશ હોય છે કે તેના મમ્મી પાપા ને બઉ સમય પછી તે આજે મળવા નો હોય છે અને તે પણ પોતાના કામ માં લાગી જાય છે...

*****

તેના મમ્મી પાપા ૮ વાગે આવના હોય છે પણ તે 7:30 એ જ તે પોચી જાય છે...

અક્ષત તેના મમ્મી પાપા ને મળી ને ખૂશ હોય છે...

તે બધા જમતા નું ઓડૅર કરી દે છે અને બેસી ને વાતો કરતા હોય છે...

"બેટા જો આજે તેને અમને ફોન ના કર્યો હોત તો અમે સમજી જ ના શક્યા હોત કે તું અમને આટલું યાદ કરે છે..."
ગીતા બેન બોલે છે...

"કોને ફોન કર્યો તો..."
અક્ષત બોલે છે...

"અરે એ મિતાલી ની ફ્રેન્ડ છે શું નામે છે એનું અશોક..."
ગીતા બેન બોલે છે...

"અરે દિયા જ છે સાયદ..."
અશોક ભાઈ બોલે છે...

"દિયા એ ફોન કર્યો તો...?"
અક્ષત ચોકી ને બોલે છે...

"હા એને જ મને ફોન કર્યો હતો અને અમને એ પણ કીધું કે તું કેટલો દુઃખી થઇ ગયો તો જયારે અમે ના આવ્યા ત્યાંરે..."
ગીતા બેન બોલે છે...

"પછી એને મને ફોન કરી ને બધી વાત કરી..."
અશોક ભાઈ બોલે છે...

"બેટા મને તો એ છોકરી ગમી તારી શું ઈચ્છા છે..."
ગીતા બેન બોલે છે...

"આ શું બોલે છે તું એ બસ મિતાલી ની ફ્રેન્ડ છે અને બની શકે મિતાલી એ જ કીધું હોય એને ફોન કરવાનું...."
અશોક ભાઈ બોલે છે...

ક્યાંક ને કયાંક આ વાત અશોક ભાઈ ને નતી ગમી પણ આ સાંભળી ને અક્ષત પણ કાય બોલતો નથી પણ તેને આ વાત નથી ગમતી અને બધા સાથે જમવા લાગે છે...

"તમે મને મિતાલી ના બેબી ને મળવા માટે તો આવો..."
અક્ષત બોલે છે...

"ના હમણાં તો નઈ આવી શકીએ પણ અમે પછી જરૂર આવીશું..."
ગીતા બેન બોલે છે અને પછી અક્ષત એના ઘરે જવા માટે નીકળી જાય છે...

"મને પેલા જ દિયું એ કીધુ હોત તો..."

અક્ષત એના મન મન માં વિચારતો હોય છે અને તે જયારે ઘરે પોંચે છે ત્યારે બધા હોલ માં જ બેઠા હોય છે ત્યારે અક્ષત પણ તેમની પાસે આવી ને બેસી જાય છે...

"મળી આવ્યો તું કાકા કાકી ને...."
મિતાલી બોલે છે...

"હ મળી આવ્યો...."
અક્ષત બોલે છે અને ત્યાં આદિ ને તેના હાથ માં લે છે...

બધા ત્યાં બેસી ને વાતો કરતા જ હોય છે પણ હવે અક્ષત દિયા સામે જોતો નથી...

થોડી વાર પછી બધા સુવા જાય છે...

અક્ષત સુવા ની કોસીસ કરે છે પણ તેને ઊંઘ નથી આવતી તેના મન માં દિયા જ ચાલતી હોય છે અને તેના લીધે તેને ચેન જ નથી પડતો તે ઉભો થઇ ને હોલ માં આવે છે...

"દિયા તું શું કામ આવું કરે છે વાત તો કર મારી સાથે..."
અક્ષત પોતાના મન માં જ બોલતો હોય છે અને તે સીધો ટેરેસ પર જાય છે અને ત્યાં જઈને બેસી જાય છે...

બીજી બાજુ આજે અક્ષત એ દિયા ને જે રીતે બધા સામે તેને નજર અંદાજ કરી તે તેને જરા પણ ના ગમ્યુ...

"અરે અક્ષત તું શું કામ આવું કરે છે પણ શાયદ મારી જ ભૂલ છે હું જ થોડા દિવસ થી તેના સાથે સરખી રીતે વાત નતી કરતી...."
દિયા તેના મન માં વિચારે છે...

દિયા બસ આમ થી તેમ બેડ પર ફરતી હોય છે પણ તેને ઊંઘ નથી આવતી તે પણ બારે આવે છે અને રસોડા માં જઈ ને પાણી પીવે છે...

દિયા સીધી ટેરેસ પર જાય છે અને ત્યાં બેસી જાય છે ત્યારે જ તેની નજર સામે અક્ષત પર જાય છે તે પણ ટેરેસ પર બેઠો હોય છે...

દિયા ની નજર પડતા જ ત્યાં અક્ષત પણ તેની સામે જોવે છે અને તેના જોતા જ દિયા તેની નજારો ફેરવી લે છે...

શું અક્ષત અને દિયા એક બીજા થી વાત કરશે કે આમ જ એક બીજા થી દૂર થતા રહશે....

તે જાણવા જોડાયા રહો મારી સાથે...

પ્રેમ થઇ ગયો...