સ્વાર્થે કરી હદ પાર Pari Boricha દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્વાર્થે કરી હદ પાર

મેં આ કહાનીમાં માણસ કેટલો બધો સ્વાર્થી થઈ ગયો છે, એ બતાવવાની કોશિશ કરે છે.

ચાર- ચાર દિકરા છતાં તું એકલી
એવા તે શા ગુના તારા ?
નથી વન- વગડો છતાં
રહે " માં " તું એકલી.....

આ કહાની એક બેસહાય, લાચાર " માં " ની છે. તેને ચાર દિકરા હતા. જયારે તે વૃદ્ધ થઈ ત્યારે તેના બે દિકરા ગુજરી ગયા. હવે , બે વધ્યા હતા. આ બંને દિકરા હોવા છતાં પણ તે પોતે અસહાયતાનો અનુભવ કરી રહી છે.
ગામમાં રહેવા છતાં અને દિકરા હોવા છતાં પણ તેઓ જાણે વનમાં એકલી રહેતી હોય એવું અનુભવે છે. કેમકે, તે એકલી રહે છે ( વૃધ્ધાવસ્થામાં ). આપણે સમજી શકીએ છીએ કે,વૃધ્ધાવસ્થામાં માણસને ખૂબ જ સાથ અને લાગણીની જરૂર હોય છે .

વૃદ્ધ માતાને ચાર દિકરા હતા,પણ હવે તો માત્ર બે જ રહ્યા હતા. તે બંને દિકરા " પૈસા " નાં મોહમાં આંધળા હતા. તેની " માં " પાસે " ધન-દૌલત નહોતી ; એટલે તેને પોતાની સાથે રાખતા નહીં.
જે બે દિકરા ગુજરી ગયા હતા, તેના દિકરા તે ડોશીમાંને ખાવા- પીવાનું આપતા હતા. તેમની જરૂરિયાતો પૂરી કરતાં.તેઓ સ્વાર્થી નહોતા. કારણકે,તેનાં માં-બાપ સ્વાર્થી નહોતા.
કહેવાનો મર્મ એટલો જ છે કે,તમે જેવું વર્તન કરશો, તેવું જ વર્તન કરતા તમારા દિકરાઓ તમારી પાસેથી શીખશે અને તમારી સાથે કરશે.!

વગર સ્વાર્થે તે મોટા કર્યા,
તે દિકરામાં આટલા સ્વાર્થ કોણે ભર્યા?

જે માં-બાપે પોતાના સંતાનોને સ્વાર્થ વગર, અને પૂરી કાળજી રાખી દરેક ઈચ્છા અને જરૂરતોને પૂરી કરી હોય! તે દિકરાઓ મોટાં થઈને તે માં- બાપને ના સાચવે, તેનું ધ્યાન ના રાખે તો કોણ રાખે ?

બાળપણમાં તો તું સારો હતો પરંતુ,મોટો થતાં જ આટલા સ્વાર્થ તારી અંદર કોણે ભર્યા?

તને સાથે એ જરૂર રાખત ,
જો હોત તારી પાસે ધન-દૌલત....

આજની દુનિયામાં દરેક માણસનો સ્વાર્થ જો કોઈ ચીજવસ્તુમાં હોય તો તે છે " ધન-દૌલત " માં. જો માં- બાપની પાસે ધન -દૌલત હોય તો તેને સાચવવામાં આવે છે, પણ જો ના હોય તો તેને કેટલાંક લોકો તો સાચવતા હોય છે પરંતુ,સન્માન વગર જ ! તેને ઘરમાં સન્માન નથી મળતું. અને, કેટલાં તો સાચવતા જ નથી. ઘણા તો વૃધ્ધાશ્રમમાં મૂકી દે છે.

સ્વાર્થ વગર જનની ને પણ
ના સાચવતો હોય તું માનવી,
વિચાર તો કર ?!
કેટલો સ્વાર્થી છે તું માનવી...

સ્વાર્થ એટલો બધો ફેલાઈ ગયો છે કે, એની કોઈ સીમા જ રહી નથી ! નાની- મોટી બાબતોમાં સ્વાર્થ હોય તો તે સમજી શકાય ! પરંતુ, માણસનો અત્યારનો જે સ્વાર્થહું ખૂલ્લી આંખે જોઉં છું , તે તો હ્રદયને કક્ળાવી દે છે.
આ એક વિચારવાનો મુદ્દો છે...!! આ દુનિયામાં સ્વાર્થતો હતો જ , પણ આટલો બધો " સ્વાર્થ " કયાંથી જન્મ્યો ? સંતાનો કે જે ધન-દૌલત પાછળ આંધળી દોટ મૂકી રહ્યા છે, તેને સ્વાર્થ સિવાય બીજું કશું દેખાતું જ નથી.

સ્વાર્થ ના લીધે માણસોની વિચારશક્તિ પણ નબળી થઈ ગઈ છે. કયું કર્મ સારું છે, કયું કર્મ નરસું છે;તેની પણ તેને સમજ રહી નથી !
જન્મ લેનારી ને પણ તે સાચવે તો તે " સ્વાર્થ" થકી જ !

કેવા ! હશે તારાં વિચાર
જીવનાં જોખમે જણનારી ને કહે છે,
રહે તું એકલી ,
રહે તું એકલી....!!
માતા પોતાનો જીવ જોખમમાં મૂકીને બાળકને જન્મ આપતી હોય છે ! આ દુનિયામાં લાવીને તેનો લાડ - કોડથી ઉછેર કરાતી હોય છે. પરંતુ; તે જ બાળક મોટું થઇને તેના હ્રદયને ( આત્મા ને ) દુ:ખ પહોંચે તેવા વર્તન- વ્યવહાર કરે તો તે માતાની સ્થિતિ શું થાય ? એ તો એક
"માં " જ જાણતી હશે ને ! તેની મમતા, તેની લાગણી.... કેટલી હદ સુધી દ્રવિત ( દુ:ખી ) થતી હશે....!!
દરેકે-દરેકે માણસે એક વાત યાદ રાખવી કે, " વારા પછી વારો, મેં ( વરસાદ ) પછી ગારો...!! "
તમે જેવું તમારા માં-બાપ સાથે કરશો, તેવું જ તમારા સંતાનો તમારી સાથે એક દિવસ કરશે .કેમકે, તમે જ તેને શીખવી રહ્યા છો !
તમારા માં- બાપ વૃદ્ધ થઈ જાય, લાચાર થઈ જાય, ત્યારે તેને તમારી ખૂબ જ જરૂર હોય છે, જેમ બાળપણમાં તમને તેની જણાતી.
આ રચના દ્વારા હું એ જણાવવા માંગુ છુ કે, મા- બાપની ઈજ્જત કરો , તેની ઈચ્છાઓનું સન્માન કરી તેની લાગણીને સમજી, તેની જરૂરિયાતો પૂરી કરો....!! તેને તમારી સાથે, તમારા ઘરમાં રાખો. તેને એકલા રહેવું પડે તેવી સ્થિતિ પેદા ના કરો.
" સમજણ સાથે જિંદગી જીવો....
ખૂશ રહો....."
~Pari Boricha ✏